AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat Breaking News : સુરત મનપા કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ! ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા હાથ ધરાઇ તપાસ

Surat Breaking News : સુરત મનપા કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ! ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા હાથ ધરાઇ તપાસ

| Updated on: Jun 17, 2026 | 12:59 PM
Share

ધમકીભર્યો ઇ-મેઇલ મળતા જ મનપાના ઉચ્ચ અધિકારીઓએ પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસનો મોટો કાફલો મનપા કચેરી ખાતે પહોંચ્યો હતો

સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં શહેરમાં ચકચાર મચી ગઈ હતી. ઇમેઇલ મારફતે મળેલી આ ધમકી બાદ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને સુરક્ષાના ભાગરૂપે મનપા કચેરીને ખાલી કરાવવામાં આવી હતી.

સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

ધમકીભર્યો ઇ-મેઇલ મળતા જ મનપાના ઉચ્ચ અધિકારીઓએ પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસનો મોટો કાફલો મનપા કચેરી ખાતે પહોંચ્યો હતો અને સમગ્ર વિસ્તારને સુરક્ષા કવચ હેઠળ લઈ લેવામાં આવ્યો હતો.આ દરમિયાન કચેરીમાં હાજર કર્મચારીઓ અને મુલાકાતીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કચેરીના દરેક વિભાગમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.

ડોગ સ્ક્વોડ અને ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ સ્થળ પર પહોંચી

પોલીસ સાથે ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS)ની ટીમોએ પણ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. કચેરીના રૂમો, પાર્કિંગ વિસ્તાર તેમજ આસપાસના વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા ધમકીભર્યા ઇમેઇલનો સ્ત્રોત શોધવા માટે સાયબર ક્રાઈમ ટીમની મદદ લેવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં ઇમેઇલ ક્યાંથી મોકલવામાં આવ્યો અને તેની પાછળ કોણ જવાબદાર છે તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક પ્રશ્નો ઉભા કર્યા

ઘટનાને પગલે મનપા કચેરીમાં થોડા સમય માટે કામકાજ પર અસર પડી હતી. જોકે તપાસ પૂર્ણ થયા બાદ સ્થિતિ સામાન્ય બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. હાલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે અને ધમકી આપનાર વ્યક્તિ સુધી પહોંચવા માટે ટેકનિકલ વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.

આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક પ્રશ્નો ઉભા કર્યા છે, ત્યારે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા અને સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા અપીલ કરવામાં આવી છે.

Breaking News : ગૃહિણીઓ માટે સારા સમાચાર, સિંગતેલના ભાવમાં ઘટાડો થયો, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">