13 નવેમ્બરના મહત્વના સમાચાર : ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીઓના મોત પર સરકારે લીધા પગલા, ખ્યાતિ હોસ્પિટલની PMJAYમાંથી બાદબાકી, PMJAY હોસ્પિટલો માટે નવી SOP કરાશે તૈયાર

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2024 | 8:36 PM

આજ 13 નવેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

13 નવેમ્બરના મહત્વના સમાચાર : ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીઓના મોત પર સરકારે લીધા પગલા, ખ્યાતિ હોસ્પિટલની PMJAYમાંથી બાદબાકી, PMJAY હોસ્પિટલો માટે નવી SOP કરાશે તૈયાર

ઝારખંડની 43 વિધાનસભા બેઠક પર આજે પ્રથમ તબક્કામાં મતદાન થશે. અંતર અને સુરક્ષાના દૃષ્ટિકોણથી પસંદ કરાયેલા ગ્રામીણ વિસ્તારોમાં 939 બૂથ પર સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. આ પ્રથમ તબક્કામાં કોડરમા, બરકાથા, બારહી, બરકાગાંવ, હજારીબાગ, સિમરિયા, ચતરા, બહારગોરા, ઘાટશિલા, પોટકા, જુગસલાઈ, જમશેદપુર પૂર્વ, જમશેદપુર પશ્ચિમ જેવી ઘણી મહત્વપૂર્ણ બેઠકો છે.

ગુજરાતના બનાસકાંઠાના વાવ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી પણ આજે બુધવારે યોજાઈ રહી છે. આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાઈ રહ્યો છે. વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ આગામી 23 નવેમ્બરના રોજ જાહેર કરાશે. આ બેઠક અંકે કરવા માટે ભાજપ મરણીયુ બન્યું છે. જ્યારે કોંગ્રેસ આ બેઠક જાળવી રાખવા માટે પ્રયાસ કરી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહારના પ્રવાસે છે, જ્યાં તેઓ દરભંગા AIIMSનો શિલાન્યાસ કરશે. આ અવસર પર રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમાર, કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન અને જીતન રામ માંઝી અને અન્ય ઘણા મહાનુભાવો પણ હાજર રહેશે. 10 થી વધુ રાજ્યોની 33 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. વાયનાડ લોકસભા બેઠક પર પેટાચૂંટણી માટે આજે મતદાન થશે. સિસમાઉમાં અખિલેશ યાદવ અને કેશવ મૌર્યની બેઠક થશે. હરિયાણા વિધાનસભાનું આજથી શિયાળુ સત્ર શરૂ થશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 13 Nov 2024 08:34 PM (IST)

    રાજકોટમાં ડેન્ગ્યુથી 2 ના મોત, 21 વર્ષિય યુવક અને 10 વર્ષની બાળકીનુ મોત

    • રાજકોટ: શહેરમાં ડેન્ગ્યુનો કહેર યથાવત
    • વિજય પ્લોટમાં 10 વર્ષની બાળકીનું મોત
    • રાજકોટમાં ડેન્ગ્યુના લીધે બે દિવસમાં બે દર્દીઓના મોત
    • મંગળવારે 21 વર્ષીય અમન વ્યાસ નામના યુવકનું થયું હતું મોત
    • બન્ને દર્દીઓ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોતને ભેટ્યા
    • સતત વધતા કેસ અને જીવલેણ બનતા ડેન્ગ્યુએ વધારી ચિંતા
  • 13 Nov 2024 08:33 PM (IST)

