AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

11 જૂનના મહત્વના સમાચાર : અમદાવાદ રથયાત્રા પહેલા મોસાળ આવ્યા ભગવાન જગન્નાથ, સરસપુર ખાતે ભવ્ય સ્વાગત

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 11, 2025 | 8:12 PM

Gujarat Live Updates આજ 11 જૂનના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

11 જૂનના મહત્વના સમાચાર : અમદાવાદ રથયાત્રા પહેલા મોસાળ આવ્યા ભગવાન જગન્નાથ, સરસપુર ખાતે ભવ્ય સ્વાગત

આજે 11 જૂનને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 11 Jun 2025 07:59 PM (IST)

    કેબિનેટની બેઠકમાં બે મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી

    વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાયા…જેમાં ઝારખંડ, કર્ણાટક અને આંધ્રપ્રદેશને આવરી લેતા બે મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી…કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું, આ પ્રોજેક્ટ પાછળ રૂપિયા 6405 કરોડનો ખર્ચ થશે…આ પ્રોજેક્ટ્સમાં 133 KMવાળા કોડરમા-બરકાકાના અને 185 KM બલ્લારી-ચિકજાજુરની ડ્યુઅલ લાઇન કરવાનો સમાવેશ થાય છે.

  • 11 Jun 2025 07:59 PM (IST)

    શિંદેએ વડાપ્રધાન મોદીની નીતિઓના વખાણ કર્યા

    મહારાષ્ટ્રના નાયબ CM એકનાથ શિંદેએ PM મોદીની નીતિઓના વખાણ કર્યા…કહ્યું, 2014માં ભારત અર્થતંત્રમાં 11મા સ્થાને હતું, જે હવે ચોથા સ્થાને પહોંચ્યું છે…હવે ભારત પોતાના યુદ્ધ જહાજો અને મિસાઈલો પણ બનાવી શકે છે…તો ઉદ્ધવ પર પ્રહાર કરતા કહ્યું કે, લોકો વિકામ કામ કરનાર નેતાઓને પસંદ કરે છે…જ્યારે હું મુખ્યમંત્રી હતો, ત્યારે મારી સતત ટીકા થતી હતી..જનતાએ ટીકા કરનારાઓને વિદાય આપી..

  • 11 Jun 2025 07:59 PM (IST)

    રાહુલ ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર

    લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓની સમસ્યાઓ અંગે પીએમ મોદીને પત્ર લખ્યો..જેમાં રાહુલે હોસ્ટેલમાં પડતી અગવડતાનો ઉલ્લેખ કર્યો..કહ્યું, દલિત, ઓબીસી વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં સારી સુવિધાઓ અને સમયસર સ્કોલરશિપ મળે..સ્કોલરશિપ મેળવનારા દલિત વિદ્યાર્થીઓની સંખ્યા લગભગ અડધી થઈ ગઈ છે..રાહુલ ગાંધીએ પત્રમાં બિહારના વિદ્યાર્થીઓનો ઉલ્લેખ કર્યો

  • 11 Jun 2025 07:14 PM (IST)

    રથયાત્રા પહેલા મોસાળ આવ્યા ભગવાન જગન્નાથ

    • અમદાવાદ સરસપુર ખાતે રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથ મોસાળ આવ્યા.
    • ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે મામાના ઘરે આવ્યા નાથ
    • સરસપુર ખાતે ભગવાનનું ભવ્ય સ્વાગત
  • 11 Jun 2025 06:38 PM (IST)

    લોસ એન્જલસમાં કર્ફ્યૂ

    અમેરિકામાં ઇમિગ્રેશન નીતિ સામે હિંસક વિરોધ પ્રદર્શનો ચાલુ છે… ગેરકાયદે વસાહતીઓને તગેડી મૂકવાની નીતિના વિરોધમાં લોસ એન્જલસમાં રમખાણો શાંત કરવામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ નિષ્ફળ ગયા..પરિસ્થિતિને કાબૂ કરવા માટે લોસ એન્જલસમાં કરફ્યૂ લાદવામાં આવ્યો…લોસ એન્જલસના મેયર કરેન બાસે કટોકટી જાહેર કરી.. આ વિરોધપ્રદર્શનો અમેરિકાનાં 12 રાજ્યનાં 25 શહેરમાં ફેલાઈ ગયાં હતાં.

