13 મેના મહત્વના સમાચાર : બોટાદ અને બરવાળા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટેની તારીખો જાહેર
આજે 13 મેને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
આજે 13 મેને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
બોટાદ અને બરવાળા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટેની તારીખો જાહેર
બોટાદ અને બરવાળા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટેની તારીખો જાહેર કરાઈ છે. આગામી 19 મે 2026 ના રોજ બપોરનાં 12-30કલાકે યોજાશે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી. બોટાદ અને બરવાળા નગરપાલિકાના સભાખંડમાં યોજાશે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી. પ્રાંત અધિકારીની અધ્યક્ષસ્થાને યોજાશે પ્રથમ સામાન્ય સભા, જેમા થશે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂટણી.
-
ઈરાન સાથેના યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ ચીન પહોંચ્યા
ઈરાન સાથેના યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે 13મી મેની સાંજે ચીન પહોંચ્યા છે. તેમનું વિમાન બેઇજિંગ એરપોર્ટ પર ઉતરાણ કર્યું છે. એવી માનવામાં આવે છે કે ટ્રમ્પ વેપાર, વૈશ્વિક મુદ્દાઓ અને ઈરાન-યુક્રેન કટોકટી પર ચર્ચા કરવા માટે રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરશે. જોકે, ટ્રમ્પે જણાવ્યું છે કે તેમની મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ વેપાર હશે.
-
-
વડોદરાના સાંસદે અમેરિકા જવાનુ માંડી વાળ્યું, FOGA USAને પત્ર લખી કહ્યું PMની અપીલનું પાલન કરવું નૈતિક ફરજ
હર્ષ સંઘવી બાદ હવે વડોદરાના સાંસદે અમેરિકાનો પ્રવાસ રદ કર્યો. ડો.હેમાંગ જોષીએ FOGA USAને પત્ર લખ્યો. પીએમ મોદીની અપીલને માન આપી પ્રવાસ રદ કર્યો. મેરિકામાં આયોજિત ‘યુનાઈટેડ ગુજરાતી કન્વેન્શન’માં હાજરી ન આપવાનું નક્કી કર્યું છે. કન્વેન્શનમાં સમગ્ર અમેરિકામાંથી 6થી 7 હજાર ગુજરાતીઓ એકત્રિત થવાના છે. સાંસદ તરીકે PMની અપીલનું પાલન કરવું નૈતિક ફરજ તેવું પત્રમાં કર્યો ઉલ્લેખ. 2026ના દ્વિતીય સંમેલનની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી.
-
ગીર સોમનાથના ઉનાના ચીખલી ગામે જૂથ અથડામણ
ગીર સોમનાથના ઉનાના ચીખલી ગામે જૂથ અથડામણનો બનાવ બન્યો છે. મકાનની જગ્યા બાબતે મનદુઃખથી બબાલ થયાનો ફરિયાદમાં ઉલ્લેખ. અથડામણમાં એકબીજાને ગંભીર ઇજાઓ થઈ છે. ઇજાગ્રસ્તોને ઉના હોસ્પિટલ ખસેડાયા. બન્ને જૂથે સામસામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બન્ને જૂથના 15 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. 6 ની અટકાયત કરી છે જ્યારે હજુ ભાગતા ફરતા 9 ની અટકાયત કરવાની બાકી છે.
-
મહીસાગર જિલ્લામાં મોટા ભાગના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલના પુરવઠાની અછત !
મહીસાગર જિલ્લામાં પેટ્રોલ ડીઝલની અછતને લઈને મોટા ભાગના પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલનો પુરવઠો નથી. એકાદ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ મળતા વાહનચાલકોની લાગી લાંબી કતારો. ભીડને કાબુ કરવા પોલીસની મદદ લેવાઈ.
