07 ઓગસ્ટના મહત્વના સમાચાર : અમેરિકામાં ગેરકાયદેસર ઘુસણખોરીના કેસમાં, NIA ની ટીમ દ્વારા હરિયાણામાં બે લોકોની કરી ધરપકડ
આજે 07 ઓગસ્ટને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 07 ઓગસ્ટને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
CM ભૂપેન્દ્ર પટેલનો ટ્રમ્પના ટેરિફ ઉપર કટાક્ષ- દેશ અને દુનિયાને લાગ્યું છે કે, આપણો દેશ બધાને પહોંચી વળે એમ છે
અમેરિકા દ્વારા ભારત ઉપર ટેરિફ વધારવા મામલે CM એ કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે,દેશ અને દુનિયાને હવે લાગ્યું છે કે આપણો દેશ બધાને પહોંચી વળે એમ છે. આપણે આગળ ના આવીએ અને એમનાથી આગળ ના જઈએ એવા પ્રયાસ થઈ રહ્યા છે. જે પરિસ્થિત ઉભી થઈ છે તેને પહોંચી વળવાના છીએ, આપણે આગળ વધી રહ્યા છીએ. જમીનોના વધતા ભાવને લઈને CM ભૂપેન્દ્ર પટેલે ચિંતા વ્યક્ત કરી હતી. તકરારી બાબતોમાં બિલ્ડરો પાસે સુચનો મંગાવ્યા હતા. નોટિસ આપ્યા વિના નામ ચઢી જાય તેના માટે શું કરવું તે અંગે વિચાર-સૂચનો મંગાવ્યા હતા. બાંધકામ ક્ષેત્રે હાલ પડી રહેલી અગવડો અંગે પણ CM એ સૂચનો મંગાવ્યા છે. સરકાર તરફથી કોઈને કઈ તકલીફ પડવાની નથી તેની ખાતરી આપું છું.બહારથી લોકો અમદાવાદ આવે તો તેમને એવું થાય કે આવું બાંધકામ જોઈએ એવા કામ કરવા CM એ ટકોર કરી હતી. જ્યાં જ્યાં સુધાર કરવા જેવું છે તે નિયમોમાં સુધાર કરવા પણ CM એ તૈયારી દર્શાવી હતી.
-
અમેરિકામાં ગેરકાયદેસર ઘુસણખોરીના કેસમાં, NIA ની ટીમ દ્વારા હરિયાણામાં બે લોકોની કરી ધરપકડ
અમેરિકામાં ગેરકાયદેસર ઘુસણખોરીના કેસમાં, NIA ની ટીમ દ્વારા હરિયાણામાં બે લોકોની કરી ધરપકડ કરવામાં આવી છે. NIA ની ટીમ દ્વારા હરિયાણા અને પંજાબમાં ચાર જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. હરિયાણાના રવિકુમાર અને ગોપાલસિંહ ધરપકડ કરવામાં આવી છે. રવિકુમાર અને ગોપાલ હરિયાણાના કરનાલના રહેવાસી છે. રવિ ભારતીય નાગરિકોને ગેરકાયદેસર અમેરિકામાં જવા માટે ફસાવતો હતો. લોકોને કાયદેસર અમેરિકા પહોચાડવાનું કહી લાલચ આપતો હતો. ગોપાલસિંહ અન્ય આરોપી જયકુમાર અને રવિ સાથે મળીને કાવતરું ઘડતા હતા. આરોપીઓએ, ગુજરાતના લોકો સહિત અનેક લોકોના ઇમિગ્રેશન કરાવી આપવાનું કહી છેતરપિંડી આચરી છે.
-
-
રક્ષાબંધન પર્વે BRTSમાં બહેનો નિઃશુલ્ક મુસાફરી કરી શકશે
આ વર્ષે રક્ષાબંધનનો પાવન પર્વ આગામી 9 ઑગસ્ટ, 2015ને શનિવારના રોજ ઉજવાશે. ભાઈ-બહેનના અભિન્ન પ્રેમ અને લાગણીના પ્રતિકરૂપ આ તહેવારને અનુલક્ષીને બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધવા તેમની પાસે જાય છે. તેમના આ અનમોલ યાત્રાને વધુ આરામદાયક અને સરળ બનાવવાના હેતુથી અમદાવાદ જનમાર્ગ લિમિટેડ (BRTS) દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. BRTSમાં રક્ષાબંધનના દિવસે એટલે કે 9 ઑગસ્ટના રોજ સવારના 6.00 વાગ્યાથી રાત્રિના 10.45 વાગ્યા સુધી તમામ મહિલાઓ માટે BRTS બસોમાં મુસાફરી સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે.
