07 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : PM મોદી વડોદરામાં રૂ. 35,200 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ફ્લેગ ઑફ કરશે
આજે 07 સપ્ટેમ્બરને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
આજે 07 સપ્ટેમ્બરને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
PM મોદી વડોદરામાં રૂ. 35,200 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ફ્લેગ ઑફ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલ 8 સપ્ટેમ્બર, 2026ના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ વડોદરાના યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે યોજાનારા કાર્યક્રમમાં રૂ. 35,200 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ફ્લેગ ઑફ કરશે. તેમાં રૂ. 32,606 કરોડથી વધુના કેન્દ્ર સરકારના તથા રૂ. 2,597 કરોડથી વધુના રાજ્ય સરકારના વિકાસકાર્યોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.
-
વિધાનસભામા ખેડૂતો-વિદ્યાર્થીઓના પ્રશ્નો ઉઠાવાશે-કોંગ્રેસ, વિપક્ષના પ્રશ્નથી ભાગવાનો વિષય નથી- સરકારના પ્રવકત્તા
ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં કોંગ્રેસ વિદ્યાર્થીઓ અને ખેડૂતોના મુદ્દા ઉઠાવશે. વિધાનસભાના સત્રને લઈને આજે મળેલ કામકાજ સલાહકાર સમિતિની બેઠક બાદ, કોંગ્રેસના નેતા શૈલેષ પરમારે કહ્યું કે, 3 દિવસનું સત્ર છે પરંતુ પહેલા દિવસે સ્વર્ગસ્થ ધારાસભ્ય યોગેશ પટેલના શોકમાં ગૃહની કાર્યવાહી મોકૂફ રહેશે. આથી 2 દિવસ જ ગૃહનુ કામકાજ ચાલશે. આની સામે સરકાર પક્ષે કહ્યું કે, સત્રમાં કુલ નવ વિધેયકો પસાર કરાશે. કોંગ્રેસે સમય વધારવા રજૂઆત કરી છે. તેનો નિર્ણય અધ્યક્ષ વિધાનસભાના અધિકારી ગણ લેશે. અમે વિપક્ષના કોઈ પણ મુદ્દાથી ગભરાતા નથી. ગુજરાતમાં નરેન્દ્ર મોદીથી જ જનપ્રિય સરકાર છે.
-
-
અમદાવાદમાં 13 વર્ષીય બાળકી પર દુષ્કર્મ કરનારા 38 વર્ષીય રોહિત ઉર્ફે ફૌજીને 20 વર્ષની કેદ
અમદાવાદમાં 13 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરનારા આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. રામોલ પોલીસ સ્ટેશનના POCSO કેસમાં 38 વર્ષીય રોહિત ઉર્ફે ફૌજીને દોષિત ઠેરવાયો. અમદાવાદની સ્પેશિયલ POCSO કોર્ટે આજે ચુકાદો આપ્યો. બાળકીની ઉંમર ઘટના સમયે 13 વર્ષ હોવાનું કોર્ટમાં સાબિત થયું હતું. આરોપી સામે વારંવાર દુષ્કર્મ અને જાનથી મારી નાખવાની ધમકીના આરોપ સાબિત થયા હતા. IPC કલમ 376(2)(N) હેઠળ 10 વર્ષની સખત કેદ. IPC 376(3) અને POCSO હેઠળ 20 વર્ષની સખત કેદ અને IPC 506(2) હેઠળ 2 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. તમામ સજાઓ સાથે-સાથે ભોગવવાની રહેશે. કુલ રૂ. 27 હજારનો દંડ, દંડની રકમ પીડિતાને આપવાનો આદેશ કરાયો છે. પીડિતાને અલગથી ₹4 લાખનું વળતર આપવાનો કોર્ટનો આદેશ કર્યો છે.
-
બોટાદ તોડકાંડ પ્રકરણમાં ગાંધીનગરથી દિલ્હી સુધી રજૂઆત કરાશે
બોટાદના કોળી યુવાન પાસેથી રૂપિયા એક કરોડના કરાયેલા કથિત તોડકાંડ મામલે કોળી સમાજની મળેલ બેઠકમાં ગાંઘીનગરથી લઈને દિલ્હી સુધી રજૂઆત કરવાનુ નક્કી કરાયું છે. ભાજપના આગેવાને પોલીસને હાથો બનાવીને કરાયેલ તોડનો કોઈ એક કેસ નહી પરંતુ વિવિધ સમાજના અન્ય યુવાનોને પણ ધમકી આપીને તોડ કરાયેલ છે. આ બધા કિસ્સામાં હાલ તોડ કરનારા રાજકીય અગ્રણી અને પોલીસ તેમજ ભોગ બનનાર યુવાનોના નામ જાહેર નહી કરાય. જરૂર પડ્યે એક પછી એકને જાહેરમાં લાવીને તોડ કરનારાઓને ખુલ્લા પાડવામાં આવશે.