-
-
અમુલ દૂધના ભાવમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો કરાયો, આવતીકાલ 14મી મેથી જ ભાવ વધારો અમલી
અમુલ દૂધના ભાવમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો કરાયો છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ કે જે અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ કરે છે તેમના દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂપિયા 2 નો વધારો કરાયો છે. મુખ્ય વેરિએન્ટ- પેકમાં તારીખ 14 મે 2026 થી સમગ્ર ભારતમાં અમલમાં મુક્યું છે. આ ભાવ વધારો મહત્તમ વેચાણ કિંમતની ટકાવારીની દ્રષ્ટિએ 2.5 થી 3.5 % નો વધારો સૂચિત કરે છે. જે સરેરાશ ખાદ્ય ફુગાવા કરતા ઓછો છે. નોંધનીય છે કે અમૂલ દૂધના ભાવમાં મે-2025 બાદ કોઈ વધારો કરવામાં આવેલ નથી. અમૂલ સહકારી માળખા દ્વારા ગ્રાહકો પાસેથી જે નાણાં મેળવવામાં આવે છે તેમાંથી 80 % નાણાં દૂધ ઉત્પાદકોને પરત આપવામાં આવે છે.
-
અમદાવાદમાં લગ્ન મંડપ ફેરવાયો યુદ્ધ મેદાનમાં, કન્યા અને વર પક્ષે ઝારા અને તાવેથાથી એકબીજાને ધોઈ નાખ્યાં, વરરાજા ચોરીને બદલે લોકઅપ પહોંચ્યાં
અમદાવાદમાં કન્યા પક્ષ અને વર પક્ષ વચ્ચે મારામારી થઈ હતી. આ બાદ લગ્ન મોકૂફ રખાયા હતા. કુબેરનગર સિંધુ હોલમાં લગ્ન પ્રસંગે બન્ને પક્ષ વચ્ચે છુટ્ટા હાથની મારામારી થવા પામી હતી, જમણવારમાં પુલાવ મુદ્દે શરૂ થયેલી બોલાચાલી બાદ મામલો બન્યો હિંસક. વર પક્ષ દ્વારા જમવામાં પુલાવ બનાવ્યો હતો, જેમાં કન્યા પક્ષે બિરિયાની બનાવી હોવાનું કહેતા આ મામલે થઈ હતી માથાકૂટ. મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. કન્યા પક્ષનો આરોપ, સાગર વાણી, અમૃત અને મિત્રો દ્વારા છરીથી હુમલો. વર પક્ષનો આક્ષેપ, રિતિક અને કમલેશે લોખંડના ઝારા અને તાવેથાથી હુમલો કર્યો. ઝપાઝપીમાં બંને પક્ષના અનેક લોકોને ઈજા પહોંચતા સિવિલ હોસ્પિટલ ખસેડાયા. કન્યાનાં પિતા કમલેશ અને કાકી સારિકાબેનને ઈજાગ્રસ્ત થયા હતા. આકાશસિંહ પરિહારે ફરિયાદમાં મિત્ર સૂરજ અને મદન પર હુમલાનો કર્યો આક્ષેપ. મારામારી દરમિયાન સોનાનું મંગળસૂત્ર, વીંટી અને સોનાનો દોરો ગુમ થયાનો આરોપ. મેઘાણીનગર પોલીસ દ્વારા બંને પક્ષની ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ. મેઘાણી નગર પોલીસે વરરાજા સાગર વાણી અને અમૃત વાણીની કરી ધરપકડ.
-
અમરેલીમાં સિંહને શ્વાનની જેમ દોડાવનાર 2 પજવણીખોર જેલમાં ધકેલાયા
અમરેલીમાં સિંહને શ્વાનની જેમ દોડાવનાર પજવણીખોરો જેલ હવાલે થયા. ખાંભા વનવિભાગ દ્વારા નાનીધારી ગામના શિવરાજ માંજરીયા અને રણજીત વાળાની સિંહ પજવણી અંગે કરી ધરપકડ. નાનીધારી ગામ નજીક સિંહની પાછળ બાઈક દોડાવનાર બે આરોપીના બે દિવસના રિમાન્ડ પૂર્ણ થતા ખાંભા કોર્ટ દ્વારા જામીન ના મંજૂર કર્યા. સિંહની પાછળ કૃરતાપૂર્વક બાઈક દોડાવી સિંહ પજવણીના વીડિયો વાયરલ કર્યો હતો. સિંહ પજવણીના વીડીિયો નાનીધારી ગામનો હોવાનું તપાસમાં ખુલ્યુ હતું. સરકારી વકીલની દલીલ બાદ બન્ને આરોપીના જામીન ના મંજૂર થયા.
