03 ડિસેમ્બરના મહત્વના સમાચાર : રાજ્યસભામાં ઝીરો અવરમાં ગૂંજ્યો ખ્યાતિ હોસ્પિટલ કાંડનો મુદ્દો, શક્તિસિંહે કહ્યુ સમજી વિચારીને કરાયેલુ ષડયંત્ર, ન માત્ર અમદાવાદ કે ગુજરાત પૂરતુ પરંતુ દેશવ્યાપી રેકેટ, CBI તપાસ જરૂરી

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2024 | 9:58 PM

Gujarat Live Updates : આજે 03 ડિસેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

03 ડિસેમ્બરના મહત્વના સમાચાર : રાજ્યસભામાં ઝીરો અવરમાં ગૂંજ્યો ખ્યાતિ હોસ્પિટલ કાંડનો મુદ્દો, શક્તિસિંહે કહ્યુ સમજી વિચારીને કરાયેલુ ષડયંત્ર,  ન માત્ર અમદાવાદ કે ગુજરાત પૂરતુ પરંતુ  દેશવ્યાપી રેકેટ, CBI તપાસ જરૂરી

અમદાવાદમાં રાધે, ટ્રોજન અને સાકેત બિલ્ડર પર ITના દરોડા. ત્રણ કંપનીઓના 16 કરોડ રોકડ સહિત 16 લોકર્સ સીલ કર્યા. મહેસાણાના ઊંઝા હાઇવે ઉપર અકસ્માતમાં 2ના મોત થયા. ગાયને કાર અથડાઈને ડિવાઈડર કૂદી સામેની બાજુ પટકાઈ હતી.  મહારાષ્ટ્રના CMને લઇને સસ્પેન્સ યથાવત છે. મોદી અને શાહ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઇ. તો ભાજપે રૂપાણી અને નિર્મલા સીતારમણની નિરીક્ષક પદે કરી નિમણૂક. આવતીકાલે ED શિલ્પા શેટ્ટીના પતિ રાજકુદ્રાની પૂછપરછ કરશે. પોર્નોગ્રાફી કેસ સંબંધિત મની લોન્ડરિંગ તપાસના સંબંધમાં રાજ કુન્દ્રાને બોલાવ્યા. ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન ભડકી હિંસા. 100થી વધુ લોકોનાં મોત. ફૂટબોલ મેચ દરમિયાન સમર્થકો વચ્ચે સર્જાઇ હતી અથડામણ. રશિયન રાષ્ટ્રપતિ ટૂંક સમયમાં આવશે ભારત પ્રવાસે. ભારત-રશિયાના સંબંધો મજબૂત બનાવવા PM મોદીનું પુતિનને સત્તાવાર આમંત્રણ..

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 03 Dec 2024 07:58 PM (IST)

    જુનાગઢ: દેવલોક તનસુખગીરી બાપુના નિવાસસ્થાને મામલતદાર ટીમે કરી તપાસ

    • જુનાગઢ: ગિરનાર અંબાજી મંદિરના મહંત પદનો વિવાદ
    • દેવલોક તનસુખગીરી બાપુના નિવાસસ્થાને મામલતદાર ટીમે કરી તપાસ
    • ભીડ ભંજન મહાદેવ મંદિરમાં સીલ કરાયેલા રૂમને ખોલવામાં આવ્યો
    • તનસુખગીરીના રૂમમાંથી સોનું ચાંદી પણ નીકળ્યું
    • આવતીકાલે સંપૂર્ણ યાદદી તૈયાર કરવામાં આવશે
    • મામલતદાર અને સમગ્ર ટીમ તથા પરિવારને સાથે રાખીને રૂમમાં તપાસ હાથ ધરાઈ
    • ભવિષ્યમાં કોઈ વિવાદ ન થાય તે માટે રૂમમાં રહેલી તમામ વસ્તુની યાદી બનાવાઈ
    • તનસુખગીરી બાપુના દેહ વિલય બાદ તંત્ર દ્વારા સીલ કરાયો હતો રૂમ
    • કલેક્ટર દ્વારા હાલ અંબાજી મંદિરનો વહીવટ મામલતદારને સોંપાયો છે
  • 03 Dec 2024 04:47 PM (IST)