-
દિયોદર, કાંકરેજ, લાખણી અને થરાદ પંથકના ખેડૂતોએ યોજી રેલી, ભારતમાલા પ્રોજેક્ટ માટે સંપાદન જમીનના બજારભાવ આપવા માંગ
ભારતમાલા પ્રોજેક્ટમાં અમદાવાદ થરાદ એક્સપ્રેસ વે જમીન સંપાદનમાં ખેડૂતોને જમીનની વિસંગતાઓ દૂર કરી અને બજાર કિંમતે જમીનનો વળતર ચૂકવવાની માંગ સાથે દિયોદર, કાંકરેજ, લાખણી અને થરાદ પંથકના ખેડૂતો પાલનપુર પહોંચ્યા હતા પાલનપુર ખાતે રેલી યોજી અને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને કલેક્ટરને રજૂઆત કરી હતી. જોકે સાંસદ ગેનીબેન આક્ષેપ કર્યા છે કે બનાસકાંઠાના મોટા માથાઓ મોટા નેતાઓએ 70 વીઘા જેટલી જમીન બિન ખેતી કરાવી લીધી છે અને 350 કરોડ ચાઉં કરી ગયા છે.
-
દુષ્કર્મ કેસમાં દોષિત આસારામ ઉર્ફે આસુમલને ગુજરાત હાઈકોર્ટે આપી વધુ રાહત, હવે 21 ઓગસ્ટ સુધી લંબાવ્યા જામીન
દુષ્કર્મ કેસમાં દોષિત આસારામ ઉર્ફે આસુમલને ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત યથાવત રહેવા પામી છે. ગુજરાત હાઈકોર્ટે દુષ્કર્મ કેસમાં દોષિત આસારામના જામીન વધુ એકવાર લંબાવ્યા છે. ગુજરાત હાઈકોર્ટે, દુષ્કર્મ કેસમાં દોષિત આસારામના જામીન હવે આગામી 21 ઓગસ્ટ સુધી લંબાવ્યા છે. દુષ્કર્મ કેસમાં દોષિત આસારામની નાદુરસ્ત તબિયતને લઈ ગુજરાત હાઈકોર્ટે આપેલા છે જામીન.
-
-
ધ્રાંગધ્રા શહેરના હળવદ રોડ પરની સોસાયટીમાંથી આધેડની કોહવાયેલી લાશ મળી
ધ્રાંગધ્રા શહેરના હળવદ રોડ પર શિવ શક્તિ સોસાયટીમાં એક ઘરમાંથી આધેડની કોહવાયેલ લાશ મળી છે. શિવ શક્તિ સોસાયટીમાં ઘરમાં દુર્ગંધ આવતા આજુબાજુના લોકોએ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે દરવાજો તોડી તપાસ કરતા ઘરમાંથી આધેડ પુરૂષની કોહવાઇ ગયેલ લાશ મળી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. પોલીસ એ કરેલ પ્રાથમીક તપાસમાં, આધેડનું નામ અતુલભાઇ ગીરજાશંકર સોમપુરા હોવાનું સામે આવ્યું હતુ. હવે પોલીસે આધેડનું મોત કુદરતી છે કે પછી અન્ય કોઈ કારણ તેની તપાસ હાથ ધરી.
-
ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા બ્રિજ પરથી યુવતીએ લગાવી છલાંગ
ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા બ્રિજ પરથી યુવતીએ લગાવી છલાંગ. યુવતીએ નદીમાં કૂદી આપઘાતનો કર્યો પ્રયાસ. સ્થાનિક નાવિકોએ યુવતીનો જીવ બચાવ્યો. યુવતીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાઈ. પોલીસે તપાસ શરૂ કરી.
