અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગોની એક ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. મક્કા-મદીના થી હૈદરાબાદ જતી આ ફ્લાઇટમાં ટેકઓફ બાદ એક મુસાફરે પ્લેનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. તરત જ ક્રૂ દ્વારા સ્થિતિને ગંભીરતાથી લઈ પાઈલટે અમદાવાદ એરપોર્ટનો સંપર્ક કરી ઈમરજન્સી લેન્ડિંગ કર્યું. ઘટનાની જાણ થતા CISF, ડૉગ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસની ટીમો એરપોર્ટ પર તાત્કાલિક દોડી આવી અને પ્લેનનું સઘન ચેકિંગ હાથ ધર્યું. તપાસ દરમિયાન પ્લેનમાં અત્યાર સુધી કોઈ શંકાસ્પદ કે વાંધાજનક વસ્તુ મળી નથી. પોલીસએ ધમકી આપનાર મુસાફરને અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. આ ઘટનાએ મુસાફરોમાં ક્ષણિક દહેશત ફેલાવવાનો માહોલ સર્જ્યો હતો.
04 ડિસેમ્બરના મહત્વના સમાચાર : અમદાવાદથી વાયા હિંમતનગર થઈ અંબાજી રેલ સેવા શરુ થશે
આજે 04 ડિસેમ્બરને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 04 ડિસેમ્બરને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
કચ્છમાં સફેદ રણમાં હાલ વરસાદી પાણી, અસલ ચમક 10 દિવસ બાદ જોવા મળશે
ધોરડો સફેદ રણમાં હાલ વરસાદી પાણી જોવા મળી રહ્યું છે. પ્રવાસીઓને સફેદ રણની મજા માણવા હજુ થોડાક દિવસની રાહ જોવી પડશે. હજુ 10 દિવસ બાદ સફેદ રણની અસલ ચમક જોવા મળશે. પાણી ભરાયેલું હોવાથી સફેદ રણમાં મીઠું પાક્યું નથી. આ વર્ષે ભારે વરસાદના કારણે આખુ સફેદ રણ દરિયામાં ફેરવાયું હતું.
-
અમદાવાદ એરપોર્ટથી ઈન્ડિગોની 7 ફલાઈટ થઇ રદ્દ
IndiGo એરલાઇન્સની હવાઈ સેવામાં ખામી સર્જાઈ છે. આજે દિવસ દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગોની અનેક ફલાઈટ અસરગ્રસ્ત થવા પામી છે. સાંજે 5:30 કલાક સુધી ઈન્ડિગોની 7 ફલાઈટ થઇ રદ્દ થઈ છે. અમદાવાદ આવતી જતી કુલ 46 ફલાઈટ ચાલી રહી છે મોડી.
-
-
અમદાવાદથી વાયા હિંમતનગર થઈ અંબાજી રેલ સેવા શરુ થશે
સાબરકાંઠા જિલ્લામાં રેલ માર્ગનું માળખું વધુ સુવિધાજનક બનશે. અમદાવાદ-હિંમતનગર બ્રોડગેજ રેલવે લાઈન ડબલ ટ્રેક કરાશે. ખેડબ્રહ્મા-અંબાજી બ્રોડગેજ નવી રેલવે લાઈન અંગે કાર્યવાહી શરુ કરાઈ છે. બંને યોજનાઓ માટે 1216 કરોડ રૂપિયા ખર્ચ કરાશે. અમદાવાદથી વાયા હિંમતનગર થઈ અંબાજી રેલ સેવા શરુ થશે. ટ્રેક ડબલિંગ કરાતા રેલ ટ્રાફિક વધવા સાથે સરળ સુવિધા પ્રાપ્ત થશે. સંસદ સત્રમાં રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવી મહત્વની વિગત. સાંસદ શોભનાબેન બારૈયાની રજૂઆત બાદ સવાલના જવાબમાં રેલમંત્રીએ માહિતી દર્શાવી.
