AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ચોમાસાએ ચિંતા વધારી, ગુજરાતમાં ચોમાસા માટે જોવી પડશે લાંબી રાહ

Breaking News : ચોમાસાએ ચિંતા વધારી, ગુજરાતમાં ચોમાસા માટે જોવી પડશે લાંબી રાહ

| Updated on: Jun 17, 2026 | 9:57 AM
Share

એક બાજુ ખેડૂતો વાવાણી માટે વરસાદની રાહ જોઈને બેઠા છે. તો બીજી બાજુ ચોમાસાને લઈ ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે કે, અમદાવાદ સુધી ચોમાસું પહોંચતા હજું 5 દિવસનો સમય લાગી શકે છે. હજુ લોકોએ વરસાદની લાંબી રાહ જોવી પડી શકે છે.

વરસાદની રાહ જોઈ રહેલા દેશના ખેડૂતો માટે કોઈ સારા સમાચાર નથી.ચોમાસાને લઇને સૌથી ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. ચોમાસાને મુંબઇ પહોંચતા હજુ 7થી 8 દિવસનો સમય લાગશે.8 જૂનથી પશ્ચિમના દરિયાકાંઠે ચોમાસું સ્થિર થયું છે.છેલ્લા 6 દિવસથી ચોમાસું તેલંગાણાના ભદ્રાચલમમાં અટક્યું છે.ચોમાસામાં વિલંબનું મુખ્ય કારણ બંગાળની ખાડીમાં ડિપ્રેશનનો અભાવ જોવા મળી રહ્યો છે.આગામી સપ્તાહ સુધી વરસાદી સિસ્ટમ બનવાના કોઈ સંકેત નથી.

ચોમાસાની ધીમી ગતિને કારણે, દેશના 723 જિલ્લામાંથી માત્ર 103 જિલ્લામાં સામાન્ય વરસાદ નોંધાયો છે. જ્યારે કે 4થી 5 દિવસમાં ચોમાસું તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહારના અને છત્તીસગઢના કેટલાક ભાગોમાં આગળ વધ તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

2 દિવસ વરસાદની આગાહી

એક બાજુ મોડા વરસાદ આવવાની શક્યતા છે.તો બીજી બાજુ આજથી 2 દિવસ વરસાદની શક્યતા છે. હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે
દક્ષિણ ગુજરાત, સુરત , વાપી, વલસાડ, દમણ , દાદરા નગર હવેલી અને ડાંગમાં હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ સિસ્ટમ સક્રિય થતાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

અમદાવાદ સુધી ચોમાસું પહોંચતા 5 દિવસનો સમય લાગી શકે

આવતીકાલથી ઉત્તર-પશ્ચિમમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાઇ શકે છે.પશ્ચિમી હિમાલય ક્ષેત્રમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.મેદાની વિસ્તારોમાં વાવાઝોડા અને વીજળી પડવાની શક્યતા છે. ઉત્તર-પૂર્વ ભારત અને ઉપહિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદનું એલર્ટ છે.પાકિસ્તાન-રાજસ્થાન પર નવી વરસાદી સિસ્ટમ સક્રિય હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વાદળિયા વાતાવરણથી ગરમીમાં ઘટાડો, પરંતુ ઉકળાટથી લોકો ત્રાહિમામ થયા છે.અમદાવાદ સુધી ચોમાસું પહોંચતા હજું 5 દિવસનો સમય લાગી શકે છે.વાદળછાયા વાતાવરણ વચ્ચે અમદાવાદમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર છે.

 

ભારતમાં મુખ્ય ત્રણ ઋતુ હોય છે. તેમાંથી એક ઋતુ ચોમાસુ છે. ચોમાસાને વરસાદની ઋતુ ગણવામાં આવે છે. અહી ક્લિક કરો

Published on: Jun 17, 2026 09:51 AM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">