    રાજકોટ: સર્વેશ્વર ચોક ખાતેનાં વોંકળાનું રૂ. 4.91 કરોડના ખર્ચે નવિનીકરણ કરાશે

    રાજકોટ શહેરના વોર્ડ નંબર-7માં આવેલા સર્વેશ્વર ચોક ખાતેનાં વોંકળાનું રૂ. 4.91 કરોડના ખર્ચે નવિનીકરણ કરાશે. રાજકોટ મનપાએ કામનું ખાતમુહૂર્ત કર્યું છે..વોકળો અન્ય કોઈ બિલ્ડિંગને ટચ થાય નહીં તેવી ડિઝાઇન બનાવવામાં આવી છે. વોંકળાનું કામ પૂર્ણ થયા બાદ સર્વેશ્વર ચોકમાં મલ્ટીલેવલ પાર્કિંગ ઉભું કરવામાં આવશે.મહત્વનું છે કે. સવા વર્ષ પહેલા સર્વેશ્વર ચોકમાં વોકળાનો સ્લેબ ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત થયું હતું.

  • 13 Nov 2024 08:31 PM (IST)

    PSI ઝાહીદખાન પઠાણનો અકસ્માત કરનાર ટ્રેલર ઝડપાયું

    • સુરેન્દ્રનગરમાં SMCના PSI ઝાહીદખાન પઠાણના મોતનો મામલો
    • PSI ઝાહીદખાન પઠાણનો અકસ્માત કરનાર ટ્રેલર ઝડપાયું
    • અમદાવાદ ગ્રામ્ય પોલીસે રાજસ્થાનથી ટ્રેલર ચાલકને મંગારામને ઝડપી પાડ્યો
    • રાજસ્થાનના બાલોત્રા જિલ્લાના સિન્દ્રી ગામમાંથી ટ્રેલર ચાલકની અટકાયત
    • CCTV અને કોલ ડિટેલના આધારે મળ્યું ટ્રેલર ચાલકનું પગેરું
    • જે ટ્રેલરથી અકસ્માત સર્જાયો તે લઇને બીજો ડ્રાઇવર બંગાળ પહોંચ્યો
  • 13 Nov 2024 07:00 PM (IST)

    ખ્યાતિ હોસ્પિટલની PMJAYમાંથી કરાઈ બાદબાકી

    ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા કાંડ મામલે રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. સરકાર દ્વારા ખ્યાતિ હોસ્પિટલને PMJAYમાંથી ડીબાર્ડ કરવામાં આવી છે. તો જે ડોકટર દ્વારા ઓપરેશન કરવામાં આવ્યા હતા તે ડોકટરો હવે ક્યાંય ઓપરેશન પણ નહીં કરી શકે. આ ઉપરાંત હોસ્પિટલમાં જેટલા પણ કાર્ડિયોલોજીના ઓપરેશન થયેલા છે તેનો રિવ્યૂ કરવાનો આદેશ પણ કરાયો છે. સમગ્ર કેસમાં કોઈ કચાશ ન રહી જાય તે માટે બંને મૃતકોના મૃતદેહોનું માઈક્રો સ્કોપિક એનાલિસિસ કરવાનો પણ નિર્ણય કરાયો છે. ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન રોકવા માટે રાજ્ય સરકારે બેઠકોનો દોર શરૂ કરી વિચારણા હાથ ધરી છે. મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ માટે નવી ગાઈડલાઈન બનાવવાનો પણ નિર્ણય કરાયો છે.

  • 13 Nov 2024 06:57 PM (IST)

    મહેસાણા: PMJAY યોજના હેઠળની 20 હોસ્પિટલોને નોટિસ

    • મહેસાણા: PMJAY યોજના હેઠળની 20 હોસ્પિટલોને નોટિસ
    • નિયમ મુજબ ન ચાલનાર હોસ્પિટલો સામે કરાશે દંડાત્મક કાર્યવાહી
    • ગેરરીતિ હશે તો હોસ્પિટલને કરાશે બ્લેક લિસ્ટ
    • રિવ્યુ બેઠકમાં હોસ્પિટલોની બેદરકારી આવી હતી સામે
    • PMJAY મુજબની સહાયમાં દર્દીઓને મદદ ન મળતી હોવાનું તારણ
    • મહેસાણાની 20 ખાનગી હોસ્પિટલોમાં PMJY યોજનામાં ગોટાળાની આશંકા
    • આયુષ્યમાન યોજનામાં મોટાપાયે ગેરરીતિની આશંકા
    • યોજના હેઠળ હોસ્પિટલોને 14 મહિનામાં રૂ.111 કરોડ ચુકવાયા
    • સરકારી હોસ્પિટલોને માત્ર રૂ.11 કરોડ ચુકવાયાનું આવ્યું સામે
  • 13 Nov 2024 06:55 PM (IST)

