07 સપ્ટેમ્બરના મોટા સમાચાર : હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલકી, રાજ્યમાં ઠેર ઠેર કૃષ્ણ મંદિરોમાં જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી
Gujarat Live Updates : આજ 7 સપ્ટેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 07 સપ્ટેમ્બરને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
LIVE NEWS & UPDATES
-
ઉકાઈ ડેમમાં નવા નીરની આવક
દક્ષિણ ગુજરાતમાં મેઘમહેરને પગલે ઉકાઈ ડેમમાં નવા નીરની આવક થઈ છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદ પડતા 20 હજાર 888 ક્યુસેક પાણીની આવક થઈ. ઉકાઈ ડેમની જળ સપાટી વધીને 334.57 ફૂટ પર પહોંચી છે. તો ઉકાઈ ડેમના હાઈડ્રો પાવર સ્ટેશનના એક યુનિટ મારફતે 6 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
-
જન્માષ્ટમી પર્વે રાજ્યના મોટાભાગના તાલુકાઓમાં મેઘરાજાની પધરામણી
કૃષ્ણ જન્મોત્વ પર્વે રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર પધરામણી થઈ છે. છેલ્લા 10 કલાકમાં રાજ્યમાં અનેક તાલુકાઓમાં મેઘરાજાએ જમાવટ કરી છે. રાજ્યના 20 તાલુકામાં અડધાથી સવા 3 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે રાજ્યના 8 તાલુકાઓમાં 1 ઈંચથી સવા 3 ઈંચ વરસાદ વરસ્યો છે. સૌથી વધુ સુરતના ઉમરપાડામાં સવા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. ખેડાના કઠલાલમાં 2 કલાકમાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. ડાંગના વઘઈ અને આહવામાં એક-એક ઈંચ વરસાદ પડ્યો છે.
-
-
રાજકોટ જેતપુરમાં હાર્ટએટેકથી વધુ એક મોત
રાજકોટના જેતપુરમાં હાર્ટએટેકથી વધુ એક મોત. લોકમેળામાં હ્રદયરોગનો હુમલો આવતાં યુવતીનું મૃત્યુ. ચકડોળમાં બેઠા બાદ યુવતીને આવ્યા ચક્કર. હોસ્પિટલમાં તબીબોએ મૃત જાહેર કરી. અગાઉ હાર્ટ એટેકથી યુવકનું થયું હતું મોત.
-
G20માં દુનિયાભરના 1500 થી વધુ પત્રકારો એક જ છત નીચે
જી-20 સમિટ માટે રાષ્ટ્રીય રાજધાની સંપૂર્ણ રીતે તૈયાર છે. VVIP હોટેલોથી લઈને ઈવેન્ટ વેન્યુ સુધી તેઓ સંપૂર્ણ રીતે ઝળહળી ઉઠ્યા છે. પ્રગતિ મેદાન ખાતે અત્યાધુનિક ભારત મંડપમ ખાતે યોજાનાર મુખ્ય કાર્યક્રમમાં માત્ર દેશોના વડાઓ જ નહીં, પરંતુ વિશ્વભરના મીડિયાકર્મીઓ પણ હાજર રહેશે. આવી સ્થિતિમાં તેમના માટે મંડપમમાં ખાસ મીડિયા સેન્ટર બનાવવામાં આવ્યું છે.
-
G20ને દુનિયાના ખૂણે ખૂણે લઈ જઈશું, PM મોદીએ કહ્યું- સામાન્ય લોકોનો વિકાસ થવો જોઈએ
PM મોદી એ કહ્યું ‘વસુધૈવ કુટુંબકમ’ આપણી ભારતીય સંસ્કૃતિના આ બે શબ્દોમાં એક ઊંડો ફિલોસોફિકલ વિચાર સમાયેલો છે. એનો અર્થ છે, ‘આખું વિશ્વ એક કુટુંબ છે.’ તે એવો સાર્વત્રિક દૃષ્ટિકોણ છે જે આપણને સાર્વત્રિક કુટુંબ તરીકે પ્રગતિ કરવા પ્રોત્સાહિત કરે છે. એક એવો પરિવાર કે જેમાં સરહદ, ભાષા અને વિચારધારાનું કોઈ બંધન નથી.