  • 11 Jun 2025 06:37 PM (IST)

    જયપુરમાં જાનૈયાની ગાડીને નડ્યો અકસ્માત

    રાજસ્થાનના જયપુર નેશનલ હાઇવે પર ભીષણ અકસ્માત સર્જાયો…આ અકસ્માતમાં પાંચ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે છ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા..જયપુર નજીક જમવારામગઢ પાસે નેશનલ હાઇવે નંબર 148 પર જાનૈયા ભરેલી ગાડી અને ટ્રક વચ્ચે ટક્કર સર્જાઇ હતી…જેમાં વરરાજા-નવવધૂ સહિત 5ના મોત થયા…ટક્કર એટલી ભયાનક હતી કે જાનૈયા ભરેલી ગાડીનો કચ્ચરખાણ વળી ગયો ..અકસ્માતના પગલે ખુશી માતમમાં ફેરવાઇ ગઇ હતી.

  • 11 Jun 2025 06:37 PM (IST)

    દેશમાં વધી રહ્યું છે કોરોના સંક્રમણ PMને મળતા મંત્રીઓ માટે ટેસ્ટ ફરજિયાત

    દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યો છે..ત્યારે PM મોદીને મળતા તમામ પ્રધાનો માટે RT-PCR ટેસ્ટ કરાવવો ફરજિયાત કરવામાં આવ્યો..બીજી તરફ દેશભરમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 7121 પર પહોંચી ગઈ છે…છેલ્લા 24 કલાકમાં 300થી વધુ નવા કેસ નોંધાયા..સૌથી વધુ કેરળમાં 2223 કોરોના કેસ મળ્યા…તો મંગળવારે કોરોનાથી 6 લોકોએ જીવ ગુમાવ્યા…જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કોરોનાથી 74 લોકો મૃત્યુ પામ્યા…

  • 11 Jun 2025 06:36 PM (IST)

    શામળાજી મંદિરે ભક્તોની ભીડ

    યાત્રાધામ શામળાજીમાં પૂર્ણિમાના દર્શન.. શામળાજી મંદિરે ભક્તો ઉમટ્યા.. ભગવાન શામળિયાને 400 કિલો કેરીનો મનોરથ ધરાવાયો.. ખાસ તૈયાર કરેલા વાઘા અને સુવર્ણ અલંકારોથી શણગાર કરાયો.. શણગાર આરતીનો પણ મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો..

  • 11 Jun 2025 05:16 PM (IST)

    યુક્રેન પર હુમલામાં ઉત્તર કોરિયાની મિસાઇલોનો ઉપયોગ

    યુક્રેને દાવો કર્યો કે, રશિયાએ કરેલા હુમલામાં ઉત્તર કોરિયાની બનાવટ ધરાવતી ખતરનાક બેલિસ્ટિક મિસાઇલોનો ઉપયોગ કર્યો…યુક્રેનના ગુપ્તચર વડા અને વાયુસેના એજન્સીઓએ દાવો કર્યો કે, રશિયાએ 300 કરતાં વધુ ડ્રોન અને 7 મિસાઇલોથી કિવ અને ઓડેસા જેવા શહેરોને નિશાન બનાવ્યા હતા…રશિયાએ ઉત્તર કોરિયાની ટૂંકી અંતરની બેલિસ્ટિક મિસાઇલ KN-23 નો ઉપયોગ કર્યો હતો..આ હુમલામાં ત્રણ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

  • 11 Jun 2025 05:16 PM (IST)

