Rain Update : દક્ષિણ ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજા થયા મહેરબાન, સુરત, વલસાડ અને નવસારી થયા પાણી પાણી, જૂઓ Video

Rain Update : દક્ષિણ ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજા થયા મહેરબાન, સુરત, વલસાડ અને નવસારી થયા પાણી પાણી, જૂઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2023 | 9:35 AM

Rain : સુરતના ઉમરપાડામાં મોડીરાત્રે ધોધમાર વરસાદ પડતા કેવડી, ચવડા, ઉમરપાડા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. નવસારીના વાંસદામાં ત્રણ ઇંચ વરસાદ, ચીખલી અને ખેરગામ તાલુકામાં અઢી ઇંચ વરસાદ વરસ્યો. તાપીના વાલોડ અને ડોલવણ તાલુકામાં1 ઈંચથી વધુ વરસાદ ખાબકયો હતો.

Monsoon 2023 : લાંબા વિરામ બાદ દક્ષિણ ગુજરાતના (South Gujarat) કેટલાક વિસ્તારોમાં વરસાદી (Rain) માહોલ છવાયો છે.  વલસાડ, સુરત, નવસારી અને તેના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની મહેરબાની ઉતરી છે. વલસાડ શહેર સહિત આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડયો છે. પવન સાથે વરસાદ પડતા અનેક વિસ્તારોમાં વીજ પ્રવાહ બંધ થયો હતો.

આ પણ વાંચો-Monsoon 2023 : ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરુ, દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક અને મધ્ય ગુજરાતમાં છુટોછવાયો વરસાદ વરસ્યો, જૂઓ Video

સુરતના ઉમરપાડામાં મોડીરાત્રે ધોધમાર વરસાદ પડતા કેવડી, ચવડા, ઉમરપાડા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા.નવસારીના વાંસદામાં ત્રણ ઇંચ વરસાદ, ચીખલી અને ખેરગામ તાલુકામાં અઢી ઇંચ વરસાદ વરસ્યો. તાપીના વાલોડ અને ડોલવણ તાલુકામાં1 ઈંચથી વધુ વરસાદ ખાબકયો હતો. વ્યારા, વાલોડ, ડોલવણ, સોનગઢ, ઉચ્છલ, નિઝર, કુકરમુંડા સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા પાકને જીવતદાન મળ્યું. લાંબા વિરામ બાદ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Sep 07, 2023 09:33 AM
g clip-path="url(#clip0_868_265)">