-
-
અમદાવાદના ઢોરવાડામાં ગાયોની દુર્દશાના દૃશ્યો આવ્યા સામે
અમદાવાદના ઢોરવાડામાં ગાયોને જે રીતે રાખવામાં આવી છે તે જોઈને હચમચી જવાય તેવા દૃશ્યો સામે આવ્યા છે. ઢોરવાડામાં ગાયોની દયનિય સ્થિતિના દૃશ્યો સામે આવ્યા છે. જે ગાય સાથે લોકોની આસ્થા જોડાયેલી છે તે ગાયોને ભંગારની જેમ એક જ જગ્યાએ ભરવામાં આવી રહી છે. આ અબોલ જીવો પર અત્યાચાર નહીં તો બીજુ શું તેવો સવાલ અહીં થવો વ્યાજબી છે. જો આ ગાયો બોલી શકતી હોત તો તે પણ બે હાથ જોડી અધિકારીઓને વિનંતી કરતી હોત રહેમ કરો, અમારા પર થોડી તો દયા બતાવો. અમે પણ શ્વાસ લેતા જીવો છીએ કોઈ નિર્જીવ ભંગાર નથી. ઉભા રહી શકાય અને જ્યારે થાકે ત્યારે બેસી શકે એટલી જગ્યા મળે એટલી તો વ્યવસ્થા કરો.
-
દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી
જન્માષ્ટમી (Janmashtami) પર્વની ધર્મનગરી દ્વારકામાં રંગારંગ ઉજવણી થઇ રહી છે. જગત મંદિરના સમગ્ર પરિસરને ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યું છે. મંગળા આરતી બાદ દ્વારકાધીશના ખુલ્લા પડદે સ્નાન દર્શન કરાવવામાં આવ્યું હતું. દ્વારકાધીશને દૂધ, મધ, ઘી, દહીં અને ખાંડમાંથી બનેલા પંચામૃતથી સ્નાન કરાવાયું હતું.
-
તાપીમાં ગાજવીજ સાથે મુશળધાર વરસાદ
તાપીમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ છે. વ્યારા માં ગાજવીજ સાથે મુશળધાર વરસાદ વરસ્યો છે. મુશળધાર વરસાદને પગલે વ્યારાના કેટલાક વિસ્તારોમાં પાવર કટ કરાયો
-
સનાતનનો નાશ ન થઈ શકેઃ સીએમ યોગી
‘કૃષ્ણ જન્માષ્ટમી’ નિમિત્તે લખનૌમાં રિઝર્વ પોલીસ લાઇન્સમાં આયોજિત એક કાર્યક્રમમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું, “આજે જ્યારે સમગ્ર દેશ સકારાત્મક દિશામાં આગળ વધવા માટે કામ કરી રહ્યો છે, ત્યારે કેટલાક લોકોને તે પસંદ નથી આવી રહ્યું. આ સિદ્ધિઓ પર તેઓ ભારત, ભારતીયતા, સનાતન પરંપરા પર આંગળી ચીંધવાનો પ્રયાસ કરી રહ્યા છે… પરંતુ તેઓ ભૂલી ગયા કે જે રાવણના ઘમંડથી ભૂંસાઈ ન શક્યું, જે કંસની ગર્જનાથી ડગમગ્યું ન હતું, તે શાશ્વત સત્તા બાબર અને ઔરંગઝેબના અત્યાચારોથી ભૂંસાઈ ગઈ હતી, તે આ તુચ્છ શક્તિ પરોપજીવીઓ દ્વારા કેવી રીતે ભૂંસાઈ જશે? તેઓ પોતે જ તેમના કૃત્ય માટે શરમ આવવી જોઈએ.
-
કિંગ્સ કપ: ભારતીય ટીમ ઈરાક સામે હારી ગઈ
સુનિલ છેત્રી વિના રમતી ભારતીય ટીમે ચિયાંગ માઈ (થાઈલેન્ડ)માં રમાઈ રહેલા કિંગ્સ કપમાં વિવાદાસ્પદ પેનલ્ટી પર ગોલ ગુમાવ્યો હતો અને પ્રથમ વખત ઉચ્ચ ક્રમાંક ધરાવતી ઈરાક ટીમને હરાવવામાં નિષ્ફળ રહી હતી. રેફરીએ ઈરાકને પેનલ્ટી આપી ત્યારે ભારતીય ટીમ 79મી મિનિટ સુધી 2-1થી આગળ હતી. ઈરાકી સ્ટ્રાઈકર અયમેન ગધબાન બોક્સમાં બે ડિફેન્ડર્સ સાથે અથડાયો હતો. આ પેનલ્ટી બનવાની ન હતી પરંતુ આયમેને તેના પર ગોલ કરીને સ્કોર 2-2થી બરાબર કરી દીધો. ત્યારબાદ શૂટઆઉટમાં ઇરાક 5-4થી જીતી ગયું હતું. ભારત તરફથી બ્રેન્ડન ફર્નાન્ડિસ ગોલ કરી શક્યો નહોતો. ટૂર્નામેન્ટના નિયમો અનુસાર, જો નિર્ધારિત સમય સુધી સ્કોર સમાન રહેશે તો મેચ પેનલ્ટી શૂટ-આઉટમાં જશે. વધારાના સમય માટે કોઈ જોગવાઈ નથી.