-
મહેસાણા નુગર સર્કલ પાસેથી સ્વિફ્ટ કારમાંથી એમડી ડ્રગ્સ ઝડપાયું
મહેસાણામાં સતત બીજા દિવસે પણ ડ્રગ્સ ઝડપાયું છે. ગઈકાલે પણ ડ્રગ્સ પકડાયું હતું , આજે ફરી ડ્રગ્સ પકડાયું. નુગર સર્કલ પાસેથી સ્વિફ્ટ કારમાંથી એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું. પોલીસે પાંચ લાખથી વધુની કિંમતનું મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું. ડ્રગ્સની હેરાફેરી કરતા પાંચ શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી લીધા. રાજસ્થાનથી સુરત ડ્રગ્સ લઈ જતા આરોપીઓની ધરપકડ કરવામાં આવી. એલસીબી પોલીસે કુલ દસ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો.
-
-
એસજી હાઈવે પરના મનુ બીન કાફેમાં પોલીસના દરોડા, ગેરકાયદે હુક્કાબાર ચલાવનારા 2 ઝડપાયા
અમદાવાદના એસજી હાઈવે પર મનુ બીન કાફેમાં પોલીસે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન કાફેમાં ગેરકાયદે હુક્કાબાર ચલાવતા આરોપી ઝડપાયા. સંચાલક હર્ષ ત્રિપાઠી અને જૈનમ દોશીની ધરપકડ કરવામાં આવી છે. સરખેજ પોલીસની સર્વેલન્સ ટીમે કરી કાર્યવાહી. નિકોટીનયુક્ત ફ્લેવરના તમાકુવાળા હુક્કા મળી આવ્યા. કુલ રૂ.12,740નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો. અલગ-અલગ ફ્લેવરના હુક્કા અને તમાકુના પેકેટ જપ્ત કરવામાં આવ્યા. સરખેજ પોલીસે વધુ તપાસ શરૂ કરી.
-
ભાવનગર લઠ્ઠાકાંડ મામલે દિલ્હીથી મિથેનોલ સપ્લાય કરનારો ઝડપાયો
ભાવનગર લઠ્ઠાકાંડ મામલે વધુ એક આરોપી પકડાતા, તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ એ દિલ્હીના ટ્રેડર મનજીતસિંઘની કરી ધરપકડ તેને કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યો. મિથેનોલ સપ્લાય કરવામાં મુખ્ય ભૂમિકા હોવાથી કરવામાં આવી છે ધરપકડ. મનજીતસિંઘ એ દિલ્હી ખાતે જીત કેમિકલના નામે કંપનીમાંથી મોકલ્યુ હતું કેમિકલ. હાલ SMCએ કોર્ટ સમક્ષ રજુ કરી 14 દિવસ ના રિમાન્ડની કરી છે માંગણી. આઉટ ઓફ ઇન્ડિયાથી દિલ્હીના ટ્રેડર એ થિનર કેમિકલ મંગાવ્યું હોવાનું કોર્ટ સમક્ષ SMC એ કરી કબૂલાત. લઠ્ઠાકાંડમાં પોલીસ કર્મચારી સહિત કુલ 40 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 38 વ્યક્તિઓ જેલ હવાલે કરવામાં આવ્યા છે.
-
વડોદરા GSFCમાં ગેસ ગળતરની ઘટનામાં 1નું મોત
વડોદરાના GSFCમાં ગેસ ગળતરની ઘટનાથી 1 મોત થયું હોવાના સમાચાર સાપડ્યા છે. કંપનીના યુરિયા પ્લાન્ટમાં ગેસ લીકેજ થયો હોવાનું કહેવાય છે. ગેસ લીકેજની ઘટનામાં કોન્ટ્રાક્ટ કર્મી ઘનશ્યામ ગોહિલનું મોત થયું છે. અન્ય કર્મીને બચાવવા જતાં પોતે ઝેરી ગેસની ચપેટમાં આવ્યા હોવાનું કહેવામાં આવ્યું છે. સુરક્ષા ટીમે ગેસ લીકેજ પર કાબૂ મેળવી લીધો છે.