-
આગામી 19 મેના રોજ, દાહોદ નગરપાલિકાના પ્રમુખપદ માટે યોજાશે ચૂંટણી
દાહોદ નગરપાલિકાના પ્રમુખ પદની ચૂંટણીની તારીખ જાહેર. આગામી 19 મેના રોજ સવારે 11 કલાકે યોજાશે ચૂંટણી પ્રક્રિયા. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું. પ્રથમ ટર્મ માટે પ્રમુખ પદ ‘અનુસૂચિત આદિજાતિ સ્ત્રી’ માટે અનામત. નગરપાલિકાના સભાખંડમાં પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને યોજાશે બેઠક. કુલ 36 બેઠકો ધરાવતી નગરપાલિકામાં રાજકીય ગરમાવો તેજ થયો. ભાજપ પાસે 20, કોંગ્રેસ પાસે 14 અને અપક્ષ પાસે 2 બેઠકોનું સંખ્યાબળ. ચૂંટણીને પગલે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. પાલિકાના નવા સૂત્રધાર કોણ બનશે તેને લઈને શહેરમાં અટકળોનું બજાર ગરમ.
-
કચ્છના દરિયામાંથી બિનવારસી ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત, જખૌ નજીક સૈયદ સુલેમાનપીર ટાપુ પરથી 20 પેકેટ મળ્યાં
કચ્છ દરિયાઈ વિસ્તારમાંથી બિનવારસી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે જખૌ નજીક સૈયદ સુલેમાનપીર ટાપુ પરથી ચરસના 20 બિનવારસી પેકેટ મળી આવ્યા છે. સ્ટેટ આઈબી, એસઓજી અને મરીન પોલીસની સંયુક્ત પેટ્રોલિંગ દરમ્યાન ડ્રગ્સ પેકેટ મળ્યા. બિનવારસી હાલતમાં મળેલા ડ્રગ્સ પેકેટ અંગે વધુ તપાસ હાથ ધરાઈ. સતત કચ્છના દરિયાઈ વિસ્તારમાં ડ્રગ્સ મળી આવતા સુરક્ષા એજન્સીઓએ વધુ સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું. ડ્રગ્સ પેકેટોની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત કરોડોમાં હોય છે
-
ગુજરાતમાં આરોપીઓના વરઘોડા કાઢવાના બંધ કરો- ઈન્ચાર્જ ડીજીપી કે એલ એન રાવે ઉચ્ચારી ચેતવણી
ગુજરાતના ઇન્ચાર્જ ડીજીપી ડો. કે એલ એન રાવે, રાજ્યમાં પોલીસ દ્વારા ઠેર ઠેર કાઢવામાં આવતા વરઘોડા અને સરઘસ અંગે ચેતવણી આપી હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા રિકન્સ્ટ્રકશનના નામે આરોપીઓના વરઘોડા કાઢવાના બંધ કરો તેમ જણાવ્યું છે. ગુજરાત પોલીસની કાયદાના વિરુદ્ધની હરકત પર બ્રેક લગાવવા ડીજીપીએ કર્યો હુકમ. આરોપીઓને જાહેરમાં માર મારવાનું અને રિકન્સ્ટ્રકશનના નામે વરઘોડા કાઢવાનું બંધ કરવા આદેશ કર્યો છે. આરોપીઓ સામે પોલીસ ગેરવર્તણૂક કરશે તો પોલીસ સામે લેવાશે પગલાં, ઉચ્ચ અધિકારીઓએ આપવો પડશે જવાબ તેમ પણ ઇન્ચાર્જ ડીજીપી ડો. કે એલ એન રાવે ઉચ્ચાર્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
-
સાબરકાંઠા: ઈડરના પોશીનાના જૈન મંદિરમાં તસ્કરો ત્રાટક્યા
સાબરકાંઠાના ઈડર તાલુકાના પોશીના વિસ્તારમાં આવેલા પાર્શ્વનાથ જૈન દેરાસરમાં તસ્કરો ત્રાટકતા ચકચાર મચી ગઈ છે. તસ્કરોએ મંદિરનું તાળું તોડી અંદર પ્રવેશ કરી ભગવાનની પંચધાતુની ચાર જૂની મૂર્તિઓની ચોરી કરી હતી. ચોરી ગયેલી મૂર્તિઓની કિંમત અંદાજે સવા લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત તસ્કરો દાન પેટીમાંથી રોકડ રકમ પણ ચોરી ગયા હતા. ઘટનાની જાણ થતા જાદર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને રૂપિયા 1.52 લાખની મત્તાની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
-
CBSE બોર્ડનું ધોરણ-12નું પરિણામ જાહેર, 95.20% વિદ્યાર્થીઓ પાસ
CBSE ૧૨મું બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. CBSE એ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ જાહેરાત કરી.
