03 જુનના મહત્વના સમાચાર : સુરત ACB છટકામાં લાંચિયો આસિસ્ટન્ટ ઇજનેર રૂ. 45,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
આજે 03 જુન બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
આજે 03 જુન બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
સુરત ACB છટકામાં લાંચિયો આસિસ્ટન્ટ ઇજનેર રૂ. 45,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
સુરત ACB છટકામાં લાંચિયો આસિસ્ટન્ટ ઇજનેર રંગેહાથ ઝડપાયો છે. મનપા ઉધના ઝોનના આસિસ્ટન્ટ ઇજનેર જીજ્ઞેશ મોદી રૂ. 45,000ની લાંચ લેતા પકડાયા. પાણીની લાઇન નાખવાના બિલ મંજૂર કરવા માટે માંગી હતી રૂ. 50,000ની લાંચ. ઉધના સાઉથ ઝોન ઓફિસના ગેટ બહાર જ લાંચ સ્વીકારતા ACBના છટકામાં રંગેહાથ ઝડપાયા. આરોપી જીજ્ઞેશ મોદી અગાઉ 2021માં પણ રાંદેર ઝોનમાંથી રૂ. 15,000ની લાંચ લેતા ઝડપાયા હતા. બીજી વખત લાંચ લેતા ઝડપાતા સુરત મહાનગરપાલિકાના તંત્રમાં મચ્યો ભારે ખળભળાટ.
-
અમદાવાદના નેહરુનગરમાં ગોળીબાર કરનાર નિવૃત DySP અને તેમના સંતાનોના જામીન ફગાવાયા
અમદાવાદના નેહરુનગરમાં નિવૃત DySP અશોકસિંહ દ્વારા ફાયરિંગ કરવાના કેસમાં નિવૃત DySP અશોકસિંહ ચૌહાણને કોર્ટથી ઝટકો લાગ્યો છે. સીટી સેશન્સ કોર્ટે નિવૃત DySP અશોકસિંહ ચોહાણ અને તેમના સંતાનોના જામીન ફગાવ્યા. ધરપકડ બાદ નિવૃત્ત DySP અને સંતાનોએ કરી હતી જામીન અરજી.
-
-
ધોળકાના ચલોડા પાસે કરાયેલ શિક્ષિકાની હત્યાનો ભેદ ખૂલ્યો, ઘર કંકાસને લઈને પતિએ જ પતાવી દીધી હતી
અમદાવાદ જિલ્લાના ધોળકા ગ્રામ્યમાં શિક્ષિકાની હત્યાનો ભેદ ખૂલ્યો છે. ઘર કંકાસને લઈને શિક્ષિકાના પતિએ જ પતાવી દીધી હતી. રીના ઝાલા નામની શિક્ષિકાની વસ્તી ગણતરીના કામકાજમાં હતી. પતિ બળદેવ ઝાલાએ પત્ની રીનાની હત્યા કરી દીધી. શિક્ષિકા સરકારી કામકાજના સમય પર હતી, તે દરમિયાન જ પતિ હત્યા કરીને ફરાર થઈ ગયો હતો. ઘર કંકાસમાં હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું. ધોળકાના ચલોડા ગામ પાસે શિક્ષિકા હત્યા કરેલી લાશ મળી હતી. ધોળકા ગ્રામ્ય પોલીસે પતિની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી.
-
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં ભારે પવન સાથે વરસાદ
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. સંતરામપુર નગર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન ફુંકાયો. ભારે પવન સાથે ધૂળની ડમરીઓ પણ ઉડી હતી. વરસાદ થતા ગરમીથી રાહત મળી છે.
-
પંચમહાલના ગોધરા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસ્યો
પંચમહાલના ગોધરા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ગોધરા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સમી સાંજે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા જન જીવન થયું પ્રભાવિત. ગોધરા શહેર સહિત વાવડી બુઝર્ગ , ભામૈયા, પોપટપુરા, છબનપુર, કંકુ થાંભલા, ચંચોપા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ.
