9 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : મોન્સુન ટ્રફના કારણે ગુજરાતમાં વરસાદની આગાહી, ત્રણ દિવસ રહેશે વરસાદી માહોલ

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2024 | 10:14 PM

આજે 9 સપ્ટેમ્બરને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો

9 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : મોન્સુન ટ્રફના કારણે ગુજરાતમાં વરસાદની આગાહી, ત્રણ દિવસ રહેશે વરસાદી માહોલ

સુરતમાં લાલગેટ વિસ્તારમાં બબાલ થઇ છે. ગણપતિ પંડાલ પર પથ્થરમારો થતાં લોકો વિફર્યા છે. હજારો લોકોએ સૈયદપુરા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. સુરતના ઘટના બાદ સરકાર એક્શનમાં છે. ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ પોલીસને આદેશ આપી અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. બનાસકાંઠાના નળાસરમાં બે આદિવાસી શ્રમિકના મોત બાદ બબાલ થઇ છે. ડેરીના માલિકે માર માર્યાનો આક્ષેપ છે. કરંટ લાગવાથી મોત થયાનું પોલીસનું અનુમાન છે. નડિયાદના બિલોદરા ગામે નદીમાં 2 યુવક ડૂબ્યા છે. ગણપતિ વિસર્જન કરતી વખતે પગ લપસ્યો હતો. ફાયર વિભાગની ટીમો દ્વારા શોધખોળ હાથ ધરાઇ છે. અમરેલીમાં ધર્મના નામે ધતિંગ કરતી મહિલા ભૂવાની પોલ ખુલી છે. શિવલિંગ પ્રગટ થયાની ઘટના બોગસ નીકળી. તો ગાંધીનગરમાં સાધુ બનીને લોકોને લૂંટતો આરોપી ઝડપાયો છે.  ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. હજુ 5 દિવસ વરસાદની આગાહી છે. સાબરકાંઠા, અરવલ્લી અને દાહોદને ધમરોળશે મેઘરાજા.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 09 Sep 2024 08:23 PM (IST)

    અરવલ્લીઃ વાત્રકના ધસમસતા પ્રવાહમાં એક શખ્સ તણાયો

    અરવલ્લીઃ વાત્રકના ધસમસતા પ્રવાહમાં એક શખ્સ તણાયો. બાયડના આલાણા નજીક વાત્રક નદીના કોઝવે પરની ઘટના. નશામાં ધૂત શખ્સ કોઝવે પરથી પસાર થતા તણાયો. મોડાસા ફાયર અને NDRFની ટીમે શખ્સનું રેસ્ક્યુ કરી બચાવ્યો. પાણીના પ્રવાહમાંથી શખ્સનું રેસ્ક્યુ કરી બચાવી લીધો.

  • 09 Sep 2024 07:22 PM (IST)

    અમરેલીમાં રાયડી ડેમ 100% ભરાઈ જતા ઓવરફ્લો

    અમરેલીમાં વધુ એક જળાશય 100% ભરાઈ જતા ઓવરફ્લો થયુ છે. ખાંભાના મોટા બારમણ નજીક આવેલો રાયડી ડેમ ઓવરફ્લો થયો છે. તંત્રએ ડેમનો 1 દરવાજો ખોલી પાણી છોડવાનુ શરૂ કર્યું છે. પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. ખાંભા, રાજુલા, જાફરાબાદના 5 ગામોને સાવચેત કરાયા છે. મોટા બારમણ, નાના બારમણ, ચોત્રા, નાગેશ્રી, મીઠાપુરને એલર્ટ કરાયા છે. ગ્રામ્ય વિસ્તારની નદીઓમાં નવા નીરની આવક થઈ છે.

  • 09 Sep 2024 07:20 PM (IST)

    અમદાવાદ: ત્રણ દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી

    અમદાવાદ: ત્રણ દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી છે.  મોન્સુન ટ્રફના કારણે ગુજરાતમાં વરસાદની આગાહી છે. મંગળવારે કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. દાહોદ, અરવલ્લી, મહીસાગરમાં વરસાદનું યલો એલર્ટ છે. પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદામાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે. 11 સપ્ટેમ્બરે પણ કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.

