AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઠંડીમાં માહોલ થશે ‘ગરમ’! ધૂમ મચાવશે શાહરૂખ-કરીનાની જોડી, ‘King’ ના ‘Daddy Cool’ ગીતની રિલીઝ ડેટ આવી સામે

શાહરૂખ ખાન અને કરીના કપૂરની જોડી ફરી એકવાર ધૂમ મચાવવા તૈયાર છે. વાત એમ છે કે, ફિલ્મ 'King' ના 'Daddy Cool' ગીતની રિલીઝ ડેટ પણ સામે આવી ગઈ છે. વાસ્તવિક લોકેશન્સ પર શૂટ થયેલા આ ગીતમાં બંનેની જોડીને એકસાથે ડાન્સ કરતી જોવા માટે ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

ઠંડીમાં માહોલ થશે 'ગરમ'! ધૂમ મચાવશે શાહરૂખ-કરીનાની જોડી, 'King' ના 'Daddy Cool' ગીતની રિલીઝ ડેટ આવી સામે
| Updated on: Nov 24, 2026 | 4:30 PM
Share

બોલિવુડ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર શાહરૂખ ખાન (Shah Rukh Khan) ની ફિલ્મ ‘કિંગ’ (King) આ વર્ષના છેલ્લા અઠવાડિયામાં રિલીઝ થવાની છે. થોડા દિવસો પહેલાં મેકર્સે ‘કિંગ’નું પહેલું ગીત ‘તૂ મિલ જાયે’ રિલીઝ કર્યું હતું, જેને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો છે.

આ ગીત આજે પણ લોકોની જીભ પર ચઢેલું છે. એવામાં હવે ‘કિંગ’ના બીજા ગીત ‘ડેડી કૂલ’ અંગે મોટું અપડેટ સામે આવ્યું છે. આ ગીતમાં શાહરૂખ ખાન સાથે કરીના કપૂર ડાન્સ કરતી જોવા મળશે.

આ દિવસે રિલીઝ થશે ‘King’ નું બીજું ગીત

બોલિવુડ હંગામાના રિપોર્ટ મુજબ, ‘કિંગ’માં શાહરૂખ ખાન અને કરીના કપૂર પર ‘ડેડી કૂલ’ ગીત ફિલ્માવવામાં આવ્યું છે. આ ગીતમાં બંનેને પરફોર્મ કરતા જોવા માટે ફેન્સ આતુર છે. મળતી માહિતી મુજબ, મેકર્સ ‘ડેડી કૂલ’ ગીતને 25 નવેમ્બરે રિલીઝ કરશે.

સિદ્ધાર્થ આનંદ અને શાહરૂખ ખાન સાથે

આ ગીતમાં શાહરૂખ ખાન અને કરીના કપૂરને જબરદસ્ત અંદાજમાં ડાન્સ કરતા જોવામાં આવશે. ‘કિંગ’ નું બીજું ગીત કરીના કપૂર સાથે વાસ્તવિક લોકેશન્સ પર ફિલ્માવવામાં આવ્યું છે. આ એક હિંગ્લિશ ગીત છે.

જણાવી દઈએ કે, શાહરૂખ ખાનની ફિલ્મ ‘કિંગ’નું નિર્દેશન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે. આ પહેલાં સિદ્ધાર્થ આનંદે શાહરૂખ ખાનની કમબેક મૂવી ‘પઠાણ’ ને ડિરેક્ટ કરી હતી.

 ‘કિંગ’ બનાવવામાં લગભગ 400 કરોડ રૂપિયા ખર્ચ થયા

‘કિંગ’ માં શાહરૂખ ખાન સાથે દીપિકા પાદુકોણ, અભિષેક બચ્ચન, રાની મુખર્જી, અનિલ કપૂર, જેકી શ્રોફ, જયદીપ અહલાવત, અરશદ વારસી, રાઘવ જુયાલ, અભય વર્મા અને સુહાના ખાન સહિત ઘણા એક્ટર્સને અલગ-અલગ ભૂમિકાઓમાં જોવામાં આવશે.

આ ફિલ્મ 24 ડિસેમ્બરે દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, શાહરૂખ ખાનની ‘કિંગ’ બનાવવામાં મેકર્સે લગભગ 400 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.

Breaking News : સુપરસ્ટાર રણજીતના ઘરે લગ્નની શરણાઈ વાગી, દીકરી બની દુલ્હન, જાણો કોણ છે વિલનનો જમાઈ જુઓ Video

Follow Us
સુરતની સિટી બસમાં વિકરાળ આગ, જુઓ Video
સુરતની સિટી બસમાં વિકરાળ આગ, જુઓ Video
તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે 5 યાત્રિકો માટે નાવિકો બન્યા તારણહાર
તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે 5 યાત્રિકો માટે નાવિકો બન્યા તારણહાર
નવસારીમાં દીપડાનો આતંક: 2 મહિનામાં 3 બાળકો પર હુમલા ! Video
નવસારીમાં દીપડાનો આતંક: 2 મહિનામાં 3 બાળકો પર હુમલા ! Video
બેટ દ્વારકા નજીક જોવા મળી બે ડોલ્ફિન, જુઓ Video
બેટ દ્વારકા નજીક જોવા મળી બે ડોલ્ફિન, જુઓ Video
નકલી દેવી-દેવતાની પૂજાથી દૂર રહો..શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીનું નિવેદન
નકલી દેવી-દેવતાની પૂજાથી દૂર રહો..શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીનું નિવેદન
જામનગરમાં વીજળી ગુલ થતાં લિફ્ટમાં ફસાયા છ વૃદ્ધો...
જામનગરમાં વીજળી ગુલ થતાં લિફ્ટમાં ફસાયા છ વૃદ્ધો...
અમદાવાદના ગ્યાસપુરમાં ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ, 80થી વધુ ઝૂંપડા ચપેટમાં
અમદાવાદના ગ્યાસપુરમાં ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ, 80થી વધુ ઝૂંપડા ચપેટમાં
ડુંગળીના ભાવ પ્રતિમણ ₹862 સુધી પહોંચતા ખેડૂતો ખુશ ! Video
ડુંગળીના ભાવ પ્રતિમણ ₹862 સુધી પહોંચતા ખેડૂતો ખુશ ! Video
ગીર સોમનાથમાં સિંહણોનો આતંક! ગામમાં ઘૂસી આવતા ગ્રામજનો ગભરાયા
ગીર સોમનાથમાં સિંહણોનો આતંક! ગામમાં ઘૂસી આવતા ગ્રામજનો ગભરાયા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનથી MD ડ્રગ્સની હેરાફેરી કરનારને ઝડપ્યો
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનથી MD ડ્રગ્સની હેરાફેરી કરનારને ઝડપ્યો
g clip-path="url(#clip0_868_265)">