-
અમદાવાદ જગન્નાથ મંદિરમાં થશે કૃષ્ણ જન્મની ઉજવણી
- જગન્નાથ મંદિરમાં થશે કૃષ્ણ જન્મની ઉજવણી
- કૃષ્ણ જન્મને લઇને મંદિરમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી
- સંધ્યા આરતી બાદ મંદિરને બંધ કરવામાં આવ્યું
- રાત્રિના 12 વાગ્યે કૃષ્ણ જન્મ સમયે થશે દર્શન
- જગન્નાથ મંદિરના પટાંગણમાં ભજન કાર્યક્રમનું આયોજન
- મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોની હાજરી
-
અવિચલ દાસજી મહારાજના નિવેદનને લઈને જ્યોતિર્નાથ મહારાજે નારાજગી વ્યક્ત કરી
- અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલ દાસજી મહારાજ સામે સંતોનો મોરચો
- અવિચલ દાસજી મહારાજના નિવેદનને લઈને જ્યોતિર્નાથ મહારાજે નારાજગી વ્યક્ત કરી
- અવિચલદાસજી મહારાજના નિવેદનને લઈને નારાજગી
- સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કર્યો હોવા છતાંય સનાતન ધર્મની સાથે જોડ્યા
- સ્વામિનારાયણ સંપ્રદાય કે નૌતમ સ્વામી તમારા વ્હાલા હશે અમારા નહીં – જ્યોતિર્નાથ મહારાજ
- અવિચલ દાસજી મહારાજના જગદગુરુના બિરુદને લઈને પણ પ્રહારો
- અવિચલ દાસજી મહારાજ ઉપર પણ જ્યોતિર્નાથ મહારાજના ગંભીર આક્ષેપ
-
G-20 સમિટ, જન્માષ્ટમીની તૈયારી, સહિતના અન્ય મહત્વના સમાચાર
- G-20 સમિટમાં ભાગ લેવા આવતીકાલથી ભારત પ્રવાસે રાષ્ટ્રપતિ જો બાઈડન. PM મોદી રિસીવ કરવા જાય તેવી શક્યતા. બંને વચ્ચે થશે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક.
- ભારત નામ પર UN અધિકારીનું મહત્વનું નિવેદન. કહ્યું જો અમારી પાસે પ્રસ્તાવ આવશે તો અમે ચોક્કસથી કરીશું વિચાર. તુર્કીનો આપ્યો હવાલો.
- ઉદયનિધિ સ્ટાલિન બાદ DMK નેતા એ.રાજાનો સનાતન ધર્મ પર બફાટ. એઈડ્સ સાથે કરી સનાતન ધર્મની તુલના. વડાપ્રધાન અને ગૃહપ્રધાનને ફેંક્યો પડકાર.
- જન્માષ્ટમીના દિવસે રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર પધરામણી. તો આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. હાશ, મેઘો આવ્યો.
- રાજ્યમાં ડૂબી જવાની ચાર ઘટનાઓમાં કુલ 7ના મોત. મહેસાણાના વલાસણામાં સાબરમતી નદીમાં 4 યુવકો ડૂબ્યા. 3ના મોત તો ક્વાંટમાં ચેકડેમમાં ડૂબી જતા બે બાળકોના મોત.
- જન્માષ્ટમીના દિવસે જ અમદાવાદના ઢોરવાડામાં ગાયોની દુર્દશા. દાણીલીમડાના ઢોરવાડામાં ખીચોખીચ ભરેલી ગાયોની સ્થિતિ દયનીય. ગૌમાતાની દુદર્શા !
- દેશભરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી. તો રાજ્યના મોટા કૃષ્ણ મંદિરોમા કૃષ્ણજન્મોત્સવને લઇને ભક્તોની ભારે ભીડ. કાનુડાનો જન્મોત્સવ
-
ખેડામાં ડાકોર રણછોડજી મંદિરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી
- મંદિરમાં દિવસ દરમિયાન જુદા જુદા ભોગ ધરાવવામાં આવશે
- રણછોડજી મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણી ધામધુમથી
- રાતે કૃષ્ણ જન્મ સમયે રણછોડરાયજીને કરાશે તિલક
- તિલક બાદ ભગવાનને પંચામૃત સ્નાન કરવામાં આવશે
- ભગવાનને વર્ષો જૂનો સોનાનો મુગટ ધારણ કરાવાશે
- ભક્તોને અગવડ ન પડે તે માટે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
- કાલે સવારે 4 કલાક સુધી દર્શનાર્થી માટે ખુલ્લું રહેશે મંદિર
- સવારથી અત્યાર સુધી 50 હજારથી વધુ ભક્તોએ કર્યા દર્શન
-
મને હિન્દુ હોવાનો ગર્વ – ઋષિ સુનક
બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે કહ્યું, મને હિન્દુ હોવાનો ગર્વ છે. તેમણે કહ્યું, મારાં પત્ની ભારતીય છે અને એક ગૌરવાન્વિત હિન્દુ હોવાના નાતે ભારત અને ભારતના લોકો સાથે હંમેશા મારું જોડાણ રહેશે. મને મારા ભારતીય મૂળ અને ભારત સાથેના મારા સંબંધો પર ખૂબ જ ગર્વ છે.
-
સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવરનગર, દુધરેજ શહેરી વિસ્તાર સહિત જીલ્લામાં વરસાદ
સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવરનગર, દુધરેજ શહેરી વિસ્તાર સહિત જીલ્લામાં વિજળીના કડાકા ભડાકા ભારે પવન સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતા ધરતીના તાત ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે. ભારે ગરમી અને બફારા બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા ધોધમાર વરસાદ શરૂ થયો છે. સુરેન્દ્રનગર વઢવાણ સહિત શહેરમાં વિજળી ગુલ થઈ છે. વઢવાણ અને સુરેન્દ્રનગરમાં લોક મેળાની મજા વરસાદે બગાડી લોકો મેળામાંથી ઘર તરફ પલાયન.
-
અમદાવાદમાં પૂર્વ એડીશનલ ડીજીપીનો પુત્ર જુગાર રમતા ઝડપાયો
- સેટેલાઇટ વિસ્તારમાં પોલીસના દરોડામાં જુગાર રમતા કુલ 9 લોકો ઝડપાયા
- પૂર્વ એડીશનલ ડીજીપીનો પુત્ર પિયૂષ હેમરાજ ગેહલોત પણ ઝડપાયો
- પોલીસે 77 હજાર રોકડા, 11 મોબાઇલ, સહિત 13.39 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
-
Vadodara: સતત બીજા દિવસે અનેક વિસ્તારોમાં વરસાદ, ખેડૂતોના પાકને જીવતદાન મળશે તેવી આશા
વડોદરામાં શહેરના અનેક વિસ્તારોમાં સતત બીજા દિવસે બપોર બાદ વરસાદી માહોલ છવાયો. શહેરના ગોત્રી, સયાજીગંજ, જેતલપુર, ફતેગંજ, રાવપુરા અને ગોરવા સહિતના અનેક વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે રસ્તા પર પાણી વહેતા થયા હતા..તો બીજી તરફ લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતાં લોકોને ગરમીથી રાહત મળી છે. જ્યારે ખેડૂતોમાં પણ આનંદ છવાયો છે. વાઘોડિયા વિસ્તારમાં પણ લાંબા વિરામ બાદ વરસાદ પડ્યો છે. ખેડૂતોને પાકને નવુ જીવતદાન મળવાની આશા બંધાઈ છે.
-
વડોદરાના કુખ્યાત અસલમ બોડીયાએ ભુજની જેલમાંથી આપી ધમકી
- વડોદરાના કુખ્યાત અસલમ બોડીયાએ ભુજની જેલમાંથી આપી ધમકી
- અસલમ બોડિયાએ વડોદરાના રીક્ષા ચાલકને આપી ધમકી
- રૂપિયાની લેવડ દેવડ મામલે મોબાઈલ પર આપી ધમકી
- રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાંખવાની ધમકી
- વિજય વાયડે નામના રીક્ષા ચાલકે નોંધાવી ફરિયાદ
- ગુજસીટોકના ગુનામાં ભુજની જેલમાં બંધ છે અસલમ બોડીયો
- અસલમ બોડીયો તેની પત્નિ રુબીના સહિત કુલ 4 સામે નવાપુરા પોલીસ મથકે નોંધાયો ગુનો
-
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા, શહેરીજનોએ હર્ષ વ્યક્ત કર્યો
ત્રણ મહિનાની સારવારના અંતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલ (Anuj Patel) સ્વસ્થ થઇને અમદાવાદના ઘરે પરત ફરવાના હોવાની વાત સામે આવતા જ લોકોએ આ અંગે ખુશી વ્યક્ત કરી હતી. છેલ્લા ત્રણ મહિનાથી અનુજ પટેલની બ્રેઇન સ્ટ્રોકના કારણે મુંબઈમાં સારવાર ચાલી રહી હતી.રિકવરી આવ્યા બાદ ત્રણ મહિને અનુજ પટેલની ઘરે પરત ફરવાની વાત સામે આવતા શહેરી જનોમાં ખુશી છે.