    ઇઝરાયલે ગ્રેટા સહિત 4 કાર્યકરોને મુક્ત કર્યા

    ઇઝરાયલે સ્વીડિશ પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ સહિત 4 લોકોને મુક્ત કર્યા….જે બાદ ગ્રેટા સહિત તમામ ચાર લોકો ફ્રાન્સ પહોંચ્યા…જોકે, યુરોપિયન સંસદના પ્રથમ પેલેસ્ટિનિયન ફ્રેન્ચ સભ્ય રીમા હસન સહિત 8 લોકો હજુ પણ ઇઝરાયલી કસ્ટડીમાં છે… ઇઝરાયલે તે બધાને વિકલ્પ આપ્યો હતો કે જો તેઓ ઇચ્છે તો દેશનિકાલના કાગળો પર સહી કરીને ઘરે પાછા ફરે…

  • 11 Jun 2025 05:15 PM (IST)

    ચીન બાદ તાઇવાને ભારતીય નેવીનો આભાર માન્યો

    સિંગાપોરના કન્ટેનર જહાજમાં થયેલા અકસ્માત બાદ તાઇવાન સરકારે ભારતીય નૌકાદળ અને કોસ્ટ ગાર્ડનો મદદ કરવા બદલ આભાર માન્યો..કહ્યું, ઝડપી બચાવ કાર્ય માટે તાઇવાન સરકાર આભારી છે…અરબ સાગરમાં કન્ટેનર જહાજમાં વિસ્ફોટ બાદ આગ લાગી હતી..આ પહેલા ચીને સોશિયલ મીડિયા પર ભારતીય નૌકાદળ અને મુંબઈ કોસ્ટલ ગાર્ડનો પણ આભાર માન્યો હતો…સળગતા જહાજમાંથી 18 ક્રૂ સભ્યોને બચાવી લીધા હતા

  • 11 Jun 2025 05:15 PM (IST)

    રાજકોટ ખરાબ રસ્તા મુદ્દે સ્થાનિકોનો વિરોધ

    રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી પાસે ચક્કાજામના દ્રશ્યો.. તિરૂપતિનગર સોસાયટીના સ્થાનિકોએ કર્યો ચક્કાજામ.. ખરાબ રસ્તાથી પરેશાન લોકો આવ્યા મેદાને.. તંત્રને રજૂઆત કર્યા છતાં ઉકેલ નહીં આવતા વિરોધ.. તાત્કાલિક ધોરણે રસ્તાનું સમારકામ કરવા માગ.. TPમાં પાસ થયેલા રોડમાં ગોટાળો કરતા હોવાની પણ રાવ..18ના બદલે 12 મીટરનો રોડ બનાવાની વાત કરે છે સ્થાનિકો.

  • 11 Jun 2025 05:15 PM (IST)

    અમદાવાદ LRD પરીક્ષા માટે ST વિભાગનું વિશેષ આયોજન

    LRD પરીક્ષા માટે ST વિભાગનું આયોજન..ST વિભાગ 2 હજારથી વધુ બસો દોડાવશે..LRDના 2.48 લાખ પરીક્ષાર્થીઓ માટે વધુ બસો દોડશે..વિવિધ જિલ્લાથી અવરજવર માટે રહેશે સરળતા..પરીક્ષાર્થીઓની સગવડતા માટે વધુ બસો દોડાવશે.. ST વિભાગે ટોલ ફ્રી નંબર પણ જાહેર કર્યો..1800 2336 66666 પર ફોન કરી જાણકારી મેળવી શકાશે.

  • 11 Jun 2025 04:22 PM (IST)

    ગાંધીનગર કડાદરામાંથી વિદેશી દારૂ ઝડપાયો

    ગાંધીનગર દહેગામના કડાદરામાંથી ઝડપાયો દારૂ..387 પેટીમાં 13,572 દારૂની બોટલ કરાઇ જપ્ત..ઝડપાયેલા વિદેશી દારૂની કિંમત રૂપિયા 60 લાખ હોવાનું અનુમાન..આરોપી દિનેશ ભરવાડ ફરાર થયો પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.