  • 09 Sep 2024 07:19 PM (IST)

    અમદાવાદમાં વધુ એક લાંચિયો સરકારી અધિકારી ACBના સકંજામાં

    અમદાવાદમાં વધુ એક લાંચિયો સરકારી અધિકારી ACBના સકંજામાં આવ્યો છે. ESICનો આસિસ્ટન્ટ ડાયરેક્ટર લાંચ લેતા ઝડપાતા ચકચાર મચી છે. આસિ. ડાયરેક્ટર કમલકાંત મીણા 3 લાખની લાંચ લેતા ઝડપાયો, વેપારીને કર્મચારીઓના વીમાની કપાત પેટે 46 લાખ ભરવા અપાઇ નોટિસ હતી. વેપારીને રકમ ભરવાની ન થતી હોવાથી આરોપી અધિકારીને રજૂઆત કરી હતી. આરોપી કમલકાંત મીણાએ મામલો પતાવવા  4 લાખની લાંચ માગી હતી. વેપારીને નોટિસની રકમ 46 લાખમાંથી ઘટાડી 2 લાખ કરવાની ખાતરી આપી હતી. ACBની ટીમે ESIC કચેરીમાં ટ્રેપ ગોઠવી અધિકારીને લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો

  • 09 Sep 2024 07:16 PM (IST)

    સુરતમાં ગણેશ પંડાલમાં પથ્થરમારા બાદ શાંતિના પ્રયાસો તેજ બન્યા

    સુરતમાં ગણેશ પંડાલમાં પથ્થરમારાની ઘટના બાદ હવે શાંતિના પ્રયાસો તેજ બન્યા છે. શહેરમાં શાંતિ અને કોમી એખલાસ જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનરની કચેરી ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પોલીસે બન્ને સમાજના આગેવાનોને શાંતિ જાળવી રાખવા અપીલ કરી. શાંતિ પ્રયાસો માટે માર્ગદર્શન આપ્યું

  • 09 Sep 2024 07:15 PM (IST)

    વલસાડઃ વાપીની PF કચેરીમાં ACB આસિ. કમિશનરને 5 લાખની લાંચ લેતા ઝડપ્યા

    વલસાડઃ વાપીની PF કચેરીમાં ACB એ સપાટો બોલાવતા આસિ. કમિશનર અને એન્ફોર્સમેન્ટ અધિકારીને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા. રૂપિયા 5 લાખની લાંચ લેતા બંને રંગે હાથ ઝડપાયા છે. હર્ષદ પરમાર અને સુપ્રભાત રંજન લાંચ લેતા ઝડપાયા છે. કર્મચારીઓના પીએફના કેસની પતાવટ માટે લાંચ માગી હતી.

  • 09 Sep 2024 07:13 PM (IST)

    બુલેટ ટ્રેન પ્રોજેક્ટથી વિશ્વામિત્રીના વહેણને કોઈ અસર થઈ નથી- વડોદરા મનપા

    વડોદરામાં વિશ્વામિત્રીના પૂરે સર્જેલી તારાજી બાદ પૂરની પરિસ્થિતિ માટે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગતની કામગીરી પણ જવાબદાર હોવાની બૂમો પડી હતી. આવી ફરિયાદો વચ્ચે વડોદરા મનપા અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ વચ્ચે બેઠક મળી. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે બાંધવામાં આવેલા પિલરો વિશ્વામિત્રી નદીનું વહેણ રોકતા હોવાની ફરિયાદ ઉઠી હતી. બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી. બેઠક બાદ મનપાની સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષે બુલેટ પ્રોજેક્ટને ક્લિનચીટ આપતા કહ્યું કે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સુવ્યવસ્થિત છે અને તેના બાંધકામના કારણે  વિશ્વામિત્રી નદીના વહેણમાં કોઈ અસર નથી થઈ

  • 09 Sep 2024 04:03 PM (IST)

    સુરતમાં પથ્થરમારાની ઘટના અંગે DGPની અધ્યક્ષતામાં મળી ઉચ્ચસ્તરીય બેઠક

    સુરતમાં પથ્થરામારાની ઘટના બાદ પોલીસ એલર્ટ મોડ પર છે. ગાંધીનગરમાં DGP વિકાસ સહાયની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. તમામ જિલાલાના પોલીસ કમિશનર SP સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક યોજી. બેઠક બાદ DGP વિકાસ સહાયે જણાવ્યુ કે ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કોઈ કાળે સાંખી નહીં લેવાય. અશાંતિ ફેલાવનારા તોફાની તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરાશે. અગાઉ પણ આ પ્રકારે પથ્થરમારાની ઘટનાઓ બની છે. આવી ઘટનાઓમાં પોલીસ અસરકારક રીતે કામ કરી રહી છે.