-
મોરબીના નવલખી બંદરથી કચ્છના કંડલા બંદર વચ્ચે સંભવિત સી લિંક પ્રોજેક્ટ અંગે હાથ ધરાઈ ઉચ્ચ સ્તરીય સમીક્ષા
મોરબીના નવલખી બંદરને કચ્છના કંડલા બંદર વચ્ચે સંભવિત સી લિંક પ્રોજેક્ટ અંગે મંત્રી કાંતિ અમૃતિયાએ યોજી ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક. નવલખી બંદરથી દરિયામાં બ્રિજ મારફતે કંડલા સાથે સીધું કનેક્ટ કરી શકાય કે નહી તે અંગે અધિકારીઓ સાથે કરી ચર્ચા. હાલ બાય રોડ નવલખીથી કંડલા સુધી 150 કિલોમીટરનું અંતર છે જો સી લિંક બ્રિજ બને તો આ અંતર ઘટીને માત્ર 13 થી 20 કિમી થઈ શકે છે. મોરબી- કંડલા અને સૌરાષ્ટ્ર કચ્છ વચ્ચે રોજ હજારો વાહનોની અવર જવર થાય છે. મંત્રી કાંતિ અમૃતિયાએ અધિકારીઓ પાસેથી જરૂરી માહિતી મેળવી સંભવિત પ્રોજેક્ટ અંગે ચર્ચાઓ કરી. પ્રોજેક્ટ સફળ થાય તો દરરોજ લાખો રૂપિયાના ઇંધણ અને અમૂલ્ય સમયનો થશે બચાવ. જામનગર, મોરબી સહિત કંડલા સાથે સંલગ્ન ઉદ્યોગોને ઝડપી અને સસ્તું ટ્રાન્સપોર્ટેશન થશે.
-
ધોળકા-સરોડા રોડ પર ST-મોપેડ વચ્ચે અકસ્માત
ધોળકા-સરોડા રોડ પર અકસ્માત સર્જાયો. મોપેડ ચાલક અને ST વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. અકસ્માતમાં મોપેડ ચાલક 52 વર્ષીય ભરત સોલંકી ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તને વધુ સારવાર અર્થે અમદાવાદ રીફર કરવામાં આવ્યા છે.
-
મોરબીના પ્રસિદ્ધ રફાળેશ્વર મહાદેવ મંદિરના પવિત્ર કુંડમાં નાહાવા પડેલ વૃદ્ધનું મોત
મોરબીના પ્રસિદ્ધ રફાળેશ્વર મહાદેવ ખાતે દુર્ઘટના ઘટી છે. મંદિરના પવિત્ર કુંડમાં નાહાવા પડેલ વૃદ્ધનું મોત થયું છે. કોઈ કારણોસર વૃદ્ધ કુંડમાં ડૂબી જતા જગદીશ સોલંકી નામના વૃદ્ધનું મોત થયું છે. મોરબી ફાયર ટીમે મૃતદેહ બહાર કાઢ્યો. મોરબી તાલુકા પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.
-
કિંજલ રબારી કેસ : રાધનપુરના સિનાડ ગામમાં ગોઠવાયેલ પોલીસ બંદોબસ્ત ઉપર પથ્થરમારો, PSI સહિત કેટલાક પોલીસ કર્મી ઘવાયા
પાટણના રાધનપુરના સિનાડ ગામમાં પોલીસનો કાફલો ખડકાયો છે. સિંગર કિંજલ રબારીના પ્રેમલગ્નને લઈને ગામના ચૌધરી અને રબારી સમાજ વચ્ચે વૈમનસ્ય ના ફેલાય તે માટે ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો હતો. જો કે, અચાનક જ ગામમાં 50 થી વધુ લોકોના ટોળાએ પોલીસ પર એકાએક પથ્થરમારો કર્યો. જેમાં PSI સહિત કેટલાક પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા છે. રવિવારે લોકગાયિકા કિંજલ રબારી પોતાના પતિ સાથે કારમાં ફરાર થઈ હતી. અમદાવાદ ખાતે કિંજલ રબારીના અપહરણની ફરિયાદ નોંધાઈ હતી.