-
ગુજરાત બાર એસોસિએશનની 19 ડિસેમ્બરે યોજાશે ચૂંટણી
રાજ્યભરના એડવોકેટ માટેના બાર એસોસિએશનની 19 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે. 280 જેટલા રજીસ્ટર્ડ બાર એસોસિએશનની એક જ દિવસે યોજાશે ચૂંટણી. 1.36 લાખ એડવોકેટ મેમ્બર્સ પોતાના ઉમેદવારોને કરશે વોટિંગ. પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી અને ખજાનચીના પદ માટે વકીલો કરશે ઉમેદવારી અને મતદાન. રાજકીય ચૂંટણીની જેમ જ એડવોકેટ ઉમેદવારો મેનિફેસ્ટો પણ કરે છે જાહેર. બાર એસોસિએશનના ચૂંટણી પરિણામ 24 કલાકમાં જાહેર થતા હોય છે. સૌથી મોટા અમદાવાદ ક્રિમિનલ બાર એસોસિએશનનું પરિણામ 3 થી 4 દિવસે જાહેર થાય છે.
-
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ભેટીને PM મોદીએ કર્યું ઉષ્માભેર સ્વાગત
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ભેટીને PM મોદીએ કર્યું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. આશરે ચાર વર્ષ પછી વ્લાદિમીર પુતિન ભારતમાં આવ્યા છે. આ મુલાકાતના અનેક હેતુ છે. મોદી અને પુતિન વચ્ચેની મુલાકાત ઉપર સમગ્ર વિશ્વની નજર છે.
-
-
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનુ વિમાન દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થયું
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનુ વિમાન દિલ્હીના પાલમ એરપોર્ટ પર લેન્ડ થયું છે. અહી તેમને આવકારવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહ્યાં છે.
-
પુતિનનું સ્વાગત કરવા માટે પીએમ મોદી પાલમ એરપોર્ટ પર પહોંચ્યા
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનુ સ્વાગત કરવા માટે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દિલ્હીના પાલમ એરપોર્ટ ખાતે પહોચી ગયા છે. થોડીક જ ક્ષણોમાં, વ્લાદિમીર પુતિનનું વિમાન દિલ્હીના પાલમ એરપોર્ટ પર લેન્ડ થશે.
-
સુરેન્દ્રનગર LCB કચેરીના પૂરછપરછ રૂમમાં આરોપી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી !
સુરેન્દ્રનગર LCB કચેરીના પૂરછપરછ રૂમમાં આરોપી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો છે. ઝીંઝુવાડા પોલીસ મથકના બાઈક ચોરીના ગુન્હામાં LCB પોલીસે ઝડપી પાડેલ આરોપી ગજેન્દ્રસિંહ ભુરુભા ઝાલાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. આરોપીને ચોરીના એક બાઈક સાથે ઝડપી પાડ્યો હતો અને પુછપરછ દરમ્યાન કુલ 08 બાઈકની ચોરીની કબૂલાત કરી હતી. આરોપીની આત્મહત્યા પાછળનું કારણ સહિતની બાબતો અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
-
સુરતમાં પુરતી સુવિધા વિનાની ગ્રાન્ટ ઈન એઈડ હિન્દી શાળાની માન્યતા રદ કરી દેવાઈ
સુરત શહેરમાં સુવિધા વગરની ગ્રાન્ટેડ શાળામાં સામે DEO એ કાર્યવાહી કરતા શાળાની માન્યતા જ રદ કરી દીધી છે. ભેસાણ રોડ પર પ્રેમભારતી સાકેત હિન્દી વિદ્યાલયમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળામાં સરપ્રાઈઝ વિઝિટ કરી હતી. શાળામાં એકદમ ખંડર હાલતમાં જોવા મળી. જર્જરીત ખંડર શાળામાં જ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતા હતા. શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવા છતાં ખોટી દર્શાવી શાળા ચલાવવામાં આવતી હતી. શાળના બારી, દરવાજા તૂટેલી હાલતમાં જોવા મળ્યા. શાળામાં વિદ્યાર્થીઓ માટે ટોયલેટ – બાથરૂમની સુવિધા પણ પુરતી ન હતી. વિદ્યાર્થીઓ માટે પંખા, પાણી સહિત અનેક પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો. શાળાને અગાઉ પણ DEO દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. DEO સ્થળ તપાસ કર્યા બાદ શાળાની માન્યતા રદ કરી નાખી.