-
જી-20ની તૈયારીઓની સમીક્ષા કરશે પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈન્ડોનેશિયાની મુલાકાત બાદ ભારત પરત ફર્યા છે. તેઓ આજે દિલ્હીમાં જી-20 સમિટની તૈયારીઓની સમીક્ષા કરશે. પીએમ મોદી આસિયાન-ભારત સમિટમાં ભાગ લેવા ઈન્ડોનેશિયા ગયા હતા. તેઓ સુષ્મા સ્વરાજ ભવનમાં કેબિનેટ મંત્રીઓને મળશે, જ્યાં તેમને G20 સમિટની તૈયારીઓ વિશે જાણકારી આપવામાં આવશે. આ સમિટ નવી દિલ્હીમાં 9 અને 10 સપ્ટેમ્બરે યોજાશે.
-
Ahmedabad Rain: લાંબા વિરામ બાદ અમદાવાદમાં મેઘરાજાનું આગમન, દાણીલીમડા વિસ્તારમાં ધોધમાર વરસાદ
Ahmedabad Rain : રાજ્યમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું (Rain) આગમન થયું છે. ત્યારે દોઢ મહિના બાદ અમદાવાદમાં પણ ફરી વરસાદી માહોલ જોવા મળ્યો છે. જેમાં દાણીલીમડા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તો શાહઆલમ, ખોડિયાનગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત પાલડી વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે.
-
Gujarat News Live: Jamnagar : તાંત્રિક વિધિના નામે રૂ.10 લાખની છેતરપિંડી, એક આરોપી ઝડપાયો અન્ય ચારની શોધખોળ શરૂ
Jamnagar : જામજોધપુર તાલુકાના કલ્યાણપુર ગામના ખેડૂતે (Farmers) રાતોરાત કરોડપતિ બનવાની લાલચમાં લાખો રૂપિયા ગુમાવ્યા છે. તાંત્રિક વિધિના નામે કરોડપતિ બનાવવાના સપના દેખાડીને રૂ.10 લાખ છેતરપિંડી કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી શરૂ કરી છે.
કહેવાય છે ને લોભીયા હોય ત્યાં ધુતારા ભુખે ના મરે, આવા લાલચુ લોકોને શોધી કેટલા ઢોંગી લોકો તેમને સહેલાયથી છેતરી જતા હોય છે. જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના કલ્યાણપુર ગામમાં એક ખેડૂતને કરોડપતિ બનાવવાના સપના દેખાડી તેની પાસેથી રૂ.10 લાખ એક ગઠિયાએ પડાવ્યા હોવાની ઘટના સામે આવી હતી. જીતેન્દ્ર વિઠ્ઠલ કથીરીયા નામના 48 વર્ષીય ખેડૂતે જોયું કરોડપતિ બનવાનુ સપનુ અને તાંત્રિક વિધિના નામે પાંચ શખ્સએ રૂ.10 લાખ પડાવી લીધા.
-
વડાપ્રધાનની પાઠશાળા બાદ ભાજપની ટોચની નેતાગીરી ઉતરી મેદાનમાં, સોનિયા-રાહુલથી લઈ વિપક્ષને લીધો નિશાના પર
તમિલનાડુના મંત્રી ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મ પર વિવાદાસ્પદ નિવેદન આપીને ભારતીય જનતા પાર્ટી (BJP)ને આક્રમક બનવાની તક આપી, જેની તે શોધમાં હતી. ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મની તુલના કોરોના વાયરસ સંક્રમણ, ડેન્ગ્યુ અને મેલેરિયા સાથે કરી, તેને નાબૂદ કરવાની હિમાયત કરી. તેમણે કહ્યું હતું કે સનાતન ધર્મ લોકોને ધર્મ અને જાતિના આધારે વહેંચે છે. સનાતન ધર્મનો સંપૂર્ણ વિનાશ ખરેખર માનવતા અને સમાનતા જાળવવાના હિતમાં હશે. ભાજપે તેમના નિવેદનને બંને હાથે પકડી લીધા અને તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્રને નિશાન બનાવવામાં મોડું ન કર્યું. ઉદયનિધિનું નિવેદન ચર્ચાનો મુદ્દો બની ગયું હતું અને તેનો પડઘો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં પણ સંભળાયો હતો.