-
પરિચિત પરણિતાને બદનામ કરવા ચલણીનોટ સાથે બિભત્સ લખાણ લખેલ ચીઠ્ઠી ફેકનારો ઝડપાયો
અમદાવાદમાં માનસિક વિકૃત યુવકને પોલીસે પકડી પાડ્યો છે. ઓઢવમાં પરિચિત પરણિત મહિલાને બદનામ કરવા માટે પરિચિત યુવાન એક તરફી પ્રેમમાં પાગલ હતો. તેના કારણે યુવતીના ઘરમાં ઝઘડા થાય તેવા પ્રયત્નો કરતો હતો. યુવતીના ફોટા અને મોબાઈલ નંબર સાથે અભદ્ર લખાણવાળી ચિઠ્ઠીઓ રસ્તા પર ફેંકતો હતો. ચલણી નોટ સાથે ચિઠ્ઠીમાં મહિલાના ફોટા, મોબાઈલ નંબર અને અભદ્ર મેસેજ લખી રસ્તા પર ફેંકતો હતો. નરોડા, રામોલ, હાટકેશ્વર સહિતના વિસ્તારોમાં ચિઠ્ઠીઓ ફેંકી હતી. પોલીસે અલગ અલગ વિસ્તારમાં 100 જેટલા CCTV કેમેરા ચેક કર્યા. CCTVમાં એક્ટિવા પરથી ચિઠ્ઠીઓ ફેંકતો શખ્સ દેખાયો હતો. પોલીસે રવિન્દ્ર પંચાલ નામના આરોપીની ધરપકડ કરી. યુવકના ઘરમાંથી પણ ચિઠ્ઠીઓ મળી આવી છે.
-
ગાંધીનગરમાં 9 સપ્ટેમ્બરે કોંગ્રેસ યોજશે જન આક્રોશ સભા
ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્ર પૂર્વે ગાંધીનગરમાં કોંગ્રેસની સભા યોજાશે. 9 સપ્ટેમ્બરે સત્યાગ્રહ છાવણીએ જન આક્રોશ સભા યોજશે. મોંઘવારી, ભ્રષ્ટ શાસન, ખેડૂતોના પ્રશ્નો, શિક્ષણ-આરોગ્યના મુદ્દે સભાનું આયોજન. પ્રદેશ પ્રમુખ, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતાના અધ્યક્ષસ્થાને સભા યોજાશે. કોંગ્રેસના ધારાસભ્યો, જિલ્લા પ્રમુખો અને હોદ્દેદારો રહેશે હાજર.
-
પંચમહાલના હાલોલના વરસડામાં માતા પિતાની સંમતિ વિના ભાગીને લગ્ન કરનારનો ગામમાં પ્રવેશ બંધ
પંચમહાલના હાલોલના વરસડાના ગ્રામજનોએ કર્યો સામાજિક મર્યાદા જાળવવા મહત્વપૂર્ણ નિર્ણય લઈ કર્યો ઠરાવ. વરસડા ગામના કોઈપણ સમાજ કે માતા પિતાની સંમતિ વિના છોકરો કે છોકરી ભાગીને લગ્ન કરશે તો તેને ગામમાં પ્રવેશ આપવામાં આવશે નહી. આઠ વર્ષ અગાઉ ગામમાં બનેલી એક ઘટનાને લઈ ગામના સર્વ સમાજના સ્થાનિકોએ બેઠક યોજી. ગામના ઉપસ્થિત સર્વ સમાજબંધુઓએ ભાગેડુ લગ્ન કરતાં છોકરા છોકરીઓ અંગે ચર્ચા વિચારણા કર્યા બાદ સામાજિક હિતમાં લીધો નિર્ણય. ભાગીને લગ્ન કરનાર છોકરા કે છોકરી ને ગામમાં રહેવા દેવા કે અવરજવર કરવા દેવામાં આવશે નહી. ગ્રામ પંચાયતના લેટરપેડ પર નિર્ણય અંગે ઠરાવ કરવામાં આવ્યો હવે જેની જાણ પોલીસ મથકે અને પ્રાંત અધિકારી સહિત ને કરવામાં આવશે.
-
અમદાવાદના થલતેજમાં ડમ્પરે 12 વર્ષની દીકરીને કચડી મારી
અમદાવાદના થલતેજ ચાર રસ્તા પર ડમ્પર ચાલકે, 12 વર્ષની દીકરીને કચડી મારી છે. માતાની પાછળ એક્ટિવા પર બેઠેલ દીકરીનો ડમ્પરે લીધો જીવ. સમગ્ર ઘટના બપોરે આજે બપોર સમયે બનેલ છે. આરાધ્યા દીપકભાઈ બારોટ નામની દીકરીનું મૃત્યુ થયું. ડમ્પરના ડ્રાઈવર ને SG 1 ટ્રાફિક પોલીસે હસ્તગત કરી લીધેલ છે. મળતી માહિતી પ્રમાણે ડમ્પરને શહેરમાં આવવા જવાની પરમિટ મળેલ છે. ફરિયાદ નોંધવાની કામગીરી હાલ શરૂ છે ફરિયાદ બાદ આરોપીની ઓળખ અને ધરપકડ કરવામાં આવશે.