-
વાપીમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરી મોતને ઘાટ ઉતારનારા આરોપીને ફટકારાઈ ફાંસીની સજા
વલસાડ જિલ્લાના વાપીમાં રેપ વીથ મર્ડરના આરોપીને ફાંસીની સજા ફટકારાઈ છે. શ્રમજીવી પરિવારની 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ કર્યા બાદ તેની હત્યા કરી દેનારા આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. 23 ઓક્ટોબર 2023ના રોજ, બાળકી ને ચોકલેટ આપવાની લાલચે ઝાડીમાં લઇ જઈ 42 વર્ષીય નરાધમ રઝાક સુભાન ખાને બાળકી ઉપર દુષ્કર્મ આચરી હત્યા કરી હતી. વાપીના ડુંગરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસે આરોપીને દબોચી લીધો હતો. પોલીસે 19 દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી. વાપીની સ્પેશીયલ પોક્સો કોર્ટમાં આ મામલે કેસ ચાલતા, કોર્ટે આરોપીને કસુરવાર ઠેરવી ફાંસીની સજા ફટકારી છે.
-
ભાવનગરના હિમાલયા મોલ નજીકની બાંધકામ સાઈટના 7માં માળેથી પટકાતા શ્રમિકનુ મોત
ભાવનગર શહેરના હિમાલયા મોલ નજીક કન્સ્ટ્રક્શન સાઈટ પર સાતમા માળેથી શ્રમિક નીચે પટકાતા ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખાતે મોત નીપજ્યું છે. ભાવનગર શહેરના હિમાલયા મોલ નજીક કન્ટ્રક્શનની કામગીરી ચાલી રહી હતી. બિલ્ડીંગની કન્સ્ટ્રકશનની કામગીરી દરમિયાન એક શ્રમિક અચાનક નીચે ફટકાયો હતો. નીચે ફટકાતા શ્રમિકને ગંભીર ઇજાઓ પહોંચતા 108 માં હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે શ્રમિકને મૃત જાહેર કરાતા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
-
વડોદરામાં અકસ્માતને લઈને બ્લેક સ્પોટને દૂર કરવા મથામણ, બે દિવસમાં બે સ્પીડ બ્રેકર બનાવાશે
વડોદરામાં અકસ્માતની દ્રષ્ટિએ બ્લેક સ્પોટ ગણાતા વિસ્તારને કેવી રીતે સુરક્ષીત કરવો તેના પર વડોદરા ટ્રાફિક, આરટીઓ અને પાલિકાના ટ્રાફિક વિભાગના અધિકારીઓ મથામણ આદરી છે. વડોદરાના એક જ સ્થળે ચાર અકસ્માતો સર્જાયા હતા. સમગ્ર ઘટનાઓને લઈ વડોદરા ટ્રાફિક, આરટીઓ અને પાલિકાના ટ્રાફિક વિભાગના અધિકારીઓની વિઝિટ. સ્થળ પર પહોંચી અકસ્માતની સંખ્યા કેવી રીતે ઘટાડી શકાય તે મુદ્દે કરી ચર્ચાઓ. આગામી બે દિવસમાં એ સ્થળે બે સ્પીડ બ્રેકર બનાવવા માટે કર્યું આયોજન. સ્પીડ બ્રેકર થકી લોકોની વાહનની સ્પીડમાં પણ ઘટાડો રહેશે જેના કારણે અકસ્માત ની સંભાવનાઓ ઓછી થશે.
-
પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના તમામે તમામ ટ્રસ્ટીઓને ચેરિટી કમિશનર સમક્ષ હાજર થવા આદેશ
પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના ટ્રસ્ટીઓને ચેરિટી કમિશનર સમક્ષ હાજર થવા હુકમ કર્યો છે. પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સનો વિવાદ શાંત થવાનું નામ નથી લેતો. ચેરિટી કમિશનરે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્શિયલ ના 26 ટ્રસ્ટીઓને નોટિસ ફટકારી છે. અગાઉ રાજકોટ સંયુક્ત કમિશ્નરે 26 ટ્રસ્ટીઓ સામે પોલીસ ફરિયાદ કરવા માટે તમામ ટ્રસ્ટીઓની સહમતિ માંગી હતી. આજે પોરબંદર ચેરિટી કમિશનરે ચેમ્બર ઓફ કોમેડીના તમામ 26 ટ્રસ્ટીઓ ને નોટિસ ફટકારતા શહેરમાં ચકચાર મચી ગઈ છે. ફરિયાદી દિનેશ વ્રજલાલ માંડવિયાએ ચેમ્બર ઓફ કોમર્શિયલ બાંધકામ અને ગેરરીતિ બાબતે ચેરિટી કમિશનર માં કરી હતી ફરિયાદ, જેને પગલે ચેરિટી કમિશનરે નોટિસ ફટકારી. આગામી 17 ડિસેમ્બરના રોજ તમામ ટ્રસ્ટીઓને પોરબંદર ચેરિટી કમિશનર કચેરીમાં આધાર પુરાવા સાથે હાજર રહેવા નોટિસ ફટકારાઈ છે.