-
રાજકોટ: 150 ફુટ રીંગરોડ પર બેકાબૂ કારે સર્જ્યો અકસ્માત
-
અમદાવાદઃ NEET પેપર લીક મુદ્દે NSUIના દેખાવો
અમદાવાદમાં NEET પેપર લીક મુદ્દે NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ગુજરાત યુનિવર્સિટી ગેટ પાસે કાર્યકરોએ પોસ્ટરો સાથે દેખાવો કરી NTAને બેન કરવાની માંગ ઉઠાવી છે. NSUIએ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે અન્યાય થઈ રહ્યો છે અને તેમને યોગ્ય ન્યાય મળવો જોઈએ. સંગઠને ચેતવણી આપી છે કે જો વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે તો સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે. પોલીસ તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
-
સાબરકાંઠા: સરકારી કર્મચારીએ રેલવે ટ્રેક પર કર્યો જોખમી સ્ટન્ટ
સાબરકાંઠામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ખેડબ્રહ્માના તલાટી હેમેન્દ્રસિંહ રહેવરે રેલવે ટ્રેક પર જોખમી સ્ટન્ટ કર્યો છે. મળતી માહિતી મુજબ તેમણે બ્રોડગેજ રેલવે ટ્રેક પર પોતાની ખાનગી કાર દોડાવી હતી અને ધાણધા ફાટકથી મહેતાપુરા ફાટક સુધી ટ્રેક પર કાર ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન કાર ટ્રેક પર જ ફસાઈ જતા ટ્રેન સેવા ગંભીર રીતે અવરોધાઈ હતી અને રેલવે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. તાત્કાલિક રેલવે અધિકારીઓએ ક્રેનની મદદથી કારને ટ્રેક પરથી હટાવી હતી. ત્યારબાદ રેલવે પોલીસે કાર જપ્ત કરીને તલાટી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
-
વડાપ્રધાનની અપીલ બાદ સુરતમાં VNSGUનો મહત્વનો નિર્ણય
વડાપ્રધાનની અપીલ બાદ સુરતમાં આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સિટીએ પોતાના સ્ટાફ અને વિદ્યાર્થીઓને ખાનગી વાહનોનો મર્યાદિત ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે તેમજ જાહેર પરિવહન અને ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રાથમિકતા આપવા સલાહ આપી છે. સાથે જ શક્ય હોય ત્યાં સુધી ઓનલાઈન મીટિંગ્સ યોજવા માટે પણ પત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. પત્રમાં સ્વદેશી વસ્તુઓની ખરીદી વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ઉપરાંત અર્થતંત્ર અને કૃષિ ક્ષેત્રમાં જાગૃતિ ફેલાવવા માટે NSS અને NCCના યુવાનોને જોડવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીએ આ તમામ મુદ્દાઓનો સ્વૈચ્છિક રીતે અમલ કરવા માટે માર્ગદર્શિકા જાહેર કરી છે.
-
મહારાષ્ટ્ર: બારામતીમાં ફરી એકવાર ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ
મહારાષ્ટ્રના બારામતીમાં ફરી એકવાર ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયાની ઘટના સામે આવી છે. ગોજુબાબી ગામની સીમમાં રેડબર્ડ કંપનીનું ટ્રેનિંગ એરક્રાફ્ટ દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે આ જ વિસ્તારમાં અગાઉ પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું પ્લેન પણ ક્રેશ થયું હતું. પ્રાથમિક માહિતી મુજબ એરક્રાફ્ટમાં સવાર ટ્રેઇની પાઇલટ સુરક્ષિત હોવાનું જણાવવામાં આવ્યું છે. જોકે, આ ક્રેશ પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે.