-
-
માલવિયા નગર આગ ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ
દિલ્હીના માલવિયા નગરમાં લાગેલી ભીષણ આગ બાદ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર સરદાર ટી.એસ. સંધુ અને દિલ્હીના ગૃહમંત્રી આશિષ સૂદે ઘટનાની તપાસ કરવા અને જવાબદારી નક્કી કરવા માટે મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ આપ્યો છે.
-
રાજકોટના જસદણ તાલુકાના ભંડારીયા ગામે કરા સાથે વરસાદ વરસ્યો
રાજકોટના જસદણ તાલુકાના ભંડારીયા ગામે કરા સાથે વરસાદ વરસ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે કરા સાથે વરસાદ વરસ્યો.
-
સ્ટેટ મોનીટરીંગ સેલના બોપલમાં દરોડા, ઈ સિગરેટનો જથ્થો પકડ્યો
અમદાવાદના બોપલમાં, સ્ટેટ મોનીટરીંગ સેલે સપાટો બોલાવ્યો છે. બોપલ વિસ્તારમાંથી ઈ સિગરેટનો જથ્થો પકડાયો છે. સાઉથ બોપલની અશોક પાન પાર્લરમાંથી ઈ સિગરેટનો જથ્થો મળી આવ્યો. 1.26 લાખની કિંમતની 42 ઈ સિગરેટ અને રિફિલ્સ જપ્ત કરી. ઈ સિગરેટ અને અન્ય વસ્તુઓ સહિત 1.89 લાખનો મુદામાલ કબજે. પાન પાર્લર સંચાલક હર્ષિલ શાહની ધરપકડ કરવામાં આવી છે. ઈ સિગરેટનો સપ્લાયર વિકી મારવાડી અને તાહિર વોન્ટેડ.
-
સાબરકાંઠા જિલ્લાના પોશીનાના દાંતિયા ગામે વીજળી પડતા યુવકનું મોત
સાબરકાંઠા જિલ્લાના પોશીનાના દાંતિયા ગામે વીજળી પડતા યુવકનું મોત થયું છે. દાંતિયા ગામે ઘર આગળ હતા તે દરમિયાન વીજળી પડી. ગાજવીજ સાથે વરસાદ દરમિયાન ઘર નજીક વીજળી પડી. 18 વર્ષના યુવકનું વીજળી પડતાં દાઝી જતાં યુવકનું મોત નીપજ્યું.
-
ગાંધીનગર સરગાસણમાં ટ્રીપદ અયાન નામની હાઇરાઇઝ બિલ્ડિંગના 13 માં માળે લાગી આગ
ગાંધીનગર સરગાસણમાં ટ્રીપદ અયાન નામની હાઇરાઇઝ બિલ્ડિંગમાં આગની ઘટના. 13 માં માળે આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી. ગાંધીનગર ફાયરની 5 જેટલી ટીમો ઘટના સ્થળે પહોંચી. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી. આગમાં કોઇપણ જાનહાનિ ના થતા રાહતના સમાચાર. તકેદારીના ભાગ રૂપે આસપાસના લોકોને બહાર રહેવા સૂચના અપાઈ. આજે ગાંધીનગર જિલ્લામાં માણસા, નાના ચિલોડા અને સરગાસણમાં પણ આગની ઘટના બની હતી.
-
ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસનો આરોપી તથ્ય પટેલ જામીન પર જેલમુક્ત થયો
ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસનો આરોપી તથ્ય પટેલ જામીન પર જેલમુક્ત થયો. આરોપી તથ્ય પટેલ શરતી જમીન ઉપર જેલ મુક્ત થયો છે. તથ્ય પટેલ 2 વર્ષ 10 મહિના બાદ જેલમાંથી મુક્ત થયો. 19 જુલાઈ 2023 મોડી રાત્રે તથ્ય પટેલ કાર પુરઝડપે ચલાવી અકસ્માત સર્જીને 9 નિર્દોષ લોકોના જીવ લીધા હતા. આરોપી તથ્ય પટેલને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ જેલમાંથી લેવા આવ્યા હતા. એક ખાનગી કારમાં આરોપી તથ્ય પટેલને જેલ સંકુલમાંથી લઈ જવાયો.