-
Gujarat News Live: અમદાવાદ: હવામાન વિભાગની આગાહી પ્રમાણે શહેરમાં વરસાદી માહોલ
- અમદાવાદ: હવામાન વિભાગની આગાહી પ્રમાણે શહેરમાં વરસાદી માહોલ
- ખાનપુર, રાયખડ સહિત શહેરમાં વિવિધ વિસ્તારમાં વરસાદી માહોલ
- દોઢ મહિના બાદ અમદાવાદમાં ફરી વાર વરસાદી માહોલ જોવા મળ્યો
- વરસાદ ના કારણે લોકોને ગરમી અને બફારામાંથી મળી શકે છે રાહત
- હવામાન વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં હળવા થી મધ્યમ વરસાદની કરી છે આગાહી
- આવતીકાલે પણ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની છે આગાહી
-
ભગવાન ઘમંડી ગઠબંધનના નેતાઓને બુધ્ધિ આપે: અનુરાગ ઠાકુર
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું, “આજે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તે આ ઘમંડી ગઠબંધન (INDIA) નેતાઓના ઘમંડને થોડો ઓછો કરે. તેમની વિચારસરણીમાં થોડો સુધારો કરે અને તેમનું અભિમાન તેમને હિંદુઓ અને સનાતનનું અપમાન કરતા નિમ્ન સ્તરના નિવેદનો આપવા દબાણ કરે છે.” તેમણે વધુમાં કહ્યું કે તેમના નેતાઓ રાહુલ ગાંધીની નફરતની દુકાનમાં નફરતની વસ્તુઓ વેચી રહ્યા છે.
-
Gujarat News Live: Vadodara: છાણી વિસ્તારની કેનાલમાં ધોરણ 11માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ડૂબ્યો, ફાયર બ્રિગેડે શોધખોળ હાથ ધરી
વડોદરાના છાણી વિસ્તારની કેનાલમાં એક કિશોર ડૂબી ગયો (drowned) હોવાની ઘટના સામે આવી છે. ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થી (Student) આદિત્ય તેના મિત્રો સાથે કેનાલમાં ન્હાવા માટે પડ્યો હતો. જે પછી તે કેનાલના પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યો હતો.તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે આ કેનાલમાં ત્રણ મિત્રો એક સાથે ન્હાવા પડ્યા હતા. જે પૈકી બે બહાર આવવામાં સફળ રહ્યાં હતા, પરંતુ આદિત્ય ન આવતા તેમણે બૂમાબૂમ કરી તો સ્થાનિકો એકઠા થયા. લોકોએ જાણ કરતા જ ફાયર બ્રિગેડના જવાનોએ પહોંચીને તણાયેલા કિશોરની શોધખોળ હાથ ધરી છે.
-
દિલ્હીની સરહદો પર સુરક્ષા વધી, BSF તૈનાત, ડ્રોનથી દેખરેખ
જી-20 સમિટ પહેલા દિલ્હીની સરહદો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. દિલ્હી પોલીસ અને ટ્રાફિક પોલીસની સાથે BSF પણ તૈનાત કરવામાં આવી છે. સિંઘુ બોર્ડર પર ડ્રોન કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.
-
Kheda : ડાકોરનું રણછોડજી મંદિર ‘જય રણછોડ માખણચોર’ના નાદથી ગુંજ્યુ, જન્માષ્ટમી નિમિત્તે દિવસ દરમિયાન અનેક કાર્યક્રમનું આયોજન
Kheda : દ્વારકા બાદ પવિત્ર યાત્રાધામ ડાકોર (Dakor) જન્માષ્ટમી (Janmashtami) પર્વના રંગમાં રંગાયું છે. વહેલી સવારની મંગળા આરતીમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો (Devotees) ઊમટી પડયા છે. વહેલી સવારે ડાકોરમાં ‘જય રણછોડ માખણચોર’, ‘નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી’ ના નારા સાથે મંગળા આરતીની શુભ શરૂઆત કરવામાં આવી હતી.
ડાકોર મંદિરમાં વિવિધ ભજન મંડળીઓ કૃષ્ણના ભજનોની રમઝટ બોલાવી રહ્યા છે. કાળિયા ઠાકોરને વિવિધ શણગારથી સજાવવામાં આવ્યા છે અને મધરાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. રાત્રે સોના-ચાંદીના પારણે ઝુલાવી ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવશે. રાત્રે કૃષ્ણ જન્મ સમયે રણછોડરાયજીને તિલક કરાશે તેમજ તિલક બાદ ભગવાનને પંચામૃત સ્નાન કરવામાં આવશે. ભગવાનને વર્ષો જૂનો સોનાનો મુગટ ધારણ કરાવાશે.