-
મદીનાથી હૈદરાબાદ જઈ રહેલી ફ્લાઈટને ઉડાવવાની મળી ધમકી
આજે મદીનાથી હૈદરાબાદ જઈ રહેલી ફ્લાઈટને ઉડાવવાની ધમકી મળી હતી. ફ્લાઈટ જ્યારે હૈદરાબાદ એરપોર્ટ પર લેન્ડ થશે ત્યાર બાદ તેને ઉડાવી દેવામાં આવશે તે પ્રકારનો ઉલ્લેખ હતો. ઈમેલ મારફતે આપવામાં આવી હતી. પ્રાથમિક તપાસ કરવામાં આવી છે. જેમાં તમામ પેસેન્જરને ડિબોર્ડ કર્યા બાદ તપાસ કરવામાં આવી. સમગ્ર મામલે હૈદરાબાદ પોલીસ દ્વારા ફરિયાદ નોંધી આગળની કામગીરી કરવામાં આવશે.
-
ગુજરાત હાઇકોર્ટને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત હાઇકોર્ટને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. હાઇકોર્ટના રજીસ્ટ્રારને ઇમેઇલથી ધમકી અપાઈ. હાઇકોર્ટમાં બોમ્બ પ્લાન્ટ કરાયાનો ઇમેઇલમાં ઉલ્લેખ છે. સોલા પોલીસ સહિતની એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરી.
-
જામનગર: જિલ્લામાંથી કુલ 9 હોમગાર્ડઝ સભ્યોને કરાયા બરતરફ
જામનગર: જિલ્લાના જુદા-જુદા તાલુકામાં આવેલી યુનિટના 9 હોમગાર્ડઝ સભ્યોને બરતરફ કરવામાં આવ્યા છે. આ જવાનો સતત અનિયમિતતાઓ અને ગંભીર ગુનામાં સંડોવાયેલા હતા, જેના પર યુનિટ ઓફિસરના રિપોર્ટના આધારે કાર્યવાહી કરી હતી. જામનગરમાં હાલ હોમગાર્ડઝની 350થી વધુ જગ્યાઓ ખાલી છે. નવી ભરતી કરવામાં આવવાથી પહેલા અનિયમિત હોમગાર્ડઝને છૂટા કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
-
અમેરિકામાં કુખ્યાત બૂકી રાકેશ રાજદેવના ઘરે ફાયરિંગ
અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં કુખ્યાત બૂકી રાકેશ રાજદેવના ઘરે ફાયરિંગની ઘટના બની છે. રોહિત ગોદારા ગેંગે આ ફાયરિંગની જવાબદારી સોશિયલ મીડિયાના માધ્યમથી સ્વીકારી છે. પોસ્ટમાં તેમને રાકેશ રાજદેવ અને તેના સંલગ્ન વ્યક્તિઓ પર પાકિસ્તાનને ફંડિંગ પૂરી પાડવાના આક્ષેપ લગાવ્યા છે. સાથે જ, રાકેશ રાજદેવ દાઉદ ઈબ્રાહિમના ભાઈ સાથે સંપર્કમાં હોવાનો પણ આરોપ છે. આ ઘટનાએ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય માહોલમાં ચિંતાનું માહોલ પેદા કર્યું છે.
-
અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગોની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ
-
અરવલ્લીઃ મોડાસામાં ઝડપાઈ પ્રતિબંધિત ચાઈનીઝ દોરી
અરવલ્લી જિલ્લામાં ઉત્તરાયણ પહેલા પોલીસએ મોડાસામાં મોટી કાર્યવાહી કરીને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપ્યો છે. ગણેશપુર વિસ્તારમાં આવેલા એક ગોડાઉન પર દરોડો પાડી પોલીસે 480 ચાઈનીઝ દોરીની રીલ જપ્ત કરી છે. આ કાર્યવાહી દરમિયાન એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે. પોલીસએ કુલ રૂ. 2.4 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઉત્તરાયણ દરમિયાન અકસ્માતો અટકાવવા માટે પ્રતિબંધિત દોરીના વેપાર પર પોલીસની કડક નજર વચ્ચે આ કાર્યવાહી મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
-
સુરત: મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ખાણીપીણીની 68 સંસ્થાઓમાં ચેકિંગ હાથ ધર્યુ
સુરત: મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી. ડુમસ બીચ પર પાલિકાએ કાર્યવાહી હાથ ધરી. ખાણીપીણીની 68 સંસ્થાઓમાં ચેકિંગ હાથ ધર્યુ. 51 સંસ્થાઓને આરોગ્યલક્ષી નોટિસ આપવામાં આવી. રેલવે અને બસ સ્ટેશન પર 260 સંસ્થાઓમાં પણ તપાસ હાથ ધરાઈ. સિંગલ યુઝ પ્લાસ્ટિક હેઠળ 674 સંસ્થાઓમાં ચેકીંગ હાથ ધરાયુ. 140 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. વિવિધ સંસ્થાઓ પાસેથી 4.36 લાખના દંડની વસૂલાયો.