-
સાબરકાંઠાના પોશીના દેલવાડા, આંબા મહુડા, ગણેર, છોછરમાં કરા સાથે વરસ્યો વરસાદ
સાબરકાંઠા જિલ્લાના પોશીના વિસ્તારમાં કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. પોશીના અને આસપાસના વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો છે. પોશીના, દેલવાડા, આંબા મહુડા, ગણેર, છોછરમાં વરસાદ વરસ્યો. ગુજરાત-રાજસ્થાન સરહદી વિસ્તારમાં પણ કરા સાથે ધોધમાર વરસાદ. પોશીનાં રસ્તા પર પણ વરસાદી પાણી વહેતા નદી જેવા દ્રશ્યો સર્જાયા. ભારે ઉકળાટ બાદ બપોર પછી વાતાવરણ વરસાદી બન્યું.
-
ડીકે શિવકુમારે કર્ણાટકના મુખ્ય પ્રધાન તરીકે લીધા શપથ લીધા, 25મા મુખ્ય પ્રધાન બન્યા
ડીકે શિવકુમારે કર્ણાટકના 25મા મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા. રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે નવા મુખ્ય પ્રધાનને શપથ લેવડાવ્યા. સમારોહ દરમિયાન કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા સહિત અનેક અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા. સિદ્ધારમૈયાના રાજીનામા બાદ આ શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો.
-
કોર્ટ રૂમમાંથી તમામને બહાર કાઢીને ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલને જામીન અંગેની શરતો લખાવવાની કોર્ટે કરી પ્રક્રિયા
સુપ્રીમ કોર્ટે દ્વારા તથ્ય પટેલને આપેલ જામીનનો મામલે, ટ્રાયલ કોર્ટમાં કાર્યવાહી હાથ ધરાઈ છે. તથ્ય પટેલને જામીનની શરતો અંગે સુનાવણી કરાઈ હતી. કોર્ટની શરતોને આધિન તથ્ય પટેલ જેલ મુક્ત થશે. ટ્રાયલ કોર્ટ, કોર્ટરૂમમાં બેઠેલા તમામને બહાર કાઢીને શરતો લખાવવાની પ્રક્રિયા હાથ ધરી છે.
-
ઘોડા છુટી ગયા પછી તબેલાને તાળુ મારવા જેવો RMCનો ખેલ, સાંઢિયા પુલના પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલટન્ટને ફટકારી નોટિસ, બ્રિજ બનતો હતો ત્યારે જવાબદારો ક્યાં હતા ?
રાજકોટમાં સાંઢિયા પુલને લઇને RMCએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલટન્ટ કંપનીને ફટકારી નોટિસ. બ્રિજના કામમાં ચોક્કસાઇ ના રાખવા બદલ ફટકારી નોટિસ. ડેલ્ફ કન્સલ્ટીંગ નામની કંપનીને ફટકારી નોટિસ. બ્રિજની ચોક્કસાઇ, પાણી નિકાલની વ્યવસ્થામાં પાઇપલાઇન ન નાખવી, રોડ અને બ્રિજનું ટચીંગ સહિત અનેક ત્રુટીઓ સામે આવી હતી.
