AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

14 જૂનના મહત્વના સમાચાર : અઢારે વરણના હનુમાન દાદા છે કોઈ એકના નહીં, રૂપિયા કમાવવા નવા તુત કર્યા છે, સાળંગપુર હનુમાન કોપીરાઈટ વિવાદ વધુ વકર્યો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 14, 2026 | 8:35 AM
Share

Gujarat Live Updates આજ 14 જૂનના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

14 જૂનના મહત્વના સમાચાર : અઢારે વરણના હનુમાન દાદા છે કોઈ એકના નહીં, રૂપિયા કમાવવા નવા તુત કર્યા છે, સાળંગપુર હનુમાન કોપીરાઈટ વિવાદ વધુ વકર્યો

LIVE NEWS & UPDATES

  • 14 Jun 2026 08:35 AM (IST)

    રાજકોટ શહેરના વિમલનગર વિસ્તારમાં પારિવારીક ઝગડામાં વૃદ્ધની કરાઈ હત્યા

    રાજકોટ શહેરના વિમલનગર વિસ્તારમાં પારિવારીક ઝગડામાં વૃદ્ધની કરાઈ હત્યા. પત્ની સાથે પારિવારિક ઝગડામાં પતિએ પત્નીના નાનાનું ઢીમ ઢાળી દીધું. મોડી રાત્રે પત્નીના ઘરે આવી છરીના ઘા મારી પ્રવિણભાઇ શાહની હત્યા નિપજાવી જ્યારે પ્રવીણભાઈના પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત. મૂળ વેરાવળનો રહેવાસી વિવેક ગોસ્વામીએ પત્નીના નાનાની ઘરે જઈ કરી હત્યા. છેલ્લા ઘણા સમયથી પતિ – પત્ની વચ્ચે અણબનાવ હોવાનું સામે આવ્યું. પત્નીએ વિવેક સાથે જવાની ના પાડતા અનેક વખત ધાક ધમકી આપતો હતો. અગાઉ પરિવાર દ્વારા યુનિવર્સિટી પોલીસમાં રક્ષણ માટે અરજી પણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી. ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમ ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી.

  • 14 Jun 2026 08:32 AM (IST)

    અમરેલીના વડીયામાં ખેતરે જવાનો રસ્તો બંધ કરતા ખેડૂતે ઝેરી દવા ગટગટાવી મોતને કર્યું વ્હાલું

    અમરેલીના વડીયામાં ખેતરે જવાનો રસ્તો બંધ કરતા ખેડૂતે ઝેરી દવા ગટગટાવી મોતને કર્યું વ્હાલું. ગોંડલમાં સારવાર દરમ્યાન ખેડૂત મનસુખ સોજીત્રાનું મોત થયું હતું. પીએમ કરાવાને પરિજનો મૃતદેહ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા. પોલીસે ફરિયાદ નોંધવામાં સહકાર ન આપ્યો હોવાનો પરિજનનો આક્ષેપ. કુલ 4 નામ હોવા છતા 2 જ નામ સામે જ ફરિયાદ નોંધાશે તેવુ પોલીસનુ કહેવુ. રાતના 9 વાગ્યાના પરિજનો પોલીસ સ્ટેશન ખાતે હોવા છતા હજુ સુધી પોલીસ દ્વારા ફરિયાદ નોંધાઇ નથી. રાત્રિના dysp સહિતના અધિકારીઓ વડીયા પોલીસ મથકે પહોંચ્યા. બાલાભાઈ સોજીત્રા અને ભાવેશ સોજીત્રા નામના શખ્સોનો ખેડૂતે વીડિયોમાં ઉલ્લેખ કર્યો હતો. પરંતુ રસીલાબેન બાલાભાઈ સોજીત્રા અને રસિકભાઈ રાંક નામના અન્ય 2 શખ્સો પણ ત્રાસ આપતા હોવાનુ પરિજનોએ જણાવ્યુ.

