Bhavnagar : ખાનગી બસ અને ડમ્પર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 6 લોકોના મોત, મોતનો આંકડો વધવાની શક્યતા, જુઓ Video

Bhavnagar : ખાનગી બસ અને ડમ્પર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 6 લોકોના મોત, મોતનો આંકડો વધવાની શક્યતા, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2024 | 9:18 AM

રાજ્યમાં અવારનવરા અકસ્માતની ઘટના બનતી હોય છે. ભાવનગરમાં ખાનગી બસ ડમ્પર પાછળ ઘુસી જતા 6 લોકોના મોત થયા છે. એપલ ટ્રાવેલ્સની બસ સુરતથી રાજુલા જઈ રહી હતી તે સમયે આ ઘટના બની હતી.

રાજ્યમાં અવારનવરા અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે ફરી એક ગુજરાતમાં ગમખ્વાર અકસ્માતમાં કેટલાક લોકોના મોત થયા છે. ભાવનગરમાં ખાનગી બસ ડમ્પર પાછળ ઘુસી જતા 6 લોકોના મોત થયા છે. એપલ ટ્રાવેલ્સની બસ સુરતથી રાજુલા જઈ રહી હતી તે સમયે આ ઘટના બની હતી. જો સમગ્ર ઘટનાની વાત કરીએ તો વહેલી સવારે ત્રાપજ બાય પાસ પર બસ ડમ્પર પાછળ ઘુસી જતા ઘટના સ્થળે જ 6 લોકોના મોત થયા છે. જો કે મોતનો આંકડો વધવાની શક્યતાઓ છે.

મોતનો આંકડો વધવાની શક્યતાઓ

અકસ્માત થતા રસ્તા પર ચક્કાજામના દ્રશ્યો જોવા મળ્યો હતો.  અકસ્માત સર્જાતા સ્થાનિકો દ્વારા તાત્કાલિક ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ 6 જેટલા લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત થતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો.

g clip-path="url(#clip0_868_265)">