10 ઓગષ્ટના મહત્વના સમાચાર : સમગ્ર ગુજરાતમાં આજે ભારે પવન સાથે વરસી શકે છે ભારે વરસાદ, અંબાલાલે પણ કહ્યું 15 ઓગસ્ટ બાદ વધી શકે છે વરસાદનું જોર
Gujarat Live Updates : આજે 10 ઓગષ્ટના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
પેરિસ ઓલિમ્પિકમાં ભારતના નામે વધુ એક મેડલ થયો છે. 57 કિલો ફ્રીસ્ટાઇલ રેસલિંગમાં અમન સેહરાવતે બ્રોન્ઝ મેડલ જિત્યો છે. વડાપ્રધાન મોદી આજે વાયનાડની મુલાકાતે જશે. ભૂસ્ખલનની ઘટનાના અસરગ્રસ્તો સાથે મુલાકાત કરશે.અસરગ્રસ્તો માટે રાહત પેકેજ જાહેર કરી શકે છે. રાજકોટથી ભાજપની તિરંગાયાત્રાનો પ્રારંભ થશે. મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા યાત્રાને લીલીઝંડી આપશે. મહેસાણાનો વધુ એક બ્રિજ જર્જરિત થયો છે. કડીથી દેત્રોજ રોડ પર નર્મદા કેનાલ પરનો બ્રિજ જર્જરિત થતાં ડાયવર્ઝન અપાયું છે. સુરતની લાજપોર જેલમાં કેદીના મોત કેસમાં પરિવારનો મોટો આરોપ છે કે પોલીસકર્મીઓના મારથી મોત થયુ છે. પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે.
LIVE NEWS & UPDATES
-
અરવલ્લીઃ બાયડમાં ખાબક્યો ધોધમાર વરસાદ
રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. બનાસકાંઠા અરવલ્લીમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. અરવલ્લીના બાયડ, ખેડા હાઈવે પર પાણી ભરાતા હાલાકીના દૃશ્યો સામે આવ્યા છે. ધોધમાર વરસાદને પગલે અનેક જગ્યાએ પાણી ભરાવાની ફરિયાદો ઉઠી છે.
-
વડોદરા: ખોડીયાર નગર વિસ્તારમાં વરસાદી પાણીથી રસ્તો બેસી ગયો
વડોદરામાં વરસાદી આફત વચ્ચે રસ્તા બેસવાની ઘટનાઓનો સિલસિલો યથાવત છે…જુઓ આપની ટીવી સ્ક્રિન પરના દ્રશ્યો..શહેરના ખોડિયાર નગર વિસ્તારમાં વરસાદી પાણીથી રસ્તો બેસી ગયો હોવાનું સામે આવ્યુ છે. ખોડિયારનગર ચાર રસ્તા નજીક આવેલી વરસાદી કાંસ બેસી જતા વરસાદી પાણી બહાર આવવાની ભીતિ સેવાઈ છે. હાલ પાલિકાની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે.
-
-
અમદાવાદમાં MD ડ્રગ્સની લે-વેચ કરતી ટોળકીના 3 સાગરીત ઝડપાયા
અમદાવાદમાં ફરી એકવાર નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. એમડી ડ્રગ્સની લેવેચ કરતી ટોળકીના ત્રણ સાગરીતો સકંજામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચે 14 લાખ 33 હજાર રૂપિયાથી વધુનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે બાતમીના આધારે એલિસ બ્રિજ નીચેથી બે શખ્સોને ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા હતા. આ બન્ને શખ્સની પૂછપરછમાં ત્રીજા આરોપીનું નામ પણ ખૂલ્યું. ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચે વટવામાં મોહમ્મદ આરીફના ઘરે રેડ કરી હતી અને તેને પકડી પાડ્યો હતો. તેની પાસેથી પણ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જમાલપુર, જુહાપુરા સહિતના પૂર્વ અમદાવાદમાં કરતા હતા ડ્રગ્સનું વેચાણ કરતા હોવાની આરોપીઓની કબૂલાત
-
ડભોઈમાં ચારેબાજુ ફેલાયુ ગંદકીનું સામ્રાજ્ય
વડોદરાના ડભોઇમાં પાલિકાના પાપે નાગરિકોને હેરાન થવાનો વારો આવ્યો છે. અહીં રસ્તો ઓછો અને ગંદકી વધુ જોવા મળી રહી છે. મોડલ ફાર્મથી પસાર થઇ રહેલા રસ્તા પર જ્યાં જુઓ ત્યાં ગંદકી રૂપી નર્કાગારની સ્થિતિ સર્જાઇ છે. અહીં પસાર થનારા લોકોને રીતસર મોઢા પર રૂમાલ બાંધવાનો વારો આવે છે. દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે પાલિકાને અનેક રજૂઆત છતાં ગંદકી દૂર કરવા કોઇ જ કાર્યવાહી નથી કરવામાં આવી. મહત્વપૂર્ણ છે કે પાલિકા શહેરભરનો કચરો આ વિસ્તારમાં ઠાલવે છે, જેના પગલે ગંદકીએ માઝા મુકી છે. રહીશોની માગ છે કે તંત્ર વહેલીતકે આ ગંદકીને દૂર કરે.
