AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

18 જૂનના મહત્વના સમાચાર: રાજ્યમાં ચોમાસાએ દીધી દસ્તક, 15 તાલુકાઓમાં વરસ્યો 1 ઈંચથી વધુ વરસાદ, સૌથી વધુ મહિસાગરના બાલાસિનોરમાં ખાબક્યો પોણા છ ઈંચ વરસાદ

| Updated on: Jun 18, 2026 | 11:31 AM
Share

આજે 18 જૂનને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

18 જૂનના મહત્વના સમાચાર: રાજ્યમાં ચોમાસાએ દીધી દસ્તક, 15 તાલુકાઓમાં વરસ્યો 1 ઈંચથી વધુ વરસાદ, સૌથી વધુ મહિસાગરના બાલાસિનોરમાં ખાબક્યો પોણા છ ઈંચ વરસાદ

LIVE NEWS & UPDATES

  • 18 Jun 2026 12:29 PM (IST)

    અમદાવાદ: NEETની તૈયારી કરતા વિદ્યાર્થીનો આપઘાત

    અમદાવાદ: NEETની તૈયારી કરતા વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યુ છે. NEET ની પરીક્ષાના ત્રણ દિવસ પહેલા વિદ્યાર્થીએ કર્યો આપઘાત . ન્યૂ રાણીપમાં રહેતા વિદ્યાર્થીએ ફ્લેટના છઠ્ઠા માળેથી કૂદીને જીવન ટૂંકાવ્યું.  17 વર્ષીય વિદ્યાર્થી આપઘાતના કારણ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

  • 18 Jun 2026 12:00 PM (IST)

    અમરેલીઃ જિલ્લાના કેટલાક વિસ્તારમાં વાતાવરણ પલટાયું

    અમરેલીઃ જિલ્લાના કેટલાક વિસ્તારમાં વાતાવરણ પલટાયું છે.  શહેરમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ બન્યુ છે.  અમરેલી શહેર અને ગ્રામ વિસ્તારમાં વરસાદી ઝાપટાં જોવા મળ્યા. જો કે હજુ ભરપૂર વરસાદની કાગડોળે ખેડૂતો રાહ જોઈ રહ્યા છે.

  • 18 Jun 2026 11:27 AM (IST)

    પાટણ: રાધનપુરમાં તંત્રની બેદરકારી આવી સામે

    પાટણ: રાધનપુરમાં તંત્રની બેદરકારી સામે આવી છે.  મશાલી રોડ પર પાણી ભરાયેલા હોવા છતા રોડ બનાવવાની કામગીરી હાથ ધરાઈ. વૉર્ડ નં. 7 મા રોડ બનાવવામાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી. કોની સૂચનાથી પાણી ભરાયેલા રોડ પર રસ્તાની કામગીરી કરાઈ તે મોટો સવાલ છે. શું આ રીતે રાધનપુરમાં રસ્તા બનાવાય છે ? ભરાયેલા પાણીમાં બનેલા રસ્તાની ગુણવત્તા પર પણ સવાલ ઉઠ્યા છે.

  • 18 Jun 2026 11:01 AM (IST)

    છોટાઉદેપુરઃ વરસાદમાં ભારજ નદી પરનું ડાયવર્ઝન ધોવાયું

    છોટાઉદેપુરઃ વરસાદમાં ભારજ નદી પરનું ડાયવર્ઝન ધોવાયું. ડાયવર્ઝન ધોવાતા વાહન-વ્યવહાર બંધ થયો છેે. ડાયવર્ઝન ધોવાતા ભારવાહક વાહનોને 40 કિમીનો ફેરાવો કરવો પડે છે. પહેલા જ વરસાદે ડાયવર્ઝન ધોવાતા તંત્રની પોલ ખુલી છે.

  • 18 Jun 2026 10:59 AM (IST)

    રામમંદિરના દાનમાં ચોરી મામલે તપાસ તેજ, સોના માં પણ કૌભાંડની આશંકા

    રામમંદિરના દાનમાં ચોરી મામલે તપાસ તેજ થઈ છે. SITએ ટ્ર્સ્ટના સેક્રેટરી તથા એડમિનિસ્ટ્રેટરની પુછપરછ હાથ ધરી.  CCTV સહિતના રેકોર્ડની તપાસ હાથ ધરાઈ.  દાનની ગણતરીમાં સામેલ 40 કર્મચારીઓની સઘન પૂછપરછ હાથ ધરાઈ.  3 ફરિયાદો મળી હોવા છતા હજુ કોઈ FIR નથી કરાઈ.  રામમંદિરમાં દાનમાં મળેલા સોનાના ચઢાવામાં પણ કૌભાંડ હોવાની આશંકા સેવાઈ છે. મંદિરમાં સોનાના અર્પણ ચોક્કસ વ્યવસ્થાનો અભાવ છે. સોનામાં પણ કરોડોનું કૌભાંડ હોઈ શકે. SITએ આ અંગે પણ તપાસ હાથ ધરી