    અમદાવાદ: કિડની હોસ્પિટલમાં નર્સની ભરતીનો વિવાદ

    • અમદાવાદ: કિડની હોસ્પિટલમાં નર્સની ભરતીનો વિવાદ
    • હોસ્પિટલમાં નર્સ ઉમેદવારોનું આંદોલન યથાવત
    • ગેટ બંધ કરી દેવાતા ઉમેદવારોમાં રોષ
    • સરકાર-સંસ્થા એકબીજાને ખો આપતી હોવાનો ઉમેદવારોનો આક્ષેપ
    • IKDRC દ્વારા સ્ટાફ નર્સની પોસ્ટ ઘટાડ્યા બાદ વકર્યો વિવાદ
    • ભરતીની જાહેરાત સમયે 650 જગ્યા માટે કરાઈ હતી જાહેરાત
    • પાછળથી ઘટાડો કરીને 430 જગ્યા કરાતાં વિવાદ
    • 430 જગ્યા ઉપર પણ ભરતીની ખાતરી નહીં નો ઉમેદવારોનો આક્ષેપ
  • 03 Dec 2024 04:46 PM (IST)

    ભાજપની ભગીની સંસ્થાના હોદ્દેદારો જ BZ ગ્રુપના એજન્ટ: પાર્થિવરાજ કઠવાડિયા

    • BZ ગ્રુપના કૌભાંડ મુદ્દે ગરમાયું રાજકારણ
    • કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડીયાના ગંભીર આક્ષેપ
    • ભાજપની ભગીની સંસ્થાના હોદ્દેદારો જ BZ ગ્રુપના એજન્ટ: પાર્થિવરાજ
    • “ગાંધીનગર BZ ઓફિસનો એજન્ટ અમનસિંહ ચાવડા ABVPનો પૂર્વ સહમંત્રી”
    • અમનસિંહ ચાવડાએ મે મહિનામાં સેક્ટર 11માં શરૂ કરી હતી BZ ફાયનાન્સ ઓફિસ
    • CID ક્રાઈમની ઓફિસથી નજીક છતાં હજુ તપાસ કેમ નહીં ?: પાર્થિવરાજ
    • પોલીસ અમનસિંહ ચાવડા સામે ફરિયાદ દાખલ કરે તેવી માંગ
    • ભાજપના નેતાઓ સાથે કૌભાંડીઓ સીધા સંપર્કમાં હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
  • 03 Dec 2024 04:45 PM (IST)

    અમદાવાદના લાંભા વોર્ડમાં દૂષિત પીવાનું પાણી આવતા સ્થાનિકો પરેશાન

    છેલ્લા 10 વર્ષથી લાંભા વિસ્તારનો અમદાવાદ મહાનગરપાલિકામાં સમાવેશ કરાયો છે. છતાં અહીંના લોકો પાયાની સુવિધાઓથી વંચિત હોવાથી લોકોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ઘણા સમયથી પીવાનું પાણી દૂષિત આવતું હોવાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આપ જોઈ શકો છો મહિલાઓના હાથમાં જે બોટલ છે.. એ ગટરનું નહીં પરંતુ પીવાનું પાણી છે જે સ્થાનિકોને પીવા માટે આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત રસ્તા, ડ્રેનેજ લાઈન સહિત પ્રાથમિક સુવિધાઓ ન મળતા લોકોએ AMC સામે બાંયો ચઢાવી છે અને તાત્કાલિક ધોરણે તમામ સમસ્યાનું નિરાકરણ લાવવાની માગ કરી છે. પરંતુ કોઈ નિરાકરણ ન આવતા વિપક્ષે સત્તાપક્ષની કામગીરી પર સવાલ ખડા કર્યા છે..