  • 11 Jun 2025 04:22 PM (IST)

    વિસાવદર પેટાચૂંટણી મુદ્દે ભાજપના નેતાઓ સાથે ચર્ચા

    • વિસાવદરમાં પેટાચૂંટણીનો જામ્યો જંગ..
    • ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ વિસાવદરની લીધી મુલાકાત..
    • મધ્યસ્થ કાર્યાલયમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો સાથે કરી બેઠક..
    • પેટાચૂંટણીને લઇને ભાજપના નેતાઓ સાથે કરી ચર્ચા વિચારણા..
    • બેઠક બાદ હર્ષ સંઘવીએ વ્યક્ત કર્યો જીતનો વિશ્વાસ..
    • વિસાવદરના વિકાસને ધ્યાને રાખી પ્રજા કિરીટ પટેલને જીતાડશે.
  • 11 Jun 2025 02:58 PM (IST)

    સુરત સાયબર ફ્રોડ : RBL બેંકના 119 એકાઉન્ટમા 2050 કરોડના ટ્રાન્જેકશ મળ્યાં

    ઉધના પોલીસની સાયબર ફ્રોડ સામેની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે. ગુજરાતમાં સૌથી મોટા સાયબર ફ્રોડમાં વધુ ખુલાસો થવા પામ્યો છે. કૌભાંડમાં પોલીસને 164 બેંક એકાઉન્ટ મળી આવ્યા છે. 164 માંથી RBL બેંકના 119 બેંક એકાઉન્ટ નીકળ્યા છે. 119 બેંક એકાઉન્ટની તપાસમાંથી કુલ 2050 કરોડના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે. હજુ 45 બેન્ક એકાઉન્ટ તપાસ કરવાના બાકી છે. પહેલા 6 મહિનામાં 89 બેંક એકાઉન્ટમાંથી કુલ 1,445 કરોડના ટ્રાન્જેક્શન મળી આવ્યા હતા. સુરતથી મુંબઈ સુધી RBL બેંકના અધિકારીઓની પૂછપરછ શરૂ કરાઈ છે.

    સુરતમાં આવેલી ત્રણ RBL બેંક શાખાના મેનેજરના ઉધના પોલીસે નિવેદનો લીધા છે. મુંબઈ હેડક્વોટર્સથી પાંચ બેંક અધિકારીઓને ઉધના પોલીસે નિવેદન માટે બોલાવ્યા હોવાની મળી માહિતી. સાયબર ફ્રોડના આ ષડયંત્રમાં બેંક અધિકારીઓની કઈ સંડોવણી કે ભૂમિકા છે કે નહીં તે બાબતે તપાસ કરાઈ રહી છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે, વાહન ચેકિંગ દરમિયાન સુરત પોલીસે એક મોપેડ રોક્યું ને સાયબર ફ્રોડનો ખુલાસો થયો હતો અને આરોપીની ધરપકડ કરી હતી. અપૂરતા પુરાવાના કારણે બેંક એકાઉન્ટ નહીં ખુલે તેમ કહી તે પુરાવાના આધારે બેંક એકાઉન્ટ ખોલાવી લેતા હતા. બેંક એકાઉન્ટ ધારકની જાણ બહાર તે ખાતામાં સાયબર ફ્રોડના નાણા ટ્રાન્સફર કરવામાં આવતા હતા. જોકે, ઉધના પોલીસની તપાસમાં હજી મોટા ખુલાસા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

  • 11 Jun 2025 02:07 PM (IST)

    આજે મામાના ઘરે જશે ભગવાન જગન્નાથ, હવે અમાસના દિવસે આવશે

    રથયાત્રા પહેલા મોસાળ જશે ભગવાન જગન્નાથ. ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે મામાના ઘરે જશે જગતના નાથ. ભગવાનના મોસાળ એવા સરસપુર ખાતે ભાણેજડાનું કરાશે ભવ્ય સ્વાગત. ભાણેજનું સામૈયું અને ભવ્ય સ્વાગત કરશે સમગ્ર સરસપુર. સાંજે 4 કલાકે ભવ્ય શોભાયાત્રા સાથે કરાશે ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત.