-
સુરતઃ સચિન સેઝમાં ડાયમંડ ઓવર વેલ્યુએશન કૌભાંડનો મામલો
સુરતમાં સચિન SEZ વિસ્તારમાં ડાયમંડ ઓવર વેલ્યુએશન કૌભાંડનો મોટો મામલો સામે આવ્યો છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)એ નવસારીના મોન્ટુ ગાંધીની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે લગભગ 5 કરોડ રૂપિયાની નિકાસને વધારીને 134 કરોડ રૂપિયાની નિકાસ બતાવવામાં આવી હતી. આ કેસમાં અધિકારીઓએ લગભગ 2 કરોડ રૂપિયાની ટેક્સચોરીનો કેસ પણ નોંધ્યો છે. સાથે જ DRIએ મોટી કાર્યવાહી કરતા અંદાજે 1100 કરોડ રૂપિયાની જવેલરી જપ્ત કરી છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.
-
જુનાગઢ: ગિરિરાજનગરની ચિત્રકૂટ સોસાયટીમાં વૃદ્ધાની હત્યા
જૂનાગઢના ગિરિરાજનગર વિસ્તારમાં આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એકલા રહેતા વૃદ્ધાની ગળું કાપીને હત્યા કરવામાં આવી છે. સાંજના સમયે અજાણ્યા શખ્સોએ ઘાતકી હુમલો કરીને ઘટનાને અંજામ આપ્યા બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. આ હત્યાના કારણો અને આરોપીઓની ઓળખ મેળવવા માટે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. સમગ્ર વિસ્તારમાં આ ઘટનાને લઈને ચકચાર મચી ગઈ છે.
-
સરકારી ખર્ચ અને ઈંધણ બચાવવા PM મોદીનો મોટો નિર્ણય
દેશમાં વધતા સરકારી ખર્ચ અને ઈંધણ બચતને ધ્યાનમાં રાખીને PM મોદીએ મોટો નિર્ણય લીધો છે. અહેવાલો મુજબ તેમણે SPGને પોતાના કાફલામાં 50 ટકા વાહનો ઘટાડવાના નિર્દેશ આપ્યા છે અને સાથે જ ઈલેક્ટ્રિક વાહનો (EV)ના વધુ ઉપયોગ પર ભાર મૂક્યો છે. SPG દ્વારા આ સૂચનાઓ પર અમલ શરૂ કરાયો હોવાના અહેવાલો સામે આવ્યા છે. PM મોદીએ મંત્રીઓ અને વિવિધ સરકારી વિભાગોને પણ ખર્ચમાં કાપ મૂકવા અને ઈંધણ બચત માટે અસરકારક પગલાં લેવા સ્પષ્ટ સંદેશ આપ્યો છે.
-
મુલાયમ સિંહ યાદવના પુત્ર પ્રતીક યાદવનું નિધન
મુલાયમ સિંહ યાદવના પુત્ર પ્રતીક યાદવનું આજે સવારે લખનૌની એક હોસ્પિટલમાં નિધન થયું છે. પ્રતીક ભાજપ નેતા અપર્ણા યાદવના પતિ હતા.
-
ઇન્ડોનેશિયાના વિદેશ પ્રધાન સુગિઓનો દિલ્હી પહોંચ્યા
દિલ્હી: ઇન્ડોનેશિયાના વિદેશ પ્રધાન સુગિઓનો નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર પહોંચ્યા છે. તેઓ બ્રિક્સ વિદેશ પ્રધાનોની બેઠકમાં ભાગ લેવા માટે ભારતમાં છે.
#WATCH | Delhi: Indonesian Foreign Minister Sugiono has arrived at the Indira Gandhi International Airport in New Delhi.
He is visiting India to participate in the BRICS Foreign Ministers’ Meeting. pic.twitter.com/lEbMW3jpPy
— ANI (@ANI) May 13, 2026
-
ટ્રમ્પ ચીન રવાના થયા, શી જિનપિંગ સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીન રવાના થયા છે, જ્યાં તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે. ટ્રમ્પ સતત શી જિનપિંગ પર દબાણ કરી રહ્યા છે કે તેઓ ઈરાન પર પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને તેને અમેરિકાની શરતો સ્વીકારવા અને બે મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા અથવા ઓછામાં ઓછું હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવા માટે રાજી કરે.
-
બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે આજે અનેક દેશોના નેતાઓ ભારત આવશે
બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે આજે અનેક દેશોના નેતાઓ ભારત આવશે. આ સમિટ આજથી શરૂ થઈ રહી છે, પરંતુ આ બેઠક 14 અને 15 તારીખે યોજાશે.
Published On - May 13,2026 7:31 AM
