Gujarati Video: વડોદરાના સમા વિસ્તારમાંથી ગુમ થયેલા બંને કિશોરના મળ્યા મૃતદેહ, કેનાલ પાસે બંનેના કપડા અને સાયકલ મળ્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2023 | 12:20 AM

Vadodara: વડોદરાના સમા વિસ્તારમાંથી બે કિશોર ગુમ થયાની ઘટના સામે આવી હતી. જેમા બંને કિશોરના મૃતદેહ મળી આવ્યા છે. સવારે મયુર દલવી નામના કિશોરનો મૃતદેહ મળ્યો હતો. બંને કિશોર મિત્રો હતા. કેનાલ પાસે બંનેના કપડા અને સાયકલ મળ્યા બાદ શોધખોળ હાથ ધરાઈ હતી.

Vadodara: સમા વિસ્તારમાંથી બે કિશોર ગુમ થયા મામલે બીજા બાળકનો પણ મૃતદેહ મળી આવ્યો છે. 11 વર્ષીય ઓમ શિંદે નામના બાળકનો મૃતદેહ મળ્યો છે. સવારે મયુર દલવી નામના બાળકોને મૃતદેહ મળ્યો હતો.મૃતક ઓમ શિંદે અને મયુર દલવી બન્ને બાળકો મિત્રો હતા. સમા વિસ્તારમાંથી પાંચ સપ્ટેમ્બરે બન્ને કિશોર ગુમ થયા હતા.ત્યારબાદબન્નેના કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યા.બન્ને કિશોરના કપડા અને સાયકલ કેનાલ પાસે પડ્યા હતા. તેને જોઈને કેનાલમાં બન્નેની શોધખોળ કરવામાં આવી હતી.

મૃતક બાળકના પિતાનો આક્ષેપ છે કે, પોલીસના હદના વિવાદમાં કલાકો સુધી મૃતદેહ રઝળતો રહ્યો હતો. જાતે મૃતદેહ શોધ્યો હોવા છતાં પોલીસે એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા ન કરી હતી. પોલીસ ઘટનાસ્થળે આવતી ન હોવાના કારણે મૃતદેહના પોસ્ટમોર્ટમ સહિત અંતિમ વિધિ અટવાઈ હોવાનો આક્ષેપ કરાયો છે.

આ પણ વાંચો: Rajkot: રાજકોટના રસરંગ મેળાના આકાશી દૃશ્યો આવ્યા સામે, નયનરમ્ય નજારો ડ્રોન કેમેરામાં કેદ- જુઓ Video

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">