  • 11 Jun 2025 02:04 PM (IST)

    એરટેલે 1.80 લાખ શંકાસ્પદ લિંક્સ બ્લોક કરી

    ટેલિકોમ કંપની ભારતી એરટેલે બુધવારે દાવો કર્યો હતો કે, ઓનલાઈન છેતરપિંડીના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, એરટેલે તેની અપગ્રેડેડ છેતરપિંડી શોધ સિસ્ટમ શરૂ કર્યાના માત્ર 25 દિવસમાં જ કર્ણાટકમાં 1.80 લાખથી વધુ લિંક્સ બ્લોક કરી દીધી છે.

  • 11 Jun 2025 01:49 PM (IST)

    જામનગરમાં રિલાયન્સના વનતારાની મુલાકાતે મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવ

    મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ જામનગરના મહેમાન બન્યા હતા. મોહન યાદવ જામનગર સ્થિત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના  વનતારાની મુલાકાતે આવ્યા છે આ દરમિયાન તેઓ જામનગરમાં રોકાણ કર્યું હતું. મધ્યપ્રદેશ વન્ય જીવો માટે જાણીતુ છે, ગુજરાતના જામનગર સ્થિત વનતારાની મુલાકાત અને અધિકારીઓ સાથે બેઠક યાજવાના છે. મોહન યાદવે, કેન્દ્રમાં મોદી સરકારના 11 વર્ષની કામગીરીના વખાણ કર્યા હતા.

  • 11 Jun 2025 01:23 PM (IST)

    દહેગામના કડાદરા ગામની સીમમાંથી 60 લાખનો વિદેશી ઝડપાયો

    દહેગામ પોલીસને વિદેશી દારુ પકડવાની બાબતે મોટી સફળતા મળી છે. ગાંધીનગર જિલ્લાની દહેગામ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફને બાતમી મળેલ કે, કડાદરા ગામની સીમમાં વિદેશી દારુનો જથ્થો સંતાડેલો છે. દહેગામના રામનગર ખાતે રહેતા દિનેશ ભરવાડે દહેગામના કડાદરા ગામની સીમમાં વિદેશી દારૂનો મોટો જથ્થો સંતાડ્યો છે.  અને તેનું લાવી તેનું વેચાણ કરવાની ફિરાકમાં છે. આ બાતમીના આધારે દહેગામ પોલીસ સ્ટેશનના સ્ટાફે જગ્યા પર જઈ રેડ કરતો આરોપી દિનેશ ભરવાડ પોલીસને આવતી જોઈ ભાગી છૂટ્યો હતો, પરંતુ સ્થળ પરથી રૂપિયા 60 લાખની કિંમતનો વિદેશી દારુની 387 પેટીમાં રહેલ 13,572 નાની મોટી બોટલો કબજે લીધી છે.

  • 11 Jun 2025 12:25 PM (IST)

    ઉદયપુર રિસોર્ટમાં ચાલતા સેક્સ રેકેટમાં, રૂપલલનાઓની સાથે રાજકોટના 9 સહિત ગુજરાતના 15 વેપારીઓ ઝડપાયા !

    સિમેન્ટ અને લોખંડની કંપનીના વિવિધ શહેરના ડિસ્ટીબ્યુટરને લઈને રાજસ્થાનના ઉદયપુરમાં ઉજવણી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન, ઉદયપુરના અંબેરી સ્થિત સ્વર્ણગઢ રિસોર્ટમાં ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્સથાનમાં ચાલતા સેક્સ રેકેટ અંગેની જાણકારી પોલીસને મળતા સુખેર પોલીસ સ્ટેશન દ્વારા ડમી ગ્રાહક બનીને સેક્સ રેકેટ ઝડપવાનું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. પોલીસે ઝડપી પાડેલા સેક્સ રેકેટમાં 14 રૂપલલનાઓ ઉપરાંત રાજકોટના 9 સહિત ગુજરાતના 15 સિમેન્ટ અને લોખંડની કંપનીના ડિસ્ટીબ્યુટર ઝડપાઈ જવા પામ્યા છે. કંપનીએ નક્કી કરેલા ટાર્ગેટ પુરા કરનારા ડિસ્ટીબ્યુટર માટે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી છે.