-
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે 72મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ
દિલ્હીની બહાર પ્રથમ વખત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ ગુજરાતમાં યોજાશે. આગામી 22 સપ્ટેમ્બરે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભવ્ય પૃષ્ઠભૂમિમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારનું આયોજન કરાયું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઉપસ્થિતિમાં 92 પ્રતિભાઓને સન્માનિત કરાશે. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના 70 વર્ષથી વધુના ઇતિહાસમાં પ્રથમ વખત દિલ્હીની બહાર આ પ્રતિષ્ઠિત સમારોહનું આયોજન ગુજરાતમાં થઈ રહ્યું છે, જે ગુજરાત અને નર્મદા જિલ્લા માટે વિશેષ ગૌરવની ક્ષણ બની રહેશે. 75 મિનિટના ભવ્ય સમારોહમાં પુરસ્કારો એનાયત કરવામાં આવશે. રાષ્ટ્રીય કક્ષાના આ પ્રતિષ્ઠિત કાર્યક્રમ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બે એરિયા માં જર્મન એલ્યુમિનિયમ સ્ટ્રક્ચરલ ડોમ તૈયાર કરવામાં આવશે. કાર્યક્રમ સ્થળે અંદાજે 1,000 મહેમાનોની બેઠક ક્ષમતા સાથે જરૂરી માળખાકીય અને અન્ય વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવશે.
-
જામનગરમાં બેંકમાંથી સાચા સોનાની ચોરી કરીને તેના બદલે નકલી સોનુ મૂકી દીધુ
જામનગરમાં બેંકમાં ગિરવે રાખેલ સાચા સોનાની ચોરી કરીને નકલી સોનુ મૂકી દીધુ. મુખ્ય આરોપી હસમુખ પારિયા પ્રાથમિક તપાસ મુજબ બેંકનો જ કર્મચારી હોવાનું બહાર આવ્યું. આરોપી હસમુખે બેન્ક મેનેજરના કેબિનમાંથી લોકરની ચાવી મેળવી ચોરી આચરી હોવાની ફરિયાદ. સાચા સોનાના દાગીના બદલે ખોટા દાગીના મૂકી 342 ગ્રામ સોનું તારવી લીધું. સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. હસમુખ દિનેશભાઈ પારિયા અને વિજય આલાભાઈ વગોરા સામે કાર્યવાહી કરાઈ.
-
ગુજરાતમાં આગામી 10 સપ્ટેમ્બરે વરસાદી સિસ્ટમ સર્જાઈ શકે છે
10 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પંચમહાલ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી કરતા કહ્યું છે કે, આજે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં પડી શકે.
-
અમદાવાદના ભૂયંગદેવની શારદા વિદ્યામંદિર આવી વિવાદમાં
અમદાવાદના ભૂયંગદેવની શારદા વિદ્યામંદિર આવી વિવાદમાં. 31 તારીખે શાળા છુટ્ટા બાદ ધોરણ 8ના વિદ્યાર્થીને તીક્ષ્ણ ઘા વાગતા 15 ટાંકા આવ્યા હતા. હાથના ભાગે તીક્ષ્ણ ઘા વાગ્યો કે કોઈએ માર્યો તેને લઈને શાળાએ મૌન ધારણ કર્યું છે. બીજા દિવસે વાલીએ ફરિયાદ કરવા છતાં શાળાએ CCTV ચકાસ્યા નહીં. 6 દિવસ પછી ટેક્નિકલ કારણસર CCTV બંધ હોવાનું કારણ ધરી શાળાએ બચાવ કર્યો. આખા દિવસના CCTV રેકોર્ડ થયા પરંતુ તે સમયના જ સીસીટીવી ગાયબ થયા છે. DEOએ CCTV આધારે સમગ્ર ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે.
