10 મેના મહત્વના સમાચાર : 49 દિવસ જેલમાં રહ્યા બાદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ તરફથી મળ્યા જામીન, 2 જૂને કરવુ પડશે આત્મસમર્પણ

TV9 Gujarati
| Edited By: | Updated on: May 10, 2024 | 9:50 PM

આજે 10 મેને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

10 મેના મહત્વના સમાચાર : 49 દિવસ જેલમાં રહ્યા બાદ  કેજરીવાલને સુપ્રીમ કોર્ટ તરફથી મળ્યા જામીન, 2 જૂને કરવુ પડશે આત્મસમર્પણ

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો છે. બાબા કેદારનાથના દરવાજા આજે ખોલી દેવામાં આવ્યા છે. આજે અક્ષય તૃતિયા છે.  IPLમાં બેંગલુરુએ પંજાબને 60 રને હરાવ્યું હતું. બીજેડીએ વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો. પીએમ મોદીએ તમિલનાડુના શિવકાશી ફટાકડાના કારખાનામાં થયેલા અકસ્માત પર શોક વ્યક્ત કર્યો હતો. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 10નું પરિણામ આવતીકાલ 11મી મેના રોજ જાહેર થશે. કન્નૌજમાં ભાજપના ઉમેદવાર સુબ્રત પાઠકે ચૂંટણી પંચને પત્ર લખ્યો હતો. તેણે એસપી પર બહારથી લોકોને લાવવાનો આરોપ લગાવ્યો.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે સિવિલ ઇન્વેસ્ટિચર સમારોહના સમાપન પછી તેમના નિવાસસ્થાને પદ્મ પુરસ્કાર વિજેતાઓ માટે રાત્રિભોજનનું આયોજન કર્યું હતું; અભિનેતા રામ ચરણ પણ હાજર હતા. 25 મેના રોજ દિલ્હીની તમામ સાત લોકસભા બેઠકો માટે કુલ 162 ઉમેદવારો મેદાનમાં છે, જેમાંથી સૌથી વધુ ઉમેદવારો ઉત્તર-પૂર્વ દિલ્હી મતવિસ્તારમાં છે. નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ 9 મે હતી. નોમિનેશન પ્રક્રિયા 29 એપ્રિલથી શરૂ થઈ હતી અને 6 મે સુધી ચાલી હતી. દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચારની અપડેટ અહીં વાંચો

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 10 May 2024 09:38 PM (IST)

    સુરતથી ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીનો કોંગ્રેસ પર સૌથી મોટો આરોપ 

    સુરત લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ કોંગ્રેસ પર સૌથી મોટો આરોપ લગાવ્યો છે. કુંભાણીએ કહ્યુ મે નહીં કોંગ્રેસે મારી સાથે ગદ્દારી કરી છે. વધુમાં કુંભાણીએ કહ્યુ મારે ભાજપ સાથે કંઈ લેવાદેવા નથી.

  • 10 May 2024 08:44 PM (IST)

    જુનાગઢની કેસર કેરીના ભાવ આસમાને, 10 કિલોનો ભાવ 1500 સુધી પહોંચ્યો

    કાળઝાળ ઉનાળાની મોસમ આવે એટલે કેસર કેરીના મીઠા સ્વાદની યાદ આવે અને એમાં પણ સૌરાષ્ટ્રના જુનાગઢની કેસર કેરીની વાત જ અનોખી છે. પરંતુ, ચાલુ વર્ષે કેરીના ઓછા ઉત્પાદનના કારણે ભાવ આસમાને પહોંચ્યો છે. ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે 5 કિલો કેરીનો ભાવ 500થી 700 રૂપિયા સુધી તો, 10 કિલો કેરીનો ભાવ 1500 રૂપિયા સુધી પહોંચી ગયો છે. જે કેરીની મિઠાસમાં થોડી ખટાશ લાવે છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, કેસર કેરીનું ઉત્પાદન 40 ટકા જેટલું ઘટ્યું છે, જેના કારણે ભાવ વધ્યો છે તો ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. પરંતુ, આ વર્ષે કેરીના બેગણા ભાવના કારણે મોંઘા ભાવે કેરી ખરીદવી પડી રહી છે.

    જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રની કેસર કેરી ન માત્ર ગુજરાત પરંતુ દેશ-વિદેશમાં વેચાઇ રહી છે. યુકે, અમેરિકા, દુબઈ, મસ્કત જેવા દેશોમાં કેસર કેરીની માંગ વધી છે. જો કે ચાલુ વર્ષે વધુ તાપમાન અને ગ્લોબલ વોર્મિંગના કારણે મોર ખરી પડ્યા. કેરીના વૃક્ષને અનુકૂળ વાતાવરણ ન મળ્યું.. જેના કારણે ઓછું ઉત્પાદન થયું. જેના કારણે ભાવ પણ આસમાને ગયો છે. છતાં વિદેશોમાં કેરીના નિકાસ માટેનું રજિસ્ટ્રેશન વધ્યું છે. જેના કારણે ખેડૂતોની સ્થિતિ તો સરભર છે. પરંતુ લોકોનું બજેટ ખોરવાઇ શકે છે

  • 10 May 2024 08:40 PM (IST)

    ભોપાલના અશોકા ગાર્ડન વિસ્તારમાંથી રોકડ રકમનો મોટો જથ્થો મળી આવ્યો

    ભોપાલમાં અશોકા ગાર્ડન વિસ્તારમાંથી રોકડ રકમનો મોટો જથ્થો મળી આવ્યો છે. 1 રૂપિયાથી લઈને 500 રૂપિયાની નોટોના બંડલ મળી આવ્યા છે. કૈલાશ ખત્રી નામના વ્યક્તિના ઘરેથી રોકડ રકમ કબજે કરાઈ છે. આરોપી જૂની નોટના બદલામાં નવી નોટો આપતો હતો. અશોકા ગાર્ડન પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ઈન્કમટેક્સ વિભાગને પણ જાણ કરવામાં આવી છે.

  • 10 May 2024 08:36 PM (IST)

    મહેસાણા: ઊંઝામાં શંકાસ્પદ વરિયાળીનો જથ્થો પકડાયો

    મહેસાણાના ઊંઝામાંથી ફરી શંકાસ્પદ વરિયાળીનો જથ્તો પકડાયો છે. ફુડ વિભાગે 11,850 કિલો શંકાસ્પદ વરિયાળી જપ્ત કરી. દરોડામાં 13 કિલો જેટલો લીલો કલર પણ મળી આવ્યો. રાજપૂત નારાયણસિંહ નામના ફેક્ટરી સંચાલક સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. વરિયાળી સહિત કુલ 11 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

  • 10 May 2024 08:28 PM (IST)

    49 દિવસ બાદ આખરે દિલ્હી સીએમ કેજરીવાલને મળ્યા જામીન

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળતાની સાથે જ આમ આદમી પાર્ટીમાં જ નહીં પરંતુ તમામ વિપક્ષી પાર્ટીઓના નેતાઓમાં પણ એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 49 દિવસ પછી, તેને 1 જૂન સુધી લગભગ 21-22 દિવસ માટે વચગાળાના જામીન મળ્યા. કોર્ટના નિર્ણય અનુસાર અરવિંદ કેજરીવાલે બીજી જૂને ફરી જેલમાં હાજર થવું પડશે. મતલબ કે અરવિંદ કેજરીવાલને 2 જૂને તિહાડ જેલમાં હાજર થવુ પડશે. પરંતુ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમના સમર્થનમાં પોસ્ટ શેર થવા લાગી છે.

  • 10 May 2024 06:55 PM (IST)

    4 જૂને, CAA-UCC ના વિરોધીઓ અને વોટ જેહાદની વાત કરનારા હારી જશે: PM

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદરાબાદમાં એક જનસભાને સંબોધિત કરતા કહ્યું, “4 જૂનના પરિણામો હવે એકદમ સ્પષ્ટ છે, 4 જૂને દેશ જીતશે. 4 જૂને 140 કરોડ ભારતીયોનો સંકલ્પ જીતશે અને 4 જૂને ભારતના વિરોધીઓ હારી જશે. 4 જૂને આત્મનિર્ભર ભારત અભિયાનના વિરોધીઓને પરાસ્ત કરવામાં આવશે. 4 જૂને CAA, UCCના વિરોધીઓ હારી જશે, વોટ જેહાદની વાત કરનારા હારી જશે.

