24 નવેમ્બરના મહત્વના સમાચાર: ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડીનો ચમકારો, માઉન્ટ આબુમાં પણ ઠંડીનો પારો 3 ડિગ્રીએ પહોંચ્યો
આજે 24 નવેમ્બર મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડીનો ચમકારો, માઉન્ટ આબુમાં તાપમાન 3 ડિગ્રી
ઉત્તર ભારતના રાજ્યોમાં હવે ધીમે ધીમે શિયાળાનો ચમકારો વધી રહ્યો છે. ઉત્તર પ્રદેશ અને બિહારમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસની ચાદર પથરાતાં જનજીવન પર તેની અસર જોવા મળી રહી છે. બીજી તરફ, પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાને પગલે તાપમાનના પારામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. હિમાચલ પ્રદેશમાં લઘુત્તમ તાપમાન માઇનસ 4.6 ડિગ્રી નોંધાયું છે, જ્યારે રાજસ્થાનના માઉન્ટ આબુમાં પણ ઠંડીનો પારો ગગડીને 3 ડિગ્રીએ પહોંચી ગયો છે. ઠંડા પવનો ફૂંકાવાને કારણે સવાર અને સાંજના સમયે ઠંડીનો અહેસાસ વધુ થશે. આગામી દિવસોમાં પણ ઠંડીનો ચમકારો યથાવત રહેવાની શક્યતા છે.
આજે 24 નવેમ્બર મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - Nov 24,2026 7:57 AM