  • 03 Dec 2024 03:46 PM (IST)

    રાજકોટઃ શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળવાનો પુરાવો

    રાજકોટઃ શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળવાનો પુરાવો સામે આવ્યો છે. એક જ ટોળકીએ એક રાતમાં જ હત્યા સહિતના ચાર ગુના આચર્યા. માત્ર દોઢ કલાકની અંદર હત્યાના પ્રયાસ સહિતની ચાર ઘટનાઓ બની. ટોળકીના 3 શખ્શો સહિત એકની ધરપકડ થઇ છે. ભગવતી ઓવરબ્રિજ પર માવા મામલે છરી વડે હુમલો કર્યો. ગ્રીનલેન્ડ ચોકડી પાસે પાણીપુરીની લારી ચલાવતો વ્યકિત લૂંટાયો.

  • 03 Dec 2024 03:23 PM (IST)

    વડોદરાઃ ઊર્મિ સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી

    વડોદરાઃ ઊર્મિ સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થવાની ઘટના સામે આવી છે. ક્રિકેટ રમવાની વાતને લઈને મારામારી સર્જાઇ હતી. મારામારીની ઘટનામાં 5 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે. એકને માથાના ભાગે ઇજા, તો અન્યને નાની ઈજા પહોંચી છે. સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોની સુરક્ષા મુદ્દે સવાલ ઉઠ્યા છે. મારામારી સમયે શિક્ષક હાજર હતા કે નહિં એ પણ સવાલ ઠેય વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીને પગલે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

  • 03 Dec 2024 11:59 AM (IST)

    સુરત: હીરા ઉદ્યોગમાં મંદીને કારણે ચોરીના રવાડે ચઢનાર આરોપી ઝડપાયો

    સુરત: હીરા ઉદ્યોગમાં મંદીને કારણે ચોરીના રવાડે ચઢનાર આરોપી ઝડપાયો છે. પુણાગામ ખાતેથી ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે. કામની શોધમાં ફરવા માટે વાહનની જરૂર હોવાથી બાઈકની ચોરી કરી હોવાનું સામે આવ્યુ છે. આરોપી હીરાના કારખાનામાં મજૂરી કામ કરતો હોવાનું સામે આવ્યું છે. દિવાળી પછી હીરા ઉદ્યોગમાં મંદી આવી જતા આરોપી બેરોજગાર હતો. બાઈકની ચોરી કર્યા આરોપી બાદ નંબર પ્લેટ કાઢીને ચલાવતો હતો.

  • 03 Dec 2024 11:28 AM (IST)

    આવતીકાલે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ જશે દિલ્લી

    આવતીકાલે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જશે. મુખ્ય પ્રધાન સહિત રાજ્યનું મંત્રી મંડળી દિલ્હીના પ્રવાસે જશે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યુ છે. ગુજરાત ભાજપના તમામ ધારાસભ્ય, સાંસદને દિલ્હી માટે આમંત્રણ મળ્યુ છે. સ્નેહમિલનમાં PM મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહે એવી શક્યતા છે.

  • 03 Dec 2024 10:17 AM (IST)

    સુરત: પતંગની દોરીએ લીધો વધુ એકનો જીવ

    સુરત: પતંગની દોરીએ લીધો વધુ એકનો જીવ લીધો છે. ઓલપાડના કિમ ગામે પતંગની દોરીથી 37 વર્ષના યુવકનું મોત થયુ છે. રેલવે ઓવરબ્રિજ પર ગત સાંજે યુવકનું ગળુ કપાયું હતું. યુવકને સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ જવાયો હતો. પ્રાથમિક સારવાર બાદ સુરત સિવિલમાં ખસેડતી વખતે યુવકનું મોત થયુ. મૃતક યુવક ઉમરપાડા તાલુકાના શરદા ગામનો રહેવાસી હોવાની માહિતી છે.

  • 03 Dec 2024 10:16 AM (IST)

    સુરત: વરાછા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક

    સુરત: વરાછા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. અર્ચના સ્કૂલની બાજુમાં આવેલી દુકાનોમાં તોડફોડ કરી. રાત્રી દરમિયાન આંતક મચાવતા ઈસમો CCTVમાં કેદ થયા છે. લુખ્ખાતત્વોની દાદાગીરીના CCTV વાયરલ થયા છે.