-
સુરતમાં મહિધરપુરા પોલીસે વેપારીઓને લેભાગુથી સાવચેત રહેવા આપી સૂચના
એક તરફ સુરતના હીરા ઉદ્યોગોમાં મંદીનો માહોલ છે. તો, બીજી તરફ હીરા બજારમાં છેતરપીંડિ અને ઉઠામણાં થવાની ફરિયાદ વધી છે. તેવામાં મહિધરપુરા પોલીસે એક ઝુંબેશ હાથ ધરી અને હીરા બજારમાં જઇને માઇક વડે વેપારીઓને સાવચેત રહેવા સૂચના આપી. ઉપરાંત, વિસ્તારમાં લાગેલા સ્પીકર મારફતે પણ સૂચના આપી. મહત્વનું છે, સુરતમાં હીરા બજારમાં બહારથી આવતા વેપારીઓ ટૂંકા ગાળામાં વધુ ખરીદી કરતા વેપારીઓ મોટી રકમની લાલચ આપી ખરીદી કરતા લોકોથી સાવચેત રહેવા પણ સૂચના અપાઇ.
-
-
અમદાવાદમાં સાબરમતી બાદ હવે ખારીકટ કેનાલની અવદશા સર્જાઇ
અમદાવાદમાં STP પ્લાન્ટમાંથી ટ્રીટ કર્યા વિના જ ખારીકટ કેનાલમાં ગંદુ પાણી છોડાયુ છે. કેમિકલયુક્ત પાણીને કારણે નદી ગંદા પાણીથી વહેતી જોવા મળી. કેનાલમાં રાખવામાં આવેલા ડિસ્ચાર્જ પોઈન્ટના વરવા દૃશ્યો સામે આવ્યા છે. આસપાસના વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ છે. સ્થળ પર કેમેરા જોતા જ પાણી છોડવાનું બંધ કરાયુ હતુ.
સાબરમતી બાદ હવે ખારીકટ કેનાલની અવદશા સર્જાઇ છે.. જે અમદાવાદ મનપા તંત્રની ઘોર બેદરકારી દર્શાવે છે. ખારીકટ કેનાલમાં ઠલવાતા ગંદા પાણીના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે, સવાલ ઉઠે છે કે હવે મહાનગરપાલિકા આ મામલે શું કાર્યવાહી કરશે ?
-
તાપી જિલ્લામાં પડ્યો ધોધમાર વરસાદ, અનેક વિસ્તારો થયા પાણી પાણી
તાપી જિલ્લામાં વિરામ બાદ ફરી મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરતા ધોધમાર વરસાદ ખાબક્યો છે. વ્યારાના સ્ટેશન રોડ, બસ ડેપો સહિતના વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. વ્યારા, વાલોડ, ડોલવણ સહિતના તાલુકામાં વરસાદ વરસ્યો છે.