  • 11 Jun 2025 12:17 PM (IST)

    વડોદરાના ગોરવામાં પશુપાલકોની દાદાગીરી ! સરકારી કર્મચારીઓ સાથે ઝપાઝપી કરીને ઢોર છોડાવી ગયા

    વડોદરાના ગોરવામાં પશુપાલકોની દાદાગીરી સામે આવી છે. વીએમસીની  ઢોર પાર્ટીના કર્મીઓ સાથે ઝપાઝપી કરી ઢોર છોડાવી ગયા હોવાનો બનાવ બન્યો છે. સરકારી કામગીરીમાં રુકાવટ કરતા હોવાની ફરિયાદ ઢોર પાર્ટીના ટીમ લીડરે નોંધાવી છે. 4 જેટલાં પશુપાલકો તેમના પશુઓ છોડાવવા માટે ઝપાઝપી કરી હતી. ઢોર પાર્ટીના અધિકારી સાથે ઝપાઝપી કરી ઢોર છોડાવી જતાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગોરવા પોલીસે ભાવેશ રબારીની ધરપકડ કરીને અન્યોને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.

  • 11 Jun 2025 11:48 AM (IST)

    ગુજરાતમાં રોજબરોજ વધી રહેલા કોરોનાના કેસને લહેર કે સુનામી ના કહી શકાયઃ આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ

    ગુજરાતની ભાજપ, ભૂપેન્દ્ર ભાઈ પટેલની સરકારના પ્રવકત્તા અને આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે, ગુજરાતમાં રોજબરોજ વધી રહેલા કોરોનાના કેસને લહેર કે સુનામી ના કહી શકાય તેમ જણાવ્યું હતું. કોરોના રોગ વિશ્વમાં ફેલાયા બાદ, આ ચોથી વખત છે કે, કોરોનાના કેસ વધી રહ્યાં છે. કેન્દ્ર સરકારના સતત સંપર્કમાં હોવાનુ જણાવીને ઋષિકેષ પટેેલે જણાવ્યું કે, કોરોનાના વર્તમાન વેરિઅન્ટ છે તે ઘાતક નથી. પાછલા સમયમાં કોરોનાના કેસમાં ઉત્તરોતર વધારો થયો અને પછી તેમા ઘટાડો થયો હતો. છેલ્લા 25 દિવસથી કેસ વધ્યા છે. પરંતુ જાનનું નુકસાન થાય કે મોર્ટલિટી થાય એવું નથી. લક્ષણ દેખાય તો તરત જ સારવાર ચાલુ કરવી જોઈએ તેવુ સુચન પણ આરોગ્ય પ્રધાને કર્યું હતું.

    ઋષિકેશ પટેલે સતત વધતા કેસ અને રથયાત્રા મામલે વધુમાં લોકોને આપીલ કરતા કહ્યું કે, ઘરે બેસીને જ ભગવાન જગન્નાથના દર્શન કરવા જોઈએ. બીમાર લોકોએ ભીડમાં જવું જોઈએ નહીં.

  • 11 Jun 2025 10:32 AM (IST)

    સુરતમાં સહકારી બેંકોમાં સતત 10 વર્ષ હોદ્દેદાર, ડિરેક્ટર રહેનારાઓને દૂર કરવા RBI ગવર્નરને ફરિયાદ