-
રાજકોટના લોકમેળામાં ફૂડ વિભાગે 417 કિલો અખાદ્યચીજનો સ્થળ પર નાશ કર્યો
રાજકોટના લોકમેળામાં ફૂડ વિભાગે કાર્યવાહી કરી હતી. 417 કિલો અખાદ્ય ખોરાકનો સ્થળ પર જ નાશ કર્યો હતો. ફૂડ વિભાગ દ્વારા તા. 2થી 6 સપ્ટેમ્બર સુધી ખાદ્યચીજોના સ્ટોલ અને ફેરિયાઓનું સઘન ચેકિંગ હાથ ધરાયું. તપાસ દરમિયાન વાસી બટેટા, દાઝેલું તેલ, સડેલા શાકભાજી, વાસી ઘૂઘરા-ચટણી, પાણિપુરીનું પાણી સહિત અંદાજે 417 કિલો અખાદ્ય ખાદ્યચીજોનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો. વેપારીઓ પાસેથી 15,750નો વહીવટી ચાર્જ વસૂલ કરાયો હતો
-
બોટાદમાં કથિત ઓનલાઈન ગેમિંગ ‘તોડકાંડ’ મામલે કોળી સમાજની યોજાશે બેઠક
બોટાદમાં કથિત ઓનલાઈન ગેમિંગ ‘તોડકાંડ’ મામલે આજે કોળી સમાજની બેઠક યોજાશે. વીડિયોમાં માર મારી ગોંધી રાખી એક કરોડનો ‘તોડ’ કર્યાના આક્ષેપ. પોલીસ અને ભાજપના નેતા સામે ગંભીર આક્ષેપો થતાં મામલો ગરમાયો છે. બોટાદ જિલ્લા કોળી સમાજ દ્વારા ન્યાયની માંગ સાથે બેઠક મળી છે. કોળી સમાજ પ્રમુખ ભુપતભાઈ ડાભીએ વીડિયો-મેસેજ વાયરલ કર્યો. સમાજના લોકોને બેઠકમાં જોડાવા અપીલ કરાઈ.
-
બનાસકાંઠાને અછતગ્રસ્ત જાહેર કરી સરવે કરાવો- કિસાન સંઘે કલેકટરને આપ્યું આવેદનપત્ર
બનાસકાંઠા જિલ્લા કલેકટરને ભારતીય કિસાન સંઘે આપ્યુ આવેદનપત્ર. માત્ર 6 થી 7 ઇંચ જિલ્લામાં વરસાદ પડ્યો છે અને ખેડૂતો મુશ્કેલીમાં છે. જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરી અને સર્વે કરવા માંગ. ખેડૂતોની જમીન ઓછી કપાય અને સારું વળતર મળે તેવી માંગ.
-
ગુજરાત હાઇકોર્ટ અને સુરત કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી આપનાર આરોપી પકડાયો
ગુજરાત હાઇકોર્ટ અને સુરત કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેઈલ મોકલવાના મામલે અમદાવાદ સાયબર ક્રાઇમને મોટી સફળતા મળી છે. સાયબર ક્રાઇમે ધમકીભર્યો ઈ-મેઈલ મોકલનાર એક આરોપીની ચેન્નઈથી ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અગાઉ NDPSના ગુનામાં ઝડપાયો હતો. પોતે NDPSના ગુનામાં પકડાયો હોવાના રોષમાં તેણે કથિત રીતે ગુજરાત હાઇકોર્ટ અને સુરત કોર્ટને ધમકીભર્યો ઈ-મેઈલ મોકલ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
-
મહેસાણા રેલવે સ્ટેશન પાસેથી MD ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ
મહેસાણામાં રેલવે સ્ટેશન નજીક MD ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે કાર્યવાહી કરી 204 ગ્રામ MD ડ્રગ્સના જથ્થા સાથે રાજસ્થાન પોલીસના એક કર્મચારી સહિત બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. બંને આરોપીઓ મૂળ રાજસ્થાનના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી કાર અને ત્રણ મોબાઈલ સહિત કુલ રૂ.11 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર મામલે પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી ડ્રગ્સના નેટવર્ક અને અન્ય સંડોવાયેલા લોકો અંગે વધુ તપાસ હાથ ધરી છે.
