4 ઓક્ટોબરના મહત્વના સમાચાર : અમિત શાહના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ, 13 કાર્યક્રમોમાં આપશે હાજરી

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2024 | 7:27 AM

આજે 04 ઓક્ટોબરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

4 ઓક્ટોબરના મહત્વના સમાચાર : અમિત શાહના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ, 13 કાર્યક્રમોમાં આપશે હાજરી

LIVE NEWS & UPDATES

  • 04 Oct 2024 09:30 AM (IST)

    નવસારીઃ રમઝટ ગ્રુપ દ્વારા આયોજિત ગરબામાં બબાલ

    નવસારીમાં રમઝટ ગ્રુપ દ્વારા આયોજિત ગરબામાં બબાલ થઇ છે. એસી ડોમ ગરબામાં આયોજકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયુ છે. પોલીસ કર્મચારીઓને તપાસ માટે પ્રવેશવા ન દેતા બબાલ થઇ છે. બાઉન્સરોએ ગરબા આયોજનમાં પ્રવેશ ન આપ્યો હોવાનો આરોપ છે. બાઉન્સરો પર પોલીસ કર્મચારીઓને ધક્કે ચડાવવાનો આરોપ છે.

  • 04 Oct 2024 09:00 AM (IST)

    રાજકોટમાં 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત

    રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. શહેરમાં 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત થયુ છે. મવડીના પંચશીલ નગરની મહિલાનું બીમારી બાત મોત થયુ છે. રાજકોટમાં સતત રોગચાળો વકરી રહ્યો છે.

  • 04 Oct 2024 08:38 AM (IST)

    તિલક વગર ગ્રાઉન્ડમાં પ્રવેશ નહીં

    વડોદરામાં જો તમે ગરબે ઘુમવા માંગતા હોવ તો પહેલા કપાળમાં તિલક કરવું પડશે. વડોદરામાં સનાતન ધર્મને મહત્વ આપતા આ નિર્ણય લેવાયો છે. નવરાત્રીમાં ગરબા રમવા આવતા તમામ ખેલૈયાઓના કપાળ પર તિલક ફરજીયાત લગાવવાનો નિર્ણય કરાયો છે. જો કપાળ પર તિલક નહીં હોય તો ગરબા ગ્રાઉન્ડમાં નહીં અપાય પ્રવેશ. ‘નો તિલક નો પ્રવેશ’ના સૂત્ર સાથે હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્યારે ખેલૈયાઓએ પણ સંચાલકોના આ નિર્ણયને આવકાર્યો છે.

  • 04 Oct 2024 08:37 AM (IST)

    કચ્છના ભૂજના સંજોગ નગરમાં એક યુવાનની હત્યા

    કચ્છના ભૂજના સંજોગ નગરમાં એક યુવાનની હત્યા થઇ છે. ઇમામ ચોક પાસે છરી વડે યુવક પર હુમલો કરતા તેનું મોત થયુ છે. પૈસાની લેતીદેતી મામલે યુવક પર હુમલો કર્યો હતો. ભુજ એ ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

  • 04 Oct 2024 07:29 AM (IST)

    કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ

    કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ. અમિત શાહના હસ્તે રાજ્યના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાશે. સવારે 10 વાગ્યે અમિત શાહ ગાંધીનગરમાં હીરામણી આરોગ્યધામ ડે કેર હોસ્પિટલનું લોકાર્પણ કરશે. ત્યાર બાદ સવારે 11 વાગ્યે મહાત્મા મંદિર ખાતે ADC બેંકની સ્થાપનાના 100 વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપશે. બપોરે 12:20 કલાકે ગાંધીનગર મનપાના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. ત્યાર બાદ બપોરે 3:15 કલાકે માણસામાં ચંદ્રાસર તળાવનું લોકાર્પણ અમિત શાહના હસ્તે કરાશે.