-
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળ સપાટી 132.60 મીટરે પહોંચી
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળ સપાટી ખૂબ ઝડપથી વધી રહી છે. હાલ જળાશયની સપાટી 132.60 મીટર પહોંચી ગઈ છે, જળાશયનો કુલ સંગ્રહ 80 ટકા જે ચેતવણી સ્તર છે ત્યાં સુધી પહોંચી ગયો છે. સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં લઇ તંત્ર દ્વારા સવારે 9:15 કલાકે ડેમમાંથી 42,943 ક્યુસેક પાણીનો જથ્થો રિવર બેડ પાવર હાઉસ દ્વારા નદીમાં છોડવામાં આવી રહ્યો છે.
-
બનાસકાંઠામાં મેઘરાજાનું ધમાકેદાર આગમન
હવામાન વિભાગની આગાહી અનુસાર બનાસકાંઠાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને મેઘરાજાનું આગમન થયુ છે. ભાભર, લાખણી, દિયોદરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
-
કોંગ્રેસની ન્યાય યાત્રા પર હર્ષ સંઘવીના પ્રહાર
કોંગ્રેસની ન્યાય યાત્રા પર ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રહાર કર્યા, હર્ષ સંઘવીએ તક્ષશીલા અગ્નિકાંડના પીડિતોને યાદ કર્યા અને જણાવ્યુ કે બધા જ ઈચ્છે છે કે પીડિતોને ન્યાય મળેય આ બાબતે રાજનીતિ ન થવી જોઈએ. વધુમાં સંઘવીએ જણાવ્યુ કે કોંગ્રેસના પેટમાં શું પાપ છે તે હું ન કહી શકુ. આ ક્યારેય રાજનિતનો વિષય ન હોઈ શકે.
-
આણંદથી અમેરિકાના હવાલા કૌભાંડનો પર્દાફાશ, સિનિયર સિટીઝનને ધમકાવી પડાવતા પૈસા
આણંદથી અમેરિકાના હવાલા કૌભાંડનો પર્દાફાશ થયો છે. અમેરિકાના નાગરિકો પાસે પૈસા પડાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. જેમા ડાર્ક વેબથી સિનીયર સિટીઝનોને ધમકાવી ડોલર પડાવતા હતા. કૌભાંડમાં 9 લોકોની ટોળકી વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. 9 પૈકી 2ની ધરપકડ કરાઈ છે. પપ્પુ રબારી અને વિશાલ ભરવાડ નામના શખ્સની ધરપકડ કરાઈ છે. પામોલનો કુખ્યાત શખ્સ પણ મુખ્ય સૂત્રધાર હોવાની શંકા છે. મિહીર નામનો શખ્સ પણ મુખ્ય સૂત્રધાર હોવાની આશંકા છે. બાકરોલ-વલાસણના 2 લોકો પાસે પણ કરોડ રૂપિયા પડાવ્યા હોવાનો ખૂલાસો થયો છે. યુવાનોને કમિશન આપીને પૈસાની લેવડ-દેવડ કરાવતા હતા. આણંદ અને અમદાવાદના આંગડિયાનો ઉપયોગ પણ કરતા હતા. કરોડોના કાળા નાણાંની હેરાફેરીનો પર્દાફાશ થઇ શકે છે.
-
જુનાગઢ: સાસણગીરમાં વિશ્વ સિંહ દિવસની કરાઈ ઉજવણી, સીએમ રહ્યા ઉપસ્થિત
જુનાગઢ: વિશ્વ સિંહ દિવસની સાસણગીરમાં ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે સીએમને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરાયા. આ ઉજવણીમાં સિંહના માસ્ક પહેરી વિદ્યાર્થીઓએ રેલી યોજી હતી. સિંહના વિશેષ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો.
-
સુરત: શક્તિ મલ્ટીપર્પઝ સોસાયટીની સ્કીમમાં રોકાણકારોના રૂપિયા ફસાયા
સુરત: શક્તિ મલ્ટીપર્પઝ સોસાયટીની સ્કીમમાં રોકાણકારોના રૂપિયા ફસાયા છે. 23 રોકાણકારોના 69.56 લાખ રૂપિયા ફસાયા છે. સોસાયટીના 18 ડિરેક્ટર અને 7 એજન્ટ સામે ગુનો નોંધાયો છે. મહારાષ્ટ્રના મુંબઈ ખાતે રજીસ્ટર્ડ સોસાયટીએ આકર્ષક વળતરનો પ્લાન રજૂ કર્યો હતો. સાડા ત્રણ વર્ષ તપાસ કર્યા બાદ CID ક્રાઇમે ગુનો નોંધ્યો છે. CID ક્રાઇમે એક મહિલા સહીત 7 લોકોની ધરપકડ કરી છે.