  • 10 May 2024 05:57 PM (IST)

    યૌન શોષણ મામલે બ્રિજભૂષણને ઝટકો ! આરોપો ઘડવા અપાયા આદેશ

    મહિલા કુસ્તીબાજો સાથે જોડાયેલા યૌન શોષણના મામલામાં પૂર્વ કુસ્તી સંઘના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે શુક્રવારે બ્રિજ ભૂષણ સામે આરોપો ઘડવાનો આદેશ આપ્યો છે. કૈસરગંજના બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કલમ 354, 506 અને અન્ય કલમો હેઠળ આરોપો ઘડવામાં આવ્યા છે. યૌન શોષણના આરોપોના કેસની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસે જૂન 2023માં બ્રિજ ભૂષણ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી.

  • 10 May 2024 05:07 PM (IST)

    આકરી ગરમીએ કોન્ટ્રાકટરની પોલ ખોલી ! ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video

    ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે આકરી ગરમીના પગલે રોડ પીગળ્યો હોવાની ઘટના સામે આવી છે. વડોદરામાં ગોત્રી પોલીસ સ્ટેશનથી યશ કોમ્પ્લેક્ષ તરફ જતો રોડ પીગળ્યો છે. કોર્પોરેશને 1 મહિના પહેલા જ આ રોડ બનાવ્યો હતો. રોડ પીગળતા રાહદારીઓ પણ પરેશાન છે.

  • 10 May 2024 04:31 PM (IST)

    ગુજરાતમાં વરસાદની આગાહી ! આગામી 7 દિવસ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ

    હવામાન વિભાગે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. આજથી આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આવતીકાલથી વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં આગામી ચાર દિવસ બાદ વરસાદ પડવાની શક્યતા છે. વેસટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના કરવામાં આવી છે. ઉત્તર અરબસાગરમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદ વરસવાની શક્યતા કરવામાં આવી છે.

    આજે અરવલ્લી,સાબરકાંઠા, બનાસકાંઠા, મહીસાગર, દાહોદ, નવસારી, વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 12 મે મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, દાહોદ, નવસારી વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

  • 10 May 2024 03:52 PM (IST)

    આજે આખો દેશ ખુશ છે, સુપ્રીમ કોર્ટનો આભાર - કેજરીવાલના જામીન પર AAP

    અરવિંદ કેજરીવાલના જામીન પર આમ આદમી પાર્ટીએ નિવેદન જાહેર કર્યું છે. AAPએ કહ્યું કે આજે આખો દેશ ખુશ છે. સત્યનો વિજય થયો છે. સુપ્રીમ કોર્ટનો આભાર.

  • 10 May 2024 02:17 PM (IST)

    અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન મળ્યા, સુપ્રીમ કોર્ટનો આદેશ - 2 જૂને હાજર થવું પડશે

    સુપ્રીમ કોર્ટે આજે દિલ્હી શરાબ કૌભાંડમાં અરવિંદ કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાની રાહત આપી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની 21 માર્ચે દારૂ નીતિ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તે 1 એપ્રિલથી દિલ્હીની તિહાર જેલમાં બંધ છે.

  • 10 May 2024 01:10 PM (IST)

    અમરેલીના સાંસદનો બળાપો, સંનિષ્ઠ કાર્યકર્તાના ભોગે પાર્ટી મોટી ના કરો, કાર્યકર્તાની નારાજગીને લીધે ઓછુ મતદાન

    અમરેલી સાંસદ નારણ કાછડિયાએ ભાજપ સામે બળાપો કાઢ્યો છે. સાવરકુંડલા ખાતે આયોજીત એક કાર્યક્રમમાં પક્ષના કાર્યકરોની લાગણીને વાચા આપવાનો પ્રયાસ કર્યો હતો. નારણ કાછડીયાએ કહ્યું કે, કોંગ્રેસમાંથી સવારે ભાજપમાં આવે, બપોરના સમયે ખેસ પહેરે અને બીજા દિવસે પ્રધાન પણ બની જાય છે. પાર્ટીને મોટી કરવામાં આવે તેની સામે કોઈને વાંધો ના હોય પરંતુ ભાજપના સંનિષ્ઠ કાર્યકર્તાના ભોગે પાર્ટી મોટી કરવી જોઈએ નહીં.

