AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : જમીન માટે જંગ ! નિકોલ પાસેના ભુવાલડી ગામમાં હથિયારો સાથે ધીંગાણુ, 5 લોકોની અટકાયત, જુઓ Video

Ahmedabad : જમીન માટે જંગ ! નિકોલ પાસેના ભુવાલડી ગામમાં હથિયારો સાથે ધીંગાણુ, 5 લોકોની અટકાયત, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2024 | 10:19 AM
Share

અમદાવાદના નિકોલ પાસેના ભુવાલડી ગામે હથિયારો સાથે ધીંગાણુ થયુ છે. જો કે જૂથ અથડામણ કરનારા લોકોમાંથી પોલીસે 5 શખ્સોની અટકાયત કરી છે. જમનીનનો કબજો લેવા જતા સમયે ટોળાએ હુમલો કર્યો હતો. મામલતદારના આદેશ બાદ કબજો લેવા ગેયલા જમીનદાર પર હુમલો કર્યો હતો.

ગુજરાતમાં કેટલીક વાર જૂથ અથડામણની ઘટના બનતી હોય છે. ત્યારે અમદાવાદના નિકોલ પાસેના ભુવાલડી ગામે હથિયારો સાથે ધીંગાણુ થયુ છે. જો કે જૂથ અથડામણ કરનારા લોકોમાંથી પોલીસે 5 શખ્સોની અટકાયત કરી છે. જમનીનનો કબજો લેવા જતા સમયે ટોળાએ હુમલો કર્યો હતો. મામલતદારના આદેશ બાદ કબજો લેવા ગેયલા જમીનદાર પર હુમલો કર્યો હતો. જે જમીનનો કબજો અપાયો તે ગૌચરની હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સમગ્ર મામલે નિકોલ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે.

હથિયાર સાથે ધીંગાણું અને પથ્થરમારો

જમીન વિવાદની વાત કરીએ તો ધીરુ પટેલ અને અનિલ પટેલ નામના બંને ભાઇઓએ જમીન માલિકી અંગે દાવો કર્યો હતો. વર્ષ 1975થી તેમનો પરિવાર ગણોતીયા તરીકે આ જમીનની માલિકી ધરાવતો હોવાનો દાવો હતો. આ 8 વિઘા જમીન માટે કોર્ટમાં કેસ ચાલતો હતો, ત્યારે મામલતદારના આદેશ બાદ બંને ભાઇઓ પરિવાર સાથે જમીનનો કબજો લેવા પહોંચ્યા હતા.

5 લોકોની અટકાયત

સમગ્ર મામલે જમીન માલિકો દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઇ હતી. સ્થાનિક પોલીસ, ઝોન એલસીબી તથા અન્ય એજન્સીઓ હાલ ગામમાં કોમ્બિંગની કાર્યવાહી કરી રહી છે. ઘટનાનાં વાયરલ વીડિયોમાં દેખાતા હુમલાખોરોના ચહેરા ઓળખી તેમની ધરપકડની કાર્યવાહી કરાઇ રહી છે.

g clip-path="url(#clip0_868_265)">