-
ધોળકાના કેલિયા વાસણા ગામ પાસેથી બદરખા પ્રાથમિક શાળાની શિક્ષિકાનો સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો
અમદાવાદના ધોળકાના કેલિયા વાસણા ગામ પાસે મહિલાનો સળગેલો મૃતદેહ મળ્યો છે. કેનાલના પાળા પરથી મહિલાની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો છે. મૃતક મહિલા બદરખા પ્રાથમિક શાળામાં શિક્ષિકાની બજાવતાં હતા ફરજ. શિક્ષિકા ગત રોજ વસ્તી ગણતરીના સરકારી કામ અર્થે આવ્યા હતા. શિક્ષિકા રીનાબેન સાંજે ઘરે પરત ન ફરતાં પરિવારે કરી હતી ફરિયાદ. સ્થાનિક ખેડૂતે મહિલાના સળગેલા મૃતદેહને જોતાં પોલીસને કરી જાણ. પોલીસે આરોપીને ઝડપવા FSL, ડોગ સ્કવોડ સહિતની મદદ લીધી. શિક્ષિકાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.
-
નિફ્ટીનું નવું પ્રિડિક્શન! PSP Delta Candle Wick Signal ના ડેટાથી જાણો
PSP Delta Candle Wick Signal ના ડેટા અને બપોરે 1 વાગ્યાના આંકડાઓ અનુસાર, માર્કેટના આગામી દિવસના સેન્ટિમેન્ટમાં મોટો સુધારો જોવા મળી રહ્યો છે. ચાર્ટમાં સ્પષ્ટપણે સર્કલ કરીને બતાવવામાં આવ્યું છે કે, આગામી ટ્રેડિંગ દિવસ (Next Day Prediction) માટે બજારનો આઉટલુક (Outlook) ‘BULLISH + GAP UP likely’ દર્શાવી રહ્યો છે.
આ પ્રિડિક્શનની ચોકસાઈ (Accuracy) 68% (4971H/2381M) જેટલી મજબૂત છે. આ સંકેત આપે છે કે, માર્કેટ પોઝિટિવ નોટ પર અને ગેપ-અપ ઓપનિંગ સાથે શરૂ થઈ શકે છે.
આ સિવાય ચાર્ટની નીચેની બાજુએ સર્કલ કરવામાં આવેલા પેટર્ન ડેટા પર નજર કરીએ તો, 3 જૂનના રોજ ‘C2 F2B-Rescue’ પેટર્ન સક્રિય થયેલી જોવા મળે છે. આ પેટર્ન આગામી દિવસ માટે ‘Bull’ (તેજી) નો મજબૂત સંકેત આપી રહી છે, જેનું પરિણામ હાલમાં ‘Pending’ બતાવી રહ્યું છે.
-
Nifty માં તેજી આવશે કે મંદી? Oi Candle ના ડેટાથી જાણો
Oi Candle ના ડેટા અને બપોરે 1 વાગ્યાના આંકડાઓ અનુસાર, આગામી સેશનમાં નિફ્ટીમાં શોર્ટ બિલ્ડઅપ (Short Buildup) ની સ્થિતિ જોવા મળી રહી છે. ડેટા એનાલિસિસ દર્શાવે છે કે, 53% સંભાવના આગામી દિવસે નિફ્ટી નીચે તરફ એટલે કે મંદી તરફ જઈ શકે છે. આ નકારાત્મક સેન્ટિમેન્ટને ધ્યાનમાં રાખીને ઇન્ડેક્સ ઓપ્શન્સમાં NIFTY PE Buy એટલે કે પુટ ઓપ્શન ખરીદવાનો સંકેત મળી રહ્યો છે.
આ ટ્રેડિંગ પ્લાન માટે 09-Jun-2026 ની એક્સપાયરી વાળો 23300 Put (PE) સ્ટ્રાઈક સિલેક્ટ કરવામાં આવ્યો છે. આ પુટ ઓપ્શન ખરીદવા માટેની યોગ્ય એન્ટ્રી કિંમત (Entry Price) ₹152.9 થી ₹169.1 ની વચ્ચે રાખવાની સલાહ આપવામાં આવી છે, જ્યાં હાલનો લાઈવ LTP ₹161ની આસપાસ ચાલી રહ્યો છે. ટ્રેડમાં એક્ઝિટ પ્લાન પણ ખૂબ જ સ્પષ્ટ રાખવામાં આવ્યો છે, જેમાં પ્રોફિટ બુક કરવા માટે Target 1 (T1) ₹241.5 અને Target 2 (T2) ₹402.5 નક્કી કરવામાં આવ્યો છે, જ્યારે જોખમ ઘટાડવા માટે ₹80.5 નો સ્ટોપ લોસ (SL) રાખવો જરૂરી છે.
