AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડોદરામાં સયાજી હોસ્પિટલમાં OPD વિભાગમાં નમાઝ પઢવાનો વીડિયો થયો વાયરલ, 800 CCTV હોવા છતા તંત્ર આ ઘટનાથી અજાણ- જુઓ VIDEO

વડોદરાની સયાજી હોસ્પિટલના OPD વિભાગમાં નમાઝ પઢતો વીડિયો વાયરલ થયો છે. ત્રણ વ્યક્તિ નમાઝ અદા કરતા દેખાતા હોસ્પિટલની સુરક્ષા સામે સવાલ ઉઠ્યા છે. 800 CCTV કેમેરા હોવા છતાં તંત્ર આ ઘટનાથી અજાણ હોવાનું સામે આવ્યું છે, જેના પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.

વડોદરામાં સયાજી હોસ્પિટલમાં OPD વિભાગમાં નમાઝ પઢવાનો વીડિયો થયો વાયરલ, 800 CCTV હોવા છતા તંત્ર આ ઘટનાથી અજાણ- જુઓ VIDEO
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 17, 2026 | 5:50 PM
Share

વડોદરાની સયાજી હોસ્પિટલમાં નમાઝનો વીડિયો વાયરલ થયો છે. ત્રણ વ્યક્તિ દ્વારા નમાઝ અદા કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. OPD વિભાગમાં જાહેર સ્થળે નમાઝ અદા કરાયાનો વીડિયો સામે આવતા ચકચાર મચી ગઈ છે. વાયરલ વીડિયોમાં બે યુવક અને એક વૃદ્ધ નમાઝ અદા કરતા દેખાય છે. વીડિયોમાં દેખાતા ત્રણ લોકો કોઈ દર્દીના સગા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. જો કે વીડિય ક્યારનો છે તે અંગે હોસ્પટલ તંત્ર અજાણ છે. શનિવારે સાંજને સમયે OPD બંધ હોય તે સમયનો વીડિયો હોવાનું અનુમાન છે.

હોસ્પિટલના OPD વિભાગમાં નમાઝ પઢવાનો વીડિયો વાયરલ થતા પોલીસે તપાસ હાથ ધરી છે. સયાજી હોસ્પિટલમાં 800 જેટલા CCTV કેમેરા હોવા છતાં તંત્ર આ સમગ્ર ઘટનાથી અજાણ છે. નમાઝ અદા કરનારા લોકો કોણ હતા અને ક્યાંથી આવ્યા તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. જો કે વાયરલ વીડિયોની તથ્યતા અંગે Tv9 પુષ્ટિ કરતુ નથી. આ સમગ્ર ઘટના અંગે હિંદુ સંગઠનોએ નમાઝ પઢનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી છે.

જો કે હાલ તો આ વીડિયોને લઈને હોસ્પિટલની સિક્યોરિટી સામે સવાલ ઉઠી રહ્યા છે. હોસ્પિટલમાં જ્યારે આ ત્રણ લોકો નમાઝ પઢી રહ્યા હતા ત્યારે સુરક્ષાકર્મીને શું આ અંગે જાણ ન હતી. તેમણે તેમને આવુ કરતા રોક્યા કેમ નહીં તે સવાલ પણ ઉઠી રહ્યા છે.

ભાવનગર મહાનગરપાલિકાને લોકોના જીવની કંઈ પડી નથી, વર્ષોથી રખડતા ઢોરની સમસ્યા છે પરંતુ તંત્ર નથી કરી રહ્યુ કોઈ નક્કર કામગીરી

Follow Us
g clip-path="url(#clip0_868_265)">