    દાહોદ : સંજેલીના નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા

    • દાહોદ : સંજેલીના નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
    • નાયબ મામલતદાર મેહુલ રાજપાલ લાંચ લેતા સકંજામાં
    • મામલતદારની સાથે સ્ટેમ્પ વેન્ડર મોહન બારીયા પણ ઝડપાયો
    • ફરિયાદી પાસેથી દાખલા માટે માગી હતી 5 હજારની લાંચ
  • 13 Nov 2024 06:52 PM (IST)

    સુરતમાં સાળાએ બનેવીના ઘરમાં પાડી ધાડ

    સુરતમાં સાળાએ બનેવીના ઘરે જ ધાડ પાડી દીધી. ઉમરા વિસ્તારમાં સાળાએ બનેવીના ઘરે જ ચોરી કરી. પોલીસે હાલ આરોપીને ઝડપી લીધો છે..આરોપીની પૂછપરછમાં ખુલાસો થયો કે આજથી ત્રણ મહિના પહેલા આરોપીને સ્કૂટર ખરીદવું હતું અને તેમાં 20 હજાર રૂપિયા ઘટતા હતા. એટલે આરોપીએ તેમના બહેન-બનેવી સમક્ષ રૂપિયાની માગણી કરી હતી. પરંતુ બનેવીએ ના પાડતા રૂપિયા મળ્યા ન હતા..આ વાતનો ખાર રાખીને આરોપી સાળાએ બહેન-બનેવી વીરપુર ફરવા ગયા ત્યારે ઘરનું તાળું તોડીને 16 લાખ 22 હજાર રૂપિયાની ચોરી કરી. આરોપી જયકુમાર ભંડારીએ ઘરેણા ચોરીને ઘરની દિવાલમાં ચણતર કરીને સંતાડ્યા હતા. પોલીસે ચોરી થયેલો મુદ્દામાલ આરોપી પાસેથી જપ્ત કર્યો છે.

  • 13 Nov 2024 06:51 PM (IST)

    અમદાવાદ : ખ્યાતિ હોસ્પિટલે એન્જિયોપ્લાસ્ટી કરેલા વધુ એક દર્દીની તબિયત લથડી

    • અમદાવાદ : ખ્યાતિ હોસ્પિટલે એન્જિયોપ્લાસ્ટી કરેલા વધુ એક દર્દીની તબિયત લથડી
    • પોલીસ સ્ટેશન આવેલા દિનેશ સાધુ નામના દર્દીની તબિયત લથડી
    • દિનેશ સાધુને અચાનક શ્વાસ ચડતા 108 મારફતે લઇ જવાયા હોસ્પિટલ
    • દિનેશ સાધુ નામના દર્દીને હતી કબજિયાતની સમસ્યા
    • કબજિયાતના દર્દી દિનેશ સાધુને હોસ્પિટલ બોલાવી સ્ટેન્ટ મુકી દીધું
    • દિનેશ સાધુને આયુષ્યમાન કાર્ડમાંથી રૂપિયા કપાઇ ગયા હોવાનો પણ મેસેજ આવ્યો
  • 13 Nov 2024 06:43 PM (IST)

