માત્ર 3 કલાકમાં જમ્મુથી શ્રીનગર, રેલવે વંદે ભારત સહિત ત્રણ નવી ટ્રેનો કરશે શરૂ, જાણો ટાઈમ ટેબલ અને રૂટ
રેલવેએ જમ્મુ અને શ્રીનગર વચ્ચે ટ્રેન સેવા શરૂ કરવાનો સંકેત આપ્યો છે. આ રૂટ પર એક વંદે ભારત એક્સપ્રેસ અને બે મેલ/એક્સપ્રેસ ટ્રેનો દોડાવાશે. રેલવેએ આ રૂટ પરની ટ્રેનોનું સમયપત્રક પણ જાહેર કર્યું છે. ખાસ વાત એ હશે કે વંદે ભારત ટ્રેન 3 કલાક 10 મિનિટમાં વન-વે સફર પૂર્ણ કરશે.
રેલવેએ આગામી સપ્તાહમાં જમ્મુ અને શ્રીનગર વચ્ચે ટ્રેન સેવા શરૂ કરવાનો સંકેત આપ્યો છે. આ રૂટ પર એક વંદે ભારત એક્સપ્રેસ અને બે મેલ/એક્સપ્રેસ ટ્રેનો દોડાવાશે. રેલવેએ આ રૂટ પરની ટ્રેનોનું સમયપત્રક પણ જાહેર કર્યું છે. ખાસ વાત એ હશે કે વંદે ભારત ટ્રેન 3 કલાક 10 મિનિટમાં વન-વે સફર પૂર્ણ કરશે. જ્યારે મેલ/એક્સપ્રેસ ટ્રેનો 3 કલાક 20 મિનિટમાં મુસાફરી પૂરી કરશે. હજુ એ સ્પષ્ટ નથી થયું કે દિલ્હીથી શ્રીનગર સુધીની ટ્રેન પણ ટૂંક સમયમાં શરૂ થશે કે નહીં.
સમયપત્રક મુજબ, વંદે ભારત શ્રી માતા વૈષ્ણો દેવી કટરા (SVDK) થી સવારે 8:10 વાગ્યે ઉપડશે અને 11:20 વાગ્યે શ્રીનગર પહોંચશે. આ ટ્રેન શ્રીનગરથી બપોરે 12:45 વાગ્યે પરત ફરશે અને 3:55 વાગ્યે SDVK પહોંચશે. અન્ય બે ટ્રેનો પણ દરરોજ રાઉન્ડ ટ્રીપ કરશે.
શિયાળામાં પણ ટ્રેનો અવરોધ વિના દોડશે
રેલવેએ ઘાટીની આબોહવાની પરિસ્થિતિઓને અનુરૂપ એક વંદે ભારત ટ્રેન અને અન્ય પાંચ સંપૂર્ણ વાતાનુકૂલિત ટ્રેનોમાં ફેરફાર કર્યો છે. આ ટ્રેનોની વિશેષતા એ છે કે તેઓ ખાસ કરીને શિયાળાના મહિનાઓમાં અવિરત દોડશે.
રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે, હાલમાં ઘાટીમાં છ ટ્રેનો દોડી રહી છે. આ ટ્રેનોમાં વિસ્ટાડોમ પણ સામેલ છે. આ તમામ ટ્રેનો પણ દોડતી રહેશે. આ સિવાય વંદે ભારત અને અન્ય બે ટ્રેનો ઉમેરવામાં આવી છે.
મંત્રાલયે જમ્મુ રેલ્વે વિભાગ બનાવ્યો
પ્રદેશમાં રેલ કામગીરીને મજબૂત કરવા માટે મંત્રાલયે નવા જમ્મુ રેલ્વે વિભાગની રચના કરી છે અને PM મોદી સોમવારે તેનો શિલાન્યાસ કરશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વંદે ભારત ટ્રેનના નવા બનેલા સ્લીપર વર્ઝનનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ટ્રેનની સ્પીડ ટેસ્ટ કરવામાં આવી રહી છે, આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ટ્રેન 180 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી રહી છે.
રેલવેએ એક નિવેદનમાં જણાવ્યું છે કે વંદે ભારત સ્લીપર ટ્રેને છેલ્લા ત્રણ દિવસમાં તેના કેટલાય ટ્રાયલ્સમાં મહત્તમ ઝડપ હાંસલ કરી છે. દેશભરના રેલ મુસાફરો માટે આ વિશ્વ કક્ષાની લાંબા અંતરની મુસાફરી ઉપલબ્ધ થાય તે પહેલા આ મહિનાના અંત સુધી ટ્રાયલ ચાલુ રહેશે.