    સહકારી બેંકોમાં સતત 10 વર્ષ હોદ્દેદાર, ડિરેક્ટર રહેનારાઓને દૂર કરવા RBI ગવર્નરને ફરિયાદ કરવામાં આવી છે. પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી અને જિલ્લાના સહકારી આગેવાન દર્શન નાયકે ફરિયાદ કરી છે. રિઝર્વ બેંકે માંગેલી માહિતી આપવા છતાં જિલ્લા રજિસ્ટ્રાર અને ડેપ્યુટી ગવર્નર પગલાં નહીં લેતાં હોવાની દર્શન નાયકની ફરિયાદ છે. જસ્ટીસ વિભાગ દ્વારા THE BANKING LAWS(AMEDMENT)ACT 2025, NO.16/2025 જાહેરનામાથી બેંકિંગ સુધારા અધિનિયમ 2025 સમગ્ર દેશમાં લાગુ કરાઇ છે. નીતિનિયમો અને જોગવાઈઓ મુજબ જે સહકારી ધોરણે કાર્યરત બેંકોમાં ડિરેક્ટરોના કાર્યકાળ માટે 10 વર્ષની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. સહકારી બેંકમાં જે ડિરેક્ટરોએ પોતાના કાર્યકારના 10 વર્ષ પૂર્ણ કર્યા હોય તેઓ ડિરેક્ટર તરીકે ગેરલાયક ઠરે છે. આવા તમામ ડિરેક્ટરો કે જેમનો સહકારી બેંકમાં ડિરેક્ટર તરીકે 10 વર્ષનો કાર્યકાર પૂર્ણ કર્યા હોય તેમણે રાજીનામા આપી દેવાના હતા. તેમજ જેમણે રાજીનામાં આપ્યા નથી. તેવા ડિરેક્ટરોના રાજીનામા માટેની કાર્યવાહી સબંધિત વિભાગના જવાબદાર અધિકારીઓએ કરવાની હોય છે. પરંતુ સુરત જિલ્લામાં ભારત સરકારનો આ બેંકિંગ સુધારા અધિનિયમ 2025 માત્ર કાગળ

  • 11 Jun 2025 09:33 AM (IST)

    જાણીતા કથાકાર મોરારીબાપુના ધર્મ પત્ની નર્મદાબેનનું નિધન

    ભાવનગર મહુવા જાણીતા કથાકાર મોરારીબાપુના ધર્મ પત્નીનું નિધન થયું છે. નર્મદાબેન મોરારીદાસ હરિયાણીનું નિધન થયું છે. ભાવનગર મહુવાના તલગાજરડાના નિવાસસ્થાને નિધન થયું હોવાના દુઃખદ સમાચાર મળ્યા છે. મોરારીબાપુના લગ્ન વણોટ ગામે નર્મદાબા સાથે થયા હતા. આજે તેઓની સમાધિ વિધિ તલગાજરડા મુકામે કરાશે.

  • 11 Jun 2025 09:00 AM (IST)

    Axiom Mission-4 ફરીથી રખાયું મુલતવી, શુભાંશુ શુક્લા આજે સાંજે અંતરિક્ષમાં જવાના હતા

    ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને અન્ય 3 લોકોને આંતરરાષ્ટ્રીય અવકાશ કેન્દ્ર (ISS) લઈ જતું Axiom Mission-4 હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે, કારણ કે સ્પેસએક્સના ફાલ્કન-9 રોકેટમાં લીકેજને સુધારવા માટે એન્જિનિયરોએ વધુ સમય માંગ્યો છે.

  • 11 Jun 2025 08:53 AM (IST)

    બાબા સિદ્દીકીના હત્યાના આરોપીની કેનેડાથી ધરપકડ

    મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા બાબા સિદ્દીકીની હત્યા કેસના માસ્ટરમાઇન્ડ ગણાતા આરોપી ઝીશાન અખ્તર ઉર્ફે જસ્સી પુરેવાલને કેનેડામાં સરે પોલીસે કસ્ટડીમાં લીધો છે. મુંબઈ પોલીસના સૂત્રોએ આ વાતની પુષ્ટિ કરી છે. ઝીશાન મૂળે પંજાબના જલંધરનો રહેવાસી છે અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલો છે અને બાબા સિદ્દીકીની હત્યાના કાવતરામાં સામેલ હોવાનુ પોલીસનું કહેવું છે.

  • 11 Jun 2025 08:49 AM (IST)

    કેવી રીતે મળી રહ્યા છે ગ્લોબલ સંકેત?