    બનાસકાંઠાઃ પેટાચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ

    • બનાસકાંઠાઃ પેટાચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ
    • વાવ બેઠક પર પેટાચૂંટણીમાં બમ્પર મતદાન
    • 74 ટકા થયું મતદાન
    • ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિ-પાંખીયો જંગ
    • બંને મુખ્ય પક્ષ સહિત 10 ઉમેદવારોનું ભવિષ્ય EVMમાં સીલ
    • વાવની પેટાચૂંટણીના જંગમાં ત્રિપાંખીયો મુકાબલો
  • 13 Nov 2024 06:43 PM (IST)

    બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન

    બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે. ભાજપ અને કોંગ્રેસ સહિત કુલ 10 ઉમેદવારોની ભવિષ્ય EVMમાં સિલ થયું છે..પેટાચૂંટણીમાં મતદારોએ ભારે ઉત્સાહ દાખવતા સાંજે પાંચ વાગ્યા સુધીમાં 67.13 ટકા જેટલું બમ્પર મતદાન થયું છે..વહેલી સવારથી મતદાન મથકો પર મતદારોની કતારો લાગી હતી. વાવની બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિ-પાંખીયો મુકાબલો મનાઈ રહ્યો છે..ત્યારે હવે 23 નવેમ્બરે પરિણામના દિવસે નક્કી થશે કે વાવની બાજી કોના હાથમાં આવશે. વાવની પેટાચૂંટણીમાં લોકશાહીની સુંદર તસવીર પણ જોવા મળી. જ્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારે એકબીજાને હાથ મીલાવીને રામ-રામ કર્યા. બન્ને હરિફ ઉમેદવાર ઉષ્માભર્યા અંદાજમાં મળીને એકબીજાનું અભિવાદન કર્યું હતું. ભારતીય લોકશાહીની આ સુંદર તસવીર કેમેરામાં કેદ થઈ હતી. હવે 23 નવેમ્બરે પરિણામના દિવસની રાહ.

  • 13 Nov 2024 02:46 PM (IST)

    ધોળકાના વૌઠાના મેળામાં બનાવેલ એન્ટ્રી ગેટ ધરાશાઈ, 2ને ઈજા

    અમદાવાદ ધોળકાના વૌઠાના મેળામાં બનાવેલ એન્ટ્રી ગેટ ધરાશા થવાથી 2 લોકોને ઈજા થવા પામી છે. વૌઠા લોકમેળાના આજે બીજા દિવસ છે. સામાન્ય રીતે હજારો લોકો મેળો માણવા આવે છે, ત્યારે મેળાના એન્ટ્રી માટે લોખંડના ટ્રસ્ટનો બનાવેલ ગેટ એકાએક પડતા બે લોકો ઘાયલ થયા છે. ધાયલોને 108 દ્વારા ધોળકા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

  • 13 Nov 2024 02:44 PM (IST)

    પંચાયતોની ચૂંટણી નજીક છે ત્યારે CM ભૂપેન્દ્ર પટેલે જિલ્લા પંચાયતોના પ્રમુખો સાથે યોજી બેઠક

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે જિલ્લા પંચાયતના પ્રમુખો સાથે બેઠક યોજી હતી. રાજ્યના 31 જિલ્લાના જિલ્લા પચાયત પ્રમુખો સાથે બેઠક યોજીને જિલ્લા પંચાયતના પડતર પ્રશ્નો મુદે સંવાદ કર્યો હતો. 10 જેટલા વિવિધ મુદાઓ ઉપર ચર્ચા કરી હોવાનું કહેવાયુ છે. આગામી દિવસોમાં હવે ગુજરાતમાં જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. જેને ધ્યાને લઈને આ બેઠક યોજાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

  • 13 Nov 2024 01:58 PM (IST)

    વાયનાડમાં બપોરના 1 વાગ્યા સુધીમાં 40.67 ટકા મતદાન

    કેરળની વાયનાડ બેઠક પર બપોરના 1 વાગ્યા સુધીમાં 40.67 ટકા મતદાન થવા પામ્યું છે. આ બેઠક પર કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડી રહ્યાં છે. જે રાહુલ ગાંધીએ આપેલા રાજીનામાને કારણે ખાલી પડી હતી.