-
ખેડૂતોને 10 કલાક વીજળી આપવાની વાત જમીન પરની વાસ્તવિકતાથી અલગઃ પાલ આંબલિયા
ખેડૂતોને 10 કલાક વીજળી આપવાના દાવાને લઇને કોંગ્રેસે સરકાર પર પ્રહારો કર્યાં છે. કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ સરકાર પર પ્રહારો કર્યાં છે. ગુજરાતના 80 ટકા વિસ્તારોમાં 10 કલાક લાઇટ આપવી શક્ય નથી. ખેડૂતોને 10 મિનીટ લાઇટ પણ મળતી નથી, મુખ્યમંત્રી અને આખી કેબિનેટ જમીન પરની વાસ્તવિકતાથી અલગ છે.
-
2030ની કોમનવેલ્થ ગેમ્સ યોજવા ગુજરાતે કરેલ દાવેદારીની ચકાસણી માટે, કોમનવેલ્થ ફેડરેશનની ટીમ રાજ્યની મુલાકાતે
કોમનવેલ્થ ફેડરેશન ટીમ ગુજરાતની મુલાકાતે છે. આ ટીમે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ રમતગમત સંકુલ અને મોટા શૈક્ષણિક સંકુલોની જાત માહિતી મેળવી હતી. ડાયરેક્ટર ઓફ ઓપરેશન ડેરેન હૉલની અધ્યક્ષતામાં પ્રતિનિધિ મંડળે લીધી મુલાકાત. ગાંધીનગર અને અમદાવાદના 6થી વધારે સ્થળોની મુલાકાત લીધી હતી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, સરદાર પટેલ સ્પોર્ટસ સંકુલ, રિવરફ્રન્ટ જેવા સ્થળોની મુલાકાત લીધી હતી. સંસ્કારધામ, મહાત્મા મંદિર, IIT જેવા સ્થળોની પણ મુલાકાત લીધી હતી. કોમનવેલ્થ ગેમ માટે ગુજરાતની સક્ષમતા અંગે માહિતી મેળવી છે. ગુજરાતમાં સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને હોસ્પિટાલિટી અંગે ચકાસણી કરી છે. અમદાવાદ કોર્પોરેશનથી લઈને રમત ગમત મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠકો યોજી હતી. રમત ગમત, યુવક અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી હર્ષ સંઘવી સાથે પણ ડેરેન હૉલ અને પ્રતિનિધિ મંડળે બેઠક યોજી હતી. વર્ષ 2030ની કોમન વેલ્થ ગેમ ગુજરાતમાં યોજાય તે માટે સરકાર કરી રહી છે પ્રયાસ. ભારત સરકારે 13 માર્ચે કોમન વેલ્થ ગેમ માટે સત્તાવાર દાવેદારી નોંધાવી છે. મેં 2025 ભારતીય પ્રતિનિધિ મંડળ કોમન વેલ્થ ગેમના ફેડરેશનની મુલાકાતે ગયું હતું.
-
‘મહારાષ્ટ્ર ચૂંટણીમાં મતદાર યાદીમાં ગેરરીતિ અંગે રાહુલ ગાંધીનો ‘પુરાવા સાથે’ દાવો
કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર મતદાર યાદી ચકાસણીમાં અનિયમિતતાઓને લઈને ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવ્યા છે. આ દરમિયાન તેમણે મહારાષ્ટ્ર અને કર્ણાટકની મતદાર યાદી બતાવી અને આરોપ લગાવ્યો કે આ બંને રાજ્યોની મતદાર યાદીમાં નકલી મતદારો છે.