  • 03 Dec 2024 09:11 AM (IST)

    વડોદરા : ક્રિકેટર યુસુફ પઠાણે કરેલા દબાણ દૂર કરવાની માગણી

    વડોદરા : ક્રિકેટર યુસુફ પઠાણે કરેલા દબાણ દૂર કરવાની માગણી ઉઠી છે. વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા માગણી કરાઇ છે. પાલિકાના દસ હજાર પાચસો ફૂટ પ્લોટ કબજે કર્યો હોવાનો આક્ષેપ છે. 12 વર્ષથી દબાણ કર્યુ હોવાનો આક્ષેપ છે. મામલો કોર્ટમાં હોવાથી કાર્યવાહી નહીં થતી હોવાનો પાલિકાનો દાવો છે.

  • 03 Dec 2024 09:02 AM (IST)

    અમદાવાદ : ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ

    અમદાવાદ : ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલના નિયમીત જામીન અંગે આજે ચુકાદો છે. જામીન અરજી પર ગ્રામ્ય સેશન્સ કોર્ટ આજે ચુકાદો આપશે.

  • 03 Dec 2024 09:00 AM (IST)

    આજે રાજ્યભરની ખાનગી પ્રી પ્રાયમરી શાળાઓ બંધ

    આજે રાજ્યભરની ખાનગી પ્રી પ્રાયમરી શાળાઓ બંધ. પ્રી પ્રાયમરી શાળાઓના બનેલા નિયમના વિરોધમાં બંધ પાળવામા આવ્યો. નવા નિયમ મુજબ પ્રી સ્કૂલ માટે 15 વર્ષનો ભાડા કરાર જરૂરી છે. શાળાની જેમ પ્રી સ્કૂલ ચલાવવા માટે પણ ટ્રસ્ટ ફરજિયાત કરવામાં આવ્યું. પ્રિ સ્કૂલ માટે રેસિડેન્શિયલ, કોમર્શિયલ કે એજ્યુકેશનલ ત્રણેય માંથી કોઈપણ BU મંજૂર રાખવા માગ.

Published On - Dec 03,2024 8:59 AM

Follow Us:
ખાનગી લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 10 લોકો ઈજાગ્રસ્ત
ખાનગી લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 10 લોકો ઈજાગ્રસ્ત
અમદાવાદ - વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
અમદાવાદ - વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
આ 6 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
આ 6 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
ગુજરાતના આ વિસ્તારોમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી
ગુજરાતના આ વિસ્તારોમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી
રાજ્યની 40,000 પ્રિ-સ્કૂલના સંચાલકો હડતાળ પર, પાળ્યો રાજ્યવ્યાપી બંધ
રાજ્યની 40,000 પ્રિ-સ્કૂલના સંચાલકો હડતાળ પર, પાળ્યો રાજ્યવ્યાપી બંધ
ખારીકટ કેનાલમાં ઠલવાતા પ્રદૂષિત પાણીથી ખેડાના ખેડૂતોને પારાવાર નુકસાની
ખારીકટ કેનાલમાં ઠલવાતા પ્રદૂષિત પાણીથી ખેડાના ખેડૂતોને પારાવાર નુકસાની
અમદાવાદની વીએસ હોસ્પિટલમાં દર્દીઓની દુર્દશા, નથી મળતી યોગ્ય સારવાર
અમદાવાદની વીએસ હોસ્પિટલમાં દર્દીઓની દુર્દશા, નથી મળતી યોગ્ય સારવાર
IPL ઓક્શનમાં કોઈએ ન ખરીદ્યો, હવે બે સદી ફટકારી આપ્યો જડબાતોડ જવાબ
IPL ઓક્શનમાં કોઈએ ન ખરીદ્યો, હવે બે સદી ફટકારી આપ્યો જડબાતોડ જવાબ
રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ શક્તિસિંહે ઉઠાવ્યો ખ્યાતિકાંડનો મુદ્દો
રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ શક્તિસિંહે ઉઠાવ્યો ખ્યાતિકાંડનો મુદ્દો
લાંભા વોર્ડમાં દૂષિત પાણી આવતા કમોડ ગામના સ્થાનિકોમાં ભારે રોષ- Video
લાંભા વોર્ડમાં દૂષિત પાણી આવતા કમોડ ગામના સ્થાનિકોમાં ભારે રોષ- Video
g clip-path="url(#clip0_868_265)">