  • 13 Nov 2024 01:27 PM (IST)

    પોરબંદરમાં યોજાશે ભારતની ત્રણેય સેનાની જોઈન્ટ એક્સરસાઇઝ

    પોરબંદરમાં યોજાશે ભારતની ત્રણેય સેનાની જોઈન્ટ એક્સરસાઇઝ. આગામી 19 નવેમ્બરના દિવસે H.A.D.R અંતર્ગત યોજાશે એક્સરસાઇઝ. પોરબંદર ચોપાટી ખાતે આપાતકાલ પરિસ્થિતિનું થશે મોકડ્રિલ 19 મી ભારતીય નૌસેના, ઇન્ડિયન આર્મી, એરફોર્સ જોડાશે જોઈન્ટ એક્સરસાઇઝમાં જોડાશે. 19 મી નવેમ્બરના દિવસે રાજ્યકક્ષાના રક્ષામંત્રી ખાસ ઉપસ્થિત રહેશે. પુર, હોનારત, વાવાઝોડા અને ધરતીકંપ જેવી પરિસ્થિતિમાં સેનાની કામગીરી કેવી હોય તેના પર ખાસ મોકડ્રિલ થશે.

  • 13 Nov 2024 01:20 PM (IST)

    વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં બપોરના 1 વાગ્યા સુધીમાં 39.12 % મતદાન

    બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં સવારના 7 થી બપોરના 1 વાગ્યા સુધીમાં 39.12 % મતદાન નોંધાયું છે.

  • 13 Nov 2024 12:58 PM (IST)

    ખ્યાતિ હોસ્પિટલ સામે રાજ્ય સરકાર બનશે ફરિયાદી, CM ભૂપેન્દ્ર પટેલ – આરોગ્ય પ્રધાનની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય

    ખ્યાતિ હોસ્પિટલને લઈને ગુજરાત સરકાર આજે સતત બેઠકોનો દૌર ચલાવી રહી છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે, ખ્યાતિ હોસ્પિટલના સમગ્ર પ્રકરણથી મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને અવગત કરાયા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ સહિતનાઓની મળેલી બેઠકમાં વસ્ત્રાપુર પોલીસ મથકના પીઆઇ અને ડીવાયએસપી પણ ઉપસ્થિત રહ્યાં હતા. ખ્યાતી હોસ્પિટલ સામે પોલીસ કરેલી કામગ્રીરી અંગે અહેવાલ રજૂ કરાયો હતો. આ કેસમાં ગુજરાત સરકાર ખુદ ફરિયાદી બનીને પોલીસ ફરિયાદ નોંધાવશે.

  • 13 Nov 2024 12:25 PM (IST)

    ખ્યાતિ હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂતનું નિવેદન, સરકાર દ્વારા હજુ કોઈ પગલાં લેવાયા નથી

    ખ્યાતિ હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂતનું નિવેદન સામે આવ્યું છે. તેમના કહ્યા મુજબ સરકાર દ્વારા હજુ કોઈ પગલાં લેવાયા નથી. હોસ્પિટલમાં OPD કાર્યરત છે અને એક પેશન્ટ દાખલ છે. દર્દી આવે તો તેને તપાસ કરવામાં આવશે. જે પણ તપાસ થઈ રહી છે તેમાં તમામ ડૉક્યુમેન્ટ પૂરા પાડવામાં આવ્યા છે. હોસ્પિટલ દ્વારા કોઈ પણ ગેરરીતિ કરાઈ નથી.