-
રાજ્યમાં ઘટ્યું વરસાદનું જોર
રાજ્યમાં વરસાદનું જોર હાલ ઘટ્યું છે અને હવામાન વિભાગે આગાહી આપી છે કે આગામી 7 દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે; ભારે વરસાદની શક્યતાઓ હાલ નહીંવત છે. માછીમારો માટે હાલ કોઈ ખાસ ચેતવણી જારી કરવામાં આવી નથી, જ્યારે અમદાવાદમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
-
ઉત્તરાખંડ: 274 લોકોનું રેસ્ક્યૂ કરી હર્ષિલ લવાયા, તમામ સુરક્ષિત
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં ભારે વરસાદ અને પ્રાકૃતિક આફત વચ્ચે ‘ઑપરેશન જિંદગી’ અંતર્ગત મોટું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, જેમાં ગંગોત્રી સહિતના વિસ્તારોમાંથી કુલ 274 લોકોને હર્ષિલ લવાયા કરવામાં આવ્યા છે; તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે. રેસ્ક્યૂ કરાયેલાં લોકોએમાં સૌથી વધુ 131 ગુજરાતના, 123 મહારાષ્ટ્રના અને 21 મધ્યપ્રદેશના મુસાફરોનો સમાવેશ થાય છે. તમામને સુરક્ષિત રીતે દહેરાદૂન લઈ જવામાં આવશે.
-
સુરતઃ તહેવારના થોડા દિવસ પહેલા આરોગ્ય વિભાગ જાગ્યું
સુરતઃ તહેવારના થોડા દિવસ પહેલા આરોગ્ય વિભાગ જાગ્યું છે. મીઠાઈની દુકાનમાં આરોગ્ય અધિકારીઓ દ્વારા નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જોકે નમૂનાના રિપોર્ટ માટે 14 દિવસના સમય લાગતા ગ્રાહકોમાં અસંતોષ જોવા મળ્યો; કેટલાક ગ્રાહકોએ ઉગ્ર પ્રતિસાદ આપતા પ્રશ્ન કર્યો કે મીઠાઈ ખાઈ લીધા પછી નમૂના લેવાનો અર્થ શું રહે છે, અને તંત્રની વિલંબિત કાર્યવાહી પર પણ તીવ્ર રોષ વ્યક્ત કર્યો.
-
લવ જેહાદ કેસમાં ધરણા પર બેઠેલા માતા-પિતાની તબિયત લથડી
કચ્છના અબડાસાના ખારુઆ ગામમાં લખાયેલા લેવ જેહાદના મામલે દિકરીને પરત લાવવાની માંગ સાથે છેલ્લા ચાર દિવસથી કલેક્ટર કચેરી બહાર ધરણાં પર બેઠેલા માતા-પિતાની તબિયત લથડી ગઈ, જેથી તેમને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા; પરિવારજનો અને સમાજના લોકોનો આક્ષેપ છે કે વિધર્મી યુવક તેમની દિકરીને ભગાડી ગયો છે અને પોલીસ માત્ર આશ્વાસન આપી રહી છે, જ્યારે તેઓ છેલ્લા એક મહિનાથી ન્યાય માટે લડત આપી રહ્યા છે.
-
જમ્મુ-કાશ્મીર : સેનાની ગાડી ખીણમાં ખાબકી, 2 CRPF જવાનના મોત
જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં સેનાની ગાડી ખીણમાં ખાબકી છે. આ ઘટનામાં CRPFના 2 જવાનના મોત થયા છે. તો 16 જવાન ઇજાગ્રસ્ત હોવાનું સામે આવ્યુ છે.
-
ખેડા: ઉત્તરસંડાના વેરા તળાવમાં ડૂબી જવાથી બે સગા ભાઈના મોત
ખેડાના ઉત્તરસંડા ગામમાં ક્રિકેટ રમતા સમયે તળાવમાં ડૂબી જતાં 6 અને 9 વર્ષના સગા ભાઈઓના મોત નિપજ્યાં હતા; ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ, પોલીસ અને મામલતદાર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ત્રણ કલાકની શોધખોળ બાદ બંને બાળકોના મૃતદેહ મળ્યા, જેથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે; મૃતકોના પિતા નડિયાદમાં છેલ્લા આઠ વર્ષથી કલરકામ કરે છે, જ્યારે પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.
-
ભાવનગર: 60 વર્ષીય વૃદ્ધની હત્યા થઈ
ભાવનગર: 60 વર્ષીય વૃદ્ધની હત્યા થઈ છે. ગોકુલધામ સોસાયટી પાસે વૃદ્ધની હત્યા કરાઈ. હત્યાનું કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.