    નારણ કાછડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, 35 વર્ષથી બુંગણ પાથરતો કાર્યકર્તા હોય તેની સામે બહારથી આવેલા નેતાને ટિકિટ આપો અને સંનિષ્ઠ કાર્યકર્તા સામે બેઠેલો હોય છે. અમરેલીમાં દોઢ લાખ મત ઓછા પડ્યા છે તેમાં કાર્યકર્તાઓની નારાજગી જવાબદાર છે. ભાજપમાં અનેક મજબૂત ચહેરા હતા, પરંતુ અહીં બોલી ન શકે તેવા ઉમેદવારને ટિકિટ આપીને કાર્યકર્તાઓ સાથે દ્રોહ કર્યો છે.

  • 10 May 2024 11:11 AM (IST)

    ઈફકોના ચેરમેન પદે દિલીપ સંધાણી બિનહરિફ

    સહકારી નેતા દિલીપ સંધાણીની ઈફ્કોના ચેરમેન પદે બિનહરિફ વરણી થઈ છે. ગઈકાલે ઈફકોના ડિરેકટર પદની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપના જ બે ઉમેદવારો બિપિન પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે સ્પર્ધા થવા પામી હતી. આખરે જયેશ રાદડિયાનો બહુમતીએ વિજય થયો હતો. ત્યાર બાદ આજે ઈફકોના ચેરમેન પદ માટે યોજાયેલી ચૂંટણીમાં વર્તમાન ચેરમેન દિલીપ સંધાણીની બિનહરિફ વરણી થવા પામી છે.

  • 10 May 2024 11:03 AM (IST)

    અમદાવાદની સ્કુલોને બોંબ વિસ્ફોટથી ઉડાવી દેવાનો ઈમેઈલ પાકિસ્તાનથી આવ્યો હતો, ISI પણ સામેલ

    અમદાવાદની શાળામાં ધમકીભર્યા ઇમેઇલનો મામલે મોટો ખુલાસો થવા પામ્યો. અમદાવાદની અનેક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઇમેઇલ મળ્યો હતો. આ ઈમેઈલને ગંભીરતાથી લઈને, ક્રાઇમ બ્રાન્ચ અને સાઇબર ક્રાઈમે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં એવો ખુલાસો થયો છે કે, ઇ મેઇલ મોકલવામાં પાકિસ્તાનનો હાથ હોવાનું સામે આવ્યું છે. અમદાવાદની શાળાઓને ધમકીભર્યો ઇમેઇલ tauheedl@mail.ru પરથી આવ્યો હોવાનું સામે આવ્યું. સમગ્ર કેસમાં ISI નો હાથ હોવાનું પણ પ્રાથમિક અનુમાન સેવવામાં આવી રહ્યું છે.

  • 10 May 2024 09:46 AM (IST)

    એક્સિસ બેંક સાથે 22.29 કરોડની છેતરપિંડી કરવા બદલ ફાયનાન્સ કંપનીના સાત ડિરેક્ટરો સામે નોંધાયો કેસ

    એક્સિસ બેંક સાથે રૂ. 22.29 કરોડની છેતરપિંડી કરવા બદલ, ફાઇનાન્સ કંપનીના સાત ડિરેક્ટરો સામે પોલીસ કેસ નોંધવામાં આવ્યો છે. મુંબઈ પોલીસના એક અધિકારીએ ગુરુવારે માહિતી આપતા જણાવ્યું કે,કોર્ટના નિર્દેશો પર કફપરેડ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી, ગુનાહિત વિશ્વાસભંગનો કેસ નોંધવામાં આવ્યો છે.

    FIR મુજબ, “બેટર વેલ્યુ લીઝિંગ અને ફાઇનાન્સ લિમિટેડ કંપનીના ડિરેક્ટરોએ માર્ચ 2016 થી માર્ચ 2020 વચ્ચે એકબીજા સાથે ષડયંત્ર રચ્યું હતું અને એક્સિસ બેન્ક પાસેથી લીધેલી લોનની ચુકવણી કરી નહોતી. કંપનીએ 2005 થી એક્સિસ બેંક સાથે વ્યવહાર કર્યો હતો અને સમયાંતરે લોન લેવામાં આવી હતી.

