17 June 2026

ઇથેનોલ કયા રંગનું હોય છે?

Photo Credit - Whisk

ઇથેનોલ એ રાસાયણિક પદાર્થ છે, જેનુ સૂત્ર CH₃CH₂OH છે.

તે પાણીમાં સરળતાથી ભળી જાય છે, તેમાં હળવી અને અનોખી ગંધ હોય છે.

પરફ્યુમ અને સેનિટાઇઝર બનાવવા માટે ઇથેનોલનો ઉપયોગ કરવામાં આવે છે.

પેટ્રોલમાં ભેળવવામાં આવે ત્યારે તેનો ઉપયોગ બાયોફ્યુઅલ તરીકે થાય છે. 

ઇથેનોલનો વધુ ઉપયોગ ખેડૂતો માટે ફાયદાકારક માનવામાં આવે છે.

શેરડી જેવા મીઠા પાકો અને અન્ય કૃષિ ઉત્પાદનોમાંથી ઇથેનોલ ઉત્પાદન કરવામાં આવે છે.

ઇથેનોલ મિશ્રિત ઇંધણનો ઉપયોગ સતત વધી રહ્યો છે.

ઇથેનોલ રંગહીન (Colorless) છે અને સંપૂર્ણપણે સ્પષ્ટ પ્રવાહી જેવું લાગે છે.

ઇથેનોલ ખૂબ જ જ્વલનશીલ છે, તેથી તેનો ઉપયોગ કરતી વખતે ખાસ કાળજી લેવી જોઈએ.

નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે.