AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

15 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : રૂ. 13.56 કરોડની સાયબર છેતરપિંડી કરનાર ગેંગના 5 ઝડપાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2025 | 9:57 PM
Share

આજે 15 સપ્ટેમ્બરને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

15 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર :  રૂ. 13.56 કરોડની સાયબર છેતરપિંડી કરનાર ગેંગના 5 ઝડપાયા

આજે 15 સપ્ટેમ્બરને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 15 Sep 2025 09:36 PM (IST)

    રૂ. 13.56 કરોડની સાયબર છેતરપિંડી કરનાર ગેંગના 5 ઝડપાયા

    ખેડા સાયબર ક્રાઈમે 13.56 કરોડની છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો

    ખેડા સાયબર ક્રાઈમ પોલીસે રૂપિયા 13 કરોડ 56 લાખથી વધુના સાયબર ફ્રોડના કેસનો પર્દાફાશ કરી પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ગેંગ બેંક એકાઉન્ટ ભાડે આપીને દેશભરમાં સાયબર ફ્રોડ કરતી હતી. આરોપીઓએ અલગ-અલગ રાજ્યોના લોકો સાથે સાયબર ફ્રોડ કરીને કુલ રૂપિયા 13,56,04,893ની રકમ એકત્ર કરી હતી. આ ગેંગ મહેમદાવાદની એક બેંકમાં બનાવટી ભાગીદારી પેઢીના નામે બોગસ બેંક એકાઉન્ટ ખોલાવીને ગુનાહિત નાણાં ટ્રાન્સફર કરતી હતી.

    આરોપીઓએ છેતરપિંડીના ઈરાદે ખોટી UDYAM રજિસ્ટ્રેશન સર્ટિફિકેટનો ઉપયોગ કરીને આ બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા. ગેંગના સભ્યો બેંક એકાઉન્ટ ખોલાવીને તેનો એક્સેસ અન્ય લોકો સાથે શેર કરીને કમિશન મેળવતા હતા. ખેડા પોલીસે મહેમદાવાદ અને સુરતના પાંચ આરોપીઓને ઝડપી પાડીને, સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, નડિયાદ દ્વારા આ અંગે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે

  • 15 Sep 2025 09:33 PM (IST)

    વિરમગામ હાંસલપુર ગામમાથી ડીગ્રી વગરના ડોક્ટર ઝડપાયા

    અમદાવાદ ગ્રામ્ય SOG પોલીસે વિરમગામ હાંસલપુર ગામમાથી ડીગ્રી વગરના ડોક્ટરને ઝડપી પાડ્યો. હાસલપુર ગામમાં રહેતા પ્રદીપભાઈ છેલાભાઈ ગોયલ મૂળ રહે સાંગોઇ સુરેન્દ્રનગર ને ડિગ્રી વગર ના બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે. ડોક્ટર તરીકેની એલોપેથીક માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર એલોપેથિકની તબીબની પ્રેક્ટિસ કરતા ગેરકાયદેસર એલોપેથીક દવાઓ આપતા બોગસ ડોક્ટરને દવાઓ અને મેડિકલ સાધનો મળી કુલ 16,925 મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે.

  • 15 Sep 2025 07:29 PM (IST)

    વંથલીના લુશાળા ગામે નશામાં ધૂત કાર ચાલકે, સતાધાર પગપાળા જતા પદયાત્રી પર કાર ચડાવી દેતા એક પદયાત્રીનુ મોત

    વંથલીના લુશાળા ગામે કેફી પીણું પીને સતાધાર પગપાળા જતા પદયાત્રી પર કાર ચડાવી દેતા એક પદયાત્રીનુ મોત થયું છે. બોલેરો ગાડી એ સતાધાર પગપાળા જતા યાત્રીઓને અડફેટે લીધા. ચાર યુવકોમાંથી એક યુવક સુભાષ ડાંગરનું મૃત્યુ થયું છે. ડ્રાઈવર રાહુલ પાતર સામે સાઅપરાધ માનવ વધનો ગુનો દાખલ વધુ તપાસ હાથ ધરી છે. પાણી પુરવઠા અધિકારી ગાડીમાથી બિયરના ટીન મળી આવ્યા. મેંદરડાથી કુતિયાણા જતા હતા ત્યારે બની ઘટના. બોલેરો ગાડીમાં સાથે રહેલા પાણી પુરવઠા અધિકારી ગોવિંદ પાતરને પણ કેફી પીણા ના નશામાં હોય ગુનો નોંધવામાં આવેલ છે.

  • 15 Sep 2025 06:29 PM (IST)

    વડોદરામા વકીલ વિરુદ્ધ દુષ્કર્મની નોંધાઈ ફરિયાદ

    વડોદરાના આર. વી. દેસાઈ રોડ પર રહેતા વકીલ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. કેસ સંદર્ભે મહિલાને અવારનવાર વકિલ મળતા હતા. વકીલે મહિલાને ઘરે બોલાવીને ફોસલાવી પટાવીને દુષ્કર્મ આચર્યું હતું. વકીલ દ્વારા મહિલાના ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેઈલ કરવામાં આવતી હોવાનુ પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. વકીલની સતત પજવણી અને માંગણીથી કંટાળી પીડિત મહિલાએ વડોદરા નવાપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધવતા, પોલીસે વકીલ અને તેમના પત્નીની ધરપકડ કરી છે. આરોપી વકીલ સામે અગાઉ પણ આર્મ્સ એક્ટ, મારામારી અને છેડતીના ગુના નોંધાયેલા છે.

  • 15 Sep 2025 06:25 PM (IST)

    અમદાવાદમાં ખાનગી ધોરણે ગરબા માટે તૈયાર કરાયો એસી ડોમ

    અમદાવાદમાં ગરબા માટે ખાનગી ધોરણે 3 લાખ સ્કવેર ફૂટમાં એસી ડોમ તૈયાર કરાયો છે. નવરાત્રી માટે બે અલગ-અલગ જર્મન ડોમ તૈયાર કરાયા છે. નવરાત્રિમાં વરસાદ પડે તો પણ ગરબા નહીં રોકાય. ગરબા આયોજકોએ જર્મન ડોમ અને પોતાની ડ્રેનેજ સિસ્ટમ તૈયાર કરી છે. એકસાથે 20 હજાર ખેલૈયાઓ ગરબા રમી શકે એવી વ્યવસ્થા આ એસી ડોમમાં કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. 6 હજાર લોકો માટે બેસવાની અને ફૂડ કોર્ટ માટે અલગ ડોમની વ્યવસ્થા કરાઈ છે. સુરત બાદ છેલ્લા બે વર્ષથી અમદાવાદમાં પણ AC ડોમ ગરબાનો ક્રેઝ વધ્યો છે.

  • 15 Sep 2025 05:25 PM (IST)

    બનાસકાંઠાના ડીસાની બલોધર દૂધ મંડળીમાં ગેરરીતિનો આક્ષેપ

    બનાસકાંઠાના ડીસાની બલોધર દૂધ મંડળીમાં ગેરરીતિનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બલોધર દૂધ ઉત્પાદન સહકારી મંડળીના સભ્યો દ્વારા જિલ્લા રજિસ્ટ્રારને કરાઈ રજૂઆત. દૂધ મંડળી દ્વારા દૂધના ભાવમાં ગેરરીતિ અને ચેકમાં વધારાની કપાતો કરવામાં આવે છે. આજુબાજુના ગામની દૂધ મંડળીમાં દૂધનો ભાવ 28 થી 30 છે. જ્યારે બલોધર મંડળીમાં માત્ર રૂપિયા 26 થી 27 ચૂકવવામાં આવે છે. મંડળીમાં દૂધ ભરાવનાર ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. સભ્યોનો આક્ષેપ છે કે મંડળીના બોર્ડ દ્વારા કોઈ નિર્ણય કર્યા વિના કપાતો કરવામાં આવે છે પશુપાલકોને માહિતી આપવામાં આવતી નથી. બે વર્ષ થી મંડળીની સાધારણ સભા ભરાઈ નથી અને હિસાબ પણ આપવામાં આવતો નથી. જિલ્લા રજિસ્ટ્રારને રજૂઆત કરીને આ ગેરરીતિની તપાસ કરવાની માંગ કરી.

  • 15 Sep 2025 04:16 PM (IST)

    ગુજરાતમાંથી આગામી 2 દિવસમાં ચોમાસાના વિદાયની થશે શરૂઆત

    હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 2 દિવસમાં ગુજરાતના કેટલાક ભાગમાંથી નૈઋત્યનુ ચોમાસું પાછું ખેંચાશે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ એટલે 15 સપ્ટેમ્બરથી લઈને 21 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત રિજન અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આગામી પાંચ દિવસ એટલે કે, 15 સપ્ટેમ્બરથી લઈને 19 સપ્ટેમ્બર સુધી માટે ગાજવીજ સાથે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે. ખાસ કરીને  સૌરાષ્ટ્રમાં પણ 15 સપ્ટેમ્બર અને પછીના દિવસે 18 અને 19 સપ્ટેમ્બર માટે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

    પવનની ગતિ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પાછું ખેંચવાની રેખા શરૂ થઈ ચૂકી છે. રાજસ્થાનના કેટલાક ભાગો અને પંજાબના કેટલાક ભાગો અને આપણા ગુજરાત રાજ્યમાં આગામી બે દિવસ માટે વધુ પાછું ખેંચવા માટેની સ્થિતિ સર્જાશે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં 836.1 મિલીમીટર વરસાદ નોંધાયો છે, અને 15 સપ્ટેમ્બર સુધીનો સામાન્ય વરસાદ 663.9 મિલીમીટર છે, જે સામાન્ય કરતાં 26% વધુ છે.

    નવરાત્રીમાં હવામાન વિભાગ દ્વારા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદમાં સામાન્ય રીતે વાદળછાયું આકાશ રહેશે, જેમાં હળવા વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.

  • 15 Sep 2025 03:36 PM (IST)

    બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેતા કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા ફયાસા

    બનાસકાંઠા જિલ્લાના વાવના મોરીખા ગામે પૂરની સ્થિતિનો તકાજો લેતા અમિત ચાવડા ફસાયા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા, ટ્રેકટરમાં બેસીને અસરગ્રસ્ત લોકોની મુકાલતે જઈ રહ્યા હતા.  ચોમેર ભરાયેલા વરસાદી પાણીની વચ્ચે ટ્રેક્ટર બંધ થતા  અમિત ચાવડા અધવચ્ચે ફસાયા હતા.  અધવચ્ચે ટ્રેક્ટર પાણીમાં બંધ પડતા પાણીમાં ચાલીને બહાર આવ્યા નીકળ્યા અમિત ચાવડા. મોરીખા ગામમાં કેટલાક વિસ્તારોમાં હજુ પણ ગળા ડૂબ ભરાયેલા છે પાણી.

  • 15 Sep 2025 03:24 PM (IST)

    બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોના પશુ માટે 47 ટ્રક મોકલાયો ઘાસચારો

    બનાસકાંઠા જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ઘસાચારની ટ્રકો થરાદથી રવાના કરાઈ છે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને પૂર્વ સાંસદ પરબત પટેલની હાજરીમાં ટ્રકો રવાના કરાઈ છે. રાજ્ય સરકારે અસગ્રસ્ત વિસ્તારોના પશુઓની ચિંતા કરી 47 ટ્રકો ઘાસચારની વ્યવસ્થા કરી છે. ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવતા, પશુ પાલકોનો પશુજીવ નિભાવમા રાહત મળશે.

  • 15 Sep 2025 03:18 PM (IST)

    મહેસાણાના મંડાલી નજીક ફેબહિન્દ કંપનીમાં ક્રેન વીજ લાઇનને અડી જતા 2 ના મોત, 6 ને ઇજા

    મહેસાણાના મંડાલી નજીક ફેબહિન્દ કંપનીમાં વીજ કરંટ લાગવાથી 2ના મોત થયા છે. જ્યારે 6ને ઈજા પહોચી છે. મહેસાણાના મંડાલી નજીક ફેબહિન્દ કંપનીમાં શ્રમિકો ક્રેન ચલાવવા જતા ક્રેન રગડીને વીજ લાઇનને અડી જવા પામી હતી. જેના કારણે વીજ કરંટ લાગતા 2ના મોત થયા હતા. 11 કેવી લાઇનમાં ઇન્ડક્શન ઝોનમાં ક્રેન આવતા વીજ કરંટ લાગ્યો હતો. ક્રેન આગળ સરકતા ક્રેન વીજ લાઇનને અડી ગઈ હતી. કરંટ લાગતા જ શ્રમિકો ઢગલો થઈને જમીન પર પટકાયા હોવાના દ્રશ્યો. ક્રેન સાથે રહેલા 8 વ્યક્તિને કરંટ લાગ્યો હતો. ચોકીદાર અમિત આર્ય અને ક્રેન ઓપરેટર મહંત અભિમન્યુનું મોત થયું છે. અન્ય 6 લોકોને સારવાર અપાઈ, 6 લોકો ખતરાની બહાર હોવાનું જાણવા મળ્યું છે.

  • 15 Sep 2025 03:08 PM (IST)

    કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 22 સપ્ટેમ્બરે રાજકોટની મુલાકાતે

    કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ફરી આવશે ગુજરાત. આગામી 22 સપ્ટેમ્બરે રાજકોટની મુલાકાત લેશે અમિત શાહ. રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની સામાન્ય સભામાં આપશે હાજરી. સ્વ. વિઠ્ઠલ રાદડિયાની મૂર્તિનું કરશે પણ અમિત શાહના હસ્તે કરાશે અનાવરણ. રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાશે ડિસ્ટ્રિક્ટ બેંકની સામાન્ય સભા.

  • 15 Sep 2025 02:44 PM (IST)

    બનાસકાંઠા: પૂરગ્રસ્ત વિસ્તારોમાં પશુપાલકોની વ્હારે આવી સરકાર

    બનાસકાંઠામાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં પશુપાલકોની મદદ માટે સરકાર હરકતમાં આવી છે. થરાદમાંથી ઘાસચારાની 47 ટ્રકો પૂરથી અસરગ્રસ્ત વિસ્તારો માટે રવાના કરવામાં આવી છે. આ ટ્રકોને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની હાજરીમાં રવાના કરવામાં આવી હતી. ઘાસચારાની વ્યવસ્થા થવાથી પૂરગ્રસ્ત વિસ્તારોના પશુપાલકોને રાહત મળશે અને પશુઓ માટે ચારાની તાત્કાલિક જોગવાઈ થશે.

  • 15 Sep 2025 02:24 PM (IST)

    રાજકોટ: જિલ્લા પંચાયતના સ્થળાંતરમાં ભ્રષ્ટાચારના ઉઠ્યા આક્ષેપ

    રાજકોટ જિલ્લા પંચાયત માટે નવા ભવનનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. જેને પગલે જૂની કોર્ટ બિલ્ડિંગમાં હાલ કામચલાઉ કચેરી ખસેડવામાં આવી છે. આ સ્થળાંતર પાછળ જિલ્લા પંચાયત દ્વારા 84 લાખનો માતબર ખર્ચ કરવામાં આવતા ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠી રહ્યા છે. વિપક્ષના નેતા મનસુખ સાકરીયાનો આરોપ છે. કોઈ નક્કર કામગીરી કર્યા વગર જ ખોટા બિલો મુકી દેવાયા છે. તેમણે મુખ્યપ્રધાન અને પંચાયત વિભાગને પત્ર લખી સમગ્ર મામલે તપાસની માંગ કરી છે.

  • 15 Sep 2025 01:59 PM (IST)

    ગુજરાત હાઇકોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

    ગુજરાત હાઇકોર્ટને ચોથી વખત બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં હડકંપ મચી ગયો છે. આજે સવારે 7:50 અને 11:32 વાગ્યે બે અલગ-અલગ ઈમેલ દ્વારા હાઇકોર્ટને ધમકી આપવામાં આવી હતી. ધમકીભર્યા ઈમેલ મળતાની સાથે જ સુરક્ષા એજન્સીઓ તરત સક્રિય બની ગઈ હતી. BDDS સહિતની સુરક્ષા એજન્સીઓએ હાઇકોર્ટના તમામ વિભાગોમાં સઘન તપાસ હાથ ધરી હતી. વકીલોની ચેમ્બરથી લઈને હાઇકોર્ટના દરેક ભાગમાં ચેકિંગ ચલાવવામાં આવ્યું હતું. હાલ સુરક્ષા વધારવામાં આવી છે અને મામલે વધુ તપાસ ચાલી રહી છે.

  • 15 Sep 2025 01:46 PM (IST)

    નેપાળ: વચગાળાની સરકારનું મંત્રીમંડળ વિસ્તરણ થયું, આ લોકોને સ્થાન મળ્યું

    નેપાળમાં વચગાળાની સરકારનું મંત્રીમંડળ વિસ્તરણ થયું છે. કુલમાન ઘીસિંગ, ઓમ પ્રકાશ આર્યલ, રામેશ્વર ખાનલને નેપાળના વચગાળાના મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે.

  • 15 Sep 2025 01:27 PM (IST)

    ભરૂચઃ શહેરમાં ફરીવાર તંત્ર દ્વારા મેગા ડિમોલિશન

    ભરૂચઃ શહેરમાં ફરીવાર તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરાયુ છે. જંબુસર બાયપાસ ચોકડીથી કંથારીયા સુધી મુખ્ય માર્ગ પર ડિમોલિશન કરવામાં આવ્યુ. મુખ્ય માર્ગને અડીને ઉભા કરાયેલા ગેરકાયદે દબાણ દૂર કરાયા. કોઈ અનિચ્છનિય બનાવ ન બને એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. બે દિવસ અગાઉ શહેરની શ્રવણ ચોકડીથી શક્તિનાથ સુધીના દબાણો હટાવાયા હતા.

  • 15 Sep 2025 12:58 PM (IST)

    વલસાડઃ તિથલ રોડ પર રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત

    વલસાડના તિથલ રોડ પર રીક્ષા અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકોની મદદથી મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ ઘટનાનું દ્રશ્ય નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયું છે. અકસ્માત તિથલ રોડ પર આવેલા જૂના ગુજરાત હાઉસિંગ બોર્ડની બહાર થયો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર તિથલ રોડ પર સ્પીડ બ્રેકર ન હોવાને કારણે અવારનવાર અકસ્માત સર્જાય છે. જેથી સ્થાનિકોએ તિથલ રોડ પર તાત્કાલિક સ્પીડ બ્રેકર લગાવવાની માંગ ઉઠાવી છે.

  • 15 Sep 2025 12:31 PM (IST)

    બનાસકાંઠાઃ વરસાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યો કોંગ્રેસના નેતા

    બનાસકાંઠાના વાવ, થરાદ અને સૂઈગામ તાલુકામાં વરસાદ બાદ હજુ પાણી ભરાયેલા છે.. તો અનેક વિસ્તારોમાં એક સપ્તાહથી વધુ સમય સુધી પાણીને કારણે રોગચાળાની ભીતિ છે.. એવામાં હવે કોંગ્રેસના નેતાઓ અસરગ્રસ્તોની મુલાકાતે નીકળ્યા છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાથે સાંસદ ગેનીબેન ઠાકોર સહિત નેતાઓ ભરડવા ગામે પહોંચ્યા હતા. જ્યાં અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી. સૂઈગામના ભરડવા ગામે ગળા સુધી પાણી ભરાયા હતા. કોંગ્રેસના નેતાઓએ લોકોની આપવીતિ સાંભળી. તો બીજી તરફ લોકોએ કેશડોલ અંગે અમિત ચાવડાને રજૂઆત કરી હતી. તો અમિત ચાવડાએ પણ કહ્યું છે કે, ભરડવા ગામના લોકોને 100 ટકા કેશડોલ નહીં મળે, તો લોકો બહિષ્કાર કરશે.

  • 15 Sep 2025 11:16 AM (IST)

    વકફ કાયદાની કેટલીક જોગવાઈઓ પર સુપ્રીમ કોર્ટનો પ્રતિબંધ

    સુપ્રીમ કોર્ટે વકફ કાયદાની કેટલીક જોગવાઈઓ પર મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે વકફ કાયદાના અનુચ્છેદ 374 પર પ્રતિબંધ મૂકી દીધો છે અને પાંચ વર્ષ સુધી ઈસ્લામના અનુયાયી હોવાની શરતને રદ કરી છે. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો છે કે વ્યક્તિ ઈસ્લામનો અનુયાયી છે કે નહીં, એ માટે નિયમો બનાવવામાં આવે. સાથે જ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે સમગ્ર વકફ કાયદા પર પ્રતિબંધ મૂકવાનો કોઈ આધાર નથી. વકફ બોર્ડમાં મર્યાદિત બિન મુસ્લીમ સભ્યો હોઈ શકે છે, પરંતુ તેઓની સંખ્યા ત્રણથી વધુ ન હોવી જોઈએ. તેમજ  શક્ય હોય તો અધ્યક્ષ મુસ્લીમ હોવા પર ભાર મુકાયો છે.

  • 15 Sep 2025 10:10 AM (IST)

    અમદાવાદઃ બિલ્ડર હિંમત રૂડાણીનાનો હત્યારો પકડાયો

    અમદાવાદમાં બિલ્ડર હિંમત રૂડાણીની હત્યામાં મોટો ખુલાસો થયો છે. હત્યાની ઘટનાના છેલ્લા ઘટસ્ફોટમાં જાણવા મળ્યું છે કે બિલ્ડર મનસુખ લાખાણીએ જ હત્યાની સોપારી આપી હતી. ત્રણ આરોપીઓની ધરપકડ બાદ તેમની કબૂલાતમાં આ વિગત સામે આવી. બાદમાં પોલીસે મનસુખ લાખાણીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. અગાઉ પોલીસે શકમંદ તરીકે લાખાણીની પૂછપરછ કરી હતી, જે બાદ તેની ભૂમિકા સ્પષ્ટ બની હતી.

  • 15 Sep 2025 10:08 AM (IST)

    સુરતઃ 17 વર્ષથી ફરાર હત્યાનો આરોપી ઝડપાયો

    સુરતઃ 17 વર્ષથી ફરાર હત્યાનો આરોપી ઝડપાયો છે. કામરેજમાં હત્યાના ગુનામાં આરોપી ફરાર હતો. આરોપી પર 10 હજારનું ઈનામ જાહેર કરાયું હતું. કામરેજમાં ટ્રાન્સપોર્ટ કંપનીમાં  ડ્રાઈવરનું કામ કરતો હતો. સામાન્ય બાબતે બબાલમાં મિત્રની હત્યા કરી હતી. 17 વર્ષે મોરબીના કારખાનામાંથી આરોપીને પોલીસે પકડ્યો.

  • 15 Sep 2025 09:17 AM (IST)

    મહેસાણાઃ વીજકરંટથી 2 લોકોના મોત, 6ને ઈજા

    મહેસાણા જિલ્લાના મંડાલી નજીક આવેલી ફેબહિન્દ કંપનીમાં વીજ કરંટ લાગતા દુર્ઘટના ઘટી છે. મશીનરી બનાવતી કંપનીમાં ક્રેન ચાલુ કરતી વખતે ક્રેન સરકી હતી અને ક્રેનનો આગળનો ભાગ વીજલાઈનને અડી જતા કરંટ લાગ્યો હતો. જેમા ક્રેન પર રહેલા 8 લોકોને કરંટ લાગ્યો હતો. જેમાંથી ચોકિદાર અને ક્રેન ઓપરેટરનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય 6 ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે.

  • 15 Sep 2025 08:49 AM (IST)

    મુંબઈ: ભારે વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ

    મુંબઈ: ભારે વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. અનેક જગ્યાએ ટ્રાફિકજામના દ્રશ્યો સામે આવ્યા છે. ભારે વરસાદ વચ્ચે વડાલામાં મોનોરેલ ખોટકાઈ છે.

  • 15 Sep 2025 08:28 AM (IST)

    દેવભૂમિ દ્વારકાઃ જુગારના અડ્ડા પર ક્રાઈમ બ્રાન્ચના દરોડા

    દેવભૂમિ દ્વારકાઃ જુગારના અડ્ડા પર ક્રાઈમ બ્રાન્ચે દરોડા પાડ્યા હતા. ખંભાળિયા ભારાબેરાજા ગામે જુગાર ક્રાઈમ બ્રાન્ચે દરોડા પાડી મહિલા સહિત 10 જુગારીને ઝડપ્યા. કુલ 13 લાખથી વધુનો મુદામાલ જપ્ત કરાયો. જુગારનો અડ્ડો વાડીના મકાનમાં ચાલતો હતો.

  • 15 Sep 2025 08:18 AM (IST)

    પોરબંદર-રાજકોટ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 3ના મોત

    પોરબંદર-રાજકોટ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો. અકસ્માતમાં 3 લોકોના મોત થયા. એક બાળકીને ગંભીર ઇજા પહોંચી છે. કાર રોડ ડિવાઇડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો. અકસ્માતમાં પતિ, પત્ની અને સાળાનું મોત થયુ છે. રાજકોટથી તલાટીની પરીક્ષા આપી પરત ફરતી વેળાએ આ ઘટના બની. મૃત્યુ પામનાર પતિ શિક્ષક હોવાનો ખુલાસો થયો છે.

  • 15 Sep 2025 08:12 AM (IST)

    ગાંધીનગર : દહેગામમાં પ્રેમલગ્ન કરનાર યુવતીનું અપહરણ

    ગાંધીનગર : દહેગામમાં પ્રેમલગ્ન કરનાર યુવતીનું અપહરણ થયુ છે. પ્રેમલગ્નથી નારાજ પરિવારજનોએ જ યુવતીનું અપહરણ કર્યું. યુવતીના પરિવારજનોએ યુવકના ઘરે આવીને બબાલ કરી. યુવકના ઘરે લાકડી અને ધોકા સહિતના હથિયારો સાથે આતંક મચાવ્યો. CCTVમાં યુવતીના અપહરણના દ્રશ્યો કેદ થયા. 6 મહિના પહેલા યુવક અને યુવતીએ પ્રેમલગ્ન કર્યા હતા. યુવકે સાસરિયાઓ વિરૂદ્ધ દહેગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી.

  • 15 Sep 2025 07:49 AM (IST)

    જીત પહેલગામના પીડિતોને સમર્પિત, પાકિસ્તાનને હરાવ્યા પછી બોલ્યા સૂર્યા

    ભારતે એશિયા કપ 2025 માં પાકિસ્તાન સામે શાનદાર વિજય મેળવ્યો. આ વિજયને ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે વધુ ખાસ બનાવ્યો, જેમણે પોતાના જન્મદિવસ પર ટીમને વિજય સુધી પહોંચાડી જ નહીં, પરંતુ દેશવાસીઓ અને શહીદોને ભાવનાત્મક નિવેદન આપીને શ્રદ્ધાંજલિ પણ આપી. સૂર્યકુમાર યાદવે મેચ પછી કહ્યું, ‘આ એક સંપૂર્ણ તક છે, અમે પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતોના પરિવારો સાથે ઉભા છીએ. અમે અમારી એકતા વ્યક્ત કરીએ છીએ. હું આ વિજય અમારા તમામ સુરક્ષા દળોને સમર્પિત કરવા માંગુ છું જેમણે મહાન બહાદુરી બતાવી. આશા છે કે તે આપણા બધાને પ્રેરણા આપતા રહેશે અને જ્યારે પણ અમને તેમને હસાવવાની તક મળશે, ત્યારે અમે તેમને પાયાના સ્તરે વધુ કારણો આપીશું.’

Published On - Sep 15,2025 7:48 AM

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">