  • 10 May 2024 09:38 AM (IST)

    ભારતની મોટી રાજદ્વારી જીત, ઈઝરાયેલના જપ્ત કરાયેલા જહાજમાંથી પાંચ ભારતીય ખલાસીઓને ઈરાને કર્યા મુક્ત

    ઈરાને ગત 13 એપ્રિલના રોજ ઈઝરાયેલનું એક માલવાહક જહાજ જપ્ત કર્યું હતું. તે જહાજના ક્રૂમાં 17 ભારતીય નાગરિકોનો સમાવેશ થતો હતો. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ નૌકાદળે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નજીક ઈઝરાયેલની માલિકીના જહાજ MSAC Ariesને જપ્ત કર્યું છે. ઈરાને પહેલા એક મહિલા ક્રુને મુક્ત કરી હતી. ત્યાર બાદ, ગઈ મોડી રાત્રે પાંચ ભારતીય ક્રુને મુક્ત કર્યાં છે.

  • 10 May 2024 09:11 AM (IST)

    ahmedabad-surat news : આંગડિયા પેઢીમાંથી 15 કરોડનું ભારતીય-વિદેશી ચલણ, સોનુ મળ્યું

    આંગડિયા પેઢીઓ પર CID ક્રાઇમની ટિમોએ મોડી રાત સુધી તપાસ કરી હતી. અમદાવાદ અને સુરતમાં 11 પેઢીઓમાં  તપાસ કરવામાં આવી હતી. તપાસમાં સીઆઈડી ક્રાઈમની ટીમને, ભારતીય અને વિદેશી ચલણી નાણા ઉપરાંત સોનુ મળી આવ્યું છે. જેનુ કુલ મૂલ્ય 15 કરોડ જેટલુ થાય છે.  સીઆઈડી ક્રાઈમે શંકાસ્પદ વ્યવહારો અને ખાતેદારો અંગે તપાસ હાથ ધરી છે. મોટા પાયે રોકડ રકમ મળતા CID ક્રાઇમ દ્વારા ઇન્કમ ટેક્સ વિભાગને જાણ કરાઈ છે.

  • 10 May 2024 08:22 AM (IST)

    vadodar news : વડોદરામાં વરરાજાએ કટારના ઘા મારી કરી હત્યા !

    વડોદરામાં કલાલી પાસે આવેલા ચાણક્ય વુડાના મકાનમાં વરરાજા અને તેના ભાઈએ એક વ્યક્તિની હત્યા કરી  નાખી. લગ્નમાં DJ બંધ કરાવવાની અદાવતે યુવક પર વરરાજા અને તેના ભાઈએ કટારથી હુમલો કર્યો હતો. વરરાજા પ્રકાશ ચૌહાણે એ પોતાની લગ્નની કટાર વડે મૃતક પવનના પેટના ભાગે ઉપરા છાપરી ઘા કર્યા હતા. 22 વર્ષીય પવન ઠાકોર પર કટાર વડે હુમલો કરી વરરાજા પ્રકાશ અને તેનો ભાઈ અજય ચૌહાણ ફરાર થઈ ગયા હતા. લોહીલુહાણ પવન ઠાકોરનું સયાજી હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ મોત નીપજ્યું છે. અટલાદરા પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

  • 10 May 2024 07:23 AM (IST)

    આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, શુભ મુહૂર્તમાં ખુલ્યા કેદારનાથ ધામના દરવાજા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

    કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા ખોલવાની સાથે ચારધામ યાત્રા શરૂ થઈ છે. આજે સંપૂર્ણ ધાર્મિક વિધિ મુજબ કેદારનાથ ધામના દરવાજા સવારે સાત વાગ્યે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા હતા.

Published On - May 10,2024 7:22 AM

Follow Us:
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
કોડિનારના નવાગામમાં બે દિવસથી ખેતરમાં સિંહણે ધામા નાખતા ફફડાટ
કોડિનારના નવાગામમાં બે દિવસથી ખેતરમાં સિંહણે ધામા નાખતા ફફડાટ
કાળઝાળ ગરમીને લઈ આરોગ્ય તંત્ર એલર્ટ, ઇડર અને હિંમતનગર સિવિલ સજ્જ
કાળઝાળ ગરમીને લઈ આરોગ્ય તંત્ર એલર્ટ, ઇડર અને હિંમતનગર સિવિલ સજ્જ
g clip-path="url(#clip0_868_265)">