AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રામ ભક્તો સાથે થયો મોટો”ફ્રોડ”, ભેટ તરીકે ચઢાવેલા સોનામાં પણ છેતરપિંડીની આશંકા

અયોધ્યાના રામ મંદિરમાં ભેટ તરીકે ચઢાવેલા સોનાના પ્રસાદમાં કરોડો રૂપિયાના કૌભાંડના આરોપો છે. ભક્તો દ્વારા દાનમાં આપેલા સોનાનો યોગ્ય હિસાબ રાખવામાં આવ્યો ન હતો, જેના કારણે વ્યાપક ઉચાપતની શક્યતા વધી ગઈ હતી. SPMCIL ને દાનની પ્રાપ્તિ અને યોગ્ય દેખરેખ માટે એક કાઉન્ટર પૂરું પાડવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, પરંતુ યોગ્ય સ્થાન મળ્યું ન હતું.

Breaking News : રામ ભક્તો સાથે થયો મોટોફ્રોડ, ભેટ તરીકે ચઢાવેલા સોનામાં પણ છેતરપિંડીની આશંકા
| Updated on: Jun 18, 2026 | 12:01 PM
Share

અયોધ્યાના રામ મંદિરમાં ગોટાળો માત્ર દાનમાં ચઢાવેલા પૈસાનો નથી. આનાથી પણ મોટો છે. એક સોનાનું કૌભાંડ પણ છે. ભક્તો રામ લલ્લાને જે સોનું ચઢાવતા હતા. મંદિરમાં સોનાના પ્રસાદ માટે કોઈ ચોક્કસ વ્યવસ્થા નથી, તેથી ભક્તો ક્યારેક આ સોનું દાનપેટીઓમાં નાખે છે અને ક્યારેક ત્યાં હાજર પૂજારીઓને રામ લલ્લાને ચઢાવવા માટે આપી દે છે.

હવે, એવા રિપોર્ટ બહાર આવી રહ્યા છે કે સોનાના પ્રસાદનું કૌભાંડ પણ થયું છે. જો તપાસ સાચી સાબિત થાય છે, તો આ સોનાનું કૌભાંડ કરોડોનું હોઈ શકે છે. SIT આ મામલાની પણ તપાસ કરી રહી છે.

SPMCILને મંદિરમાં યોગ્ય સ્થાન મળ્યું નથી

થોડા મહિનાઓ પહેલા ભારત સરકારના નાણા મંત્રાલય અને સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (SPMCIL) વચ્ચે એક કરાર થયો હતો. કરારમાં એવી શરત હતી કે રામ મંદિરમાં SPMCIL કાઉન્ટર બનાવવામાં આવશે. જે શ્રદ્ધાળુઓને સોના કે સોનાના ઘરેણા દાન કરવા હશે તે આ કાઉન્ટર પર જમા કરાવશે અને ત્યારબાદ રીસીપ મળશે. આ કરાર એટલા માટે થયો હતો કે, જેનાથી મંદિરમાં ચઢાવવામાં આવેલા સોનાનો હિસાબ રાખી શકાય. પરંતુ સુત્રોનું કહેવું છે કે, SPMCILને મંદિરમાં યોગ્ય સ્થાન મળ્યું નથી. આ કારણે કાઉન્ટર ખુલી શક્યું ન હતુ.

દેશના અનેક મોટા મંદિરોમાં દાનમાં ચઢાવેલા સોનાની ગણના માટે આ વ્યવસ્થા હજુ ચાલું છે. પરંતુ નાણા મંત્રાલય અને SPMCIL વચ્ચે કરાર બાદ અયોધ્યાના રામ મંદિરમાં આ વ્યવસ્થા લાગુ થઈ શકી નથી. હવે સવાલ એ છે કે, શું જાણી જોઈને SPMCILને મંદિરમાં સ્થાન આપવામાં આવ્યું નથી.

દાનના પૈસાથી સિક્કા બનાવવાની યોજના

સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ , નાણા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. તેનો કાર્યભાર ભારતીય ચલણ અને ટંકશાળના સિક્કા છાપવાનો છે. તે પોસ્ટેજ સ્ટેમ્પ અને નોન-જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર જેવા ઉચ્ચ-સુરક્ષા ડોક્યુમેન્ટ પણ છાપે છે. દાનમાં જે સોનું મંદિરમાં ચઢાવવામાં આવે છે. આ સોનાથી ધાર્મિક સિક્કાનું નિર્માણ કરવાની યોજના હતી. જેને રામલલાના ભક્તો ખરીદી શકે, પરંતુ રામલલા પર ચઢાવવામાં આવેલા સોનાનો યોગ્ય હિસાબ નથી.

ભક્તોએ ચઢાવવા માટે સોનું પુજારીઓને આપ્યું અને પુજારીઓએ આ સોનું ચઢાવવાની ગણતરી કરતા સ્ટાફને આપ્યું હતુ. ગોટાળો તેના પછી થયો છે. એવા સમાચાર છે કે, સોનાની યોગ્ય ગણતરી કરવામાં આવી નથી. અહીથી સોનાની ચોરી થઈ છે.

રામ મંદિર એ અયોધ્યામાં આવેલ એક હિન્દુ મંદિર છે. જે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ જન્મભૂમિ પર બનાવવામાં આવી રહ્યું છે. અહી ક્લિક કરો

Follow Us
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video
ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'
ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'
સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ
સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ
ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'
ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'
તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા
તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા
ગરમ પવન-ભેજના અભાવના કારણે ગુજરાતમાં હાલ સારો વરસાદ નહીં
ગરમ પવન-ભેજના અભાવના કારણે ગુજરાતમાં હાલ સારો વરસાદ નહીં
દમણમાં મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ
દમણમાં મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ
અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો
અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો
Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..
Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..
બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">