-
રશ્મિન રવિન્દ્ર પાલ અને એ.કે સિંહ નામના જાસૂસ ઝડપાયા
ગુજરાત ATSએ જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ગુજરાત ATSએ 2 શખ્સોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા શખ્સોમાં એક મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે. રશ્મિન રવિન્દ્ર પાલ અને એ.કે સિંહ નામના જાસૂસ ઝડપાયા છે. ઝડપાયેલો પુરુષ ગોવાથી જ્યારે મહિલા દમણથી ઝડપાઈ. આરોપી એ.કે.સિંહ આર્મીમાં સુબેદાર હતો. પકડાયેલા શખ્સો પાકિસ્તાની એજન્ટો સાથે સંકળાયેલા હોવાનું ખૂલ્યું. પાકિસ્તાની એજન્ટોને આર્થિક મદદ પૂરી પાડતા હોવાનું ખૂલ્યું. બન્ને આરોપી સંવેદનશીલ વિસ્તારોમાં જાસૂસી કરતા ઝડપાયા.
-
જમ્મુ-કાશ્મીરમાં હાડ થીજાવતી ઠંડી
જમ્મુ-કાશ્મીરમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. અનેક વિસ્તારોમાં પારો માઈનસમાં ઉતરી ગયો છે. શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન માઈનસ 4.4 ડિગ્રી નોંધાયું છે, જ્યારે શોપિયાંમાં સૌથી ઓછું માઈનસ 5.9 ડિગ્રી સુધી પહોંચ્યું છે. શ્રીનગર તથા આસપાસના વિસ્તારમાં ઘનઘોર ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે, જેને કારણે દૈનિક જીવન પર અસર પડી રહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં કેટલાંક વિસ્તારોમાં બરફવર્ષાની શક્યતા છે.
-
અમેરિકાના કેલિફોર્નિયામાં F-16 ફાઇટર જેટ ક્રેશ થયું
અમેરિકાના કેલિફોર્નિયામાં એક F-16 ફાઇટર જેટ ક્રેશ થયું. પાઇલટ્સ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા. ક્રેશનું કારણ હાલમાં તપાસ હેઠળ છે.
-
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજે ભારત આવશે
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજે, ગુરુવારે ભારત આવશે. તેઓ સાંજે 4:30 વાગ્યે નવી દિલ્હી પહોંચશે. થોડા કલાકો પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના સન્માનમાં એક ખાનગી રાત્રિભોજનનું આયોજન કરશે.
-
આજે સવારે અફઘાનિસ્તાનમાં ભૂકંપનો આંચકો
આજે વહેલી સવારે લગભગ 4 વાગ્યે અફઘાનિસ્તાનમાં રિક્ટર સ્કેલ પર 4.2 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો.
Published On - Dec 04,2025 7:37 AM
અનાજના બે અલગ-અલગ પ્રકાર હોય છે, દરેકના હોય છે અલગ ફાયદા
મહારાષ્ટ્રીયન લુકમાં જોવા મળી મૃણાલ ઠાકુર, જુઓ Photos
સારા અર્જુનનો પરિવાર જુઓ
દુનિયાની આ Dog બ્રીડ અત્યંત શક્તિશાળી અને ખતરનાક પરંતુ એકદમ વફાદાર
શરીરમાં કયા પોષક તત્વોની કમીને કારણે ખરે છે વાળ ? જાણો
શું શ્રીમદ્ ભગવદ્ ગીતા અને શ્રીમદ્ભાગવદ અલગ છે? જાણો આજે તફાવત