  • 13 Nov 2024 11:44 AM (IST)

    સુરતના ભેસ્તાન પોલીસ પર ટપોરીએ કાર ચડાવી દેવાનો કર્યો પ્રયાસ, PCR વાનને ફિલ્મી સ્ટાઈલમાં મારી ટક્કર

    સુરતમાં ભેસ્તાન પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કરાયો છે. ઊંન વિસ્તારના શખ્સે હયાતનગર સ્થિત હિન્દ હોટલ સામે ટપોરીએ પોલીસ પર ગાડી ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. PCRને ફિલ્મી સ્ટાઈલમાં ટક્કર મારી હતી. માથાભારે યુનુસ મુઝફ્ફર પઠાણ નશામાં હોવાનું પોલીસનું અનુમાન છે. ટપોરીએ કાળા કલરની સ્કોર્પિઓ ગાડીમાં બેસી હુમલો કર્યો હતો. સ્કોર્પિઓ કાર સ્પીડ વધારે હોવાથી પોલીસની PCR વાન ફંગોળાઈ હતી. સુરત પોલીસે, પોલીસ કર્મચારીઓની હત્યાનો પ્રયાસ કરવાનો ગુનો નોધ્યો છે.

  • 13 Nov 2024 11:24 AM (IST)

    રાજકોટ શહેરમાં ડેન્ગ્યુનો હાહાકાર, 2 દિવસમાં 2 દર્દીના મોત

    રાજકોટ શહેરમાં ડેન્ગ્યુ રોગથી હાહાકાર મચ્યો છે. છેલ્લા બે દિવસમાં 2 દર્દીના ડેન્ગ્યુના કારણે મોત થયા છે. ગઇકાલે 21 વર્ષીય અમન વ્યાસ નામના યુવકનું ડેન્ગ્યુના કારણે મોત થયું હતું. આજે આજે વિજય પ્લોટમાં 10 વર્ષીય બાળકીનું મોત થયું છે. મૃત્યુ પામેલા ડેન્ગ્યુના બન્ને દર્દીઓ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ હતા. ડેન્ગ્યુના વધતા કેસો અને જીવલેણ બનતો ડેન્ગ્યુએ ચિંતા પ્રસરાવી છે.

  • 13 Nov 2024 10:35 AM (IST)

    મલ્ટી સ્પેશ્યલિટી હોસ્પિટલમાં પ્લાન્ડ સર્જરી અંગે sop બનાવાશેઃ ઋષિકેશ પટેલ

    ગુજરાતના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે, ખ્યાતિ હોસ્પિટલની ધટના અંગે જણાવ્યું કે, પ્રાથમિક દ્રષ્ટિએ હોસ્પિટલની બેદરકારી જોવા મળી રહી છે. જે પણ કાયદાકીય પગલાં ભરવાના લાગશે એ ખ્યાતિ હોસ્પિટલ સામે ભરવામાં આવશે. કડક કાર્યવાહી કરવામાં આવશે. આગામી સમયમાં મલ્ટી સ્પેશ્યલિટી હોસ્પિટલમાં પ્લાન્ડ સર્જરી અંગે sop બનાવાશે.

  • 13 Nov 2024 09:47 AM (IST)

    સુરેન્દ્રનગરના ચોટીલાના ગામમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું

    સુરેન્દ્રનગર SOG પોલીસે, ચોટીલાના જાની વડલા ગામે ગાંજાનું વાવેતર ઝડપ્યુ છે. SOG પોલીસને બાતમી મળી હતી કે જાની વડલા ગામે વાડીમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે. આ બાતમીના આધારે SOG પોલીસે આરોપી ગોવિંદભાઈ કુકાભાઇ રોજાસરા પોતાની વાડીમાં બીટી કપાસ અને તુવેરના વાવેતર વચ્ચે ગાંજાનું વાવેતર કરેલ શોધી કાઢ્યું હતું. પોલીસ એ બાતમી વાળી વાડીમાં રેડ કરતા ગાજાના છોડ નંગ 30, જેનુ વજન 36 કિલો થયુ હતું. આ ગાંજાની કિમત 3.63 લાખ હોવાનુ કહેવાય છે. પોલીસ એ ગાંજાના છોડ જપ્ત કરી આરોપીની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે.