  • 09 Sep 2024 03:32 PM (IST)

    સુરતમાં પથ્થરમારાની ઘટના અંગે હર્ષ સંઘવીએ કહ્યુ પથ્થરમારો કરનાર કોઈને પણ છોડવામાં નહીં આવે

    સુરતમાં પથ્થરમારાની ઘટના અંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ “પથ્થરમારો કરનાર કોઈને પણ છોડવામાં નહીં આવે, “ડ્રોન, સીસીટીવી અને વીડિયોના આધારે આરોપીઓની ધરપકડ કરાઈ રહી છે. પથ્થર મારનાર મોટાભાગના અસમાજિક તત્વોની ધરપકડ કરી લેવાઈ છે. સુરત પોલીસને કડક પગલા લેવાની સૂચના આપી દેવાઈ છે.”

  • 09 Sep 2024 03:29 PM (IST)

    અમિત શાહે મુંબઈના પ્રસિદ્ધ લાલ બાગ ચા રાજાના કર્યા દર્શન

    ગૃહપ્રધાન અમિત શાહ બે દિવસથી મુંબઈની મુલાકાતે છે. ત્યારે આજે તેઓ મુંબઈના પ્રસિદ્ધ લાલબાગના રાજાના દર્શને પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે લાલાબાગના રાજાના દર્શને અનેક રાજાનેતાઓ અને પ્રસિદ્ધ હસ્તીઓ ઉમટતી જ રહે છે. પરંતુ, અમિત શાહની આ મુલાકાત ચર્ચામાં છે. અને તેનું કારણ છે શિવસેના જૂથના નેતા સંજય રાઉતનું વિવાદી નિવેદન. અમિત શાહની આ મુલાકાત પહેલાં સંજય રાઉતે વિવાદાસ્પદ નિવેદન કર્યુ હતું કે અમિત શાહ લાલબાગના રાજાને ક્યાંક ગુજરાત ન લઈ જાય ? સંજય રાઉતે આક્ષેપ કરતાં કહ્યું હતું કે અમિત શાહે હંમેશા જ મહારાષ્ટ્રને કમજોર કરવાનું કામ કર્યું છે. શાહ અને મોદી મુંબઈના ઉદ્યોગ પડાવી ગુજરાત લઈ ગયા. લોકોને ડર છે કે લાલબાગચા રાજાનો ઉત્સવ પણ ક્યાંક ગુજરાત ન લઈ જવાય ?

  • 09 Sep 2024 03:27 PM (IST)

    સુરતમાં ગણેશ પંડાલમાં પથ્થરમારાની ઘટનાથી વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાઓમાં આક્રોષ

    સુરતમાં ગણેશ પંડાલમાં થયેલા પથ્થરમારાની ઘટનાથી વિશ્વ હિંદુ પરિષદમાં રોષનો માહોલ છે. સુરત વિશ્વ હિંદુ પરિષદના મહામંત્રી નિલેશ અકબરીએ જણાવ્યુ કે સુરતની ઘટનાએ જમ્મુકાશ્મીરના પથ્થરામારાની યાદ અપાવી દીધી છે. જમ્મુ કાશઅમીરમાં નાના બાળકો આર્મી પર પથ્થરમારો કરતા હતા. અહીં પણ નાના બાળકો દ્વારા ગણેશજીની પ્રતિમા પર પથ્થરમારો કરાવવામાં આવ્યો.  આવી ઘટનામાં બાળકોનો ઉપયોગ થવો એ અત્યંત ગંભીર બાબત કહી શકાય. આ પ્રકારની ઘટના ક્યારેય ચલાવી ન લેવાય. ગજવાએ હિંદ આતંકી સંગઠન પ્રકારની પ્રવૃતિ સામે આવી છે. સુરતમાં શાંતિભર્યા માહોલને ડહોળવાનો પ્રયાસ થયો છે.

  • 09 Sep 2024 03:05 PM (IST)

    સુરત : ગણેશ પંડાલમાં પથ્થરમારા પછી સરકાર એક્શનમાં

    સુરત : ગણેશ પંડાલમાં પથ્થરમારા પછી સરકાર એક્શનમાં છે. સૈયદપુરાની ગેરકાયદે મિલકતો પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર ચાલ્યુ છે. સૈયદપુરા પોલીસ ચોકીની આસપાસ થયેલા દબાણો દૂર કરાયા છે. લારી-ગલ્લા સહિતની દબાણ થયેલી મિલકતો ધ્વસ્ત થઇ છે. સુરત મનપાની ટીમે દબાણો પર બુલડોઝર ફેરવ્યું છે. લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્રની દબાણ હટાવ કામગીરી કરાઇ.