-
ગુજરાતમાં 1800થી વધુ HTAT મુખ્ય શિક્ષકોની કરાશે ભરતી
ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગે મોટો નિર્ણય કર્યો છે. HTAT મુખ્ય શિક્ષકોની ભરતી અંગે નિર્ણય લીધો છે. મુખ્ય શિક્ષકની ખાલી જગ્યાઓ સત્વરે ભરવા આદેશ આપવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા આ અંગેનો સત્તાવાર પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. 1:1:2 રેશિયો અંતર્ગત તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે. ખાલી પડેલી 1808 જગ્યા તાત્કાલિક ભરવા સૂચના આપી છે. નવી જગ્યાઓ માટે દરખાસ્ત મોકલવા સૂચના આપી દેવાઈ છે. નવા અંદાજપત્રની તૈયારી અગાઉ દરખાસ્ત માટે આદેશ કરાયો છે.
-
અમદાવાદ: સોલામાં 9 સોસાયટીમાં પાણીજન્ય રોગની અસર
અમદાવાદના સોલા વિસ્તારમાં પાણીજન્ય રોગચાળાની અસર જોવા મળતા આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું છે. વિસ્તારમાં આવેલી 9 જેટલી સોસાયટીઓમાં લોકો બીમાર પડ્યાની ફરિયાદો સામે આવતા સમગ્ર વિસ્તારમાં મેડિકલ ટીમ તૈનાત કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે ક્લોરિન ટેબલેટનું વિતરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 50 જેટલા લોકોની આરોગ્ય તપાસ કરવામાં આવી છે, જેમાંથી 2 દર્દીઓને વધુ સારવાર માટે રિફર કરવામાં આવ્યા છે. નવરત્ન સોસાયટી અને વંદેમાતરમ સોસાયટી સહિતના વિસ્તારોમાંથી પાણીજન્ય રોગ અંગે ફરિયાદો મળતા તંત્ર દ્વારા પાણીના નમૂનાઓની તપાસ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
-
દિલ્હી: માલવિયા નગરમાં રેસ્ટોરન્ટમાં આગ લાગી, 20 લોકોના મોત
દિલ્હીના માલવિયા નગરના હૌઝ રાની વિસ્તારમાં એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લાગવાથી 20 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. ફાયર બ્રિગેડની દસ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ અને રાહત કામગીરી શરૂ કરી દીધી છે.
-
નવસારીઃ જર્જરિત મકાનનો સ્લેબ પડતા આધેડનું મોત
નવસારીમાં શાંતિદેવી રોડ પાસે આવેલા ગોકુલ નિવાસમાં જર્જરિત મકાનનો સ્લેબ ધરાશાયી થવાથી એક દુઃખદ ઘટના બની છે. મળતી માહિતી મુજબ, એક આધેડ વ્યક્તિ ઘરમાં સૂઈ રહ્યા હતા ત્યારે અચાનક સ્લેબ તૂટી પડ્યો હતો. સવારે આસપાસના લોકોએ તપાસ કરતાં તેઓ મૃત હાલતમાં મળ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતથી વિસ્તારમાં શોકનું વાતાવરણ ફેલાયું છે.
