AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચીનમાં હ્યુમન મેટાપ્યમોવાઈરસથી હોસ્પિટલોમાં ભારે ભીડ, જાણો તેના લક્ષણો કેવી રીતે બચવું

ચીનમાં હ્યુમન મેટાપ્યુમોવાઈરસના કેસ સતત વધી રહ્યા છે. મોટી સંખ્યામાં બાળકો આ વાઈરસથી સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે ચિંતાજનક સમાચાર એ છે, કે, હ્યુમન મેટાપ્યમોવાઈરસની ભારતમાં એન્ટ્રી થઈ ચૂકી છે. તો ચાલો જાણી લઈ આ વાઈરસના લક્ષણ અને સાવચેતી શું રાખવી

ચીનમાં હ્યુમન મેટાપ્યમોવાઈરસથી હોસ્પિટલોમાં ભારે ભીડ, જાણો તેના લક્ષણો કેવી રીતે બચવું
| Updated on: Jan 06, 2025 | 2:29 PM
Share

Human metapneumovirus ( HMV) China : ચીનમાં હાલમાં હ્યુમન મેટાપ્યમોવાઈરસના કેસ સતત વધી રહ્યા છે. આ વાઈરસથી સંક્રમિત દર્દીઓમાં કોવિડ જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. ચીનમાં 2 વર્ષથી નાની ઉંમરના બાળકોમાં આ વાઈરસથી સંક્રમિત થઈ રહ્યા છે, અમદાવાદમાં પણ હ્યુમન મેટાપ્યમોવાઈરસની એન્ટ્રી થઈ ચૂકી છે.તો ચાલો આજે આપણે જાણીએ હ્યુમન મેટાપ્યમોવાઈરસ કેટલો ખતરનાક છે. તેના લક્ષણો પણ જાણીએ.

હ્યુમન મેટાપ્યમોવાઈરસ શું છે

જો આપણે 5 વર્ષ પહેલાની વાત કરીએ તો ચીનમાં કોરોના વાઈરસ નામની એક બિમારી ફેલાય હતી. જેમણે દુનિયાભરમાં તબાહી મચાવી દીધી હતી. હવે ફરી એક વખત ચીનમાં એક વાઈરસ ફેલાયો છે. ચિંતાજનક વાત એ છે કે, આ વાઈરસના મોટાભાગના લક્ષણો કોરોના જેવા જ છે. જો કે વાઈરસનું નામ હ્યુમન મેટાપ્યુમોવાયરસ છે, પરંતુ તેનાથી સંક્રમિત લોકોમાં ઉધરસ, શરદી અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં ફરી એકવાર લોકોમાં ચિંતા વધી રહી છે.શિયાળાની ઋતુમાં HMPV ચેપ ઝડપથી ફેલાય છે.

હ્યુમન મેટાપ્યમોવાઈરસના લક્ષણો શું છે

હવે તો વધુ ચિંતાની વાત એ છે કે, ચીનના આ વાઈરસની ભારતમાં એન્ટ્રી થઈ ચૂકી છે. બેંગ્લુરુની એક 8 વર્ષની બાળકીમાં હ્યુમન મેટાપ્યમોવાઈરસ મળી આવ્યો છે.ચીન સીડીસીનું કહેવું છે કે હ્યુમન મેટાપ્યમોવાઈરસના કેસ સતત વધી રહ્યા છે. આ વાઈરસના વધુ કેસો બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં જોવા મળે છે. જે લોકોને પહેલાથી જ શ્વાસ સંબંધી કોઈ બિમારી છે તેમને વધુ જોખમ હોવાનું કહેવાય છે. આ વાઈરસ ચેપી હોવાથી અને એક વ્યક્તિથી બીજામાં ઝડપથી ફેલાતો હોવાથી, ચીનનું આરોગ્ય વિભાગ એલર્ટ પર છે અને વાઈસને રોકવા માટે મોટા પાયે પરીક્ષણ પણ ચાલી રહ્યું છે.

લોકો ગંભીર બીમારીનું કારણ બની શકે

આ એક ખતરનાક રોગ છે જેને સમયસર કાબૂમાં લેવામાં ન આવે તો જીવલેણ સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં, જો આ વાઈરસથી બાળકમાં થાય છે, તો તેના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી છે, તે લોકો ગંભીર બીમારીનું કારણ બની શકે છે.માનવ મેટાપ્યુમોવાયરસના લક્ષણો હળવાથી ગંભીર હોઈ શકે છે અને તે વ્યક્તિની ઉંમર અને આરોગ્યની સ્થિતિ પર આધાર રાખે છે. નોંધનીય બાબત એ છે કે આ વાઈરસના મોટાભાગના લક્ષણો કોરોના અને સામાન્ય ફ્લૂ જેવા જ છે. હ્યુમન મેટાપ્યુમોવાયરસના સામાન્ય લક્ષણોમાં નીચેનાનો સમાવેશ થાય છે

હ્યુમન મેટાપ્યુમોવાઈરસના લક્ષણો જાણો

  • ઉધરસ
  • તાવ
  • ગળામાં ખરાશ
  • શ્વાસ લેવામાં તકલીફ
  • થાક અને નબળાઈ
  • ભૂખ ન લાગવી

હ્યુમન મેટાપ્યુમોવાઈરસથી કેવી રીતે બચવું, જાણો

  • તમારા હાથને સાબુ અને પાણીથી ધોઈ લો.
  • જ્યારે પણ ઉધરસ કે છીંક આવે તો નાક અને મોંઢુ બંધ રાખવું
  • જ્યારે તમને શરદી અથવા અન્ય ચેપી બીમારી હોય ત્યારે અન્ય લોકોની આસપાસ રહેવાનું ટાળો
  • માસ્ક જરુર પહેરો
  • બહારનું જમવાનું ટાળો, રોગપ્રતિકારક શક્તિ વધારે
  • વાઈરસથી બચાવવા માટે, ભીડવાળી જગ્યાએ જવાનું ટાળો

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">