  • 09 Sep 2024 03:04 PM (IST)

    અમદાવાદ: ત્રણ દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી

    અમદાવાદ: ત્રણ દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.  મોન્સુન ટ્રફના કારણે ગુજરાતમાં વરસાદની આગાહી છે. મંગળવારે કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. દાહોદ, અરવલ્લી, મહીસાગરમાં વરસાદનું યલો એલર્ટ છે. પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદામાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે. 11 સપ્ટેમ્બરે પણ કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.

  • 09 Sep 2024 02:19 PM (IST)

    વડોદરાઃ ક્રોક્રિટ મિક્ષ્ચર ચલાવતા ડ્રાઈવરે લીધો નિર્દોષનો ભોગ

    વડોદરાઃ ક્રોક્રિટ મિક્ષ્ચર ચલાવતા ડ્રાઈવરે નિર્દોષનો ભોગ લીધો છે. પોતાની દિકરીને શાળાએ મુકવા જતી માતાનું મોત થયું છે. ગોત્રી નીલાંબર સર્કલ પાસે આ ઘટના બની છે. મિક્ષ્ચર ચાલકને લોકોએ પકડી પોલીસને સોંપ્યો છે. વાહનચાલક નશો કરેલી હાલતમાં હોવાનું સામે આવ્યું છે.

  • 09 Sep 2024 02:17 PM (IST)

    વડોદરા : મૂર્તિ ખંડિત કરનાર શખ્સની ધરપકડ કરવામાં આવી

    વડોદરા: ગણેશ ભક્તોની લાગણી દુભાવી મૂર્તિ ખંડિત કરનાર શખ્સની ધરપકડ કરવામાં આવી છે. રાજમહેલ રોડ, દાંડિયા બજારના 3 ગણેશ મંડળની પ્રતિમા ખંડિત કરાઈ હતી. રણછોડ યુવક મંડળ, પ્રગતિ યુવક મંડળની પ્રતિમાને નુકસાન પહોંચાડાયું હતું. ખાડિયા પોળ યુવક મંડળમાં પણ યુવકે પ્રતિમાને કરી હતી ખંડિત મૂર્તિ ખંડિત કરનાર શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. સીસીટીવી ફૂટેજના આધારે રાવપુરા પોલીસે આરોપી કૃણાલ ગોદડિયાને ઝડપ્યો છે. મૂર્તિ શા માટે ખંડિત કરી તે અંગે પૂછપરછ હાથ ધરાઈ છે.

  • 09 Sep 2024 02:06 PM (IST)

    વડોદરાના ગોત્રીમાં ગણેશ મંડળ દ્વારા રાયોટિંગની ઘટનામાં 8ની ધરપકડ

    વડોદરાના ગોત્રીમાં ગણેશ મંડળ દ્વારા રાયોટિંગ મામલામાં ગોત્રી પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી. ચિંતામણી કિંગ્સ ગ્રુપના યુવાનોએ મારામારી કરી હતી. DJમાં ઉશ્કેરીજનક ભાષણ આપી અર્ધનગ્ન થઈ મારામારી કરી હતી. મારામારીમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર જશોદા સોનેરાના પૌત્ર પણ સામેલ હોવાની માહિતી છે. તેજશ સોનેરા અને મિહિર સોનેરા પૂર્વ કોર્પોરેટર જશોદા સોનેરા પૌત્ર છે.

  • 09 Sep 2024 01:37 PM (IST)

    યુપીમાં ચૂંટણી ફરજ બજાવતા કર્મચારીઓને 1 મહિનાનો વધારાનો પગાર મળશે

    ઉત્તર પ્રદેશની યોગી સરકારે આદેશ જાહેર કર્યો છે કે ચૂંટણી ડ્યુટી કરતા કર્મચારીઓને એક મહિનાનો વધારાનો પગાર મળશે. આના પર 11 કરોડ 54 લાખ રૂપિયાનો ખર્ચ થશે અને 2217 રાજ્યના કર્મચારીઓને તેનો લાભ થશે ચૂંટણી ફરજ બજાવતા અધિકારીઓને એક મહિનાના મૂળ પગાર જેટલું વધારાનું માનદ વેતન મળશે. પ્રિન્સિપલ સેક્રેટરી ઇલેક્શન નવદીપ રિનવાએ આ આદેશ જારી કર્યો છે.