  • 04 Oct 2024 07:28 AM (IST)

    અમરેલીઃ ધારીના વાઘાપરા વિસ્તારમાં જૂથ અથડામણ

    અમરેલીઃ ધારીના વાઘાપરા વિસ્તારમાં જૂથ અથડામણ થઇ. જૂની અદાવતમાં એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે અથડામણમાં 6 ઈજાગ્રસ્ત થયા. જેમની ધારી સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ગંભીર ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે અમરેલી સિવિલ ખસેડાયા છે. જૂથ અથડામણ મુદ્દે ધારી પોલીસે તપાસ શરૂ કરી છે.

દિવાળી પહેલા મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે. કેન્દ્રીય કેબિનેટમાં PM કૃષિ ઉન્નતિ યોજનાને મંજૂરી આપી. કેન્દ્રને 1.01 લાખ કરોડનો બોજો પડશે.  અમિત શાહના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. 13 કાર્યક્રમોમાં હાજરી આપશે. કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.  અમદાવાદમાં ફિલ્મી સ્ટાઇલે પૂત્રએ પિતાની હત્યાનો બદલો લીધો. જીપની ટક્કર મારી પિતાના હત્યારાને મોતને ઘાટ ઉતાર્યો.  ભિલોડામાં રૂપિયા 25 લાખની લૂંટનો નિષ્ફળ પ્રયાસ થયો. 3 ઇસમોએ આંખમાં મરચાની ભૂકી નાખી હતી. હેલમેટ હોવાથી લૂંટ નિષ્ફળ બની છે.  રાજકોટના બાળરોગ નિષ્ણાંત ડૉ.જયેશ ભૂતનો મૃતદેહ મળ્યો. ડેમમાંથી મૃતદેહ મળતા ચકચાર મચી. હત્યા, આત્મહત્યા કે પછી અકસ્માત મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે.

Follow Us:
નવરાત્રીમાં વિઘ્ન બનશે મેઘરાજા ! આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ
નવરાત્રીમાં વિઘ્ન બનશે મેઘરાજા ! આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ
આ 5 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત
ખૂનનો બદલો ખૂન, અમદાવાદના બોડકદેવ અકસ્માત કેસમાં મોટો ખુલાસો
ખૂનનો બદલો ખૂન, અમદાવાદના બોડકદેવ અકસ્માત કેસમાં મોટો ખુલાસો
પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરતા દર્દીઓથી ઉભરાઈ સુરતની નવી સિવિલ
પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરતા દર્દીઓથી ઉભરાઈ સુરતની નવી સિવિલ
શક્તિપીઠ અંબાજીમાં પ્રથમ નોરતે લાખો માઈ ભક્તોએ કર્યા અંબાજીના દર્શન
શક્તિપીઠ અંબાજીમાં પ્રથમ નોરતે લાખો માઈ ભક્તોએ કર્યા અંબાજીના દર્શન
સુરતમાં બોગસ દસ્તાવેજનો પર્દાફાશ, પિતા-પુત્રી સામે નોંધાઈ ફરિયાદ
સુરતમાં બોગસ દસ્તાવેજનો પર્દાફાશ, પિતા-પુત્રી સામે નોંધાઈ ફરિયાદ
મેટ્રોની ધીમી કામગીરીથી વેપારીઓને મોટો આર્થિક ફટકો સહન કરવાનો વારો
મેટ્રોની ધીમી કામગીરીથી વેપારીઓને મોટો આર્થિક ફટકો સહન કરવાનો વારો
વાહ રે વિકાસ મોડલ, ન જળવાયો મોતનો મલાજો, મૃતદેહને ટ્રેક્ટરમાં લઈ જવાયો
વાહ રે વિકાસ મોડલ, ન જળવાયો મોતનો મલાજો, મૃતદેહને ટ્રેક્ટરમાં લઈ જવાયો
દ્વારકાના ખેડૂતોએ વિવિધ 6 માગો સાથે સરકાર સામે માંડ્યો મોરચો- Video
દ્વારકાના ખેડૂતોએ વિવિધ 6 માગો સાથે સરકાર સામે માંડ્યો મોરચો- Video
અમદાવાદમાં વિધર્મીના ગરબા આયોજન સામે VHPનો વિરોધ
અમદાવાદમાં વિધર્મીના ગરબા આયોજન સામે VHPનો વિરોધ
g clip-path="url(#clip0_868_265)">