    ભારતીય બજારો માટે આજે પણ સારા સંકેતો જોવા મળી રહ્યા છે. FII રોકડમાં ખરીદી કરી રહ્યા હતા અને નેટ શોર્ટ્સ પણ થોડા ઘટ્યા હતા. નિફ્ટીમાં થોડો વધારો જોવા મળ્યો હતો. એશિયા પણ મજબૂત છે. યુએસ INDICES પણ ગઈકાલે વધ્યા હતા. નાસ્ડેકમાં સૌથી વધુ 124 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. આ દરમિયાન, ટ્રમ્પને ટેરિફ પર મોટી રાહત મળી.

  • 11 Jun 2025 07:41 AM (IST)

    ચોટીલા-પાળીયાદ રોડ પર અકસ્માતે ભૂગર્ભ ટાંકામાં પડી જતા માતા-દિકરીનું મોત

    ચોટીલા-પાળીયાદ રોડ પર ઘરના ભૂગર્ભ ટાંકામાં અકસ્માતે ડૂબી જતા બે વ્યક્તિના મોત નીપજ્યા છે. એક જ પરિવારના ભાનુબેન ઉઘરેજા, ઉમર વર્ષ 40 અને 03 વર્ષની દીકરીનું ભૂગર્ભ ટાંકામાં ડૂબી જવાથી મોત નિપજ્યું છે. પ્રાથમિક તપાસમાં કપડા ધોતી વખતે ભૂગર્ભ ટાંકામાં ડૂબી જતા મોત નીપજ્યા હોવાનું અનુમાન. બંનેના મૃતદેહને બહાર કાઢી સરકારી હોસ્પિટલ પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે.

  • 11 Jun 2025 07:38 AM (IST)

    વડોદરાના ચર્ચાસ્પદ રક્ષિત અકસ્માત કેસમાં પોલીસે 3 હજાર પાનાની ચાર્જશીટ દાખલ કરી

    વડોદરાનો ચર્ચાસ્પદ રક્ષિત અકસ્માત કેસમાં પોલીસે 3 હજાર પાનાની ચાર્જશીટ દાખલ કરાઈ છે. અકસ્માતના 90 દિવસે 3 હજાર પેજની ચાર્જશીટ દાખલ કરાઈ છે. અકસ્માત બાદ 5 સેકેન્ડ સુધી ગાડીની સ્પીડ 140 ની હતી. અકસ્માત બાદ પણ રક્ષિતે બ્રેક પર પગ મૂક્યો જ નહોતો. કુલ 111 સાક્ષીઓને ચકાસ્યા બાદ નિવેદન લેવામાં આવ્યા હતા. સમગ્ર તપાસમાં પોલીસ વિભાગના 10થી વધુ અધિકારી અને કર્મીઓ જોડાયા હતા.

  • 11 Jun 2025 07:36 AM (IST)

    અવકાશયાત્રી શુભાંશુ શુક્લા આજે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક જશે

    ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા આજે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક જશે. ઇસરો અનુસાર, એક્સિઓમ-4 (એક્સ-4) મિશન 11 જૂને ભારતીય સમય મુજબ સાંજે 5.30 વાગ્યે લોન્ચ કરવામાં આવશે. અગાઉ તે 10 જૂને શરૂ થવાનું હતું પરંતુ ખરાબ હવામાનને કારણે તે મુલતવી રાખવામાં આવ્યું હતું. આ મિશનમાં, ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા અમેરિકા, પોલેન્ડ અને હંગેરીના અવકાશયાત્રીઓ સાથે 14 દિવસના મિશન માટે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) જશે.

  • 11 Jun 2025 07:30 AM (IST)

    આજે પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ સુરક્ષા સમિતિની બેઠક

    આજે પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ સુરક્ષા સમિતિની બેઠક યોજાશે. આ બેઠક સવારે 9:40 વાગ્યે યોજાશે. આ બેઠકમાં સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.

Published On - Jun 11,2025 7:29 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">