  • 14 Jun 2026 08:11 AM (IST)

    ગુજરાતમાં આજે લોકરક્ષક દળની 12,733 જગ્યા માટે 789 કેન્દ્ર પર લેવાશે પરીક્ષા

    પોલીસ વિભાગમાં લોકરક્ષક દળની મહત્વની પરીક્ષા. અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર, આણંદ અને ગાંધીનગરના 789 કેન્દ્રો પર લેવાશે પરીક્ષા. રાજ્યભરમાં કુલ 12 હજાર 733 જગ્યા માટે લેવાઈ રહી છે પરીક્ષા. 2,63,345 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. અમદાવાદ શહેર-ગ્રામ્ય મળી 88 હજાર 700 ઉમેદવારો પરીક્ષા આપશે. અમદાવાદ શહેરમાં 146 કેન્દ્રો પર 44 હાજર 700 ઉમેદવારો પરીક્ષા આપશે. LRD માટે 13 લાખ ફોર્મ ભરાયા હતા. સરકારી પરીક્ષાઓમાં સ્પર્ધાનું સ્તર વધ્યું હોવાનો પરીક્ષાર્થીઓનો દાવો.

  • 14 Jun 2026 08:02 AM (IST)

    અઢારે વરણના હનુમાન દાદા છે કોઈ એકના નહીં, રૂપિયા કમાવવા નવા તુત કર્યા છે, સાળંગપુર હનુમાન કોપીરાઈટ વિવાદ વધુ વકર્યો

    સાળંગપુર હનુમાન મંદિર કોપીરાઈટ વિવાદ મામલો વધુ વકર્યો છે. શ્રી સ્વામીનરાયણ હિત રક્ષક સમિતિ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. 250 વર્ષ સુધી કોઈ કોપીરાઈટ ના થયો તો હવે કેમ ડર લાગે છે. અઢારે વરણના હનુમાન દાદા છે, કોઈ એકના નહીં.તમે રૂપિયા કમાવવા માટે આ કામ કર્યું છે તેવા આક્ષેપ.

  • 14 Jun 2026 07:53 AM (IST)

    બિહારમાં પોલીસની પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓએ ટ્રેન મોડી પડતા કરી તોડફોડ, રેલવે IG સહિતના પોલીસ ઈજાગ્રસ્ત

    બિહારના પટનાના પાટલીપુત્ર સ્ટેશન પર પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓએ મોડી પડેલી ટ્રેનને લઈને પોતાનો ગુસ્સો તોડફોડ કરીને ઠાલવ્યો હતો. બિહાર પોલીસની પરીક્ષા આપવા પરીક્ષા કેન્દ્ર પર જઈ રહેલા વિદ્યાર્થીઓની ટ્રેન મોડી હતી. જેને લઈને પરીક્ષાર્થીઓમાં ભારે આક્રોશ ફેલાયો હતો. જે તોડફોડ પોલીસ પર હુમલામાં પરિણામ્યો હતો. વિદ્યાર્થીઓના ગુસ્સાથી રેલવે આઈજી સહિત અનેક પોલીસ કર્મચારીઓને નિશાન બનાવવામાં આવ્યા. ઉશ્કેરાયેલા વિદ્યાર્થીઓએ પથ્થરમારો કર્યો, જેમાં રેલવે આઈજી જીતેન્દ્ર રાણા અને અન્ય ઘણા પોલીસ અધિકારીઓ ઘાયલ થયા.

  • 14 Jun 2026 07:17 AM (IST)

    વડોદરાના ડભોઈના ખેડૂતોએ સરકાર વિરોધી ભજન સંધ્યા યોજી, જુવાર પુરતી ના ખરીદાતી હોવાથી કર્યુ રાત્રી પ્રદર્શન

    વડોદરાના ડભોઈના ખેડૂતોએ સરકાર સામે અનોખો વિરોધ નોંધાવ્યો. રાત્રીના સમયે ભજન કરી સરકાર સામે નોંધાવ્યો વિરોધ. ખેડૂતોની પૂરતી જુવાર ના યોજ્યો વિરોધ પ્રદર્શન કાર્યક્રમ. મોટી સંખ્યામાં ખેડૂતોએ ભજન સંધ્યા કરી.  APMC ના મેદાનમાં ખેડૂતો ભૂખ હડતાળ બેઠા હતા. ખેડૂતોની જુવાર બગડી જવાની ભીતિથી ખેડૂતો રોષે ભરાયા છે.

  • 14 Jun 2026 07:14 AM (IST)

    ટ્રમ્પનો દાવો, આજે રવિવારે થશે શાંતિ કરાર પર હસ્તાક્ષર, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પણ ખુલી જશે

    યુએસએના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એવો દાવો કર્યો છે કે, રવિવારે વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર થશે, આ હસ્તાક્ષર પછી તરત જ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બધા માટે ખુલશે.

આજે 14 જૂનને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - Jun 14,2026 7:14 AM

Follow Us
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
g clip-path="url(#clip0_868_265)">