Breaking News : ઇબોલાના કારણે 100થી વધુના મોત, ભારત એલર્ટ મોડ પર, WHOએ જાહેર કરી ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી
આફ્રિકામાં ઈબોલાના વધતા કેસને જોઈ ભારત સરકારની સતર્કતા વધી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે, ભારતમાં અત્યારસુધી ઈબોલાનો કોઈ કેસ સામે આવ્યો નથી.એરપોર્ટ પર સ્ક્રીનીંગ અને NIV લેબ સક્રિય કરવામાં આવી છે.

આફ્રિકાના કેટલાક દેશોમાં ઈબોલા વાયરસના વધતા કેસ બાદ ભારત સરકારે સતર્કતા વધારી દીધીછે. સ્વાસ્થય મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે, હાલમાં ભારતમાં ઈબોલાનો કોઈ કેસ સામે આવ્યો નથી. તેમજ દેશમાં ખતરો ઓછો છે. પરંતુ સાવચેતી રૂપે, દેખરેખ અને તૈયારીઓ વધુ તીવ્ર બનાવવામાં આવી છે.કાંગો અને યુગાંડામાં ઈબોલા વાયરસના મામલાને જોતા વિશ્વ આરોગ્ય સંગઠને આને પબ્લિક હેલ્થ ઈમરજન્સી જાહેર કરી છે. ત્યારબાદ સ્વાસ્થય મંત્રાલય NCDC, ICMR અને બીજી એજન્સીઓએ પરિસ્થિતિની સમીક્ષા કરી.
સરકારે એરપોર્ટ અને બંદરો પર સાવચેતી રાખવા માટે સ્ક્રીનિંગ અને ક્વોરન્ટાઈનની વ્યવસ્થા મજબુત કરવાના નિર્દેશ આપ્યા છે. પુણેની NIV લેબને તપાસ માટે તૈયાર રાખવામાં આવી છે. તેમજ જરુર પડવા પર બીજી લેબ પણ જોડવામાં આવશે.
સ્વાસ્થ્ય તંત્ર સંપુર્ણ તૈયાર અને સતર્ક
સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને અપીલ કરી કે, ચિંતા કરવાની જરુર નથી. તેમજ કોઈ પણ પ્રકારની ખોટી જાણકારી ફેલાવવાથી બચો. સરકારનું કહેવું છે કે, દેશનું સ્વાસ્થ્ય તંત્ર સંપુર્ણ રીતે સતર્ક અને તૈયાર છે.
સુત્રોના જણાવ્યા અનુસાર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ઈન્ટરનેશલ પબ્લિક હેલ્થ ઈમરજન્સી જાહેર કર્યા બાદ મિનિસ્ટ્રી કાંગો અને યુંગાડાના કેટલાક ભાગોમાં બુંડિબુગ્યો સ્ટ્રેનથી થનારી ઈબોલા વાયરસની બિમારીના તાજેતરના પ્રકોપ પર નજીકથી નજર રાખવામાં આવી રહી હતી.
100થી વધુ લોકોના થઈ ચૂક્યા છે મોત
કાંગોથી મળનારી રિપોર્ટમાં આઉટબ્રેકથી અંદાજે 100 લોકોના મૃત્યું થયા છે. તેમજ લેબ ટેસ્ટિંગમાં 8 કેસની પુષ્ટિ થઈ છે. સુત્રોનું કહેવું છે કે, તૈયારીના મુખ્ય ઉપાયોમાં સ્ક્રીનિંગ,સર્વિલાન્સ, ક્વારન્ટાઈન અને કેસ મેનેજમેન્ટ માટે એસઓપીએસનો રિવ્યુ કરી અને મોટા એરપોર્ટ તેમજ બંદર પર આઈસોલેશન અને ક્વારન્ટાઈનની સુવિધા સામેલ છે.
ICMR ની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, પુણેને પરીક્ષણ માટે નોડલ લેબ તરીકે નિયુક્ત કરવામાં આવી છે, અને ધીમે ધીમે વધુ લેબ ઉમેરવામાં આવી રહી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાંથી આંતરરાષ્ટ્રીય મુસાફરી પર પણ નજર રાખવામાં આવી રહી છે.
શું છે ઈબોલા વાયરસ?
ઈબોલા એક ખતરનાક બીમારી છે. જે માણસ અને જાનવર બંન્નેને સંક્રમિત કરી શકે છે. આ વાયરસ પહેલી વખત વર્ષ 1976માં આફ્રિકાના કાંગો વિસ્તારમાં જોવા મળ્યો હતો. તેનું નામ ઈબોલા નદીના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ બીમારી શરીરની અંદર ગંભીર સંક્રમણ ઉભું કરે છે અને કેટલાક કેસમાં જાનલેવા પણ સાબિત થઈ શકે છે.