-
પેટલાદમાં 5% રિટર્નની લાલચ આપી 350થી વધુ લોકો સાથે ઠગાઈ
આણંદના પેટલાદમાં સાયબર ક્રાઈમે પોંજી સ્કીમનો પર્દાફાશ કરી આરોપી પ્રતીક વિનોદ ઠાકોરની ધરપકડ કરી છે. આરોપીએ પેટલાદના શુભમ કોમ્પ્લેક્ષમાં ‘ઈકો સિનર્જી લિમિટેડ’ નામે ઓફિસ શરૂ કરી હતી અને ઓનલાઈન લિંક મારફતે રોકાણ કરાવી દરરોજ 5 ટકા રિટર્ન આપવાની લાલચ આપી હતી. પેટલાદ અને આસપાસના 350થી વધુ લોકો પાસેથી રૂ.30 લાખથી વધુની રકમ રોકાણ તરીકે લેવામાં આવી હતી. જોકે, રકમ મોટી થતાં આરોપીએ રોકાણકારોના વૉલેટ બ્લોક કરી પૈસા ઉપાડવા દીધા ન હતા. સોશિયલ મીડિયા પર રીલ જોઈ આરોપી કથિત રીતે આ કૌભાંડમાં જોડાયો હોવાની વિગતો સામે આવી છે. સમગ્ર મામલામાં પોંજી સ્કીમની મુખ્ય સૂત્રધાર એકાલીર્ટ નામની મહિલા હોવાની તપાસ ચાલી રહી છે. આણંદ સાયબર ક્રાઈમે મહિલા સહિત અન્ય સંડોવાયેલા લોકોની શોધખોળ અને તપાસ હાથ ધરી છે.
-
રિક્ષાચાલકોની હડતાળ વચ્ચે AMTS-BRTSમાં મુસાફરોનો ધસારો
અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાળ વચ્ચે AMTS અને BRTSમાં મુસાફરોનો ધસારો જોવા મળ્યો છે. રિક્ષા સેવા ખોરવાતા BRTSમાં દૈનિક મુસાફરી કરતા મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. માત્ર 6 કલાકમાં જ BRTSમાં 20 હજારથી વધુ મુસાફરોએ મુસાફરી કરી છે, જેના પગલે BRTSની આવકમાં પણ ચાર ગણો વધારો નોંધાયો છે.
-
અમદાવાદઃ બોપલમાં ચડ્ડી બનીયાન ધારી ગેંગનો આતંક
-
રાજકોટ: મેઘમાયા નગરમાં અસામાજીક તત્વોનો આતંક
-
ચૈતર વસાવાને આખરે હંગામી રાહત, વિધાનસભા સત્રમાં હાજર રહેવા મુકેલી જામીન અરજી મંજૂર
વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજરી આપવા માટે MLA ચૈતર વસાવાએ કરેલી જામીન અરજીને ગુજરાત હાઇકોર્ટે મંજૂરી આપી છે. હાઇકોર્ટે તેમને 7 દિવસના શરતી હંગામી જામીન મંજૂર કર્યા છે. જોકે, જામીન દરમિયાન ચૈતર વસાવા ગાંધીનગર છોડી શકશે નહીં અને વિધાનસભાના સત્રમાં ફરજિયાત હાજર રહેવું પડશે. આ ઉપરાંત તેમને મીડિયા સાથે વાતચીત નહીં કરવાની પણ શરત મૂકવામાં આવી છે. ચોમાસુ સત્રમાં હાજરી આપવા માટે વસાવાએ હાઇકોર્ટમાં હંગામી જામીનની માગ કરી હતી, જેને કોર્ટે મંજૂર કરતાં તેમને હાલ પૂરતી રાહત મળી છે.
-
સુરતઃ નવાગામમાં રોડ વચ્ચે BRTS બસ ઊભી રાખી તમાશો
સુરતના નવાગામ વિસ્તારમાં BRTS બસમાં બે વ્યક્તિઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. બસમાં જ બંને વચ્ચે થયેલી મારામારી બાદ ડ્રાઈવરે બસને જાહેર રોડની વચ્ચે ઊભી રાખી દીધી હતી. ત્યારબાદ ડ્રાઈવર બસમાંથી નીચે ઉતરી બંને વ્યક્તિઓને શાંત કરાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, રોડની વચ્ચે BRTS બસ ઊભી રહેતાં વાહનોની અવરજવર ખોરવાઈ હતી અને ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. જાહેર માર્ગ પર બસ ઊભી રાખવાની ઘટનાને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે.
-
હોર્મુઝ સ્ટ્રેટને લઈને ઈરાનની મોટી ચીમકી
મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટને લઈને મોટું નિવેદન આપ્યું છે. ઈરાનના સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના સચિવ મોહસિન રેઝાઈએ ફારસની ખાડીમાં હોર્મુઝ સ્ટ્રેટની બહાર નવો પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવાની ચીમકી આપી છે. તેમણે કહ્યું કે પરવાનગી વિના કોઈપણ જહાજ આ વિસ્તારમાં પ્રવેશ કરશે તો તેના પર પ્રતિબંધ લાગશે. સાથે જ રેઝાઈએ હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે ખુલ્લો હોવાના અમેરિકાના દાવાને ફગાવી દેતા માર્ગ સંપૂર્ણપણે બંધ હોવાનો દાવો કર્યો છે.