  • 13 Nov 2024 09:32 AM (IST)

    વાવ પેટાચૂંટણીમાં પ્રથમ બે કલાકમાં 14.25% મતદાન

    બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની આજે યોજાઈ રહેલ પેટા ચૂંટણીમાં, પ્રથમ બે કલાક એટલે કે, સવારે 9:00 વાગ્યા સુધી 14.25% મતદાન થવા પામ્યું છે.

  • 13 Nov 2024 09:31 AM (IST)

    તેલંગાણામાં માલગાડીના 11 ડબ્બા પાટા પરથી ઉતર્યા, 37 ટ્રેનો રદ

    તેલંગાણાના પેદ્દાપલ્લી જિલ્લામાં રાઘવપુરમ અને રામાગુંડમ વચ્ચે માલગાડીના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. 44 વેગન ધરાવતી આ માલગાડી લોખંડનું વહન કરતી હતી. 44 વેગનમાંથી 11 વેગન પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટના ગત રાત્રે 10 વાગ્યાના સુમારે બની હતી. માલગાડીના ડબ્બા પાટા પરથી ઉતરી જવાને કારણે લગભગ 37 ટ્રેનો રદ કરવામાં આવી છે. અનેક ટ્રેનોને આંશિક રીતે રદ કરવામાં આવી છે તેમજ ડાયવર્ટ કરવામાં આવી હોવાની માહિતી દક્ષિણ મધ્ય રેલવેના પીઆરઓ દ્વારા આપવામાં આવી છે.

  • 13 Nov 2024 09:10 AM (IST)

    સરોવર પેર્ટિકો હોટેલમાં છાશમાંથી ઈયળો નિકળી હોવાનો આક્ષેપ

    રાજકોટ સ્થિત સરોવર પેર્ટિકો હોટેલમાં છાશમાંથી ઈયળો નિકળી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જૈનિશ કડેચા નામનો વ્યક્તિ,  સરોવર પેર્ટિકો હોટેલમાં સેમિનાર એટેન્ડ કરવા ગયા હતા. તે દરમિયાન પિરસાયેલ છાસમાંથી ઈયળ નિકળી હોવાનું કહેવાયુ છે. હોટલ સ્ટાફને ફરિયાદ કરતા સ્ટાફે સમગ્ર વાતને ઉડાવી દીધી હતી અને યોગ્ય પ્રત્યુતર આપ્યો ન હતો તેમ પણ કહેવામાં આવ્યું છે.

  • 13 Nov 2024 08:24 AM (IST)

    મુખ્યપ્રધાન-મંત્રીમંડળના તમામ સભ્યોને પેટા ચૂંટણીમાં ઉતરવુ પડે તેવી પહેલી ઘટનાઃગેનીબેન ઠાકોર

    વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદાન સમયે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે, વાવ બેઠકની પેટા ચૂંટણીમાં મુખ્યપ્રધાન-મંત્રીમંડળના તમામ સભ્યોને પેટા ચૂંટણીમાં ઉતરવુ પડ્યુ છે. આવુ પેટા ચૂંટણીમાં પહેલીવાર બન્યું છે. સત્તાનો દુરુપયોગ કરીને વાવ બેઠકના મતદારોને બાનમાં લેવાયા છે.