  • 09 Sep 2024 01:36 PM (IST)

    રાજસ્થાનના ફલોદીમાં સ્કૂલ બસ પલટી, 2 બાળકોના મોત અને 9 ઘાયલ

    રાજસ્થાનના ફલોદીમાં એક મોટો અકસ્માત થયો છે. અહીં સ્કૂલના બાળકોથી ભરેલી બસ પલટી ગઈ છે, જેમાં બે બાળકોના મોત થયા છે અને 9 બાળકો ઘાયલ થયા છે. આ અકસ્માત ફલોદી જિલ્લાના રાનીસર ગામમાં મોરિયા પડિયાલ રોડ પર થયો હતો. ઘાયલ બાળકોને ફલોદીની જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

  • 09 Sep 2024 12:47 PM (IST)

    સુરેન્દ્રનગર: વઢવાણની અણિન્દ્રા સ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસે મોબાઈલ મંગાવાયા

    સુરેન્દ્રનગર: વઢવાણની અણિન્દ્રા સ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસે મોબાઈલ મંગાવાયા છે. ભાજપના સદસ્યતા અભિયાનમાં જોડાવા ફોન મગાવ્યાનો આરોપ છે. આચાર્ય અને AAP આગેવાનની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે. જેમાં સદસ્યતા અભિયાનમાં વિદ્યાર્થીઓને સામેલ કરતા હોવાનો ઉલ્લેખ છે. ભાજપના આગેવાનો ખોટી વાહવાહી મેળવતા હોવાનો ઉલ્લેખ છે.

  • 09 Sep 2024 11:10 AM (IST)

    સુરતની ઘટના બાદ રાજ્યનું પોલીસ તંત્ર હરકતમાં

    સુરતની ઘટના બાદ રાજ્યનું પોલીસ તંત્ર હરકતમાં આવ્યુ છે. રાજ્યના પોલીસ વડા આજે તમામ જિલ્લાના SP, IG તથા પોલીસ અધિકારીઓ સાથે બેઠક મળી. તહેવારોમાં કોમી એખલાસ જળવાય તે માટે બેઠકમાં ચર્ચા થશે. અસામાજિક તત્વો સામે એક્શનને લઈ બેઠકમાં ચર્ચા થશે. તમામ જિલ્લામાં શાંતિ સમિતિ સાથે બેઠક થશે. આગામી સપ્તાહમાં PM પણ ગુજરાતની મુલાકાતે છે, ત્યારે  કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે બેઠક મળશે.

  • 09 Sep 2024 10:07 AM (IST)

    વડોદરામાં 3 ગણેશ મંડળની મૂર્તિઓને તોડી ખંડિત કરવામાં આવી

    વડોદરામાં અસામાજીક તત્વોએ ગણેશ ભક્તોની લાગણી દુભાવવાનો પ્રયાસ કર્યો છે. રાજમહેલ રોડ અને દાંડિયા બજાર વિસ્તારમાં 3 ગણેશ મંડળની મૂર્તિઓને તોડી ખંડિત કરવામાં આવી છે.  રણછોડ યુવક મંડળ, પ્રગતિ યુવક મંડળ અને ખાડિયા પોળ યુવક મંડલની મૂર્તિને ખંડિત કરવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો છે. ગણેશ મંડળના લોકોએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

  • 09 Sep 2024 09:16 AM (IST)

    વડોદરાઃ જયરત્ન બિલ્ડીંગ નજીક મોટો ભુવો

    વડોદરાઃ જયરત્ન બિલ્ડીંગ નજીક મોટો ભુવો પડ્યો છે. 10 ફૂટથી વધારે ઊંડો ભુવો પડ્યો છે. લાઈન પર ઊભેલી પીક અપ વાન ભૂવામાં ખાબકી છે. કોર્પોરેશનના વહીવટી તંત્ર સામે લોકોએ રોષ ઠાલવ્યો.

  • 09 Sep 2024 08:47 AM (IST)

    હર્ષ સંઘવીએ મોડીરાત્રે ગણેશ મંડપમાં કરી આરતી

    સુરત: સૈયદપુરામાં ગણપતિના મંડપ પર થયેલ કાકરીચાળા મામલે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી સમગ્ર મામલે એક્શનમાં છે. સુરત પોલીસે અત્યાર સુધી 25થી વધુ લોકોની અટકાયત કરી છે. હર્ષ સંઘવીએ સુરજ ઉગે તે પહેલા આરોપીને પકડી પાડવાના આદેશ આપ્યા હતા. મોડી રાત્રે હર્ષ સંઘવીએ ઘટના સ્થળની લીધી મુલાકાત હતી. ઘટના સ્થળ ઉપર હર્ષ સંઘવીએ અધિકારીઓ સાથે ઘટનાનો તાગ મેળવ્યો હતો. હર્ષ સંઘવીએ મોડીરાત્રે ગણેશ મંડપમાં આરતી કરી હતી.