-
સ્વામીનાથન ખેડૂતોને પ્રેરણા આપતા હતા: પીએમ મોદી
પ્રોફેસર એમએસ સ્વામિનાથનને સમર્પિત સ્મારક સિક્કો અને શતાબ્દી સ્મારક સ્ટેમ્પ બહાર પાડ્યા બાદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘તેમની (પ્રોફેસર એમએસ સ્વામિનાથન) સાથેની દરેક મુલાકાત મારા માટે એક મૂલ્યવાન શીખવાનો અનુભવ હતો. તેમણે કહ્યું હતું કે, “વિજ્ઞાન ફક્ત શોધ વિશે જ નથી, પરંતુ વિતરણ વિશે પણ છે.” તેમણે તેમના કાર્યથી આ સાબિત કર્યું. તેમણે માત્ર સંશોધન જ કર્યું નહીં, પરંતુ ખેડૂતોને ખેતીની પદ્ધતિઓ બદલવા માટે પણ પ્રેરણા આપી. આજે પણ, ભારતના કૃષિ ક્ષેત્રમાં તેમની દ્રષ્ટિ, તેમના વિચારો દરેક જગ્યાએ જોવા મળે છે. તેઓ ખરેખર ભારત માતાના રત્ન હતા.
-
ઉત્તરાખંડમાં ગયેલા પાટણના પ્રવાસીઓનો સંપર્ક વિહોણા
ઉત્તરાખંડમાં ધરાલી વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના બાદ પાટણના 15 પ્રવાસીઓનો સંપર્ક તૂટ્યો છે; તેઓ ગંગોત્રી નજીક હતા અને છેલ્લો સંપર્ક થયા બાદ કોઈ ખબર મળતી નથી, જેને લીધે પરિવારજનો ખૂબ ચિંતિત છે.
-
બનાસકાંઠામાં સામે આવી ઓનર કીલીંગની ઘટના
બનાસકાંઠાના થરાદમાં લિવ-ઈનમાં રહેતી પુત્રીની હત્યાનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે, જેમાં પિતાએ દૂધમાં ઉંઘની ગોળીઓ આપી પુત્રીને માર્યા હોવાનો આરોપ છે; યુવતીના પ્રેમી દ્વારા કરવામાં આવેલી અરજી બાદ પોલીસ તપાસમાં ઘટના બહાર આવી, જેમાં યુવતીના બચાવ માટેના મેસેજ અને “મને મારી નાખશે” લખેલી ચેટ્સ પણ સામે આવી છે.
-
સુરતઃ સરથાણા પોલીસ સ્ટેશનના PSI લાંચ લેતા પકડાયા
સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI એમ.જી. લિંબોલાને વડોદરા ACBની ટીમે 40 હજારની લાંચ લેતા પકડી પાડ્યા હતા; PSIએ આરોપીઓને માર ન મારવા અને વહેલા જામીનમુક્ત કરવા બદલ લાંચની માંગણી કરી હતી.
-
અમદાવાદ : જમાલપુર પાસે મનપાની કચરાની ગાડીએ સર્જ્યો અકસ્માત
અમદાવાદના જમાલપુર વિસ્તારમાં મનપાની કચરાની ગાડીએ અચાનક નિયંત્રણ ગુમાવતા એક રાહદારીનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે અકસ્માતમાં બે બાળકો સહિત એક અન્ય વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી; ટ્રાફિક પોલીસે ગાડીના ચાલકને અટકાયત કરી છે, જેના જણાવ્યા મુજબ તે બીમાર હતો અને ચક્કર આવી જતાં ગાડી કાબૂ બહાર ગઈ હતી.