  • 13 Nov 2024 08:20 AM (IST)

    વડોદરા IOCL રિફાઈનરી આગ : પરિવારજનોએ આખરે સ્વીકાર્યા મૃતદેહ, IOCL આપશે રૂ. 25 લાખ – નોકરી

    ગુજરાત રિફાઇનરીમાં આગની ઘટનામાં મૃત્યુ પામેલા બે કામદારોના પરિવારજનોએ આખરે મૃતદેહ સ્વીકાર્યા છે. IOCL દ્વારા મૃતકોના પરિવારને 25 લાખનું વળતર આપવામાં આવશે. મૃતકની પત્નીને નોકરી અને બાળકોના ભણતરનો ખર્ચ પણ IOCL ઉઠાવશે. બંને મૃતકોના પરિજનોની IOCLના અધિકારીઓ સાથે બેઠકમાં માંગ સ્વીકારતા આખરે મૃતદેહ સ્વીકાર્યા હતા.

  • 13 Nov 2024 07:27 AM (IST)

    બનાસકાંઠાની વાવ સહિત 10 રાજ્યોની 32 વિધાનસભા બેઠકો પર આજે પેટાચૂંટણી

    ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 43 બેઠકો પર મતદાનની સાથે આજે ગુજરાતના બનાસકાંઠાની વાવ બેઠક સહિત 10 રાજ્યોની 31 વિધાનસભા બેઠકો અને કેરળની વાયનાડ લોકસભા બેઠક પર પેટાચૂંટણી યોજાશે. આ તમામ બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ચૂક્યું છે.

Published On - Nov 13,2024 7:26 AM

Follow Us:
વલસાડ : સિરિયલ કિલર આરોપીની પૂછપરછમાં વધુ એક હત્યાનો ખુલાસો
વલસાડ : સિરિયલ કિલર આરોપીની પૂછપરછમાં વધુ એક હત્યાનો ખુલાસો
7 ડિસે. યોજાશે BAPSનો ભવ્યાતિભવ્ય 'સૂવર્ણ કાર્યકર સન્માન' મહોત્સવ
7 ડિસે. યોજાશે BAPSનો ભવ્યાતિભવ્ય 'સૂવર્ણ કાર્યકર સન્માન' મહોત્સવ
ગાંધીધામમાં નકલી EDની ટીમનો પર્દાફાશ, લાખોના સોનાના દાગીના લઈ ફરાર
ગાંધીધામમાં નકલી EDની ટીમનો પર્દાફાશ, લાખોના સોનાના દાગીના લઈ ફરાર
દેવગઢબારિયાના સીંગોર ગામમાં SOGના દરોડા, 216 ગાંજાના છોડ ઝડપાયા
દેવગઢબારિયાના સીંગોર ગામમાં SOGના દરોડા, 216 ગાંજાના છોડ ઝડપાયા
6000 કરોડના કૌભાંડમાં ભુપેન્દ્રસિંહ ઝાલાએ આગોતરા જામીન અરજી કરી
6000 કરોડના કૌભાંડમાં ભુપેન્દ્રસિંહ ઝાલાએ આગોતરા જામીન અરજી કરી
વીએસ હોસ્પિટલ પાસે રાજસ્થાનની ST બસે સર્જ્યો અકસ્માત, 1નું મોત
વીએસ હોસ્પિટલ પાસે રાજસ્થાનની ST બસે સર્જ્યો અકસ્માત, 1નું મોત
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી સાથે માવઠાની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી સાથે માવઠાની આગાહી
બાંગ્લાદેશમાં હિંદુઓ પર બની રહેલી ઘટનાઓનો અમદાવાદમાં ઠેરઠેર વિરોધ
બાંગ્લાદેશમાં હિંદુઓ પર બની રહેલી ઘટનાઓનો અમદાવાદમાં ઠેરઠેર વિરોધ
Surat : ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ એક બોગસ તબીબની ધરપકડ
Surat : ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ એક બોગસ તબીબની ધરપકડ
જંત્રીના નવા ભાવથી મધ્યમ વર્ગ માટે ઘર ખરીદવું બનશે મુશ્કેલ
જંત્રીના નવા ભાવથી મધ્યમ વર્ગ માટે ઘર ખરીદવું બનશે મુશ્કેલ
g clip-path="url(#clip0_868_265)">