  • 09 Sep 2024 07:55 AM (IST)

    બનાસકાંઠાઃ નડાસર નજીક બે આદિવાસી શ્રમિકના રહસ્યમયી મોત

    બનાસકાંઠાઃ નડાસર નજીક બે આદિવાસી શ્રમિકના રહસ્યમયી મોત થયા છે. છાપી વિસ્તારની રોયલ ડેરીમાં શ્રમિકો કામ કરતા હતા. ડેરીના માલિકે માર્યા હોવાના આક્ષેપ છે. માર મારતા મોત નીપજ્યું હોવાના આદિવાસી સમાજનો આક્ષેપ છે. પાંચમાંથી બે શ્રમિકોના મોત નીપજ્યા હતા. નળાસર ગામેથી 2 શ્રમિકના મૃતદેહ મળી આવ્યા હતા. મશીનના કરંટથી મોત નિપજ્યું હોવાનું પોલીસનું અનુમાન છે.

  • 09 Sep 2024 07:54 AM (IST)

    સુરતમાં રિક્ષામાં આવેલા બાળકોએ પથ્થરમારો કર્યાનો ખુલાસો

    સુરતમાં પથ્થરમારાની ઘટના મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. રિક્ષામાં આવેલા બાળકોએ પથ્થરમારો કર્યાનો ખુલાસો થયો છે. બાળકોને ઉશ્કેરનાર શખ્સો સામે કાર્યવાહી હાથ ધરાઇ છે. પોલીસે કુલ 25થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે.

  • 09 Sep 2024 07:53 AM (IST)

    રાજૌરીના નૌશેરા સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ

    ગુપ્તચર એજન્સીઓ અને જમ્મુ-કાશ્મીર પોલીસ તરફથી મળેલી સંભવિત ઘૂસણખોરીની માહિતીના આધારે, ભારતીય સેનાએ 8 સપ્ટેમ્બરની રાત્રે નૌશેરાના લામ વિસ્તારમાં ઘૂસણખોરી વિરોધી ઓપરેશન શરૂ કર્યું હતું. બે આતંકવાદીઓ માર્યા ગયા છે અને મોટી માત્રામાં યુદ્ધ સામગ્રી મળી આવી છે.  ઓપરેશન ચાલુ છે.

Published On - Sep 09,2024 7:41 AM

Follow Us:
અમદાવાદમાં ગુનાખોરી ડામવા પોલીસ એકશનમાં, પોલીસકર્મી કોમ્બિંગમાં જોડાયા
અમદાવાદમાં ગુનાખોરી ડામવા પોલીસ એકશનમાં, પોલીસકર્મી કોમ્બિંગમાં જોડાયા
સાબરમતી વિસ્તારમાં પાર્સલ બોમ્બનો કેસમાં 2 આરોપીની ધરપકડ
સાબરમતી વિસ્તારમાં પાર્સલ બોમ્બનો કેસમાં 2 આરોપીની ધરપકડ
આ રાશિના જાતકોના સુખ-સુવિધામાં વધારો થશે
આ રાશિના જાતકોના સુખ-સુવિધામાં વધારો થશે
રાણાજીના ભાલા સાથે બાપુની ગુજરાતની રાજનીતિમાં એન્ટ્રી-Video બાપુ Uncut
રાણાજીના ભાલા સાથે બાપુની ગુજરાતની રાજનીતિમાં એન્ટ્રી-Video બાપુ Uncut
ગુજરાતના આ જિલ્લાઓમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના આ જિલ્લાઓમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી
Video : દ્વારકાધીશની સ્કુબા ડાઇવર્સ દ્વારા અનોખી જળ પૂજા
Video : દ્વારકાધીશની સ્કુબા ડાઇવર્સ દ્વારા અનોખી જળ પૂજા
જો તમારો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તો ફટાફટ આ રીતે કરી દો બ્લોક
જો તમારો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તો ફટાફટ આ રીતે કરી દો બ્લોક
નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન
નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન
ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત
ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત
બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ
બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ
g clip-path="url(#clip0_868_265)">