-
Gujarat News Live: Rajkot: જન્માષ્ટમીની શોભાયાત્રામાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરાં ઉડ્યાં
- રાજકોટ: જન્માષ્ટમીની શોભાયાત્રામાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરાં ઉડ્યાં
- બાઇકચાલકો જીવના જોખમે સ્ટંટ કરતા વીડિયો આવ્યા સામે
- તો ક્યાંક છુટ્ટા હાથની મારામારીના દ્રશ્યો પણ સામે આવ્યા.
- પોલીસની હાજરીમાં જ સ્ટંટબાજો બેફામ બન્યા
- ગોંડલ રોડ પરના દ્રશ્યો આવ્યા સામે
-
જૉ બાઈડેન આવતીકાલે દિલ્હી પહોંચશે, વીકે સિંહ કરશે રિસીવ
કેન્દ્રીય મંત્રી વીકે સિંહ દિલ્હી એરપોર્ટ પર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનનું સ્વાગત કરશે. જી-20 સમિટ માટે બાઈડેન આવતીકાલે દિલ્હી પહોંચશે.
-
સનાતન પર હુમલો કરવાનું ટાળો નહીંતર હિંદુ ચૂપ નહીં રહે: ગિરિરાજ સિંહ
ભાજપના નેતા ગિરિરાજ સિંહે સનાતન પર નિવેદન આપનારાઓને કહ્યું છે કે મુંબઈની બેઠકમાં નક્કી કરાયેલા એજન્ડાને દરેક એક-એક કરીને લાગુ કરી રહ્યા છે. સનાતન પર હુમલો કરવાનું ટાળો, નહીં તો હિંદુ ચૂપ નહીં રહે. વોટ બેંક અને તુષ્ટિકરણની રાજનીતિના કારણે આવું થઈ રહ્યું છે. તેઓ મુસ્લિમોને ખુશ કરવા માટે આવા નિવેદનો કરી રહ્યા છે. દેશમાં જન્મેલ દરેક બાળક સનાતની છે. 2024માં જનતા જવાબ આપશે.
-
Gujarat News Live: આતંકવાદ અને કટ્ટરવાદ આપણા માટે મોટો પડકાર છેઃ પીએમ મોદી
જકાર્તામાં ઈસ્ટ એશિયા સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આતંકવાદ, કટ્ટરવાદ અને ભૌગોલિક રાજનીતિક સંઘર્ષો આપણા માટે મોટા પડકારો છે.
-
Gujarat News Live: Ahmedabad: વરસાદની રાહ જોતા ખેડૂતો માટે સારા સમાચાર, આગામી 4-5 દિવસ વરસાદ રહેશે
- અમદાવાદ: વરસાદની રાહ જોતા ખેડૂતો માટે સારા સમાચાર
- હવામાન વિભાગની આગાહી
- રાજ્યમાં વરસાદની કરી આગાહી
- આગામી 4-5 દિવસ વરસાદ રહેશે
- દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી
- આગામી 48 કલાકમાં નર્મદા, ડાંગ, નવસારી, દમણ, તાપીમાં ભારે વરસાદની આગાહી
- ઉત્તર ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી
- સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી
- રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, બોટાદ, દીવ, સોમનાથમાં વરસાદની આગાહી
- આગામી 3 દિવસ થન્ડર સ્ટોમ એક્ટિવિટી સાથે વરસાદ રહેશે
-
Gujarat News Live : કવાંટ તાલુકાના ભેખડીયા ગામે બે બાળકો ડૂબવાથી મોત, છાત્રાલયના સંચાલકો સામે બેદરકારીનો આક્ષેપ
છોટા ઉદેપુરના કવાંટ તાલુકાના ભેખડીયા ગામે બે બાળકોના ડૂબવાથી મોત થયા છે. મૃતક બાળકોના પરિવારજનોએ, છાત્રાલય સંચાલકો સામે બેદરકારીનો આરોપ લગાવીને મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. ભાજપના આદિવાસી મોરચાના પ્રદેશ કારોબારી સભ્ય વિજય રાઠવાએ સંચાલકોની બેદરકારીનો આરોપ લગાવ્યો છે. છાત્રાલયના સંચાલકો ઉપર એવો આરોપ છે કે, તેઓએ બાળકોને ગેરકાયદે ઘાસચારો કાપવા મોકલ્યા હતા. આશ્રમ શાળાની ગાયમાતા માટે દરરોજ છાત્રોને ઘાસચારો લેવા મોકલવામાં આવતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. છાત્રાલયના સંચાલકો આ ઘટના બાદ ગાયબ થતા મૃતકોના પરિવારજનોમાં આક્રોશ વ્યાપ્યો છે.