-
જૂનાગઢ: વિશ્વ સિંહ દિવસ નિમિતે સાસણગીરમાં કાર્યક્રમ
જૂનાગઢ: વિશ્વ સિંહ દિવસ નિમિતે સાસણગીરમાં કાર્યક્રમ યોજાયો. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. સિંહના વિશેષ પ્રદર્શન કાર્યક્રમમાં હાજરી આપી. ભૂપેન્દ્ર પટેલને ગાર્ડ ઓફ ઓનરની અપાયું. સિંહના માસ્ક પહેરીને વિદ્યાર્થીઓએ રેલી યોજી. રેલીને મુખ્યપ્રધાને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતુ.
-
કેરળ: PM મોદી વાયનાડની મુલાકાતે પહોંચ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેરળના વાયનાડની મુલાકાતે પહોંચ્યા છે. અહીં, PM મોદીએ ભૂસ્ખલનથી અસરગ્રસ્ત વિસ્તારોનું એરિયલ સર્વે કર્યું. PM મોદીએ કન્નુરથી હેલિકોપ્ટર દ્વારા વાયનાડનું હવાઈ નિરીક્ષણ કર્યું. આ પછી, વડાપ્રધાન મોદી ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોમાં જશે અને બચાવ ટુકડીઓ પાસેથી બચાવ કામગીરી વિશે માહિતી મેળવશે. ઉપરાંત, રાહત શિબિરો અને હોસ્પિટલોની પણ મુલાકાત લેશે. જ્યાં ભૂસ્ખલનના પીડિતો અને બચી ગયેલા લોકોને રાખવામાં આવ્યા છે.. મહત્વનું છે, ભૂસ્ખલન અને ભારે પૂરના કારણે અનેક ગામોમાં તારાજી સર્જાઇ છે. જેમાં 400થી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે.
-
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર વધે તેવી શક્યતા છે. 15 ઓગસ્ટ બાદ બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે. મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં પણ વરસાદ થવાની શક્યતા છે. અરબ સાગરની સિસ્ટમ પણ વરસાદ લાવે તેવી સંભાવના છે. 24 ઓગસ્ટ સુધી કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની સંભાવના છે. મધ્ય ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા છે. 7 સપ્ટેમ્બર સુધી વરસાદનું જોર રહે તેવી સંભાવના છે. નર્મદા, સાબરમતી સહિતની નદીઓમાં જળસ્તર વધવાની શક્યતા છે. શિયાળામાં માવઠુ થાય તેવી શક્યતા છે.
-
ફરી એકવાર ખોલાવામાં આવ્યા તાપીના ઉકાઈ ડેમના દરવાજા
ફરી એકવાર તાપીના ઉકાઈ ડેમના દરવાજા ખોલાવામાં આવ્યા છે. ડેમની સપાટી રૂલ લેવલ નજીક પહોંચતા ઉકાઈ ડેમના દરવાજા ખોલાયા છે. ઉકાઈ ડેમના 22 પૈકી 4 દરવાજા ચાર ફૂટ ખોલાયા છે. ડેમના દરવાજા ખોલાતા તાપી નદીના જળસ્તરમાં વધારો થયો છે. તાપી નદીમાં 45 હજાર 938 ક્યૂસેક પાણી છોડાયું છે. ઉપરવાસમાંથી ઉકાઈ ડેમમાં 60 હજાર 358 ક્યૂસેક પાણીની આવક થઇ છે. નદીના કિનારે વસતા ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરાયા છે.