-
અમદાવાદઃ વેજલપુર વોર્ડ સમિતિની બેઠકમાં મહિલા નેતાઓના પતિની હાજરી
અમદાવાદના વેજલપુર વોર્ડ સમિતિની બેઠકમાં મહિલા કોર્પોરેટરોના સ્થાને તેમના પતિઓની હાજરી જોવા મળતા વિવાદ સર્જાયો છે. ધારાસભ્ય Amit Thakerની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કોર્પોરેટર જેઠીબેન ડાંગર અને હેમાબેન શાહના પતિ હાજર હોવાનું સામે આવ્યું હતું. ચૂંટાયેલા પ્રતિનિધિઓના બદલે તેમના પતિદેવો બેઠકમાં હાજર રહેતા સ્થાનિક રાજકારણમાં ચર્ચા શરૂ થઈ છે. આ મામલે ધારાસભ્ય અને સંબંધિત અધિકારીઓને જાણ હોવા છતાં તેમણે આંખ આડા કાન કર્યા હોવાના આરોપો પણ ઉઠી રહ્યા છે. સમગ્ર ઘટનાએ મહિલા પ્રતિનિધિત્વ અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની કાર્યપદ્ધતિ અંગે અનેક સવાલો ઉભા કર્યા છે.
-
ઇરાનનો એકસાથે 3 દેશો પર ડ્રોન અને મિસાઇલ એટેક
મધ્ય પૂર્વમાં તણાવ વધુ ઘેરો બન્યો છે. ઇરાને એકસાથે કુવૈત, ઇરાક અને બહેરીન પર ડ્રોન તથા મિસાઇલ હુમલા કર્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઇરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ ખાસ કરીને કુવૈત પર થયેલા હુમલાને લઈને મોટો દાવો કરતાં જણાવ્યું કે કેશમ દ્વીપ પર થયેલા હુમલાનો બદલો લેવામાં આવ્યો છે. IRGCના જણાવ્યા અનુસાર અમેરિકી સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવીને કાર્યવાહી કરવામાં આવી હતી. આ હુમલાઓ બાદ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા અને સ્થિરતાને લઈને ચિંતા વધી ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયની નજર હવે પરિસ્થિતિના આગામી વિકાસ પર મંડાયેલી છે.
-
પંમચહાલ: ટેકાના ભાવે ખરીદીમાં નવી મર્યાદાથી ખેડૂતોમાં રોષ
પંચમહાલ જિલ્લામાં ટેકાના ભાવે અનાજ ખરીદીના નિયમોમાં રાતોરાત કરાયેલા ફેરફારથી ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. મકાઈ, બાજરી અને જુવાર વેચવા માટે APMC ખાતે જથ્થો લઈને પહોંચેલા ખેડૂતોને નવી મર્યાદાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નવા નિયમ મુજબ પ્રતિ ખેડૂત પાસેથી ખરીદીની માત્રા મર્યાદિત કરવામાં આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે. હાલમાં બજાર ભાવ ખૂબ જ નીચા હોવાથી ટેકાના ભાવે વેચાણ ન થઈ શકે તો ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે. અચાનક નિયમોમાં થયેલા ફેરફારથી ખેડૂતોમાં અનિશ્ચિતતા અને અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે.
-
કચ્છ: માંડવીના શિરવા ગામે સરકારી જમીન પરના દબાણ દૂર કરાયાં
કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના શિરવા ગામે સરકારી જમીન પર થયેલા ગેરકાયદે દબાણો સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી હતી. વહીવટી તંત્ર અને પશ્ચિમ કચ્છ પોલીસની સંયુક્ત કામગીરી હેઠળ અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. કાદરશા સૈયદ અને અકબરશા સૈયદ નામના આરોપીઓ દ્વારા સરકારી જમીન પર કરવામાં આવેલા દબાણોને તોડી પાડવામાં આવ્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં અંદાજે એક હજાર ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી હતી. તંત્રની આ કાર્યવાહીથી સરકારી મિલકતો પરના ગેરકાયદે કબજાઓ સામે કડક સંદેશો ગયો છે.
Published On - Jun 03,2026 7:27 AM