-
ઉત્તરકાશીના ધરાલીમાં ‘ઓપરેશન જિંદગી’
ધરાલીમાં કુદરતી આફત બાદ હજુ પણ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.. જે માટે હેલિકોપ્ટરનો સહારો લેવાયો છે. જો કે, હજુ સુધી રાહત અને બચાવ માટે પર્યાપ્ત સામાન અને સામાગ્રી પહોંચાડવામાં એવી સફળતા મળી શકી નથી. ચારેબાજુ ભૂસ્ખલન બાદ રસ્તાઓ બંધ છે.. આ તરફ ઉત્તરકાશીમાં ગંગોત્રી હાઈવે પર 100 મીટરથી વધુ જમીન ધસી પડી છે. સ્થિતિ એવી છે કે, ચાલીને પણ આગળ વધી શકાય તેમ નથી. રસ્તાઓ બંધ થવાને કારણે ધરાલી અને હર્ષિલમાં રાહત અને બચાવ કાર્ય પણ પ્રભાવિત થઈ રહ્યું છે.. હાઈવે ખુલવાની રાહ જોયા વિના ITBPના જવાનો પાસે બીજા કોઈ વિકલ્પ નથી. જો કે, આ વચ્ચે રાહતની વાત એ છે કે, આજે ઉત્તરકાશીમાં વાતાવરણ ચોખ્ખું છે, જેથી રેક્સ્યૂ ઓપરેશનને વધુ ઝડપી બનાવી શકવાની સંભાવના છે.
-
બનાસકાંઠાઃ અનુસુચિત જાતિના યુવક પર હુમલો
બનાસકાંઠાના વડગામ નજીક છાપી હાઈવે પર મુસ્લિમ યુવકોએ અનુસુચિત જાતિના યુવકને એક યુવતી સાથે રિક્ષામાં જોવા મળ્યા બાદ માર માર્યો હોવાનો આરોપ છે; હુમલા બાદ યુવકને ઓફિસમાં લઈ જઈ માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો, જ્યારે વાયરલ વીડિયોમાં યુવતીએ સ્પષ્ટ કર્યું કે તેનું યુવક સાથે કોઈ લેવાદેવા નહીં હોવા છતાં તેને માર મરાયો.
-
રાજકોટઃ છેતરપિંડીના કેસમાં દંપતીની ધરપકડ
રાજકોટમાં દંપતીને કરોડો રૂપિયાની છેતરપિંડીના કેસમાં પોલીસે ધરપકડ કરી છે; વિદેશમાં રોકાણના બહાને દુબઇમાં ‘યુનિવર્સલ’ નામની પેઢી બનાવી, મહિને 20 ટકા વળતરની લાલચ આપીને લોકોને 10 કરોડથી વધુની રકમથી છેતર્યા હતા.
-
જૂનાગઢ: સાસરીયાઓના ત્રાસથી યુવાને કર્યો આપઘાત
જૂનાગઢમાં સાસરીયાઓના ત્રાસથી પરેશાન યુવકે એસિડ પી જીવન ટૂંકાવ્યું, પત્ની રીસામણે હોવાથી સસરાએ 10 લાખની માગણી કરી હતી, સાથે જ સસરા અને ભાભી દ્વારા ઢોરમાર અને જાનથી મારી નાંખવાની ધમકી મળ્યા બાદ યુવકે આત્મહત્યાનો માર્ગ પસંદ કર્યો હોવાનો આક્ષેપ છે; પોલીસે યુવક પાસેથી સુસાઈડ નોટ મેળવીને પત્ની, સસરા અને ભાભી સામે ફરિયાદ નોંધાવી છે.
-
ઉપરાષ્ટ્રપતિ પદ માટે નામાંકન પ્રક્રિયા આજથી શરૂ થશે
જગદીપ ધનખડે 21 જુલાઈની રાત્રે અચાનક ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી દીધું. ત્યારથી આ પદ ખાલી છે. ઉપરાષ્ટ્રપતિ પદ માટે 9 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. ઉપરાષ્ટ્રપતિ પદ માટે નામાંકન 21 ઓગસ્ટ સુધીમાં ભરવામાં આવશે. ચૂંટણી પંચે 1 ઓગસ્ટના રોજ ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. આ સાથે, આજે એટલે કે 7 ઓગસ્ટના રોજ સૂચના જારી કરવામાં આવશે. સૂચના જારી થતાં જ નામાંકન શરૂ થાય છે.
-
એર ઇન્ડિયાની તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ 1 ઓક્ટોબરથી શરૂ થશે
એર ઇન્ડિયા 1 ઓક્ટોબરથી સંપૂર્ણપણે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન શરૂ કરશે. 12 જૂને અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટના બાદ કેટલીક ફ્લાઇટ્સ આંશિક રીતે બંધ કરવામાં આવી હતી.
Published On - Aug 07,2025 7:32 AM