-
ભાડા વધારાની માંગ સાથે રિક્ષા ચાલકોની હડતાળ
અમદાવાદમાં અલગ-અલગ રિક્ષા યુનિયન દ્વારા ભાડા વધારાની માંગ સાથે હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. જોકે, કેટલાક રિક્ષા યુનિયન આ હડતાળમાં જોડાયા નથી. દરમિયાન ઈસ્કોન ચાર રસ્તા પર હડતાળમાં જોડાયેલા રિક્ષા ચાલકોએ અન્ય રિક્ષાઓને રોકી હતી અને તેમાં સવાર પેસેન્જરોને ઈસ્કોન ખાતે ઉતારી દીધા હતા. રિક્ષા ચાલકોએ ઓનલાઈન એપ આધારિત સેવાઓને કારણે પૂરતું વળતર મળતું ન હોવાનો પણ આક્ષેપ કર્યો છે. હડતાળને પગલે શહેરમાં રિક્ષા સેવા અને મુસાફરોની અવરજવર પર અસર જોવા મળી રહી છે.
-
સોમવારે રાત્રિથી જ સોમનાથ મહાદેવ મંદિરે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર
ગીર સોમનાથના સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના અંતિમ સોમવારે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. રાત્રિથી જ શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડતાં મંદિર બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. ભક્તોની વધતી સંખ્યાને પગલે રાત્રે 3 વાગ્યે મંદિરના ગેટ ખોલવામાં આવ્યા હતા. સઘન સુરક્ષા વચ્ચે હજારો ભક્તોએ સોમનાથ મહાદેવના પ્રથમ દર્શન કર્યા હતા. મંદિર પરિસર અને પ્રભાસ તીર્થ ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું, જ્યારે શ્રાવણીયા સોમવારે ભક્તો શિવધૂનમાં લીન જોવા મળ્યા હતા. વહેલી સવારથી જ દર્શન માટે લાંબી કતારો લાગતા સમગ્ર સોમનાથમાં ભક્તિમય માહોલ છવાયો હતો.
-
સાબરકાંઠા: હિંમતનગરના હડિયોલમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન
સાબરકાંઠાના હિંમતનગરના હડિયોલ ખાતે બટાકાનું ઉત્પાદન કરતા ખેડૂતો દ્વારા વિવિધ પ્રશ્નોને લઈને વિરોધ સંમેલન યોજાયું હતું. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો સંમેલનમાં જોડાયા હતા. અપોષણક્ષમ ભાવ, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અને વિવિધ બહાના હેઠળ ખેડૂતોના ચૂકવવાના રૂપિયામાં કપાત કરાતી હોવાના આક્ષેપો સાથે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. ખેડૂતોની ચાર મુખ્ય માગણીઓને લઈને યોજાયેલા આ વિરોધ સંમેલનમાં આગામી 13 સપ્ટેમ્બરે હિંમતનગર ખાતે બટાકા ઉત્પાદક ખેડૂતોનું વિશાળ મહાસંમેલન યોજી ઉગ્ર વિરોધ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
-
મિયામી એરપોર્ટ પર રનવે પર એમેઝોન કાર્ગો પ્લેન ક્રેશ, 5ના મોત
રવિવારે મિયામી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક એમેઝોન કાર્ગો પ્લેન રનવે પરથી લપસી ગયું. વાહનો સાથે અથડાતા અને આગ લાગી જતાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા. સાન જુઆન, પ્યુઅર્ટો રિકોથી આવી રહેલ આ પ્લેન બપોરે 2 વાગ્યાની આસપાસ રનવે પરથી નીચે ઉતરી ગયું. મિયામી-ડેડ કાઉન્ટીના અધિકારીઓએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે પાંચ લોકોના મોત થયા છે, ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા છે અને બે અન્ય લોકોને ઓછી ગંભીર ઇજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિવિધ મંત્રાલયોની કામગીરીની સમીક્ષા કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિવિધ મંત્રાલયો (ખાસ કરીને સામાજિક ન્યાય અને કલ્યાણ મંત્રાલય) ની કામગીરીની સમીક્ષા કરશે.
Published On - Sep 07,2026 7:31 AM