-
ભાવનગરમાં વિરામ બાદ મહુવા શહેરમાં ફરી વરસાદ
ભાવનગર: વિરામ બાદ મહુવા શહેરમાં ફરી વરસાદ વરસ્યો છે. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘ મહેર થઇ છે. અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. 5 દિવસના વિરામ બાદ ફરી ઝરમર વરસાદ વરસ્યો છે. ખેતીલાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
-
અરવલ્લી: મોડાસાના ચોપડા સીતપુરમાં દીપડાની દહેશત
અરવલ્લી: મોડાસાના ચોપડા સીતપુરમાં દીપડાની દહેશત જોવા મળી રહી છે. બે દિવસથી દીપડાના આંટાફેરાથી લોકોમાં ફફડાટ છે. સીતપુર અને ચોપડા પંથકમાં દીપડાએ પશુનો શિકાર કર્યાની પણ ચર્ચા છે. સ્થાનિકોએ દીપડાને પાંજરે પુરવાની માગ કરી છે. વાહન ચાલકે દીપડાના આંટાફેરાનો વીડિયો કેદ કર્યો છે.
-
સુરત: હીરા વેપારીઓ સાથે ઠગાઇ કરનાર સામે પોલીસની લાલઆંખ
સુરત: હીરા વેપારીઓ સાથે ઠગાઇ કરનાર સામે પોલીસે લાલ આંખ કરી છે. પોલીસે પહેલી વાર વેપારીઓ સામે ગાળિયો કસ્યો છે. હીરા બજારમાં ચીટિંગ કરનારને હીરા બજારમાં તપાસ માટે લઈ જવાયો છે. મહિધરપુરા પોલીસે હીરા બજારમાં આરોપીઓને સાથે રાખી તપાસ કરી છે. વેપારીઓનું ભર બજારમાં સરઘસ કાઢવામાં આવ્યું. હીરા બજારમાં ઠગ બાજો ઉઠમણાં કરતા હોય છે. ઠગબાજોને પાઠ ભણાવા પોલીસે નવી તરકીબ અપનાવી છે. 4 આરોપીઓએ ઠગાઇ કરતા પોલીસે સરઘસ કાઢ્યું છે.
-
નર્મદા ડેમની સપાટી 132.46 મીટર પર પહોંચી
ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે. નર્મદા ડેમની સપાટી 132.46 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમ મહત્તમ સપાટીથી માત્ર 6 મીટર દૂર છે. 24 કલાકમાં 1.32 મીટર ડેમની જળસપાટી વધી છે. ઉપરવાસમાંથી 2.92 લાખ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. નર્મદા ડેમમાં 3,823 MCM લાઈવ સ્ટોરેજ પાણી છે. આગામી એક-બે દિવસમાં નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઇ જાય તેવી શક્યતા છે.
-
વલસાડના વાપી-સિલ્વાસા રોડ પર ગમખ્વાર અકસ્માત
વલસાડના વાપી-સિલ્વાસા રોડ પર ગમખ્વાર અકસ્માત થયો છે. ખરાબ રસ્તાના કારણે ટ્રકે સ્કૂટીને અડફેટે લીધી હતી. અકસ્માતમાં 19 વર્ષીય યુવતીનું મોત થયુ છે. સમગ્ર ઘટનાના દર્દનાક CCTV સામે આવ્યા છે.
-
અમરેલીના ધારીમાં ગોપાલગ્રામમાં જૂનુ મકાન ધરાશાયી
અમરેલીના ધારીમાં ગોપાલગ્રામમાં જૂનુ મકાન ધરાશાયી થયુ છે. જૂનુ મકાન ધરાશાયી થતા વૃદ્ધ કાટમાળ નીચે ફસાયા છે. સ્થાનિકો અને ગ્રામજનોએ વૃદ્ધ ધીરૂ જેઠવાનું રેસ્ક્યૂ કર્યુ. રેસ્ક્યૂ બાદ હોસ્પિટલ ખસેડતા રસ્તામાં વૃદ્ધનુ મોત થયુ છે.
-
રેસલર અમન સેહરાવતે બ્રોન્ઝ મેડલ જીત્યો
પેરિસ ઓલિમ્પિકથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતના ખાતામાં વધુ એક મેડલ આવ્યો છે. રેસલર અમન સેહરાવતે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. 57 કિગ્રા ફ્રી સ્ટાઇલમાં કુસ્તીમાં જીત મેળવી છે. પ્યુર્ટો રિકોના રેસલરને 13-5થી પછડાટ આપી છે. વડાપ્રધાન મોદીએ અમન સેહરાવતને અભિનંદન આપ્યા છે.
Published On - Aug 10,2024 7:22 AM