AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદીઓનો 'વટ' પડશે! લંડન-અમેરિકા જેવી સિસ્ટમ હવે C.G. રોડ પર, બટન દબાવો ને 'ટ્રાફિક સ્ટોપ' - જુઓ Video

અમદાવાદીઓનો ‘વટ’ પડશે! લંડન-અમેરિકા જેવી સિસ્ટમ હવે C.G. રોડ પર, બટન દબાવો ને ‘ટ્રાફિક સ્ટોપ’ – જુઓ Video

| Updated on: Jun 17, 2026 | 6:48 PM
Share

અમદાવાદ હવે લંડન અને અમેરિકા જેવું સ્માર્ટ બની રહ્યું છે. રાહદારીઓની સુરક્ષા માટે શહેરમાં એક અનોખો અને આધુનિક પ્રયોગ શરૂ કરાયો છે, જેનાથી રોડ ક્રોસ કરવો એકદમ આસાન બની જશે.

અમદાવાદ શહેરમાં રાહદારીઓની સુરક્ષાને વધુ મજબૂત કરવા અને ટ્રાફિક વ્યવસ્થાને આધુનિક બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. અમેરિકા અને લંડન જેવા વિદેશી શહેરોની જેમ હવે અમદાવાદના સૌથી ધમધમતા એવા સી.જી. રોડ પર મ્યુનિસિપલ માર્કેટ પાસે પ્રાયોગિક ધોરણે પદયાત્રીઓ માટે આધુનિક ‘પેલિકન ટ્રાફિક સિગ્નલ’ (પુશ-બટન સિસ્ટમ) ઇન્સ્ટોલ કરવામાં આવી છે.

આ નવી વ્યવસ્થા હેઠળ, રાહદારીઓએ રોડ ક્રોસ કરવા માટે ત્યાં લગાવેલું પુશ બટન દબાવવાનું રહેશે. બટન દબાવતાની સાથે જ વાહનો માટેનું ટ્રાફિક સિગ્નલ તુરંત લાલ થઈ જશે અને વાહનો થોભી જશે, જેથી લોકો ઝેબ્રા ક્રોસિંગ પરથી સરળતાથી અને સુરક્ષિત રીતે રોડ ક્રોસ કરી શકશે.

સી.જી. રોડ પર શરૂ કરાયેલા આ પાયલોટ પ્રોજેક્ટની કામગીરી અને તેની સફળતાનું ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઊંડાણપૂર્વક અવલોકન કરવામાં આવશે. જો આ પ્રાયોગિક ટ્રાયલ સફળ અને ઉપયોગી સાબિત થશે, તો ટ્રાફિક પોલીસની જરૂરિયાત અને સૂચન મુજબ આગામી સમયમાં શહેરના બીજા ભીડવાળા વિસ્તારો તથા ભારે ટ્રાફિક ધરાવતા મુખ્ય ચાર રસ્તાઓ પર પણ આવા ‘પેલિકન સિગ્નલ ઇન્સ્ટોલ’ કરવામાં આવશે.

Breaking News : ટ્રાફિક નિયમ તોડનારાઓ થઈ જજો સાવધાન ! હવે ઈ-ચલણ બાકી વાહનને બ્લોક શ્રેણીમાં મૂકાશે

Published on: Jun 17, 2026 06:25 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">