-
Gujarat News Live : લાંબા સમયના વિરામ બાદ ગુજરાતમાં મેઘરાજાની વરસી કૃપા, 112 તાલુકામાં વરસ્યો વરસાદ
રાજ્યમાં લાંબા સમયના વિરામ બાદ, વરસાદનો વધુ એક રાઉન્ડ ગઈકાલથી શરૂ થયો છે. સમગ્ર ઓગસ્ટ મહિનામાં નહીંવત જેવા વરસાદ બાદ હવે મેઘરાજાની કૃપા ફરીથી ગુજરાત પર વરસી રહી છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતના 112 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યના 30 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક અને મધ્ય ગુજરાતમાં છુટો છવાયો વરસાદ વરસ્યો છે. સૌથી વધુ નવસારીમાં પોણા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વલસાડના પારડી અને ધરમપુરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે. વલસાડ શહેર અને કપરાડામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
-
Gujarat News Live : પીએમ મોદીએ દેશવાસીઓને જન્માષ્ટમીની શુભકામના પાઠવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને દેશવાસીઓને જન્માષ્ટમી પર્વની શુભેચ્છાઓ પાઠવી છે. ટ્વિટમાં કહ્યુ છે કે, જન્માષ્ટમી તમામના જીવનમાં નવી ઊર્જા અને ઉત્સાહ પ્રેરિત કરે છે.
जन्माष्टमी की बहुत-बहुत बधाई। श्रद्धा और भक्ति का यह पावन अवसर मेरे सभी परिवारजनों के जीवन में नई ऊर्जा और नए उत्साह का संचार करे, यही कामना है। जय श्रीकृष्ण!
— Narendra Modi (@narendramodi) September 7, 2023
-
Gujarat News Live : બાબા બાગેશ્વરનો અમદાવાદમાં યોજશે દરબાર
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર અમદાવાદમાં ઓકટોબર મહિનામાં યોજાશે. ઓક્ટોબર મહિનામાં ત્રિદિવસીય દિવ્ય દરબારનું આયોજન કરાયું છે. હનુમાન કથા સાથે દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 17 ઓક્ટોબરે કળશ યાત્રા યોજાશે. 18થી 20 ઓક્ટોબર સુધી દિવ્ય દરબાર યોજાશે. હાથીજણમાં આવેલ લાલ ગેબી સર્કલ પાસે સિદ્ધ બાણેશ્વર મેદાન ખાતે યોજાશે દિવ્ય દરબાર. જો કે બાબા બાગેશ્વર કળશયાત્રામાં હાજર રહેશે કે નહી તે હજુ નક્કી નથી.
-
Gujarat News Live : આપણા ધર્મ અને આસ્થાને કોઈ પડકારી શકે નહીંઃ સ્મૃતિ ઈરાની
‘સનાતન ધર્મ’ને પડકારનારા લોકો સુધી આપણો અવાજ પહોંચવો જોઈએ. જ્યાં સુધી ભક્તો જીવિત છે ત્યાં સુધી આપણા ‘ધર્મ’ અને આસ્થાને કોઈ પડકારી શકે નહીં. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ દ્વારકામાં જન્માષ્ટમી પર્વ દરમિયાન જણાવ્યું હતું.
#WATCH | Delhi: “Our voices must reach those people who challenged ‘Sanatan Dharma’. Till devotees are alive, no one can challenge our ‘dharma’ and faith…”, says Union Minister Smriti Irani during Janmashtami Mahotsav in Dwarka (06/09) pic.twitter.com/k1PKBIbFUe
— ANI (@ANI) September 7, 2023
-
Gujarat News Live : જકાર્તામાં PM મોદીનું પ્રવાસી ભારતીયો દ્વારા કરાયું ભવ્ય સ્વાગત
પીએમ મોદી આસિયાન-ઈન્ડિયા, ઈસ્ટ એશિયા સમિટમાં ભાગ લેવા ઈન્ડોનેશિયા પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈન્ડોનેશિયાના જકાર્તામાં એક હોટલમાં એકઠા થયેલા NRIને મળ્યા હતા.
#WATCH | Indonesia: Members of Indian Diaspora greet and shake hands with PM Modi as he arrives at hotel in Jakarta pic.twitter.com/v8BPmXUlgW
— ANI (@ANI) September 6, 2023
Published On - Sep 07,2023 6:35 AM