Jamnagar : જામજોધપુરમાં 40 વર્ષથી દોરા-ધાગા કરીને જનતાને મુર્ખા બનાવતી મહિલાના કારનામાનો પર્દાફાશ, જુઓ Video
વિજ્ઞાનજાથાને ફરિયાદ મળી હતી કે જામજોધપુરના શેટવડાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નરમાણા ગામે હજરત ઈસ્માઈલ પીર દરગાહમાં એક મહિલા 40 વર્ષથી દોરા-ધાગા કરીને અંધશ્રદ્ધા ફેલાવે છે.
Jamnagar : જામનગર જિલ્લાના જામજોધપુરમાં (Jamjodhpur) 40 વર્ષથી દોરા-ધાગા કરીને અંધશ્રદ્ધા ફેલાવતી મહિલાનો ભાંડો ફૂટ્યો છે. વિજ્ઞાનજાથાએ નરમાણા ગામે પોલીસ સાથે જઈને મહિલાના કારનામાનો પર્દાફાશ કરતાં ફાતિમા નામની મહિલા વિજ્ઞાન જાથાના ઘૂંટણીએ પડી ગઈ હતી અને પોતાના ધતિંગ કાયમી માટે બંધ કરવાની કબૂલાત આપી હતી.
વિજ્ઞાનજાથાને ફરિયાદ મળી હતી કે જામજોધપુરના શેટવડાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નરમાણા ગામે હજરત ઈસ્માઈલ પીર દરગાહમાં એક મહિલા 40 વર્ષથી દોરા-ધાગા કરીને રોગ મટાડવાના દાવા કરે છે. તેમજ જુવારના દાણાથી દુઃખ મટાડવાના દાવા કરે છે, પરંતુ તેનાથી કોઈ સાજું થતું નથી. આવી ફરિયાદ મળતાં વિજ્ઞાન જાથાની ટીમે જામનગર એસપી કચેરીની મદદથી નરમાણા ગામે પહોંચી હતી અને ફાતિમાની કરતૂતોનો ભાંડો ફોડ્યો હતો.
જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
