04 નવેમ્બરના મહત્વના સમાચાર : અમદાવાદ અને ગાંધીનગર ચાર જગ્યાએ હુક્કાબાર પર દરોડા, ચારેય સ્થળેથી કુલ રૂ 2,71 લાખનો મુદ્દામાલ કબજે કરાયો
આજે 04 નવેમ્બરને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
રાજસ્થાનમાં રેલવે ટ્રેક પર વિસ્ફોટ, ટ્રેન ઉથલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
રાજસ્થાનના શ્રીગંગાનગર નજીક રેલવે ટ્રેક પર વિસ્ફોટની ઘટના સામે આવી છે. અનુપગઢથી ભટિંડા જતી ટ્રેનને નિશાન બનાવી તેને ઉથલાવી દેવાનું ષડયંત્ર રચાયું હોવાની આશંકા છે. સુરતગઢ રેલવે લાઇન પર 50 જીબી ગામ નજીક ટ્રેક પર વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. વિસ્ફોટની તીવ્રતાને કારણે રેલવે ટ્રેક પરના સિમેન્ટના બે પિલર તૂટી ગયા હતા. ઘટનાને પગલે રેલવે અને સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી છે.
-
દિવાળી પહેલા દિલ્હીની હવા બની ઝેરીલી, અનેક વિસ્તારોમાં AQI 400ને પાર
દિવાળી પહેલા જ દિલ્હીની હવાની ગુણવત્તા અત્યંત ખરાબ બની છે. રાજધાનીના અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 400ને પાર પહોંચતા પ્રદૂષણની સ્થિતિ ગંભીર બની છે. હવામાં પ્રદૂષણનું સ્તર વધતાં તંત્ર દ્વારા GRAP-2 લાગૂ કરવામાં આવ્યું છે. ગુરુગ્રામમાં બાંધકામ સાઇટો બંધ કરાવી દેવામાં આવી છે, જ્યારે ઇમારતો તોડવાની કામગીરી સહિત બાંધકામ અને ખોદકામના તમામ પ્રોજેક્ટ્સ પર રોક લગાવવામાં આવી છે. આ ઉપરાંત સરકારી અને ખાનગી કચેરીઓમાં વર્ક ફ્રોમ હોમ લાગૂ કરવાનો નિર્ણય લેવાયો છે. નિયમોનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ સૂચના આપવામાં આવી છે.
-
-
ગુજરાતમાં ગેરકાયદે હુક્કાબાર પર SMCના દરોડા, 2.71 લાખનો મુદ્દામાલ જપ્ત
ગુજરાતમાં ગેરકાયદે ચાલતા હુક્કાબાર સામે સ્ટેટ મોનિટરિંગ સેલે મોટી કાર્યવાહી કરી છે. અમદાવાદના સરખેજ, એલિસબ્રિજ, ચાંદખેડા અને ગાંધીનગરના ઈન્ફોસિટી વિસ્તારમાં ચાર સ્થળોએ દરોડા પાડી કુલ 2.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં 40 હુક્કા અને 577 ફ્લેવરના પેકેટ સહિતનો સામાન કબજે કરાયો છે. ચારેય સ્થળેથી મળી આવેલા હુક્કાની ફ્લેવરના નમૂના FSLમાં મોકલાયા છે, જેથી તેમાં નિકોટીનનો ઉપયોગ થતો હતો કે કેમ તેની તપાસ થઈ શકે.
આજે 04 નવેમ્બરને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - Nov 04,2026 7:49 AM