  • 18 Jun 2026 10:57 AM (IST)

    પાટણ: રાધનપુરના ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરનો ઘેરાવ

    પાટણ: રાધનપુરના ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરનો ઘેરાવ કરવામાં આવ્યો. પાણી મામલે ગ્રામજનોએ લવિંગજી ઠાકોરનો ઘેરાવ કર્યો.  સાંતલપુરમાં ICDSના કાર્યક્રમમાં લવિંગજી ઠાકોરને પાણી મામલે રજૂઆત કરી. ગ્રામજનોએ MLAનો ઘેરાવ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. ગ્રામજનોએ લવિંગજીનો ઘેરાવ કરતા કાર્યક્રમમાં હોબાળો મચ્યો. બાળકોના વિકાસ માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.

  • 18 Jun 2026 10:56 AM (IST)

    રાજકોટ: રૈયા રોડ પર યુવકે આપઘાત કરતા ચકચાર

    રાજકોટ: રૈયા રોડ પર યુવકે આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે.  કૈલાશધારા એપાર્ટમેન્ટમાં યુવકે 10મા માળેથી ઝંપલાવ્યું. મૃતક મૂળ વેરાવળનો રહેવાસી હોવાનો પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે. યુવક સોના ચાંદીના વેપાર સાથે સંકળાયેલો હતો. મૃતક રાજકોટમાં સબંધીના ઘરે રહેવા આવ્યો હતો. વ્યવસાયિક કારણોસર આપઘાત કર્યાનું પ્રાથમિક તારણ સામે આવ્યુ છે.

  • 18 Jun 2026 10:55 AM (IST)

    સુરત RTOમાં અદ્યતન AI ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકનો આરંભ

    લાંબી રાહ બાદ સુરત RTOમાં અદ્યતન AI આધારિત ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક કાર્યરત થયો છે. શરૂઆતમાં ટેક્નિકલ સુગમતા જળવાઈ રહે તે માટે ટુ-વ્હીલરની 25 અને કારની 20 જેટલી મર્યાદિત ટેસ્ટ લેવામાં આવી અને અગાઉ બુક કરાયેલી અન્ય એપોઈન્ટમેન્ટ આગામી સપ્તાહમાં શિફ્ટ કરાઈ. જો કે ધીરે ધીરે એપોઈન્ટમેન્ટની સંખ્યા વધારવામાં આવશે. ત્યારે આ નવા ટ્રેકમાં જે દિવસની એપોઈન્ટમેન્ટ હશે તે જ દિવસે ટેસ્ટ આપવી ફરજિયાત રહેશે. ટેસ્ટ દરમિયાન દરેક સેગમેન્ટનું પરિણામ ડિજિટલ ડિસ્પ્લે પર તરત જ જોવા મળશે અને તરત જ અરજદારને પાસ કે નાપાસનો SMS પણ મળી જશે. આ પ્રક્રિયામાં સિગ્નલનું પણ પાલન કરવાનું રહેશે. QR કોડ સ્કેન કરીને અરજદારો ટેસ્ટની સંપૂર્ણ પ્રક્રિયાનો વીડિયો પણ જોઈ શકશે અને AI તેમને સૂચન પણ આપશે. ત્યારે AI આધારિત આ ટેક્નોલોજી મદદરૂપ રહે તેવી આશા સેવાઈ રહી છે.

  • 18 Jun 2026 01:00 AM (IST)

    ગાંધીનગર: જાહેરમાં દારૂડિયાની હીન કરતૂત

    રાજ્યના પાટનગર ગાંધીનગરમાંદારૂબંધીના લીરેલીરા ઉડાડતા દૃશ્યો સામે આવ્યા.  જાહેરમાં દારૂડિયાની શર્મનાર કરતુત સામે આવી છે.  સેક્ટર-24 મેટ્રો પાસે દારૂના નશામાં રોડ વચ્ચે અસભ્ય વર્તન કરતો જોવા મળ્યો. નશામાં ભાન ભૂલેલા દારૂડિયાને પેન્ટ પહેરવાનું પણ ભાન ન રહ્યું.  ગાંધીનગરમાં જાહેરમાં નશો કરી છાકટા બનેલા દારૂડિયાનો વીડિયો વાયરલ થયો છે.

આજે 18 જૂનને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - Jun 18,2026 10:54 AM

Follow Us
g clip-path="url(#clip0_868_265)">