20 નવેમ્બરના મહત્વના સમાચાર : આઇટીસી નર્મદા પાસે ડ્રોન ઉડાવનાર સામે કાર્યવાહી, ટિમ ઇન્ડિયાના રોકાણ દરમિયાન ઉડાવ્યું હતું ડ્રોન
ઓસ્ટ્રેલિયા સામેની T20I શ્રેણી માટે ભારતની ટીમની જાહેરાત કરવામાં આવી છે. મેન્સ સિલેક્શન કમિટીએ ઓસ્ટ્રેલિયા સામે 23મી નવેમ્બર, 2023થી વિશાખાપટ્ટનમમાં શરૂ થનારી આગામી IDFC ફર્સ્ટ બેંક 5-મેચની T20I શ્રેણી માટે ટીમની જાહેરાત કરી છે.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર આજે સવારે 5:09 વાગ્યે મહારાષ્ટ્રના હિંગોલીમાં ભૂકંપના આચંકા આવ્યા છે જેની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.5ની છે. આજે 20 નવેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
LIVE NEWS & UPDATES
-
આઇટીસી નર્મદા પાસે ડ્રોન ઉડાવનાર સામે કાર્યવાહી
- ટિમ ઇન્ડિયાના રોકાણ દરમિયાન ડ્રોન ઉડાવનાર સામે ફરિયાદ
- વસ્ત્રાપુર પોલીસે યશ નામના યુવકની ધરપકડ કરી..
- નો ફ્લાય ઝોનમાં ડ્રોન ઉડાવવા બદલ કરાઈ કાર્યવાહી.
-
ઓસ્ટ્રેલિયા સામેની ટી20 સીરિઝ માટે ભારતીય ટીમનું એલાન
ઓસ્ટ્રેલિયા સામેની T20I શ્રેણી માટે ભારતની ટીમની જાહેરાત કરવામાં આવી છે. મેન્સ સિલેક્શન કમિટીએ ઓસ્ટ્રેલિયા સામે 23મી નવેમ્બર, 2023થી વિશાખાપટ્ટનમમાં શરૂ થનારી આગામી IDFC ફર્સ્ટ બેંક 5-મેચની T20I શ્રેણી માટે ટીમની જાહેરાત કરી છે.
-
-
અનાજ દળવાની ઘંટીના પટ્ટામાં આવી જતાં મહિલાનુ મોત
- અરવલ્લીના રામગઢી ગામે અનાજ દળવાની ઘંટીના પટ્ટામાં આવી જતાં મહિલાનુ મોત
- ઘંટીના પટ્ટામાં સાડીનો પાલવ ભરાઈ જતાં બની ઘટના
- રામગઢી ગામના પરમાર શાન્તા કરસનભાઈનું મોત
- મેઘરજ પોલીસે સમગ્ર ઘટના મામલે તપાસ હાથ ધરી
-
તાલાલાના વાડલા ગામે મહિલાને જંગલી પ્રાણીએ ફાડી ખાધી
- સાંજના સમયે કુદરતી હાજતે ગયેલી ત્યારે મહિલા ગુમ થઈ હતી
- ઘટના સ્થળ પર મહિલાનું લોહી મળી આવ્યું
- બે કલાક બાદ મહિલાની લાશ મળી
- સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે સિંહ અથવા દીપડો હોય શકે
-
રાજ્ય સરકાર દ્વારા TRB જવાનોને નોકરીમાં થી છૂટા કરવાના આદેશનો મામલો
- સુરેન્દ્રનગર જીલ્લામાં ફરજ બજાવતા TRB જવાનોએ વિરોધ નોંધાવ્યો
- જીલ્લામાં અંદાજે 40 ટીઆરબી જવાનો છે કાર્યરત
- શહેરની આર્ટસ કોલેજ ખાતે TRB જવાનોએ એકત્ર થઇ ઉગ્ર વિરોધ કર્યો
- સરકાર દ્વારા પરિપત્ર રદ કરી TRB જવાનોની નોકરી રાબેતા મુજબ શરૂ રાખવામાં આવે તેવી માંગ કરી
-
-
સુરત ડાયમંડ બુર્સમાં એક સાથે 135 ઓફિસમાં વિધિવત રીતે મંગળવારથી થશે વેપારના શ્રીગણેશ
- મંગળવારથી સુરત ડાયમંડ બુર્સમાં એક સાથે 135 ઓફિસમાં વિધિવત રીતે વેપારના શ્રીગણેશ થશે
- 135 હીરા વેપારી પૈકી 26 વેપારી મુંબઈથી કાયમી ઓફિસ બંધ કરી સુરત શિફટ થશે
- આજે એસબીઆઈ દ્વારા ડાયમંડ બુર્સની અંદર બેન્કનું ઉદ્દઘાટન કરી કામગીરી શરૂ કરાઇ
- 17મી ડિસેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડાયમંડ બુર્સનું ઉદ્દઘાટન કરવામાં આવશે
- દશેરાના દિવસે 983 ઓફિસમાં કુંભઘડાનું સ્થાપન થયું હતું
- છેલ્લાં 20 દિવસથી રોજ 20થી 25 ઓફિસમાં કુંભઘડાનું સ્થાપન થઈ રહ્યું છે
-
ચાલુ મેચમાં મેદાનમાં દોડી આવનાર વિદેશી યુવાનના કેસની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપાઈ
ભારત અને ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ વચ્ચે રમાયેલ વિશ્વ કપની ફાઈનલ મેચમાં, પેલેસ્ટાઈન સમર્થિત એક વિદેશી યુવક મેદાનમાં પહોચી ગયાની ઘટનાની તપાસ હવે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ કરશે. ચાંદખેડા પોલીસ પાસેથી તપાસ લઈને ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી છે. ઓસ્ટ્રેલિયન યુવાન વેન જોનસનને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરવામાં આવી છે.
-
મહારાષ્ટ્રના પાલઘર નજીક કામદારો ભરેલી બોટ નદીમાં પલટી
20થી વધુ કામદારો ભરેલી બોટ વૈતરણા નદીમાં પલટી ગઈ છે. વૈતરણા નદીમાં પડેલા કામદારો પૈકી 18ને બચાવી લેવાયા છે. જ્યારે 2 કામદારની શોધખોળ ચાલુ છે. મુંબઈ વડોદરા એક્સપ્રેસ વેની કામગીરી દરમિયાન આ ઘટના બની છે. બ્રિજના પિલરના કામ માટે નદીની વચ્ચે જઈ રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બનવા પામી હતી. નદીમાં પડેલા કામદારને સ્થાનિકો તથા અન્ય કામદારોએ બચાવ્યા હતા.
-
ચાલુ મેચે મેદાનમાં કોહલીનો પ્રશંસક પહોચી જવાની ઘટનાને લઈને હર્ષ સંધવી એકશનમાં, અમદાવાદ પોલીસ પાસે માંગ્યો રિપોર્ટ
ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચમાં, ભારતની બેંટિગ દરમિયાન વિરાટ કોહલીનો એક પ્રશંસક, સુરક્ષાના તમામ બેરીયર્સ તોડીને પીચ વચ્ચે પહોચી ગયો હતો. આ ઘટનાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવી એક્શનમાં આવી ગયા છે. તેમણે આ સમગ્ર ઘટના અંગે અમદાવાદ પોલીસ પાસે રિપોર્ટ માગ્યો છે.
-
રાજ્યમાં શિયાળા વચ્ચે કમોસમી વરસાદની આગાહી
- હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી
- 5 દિવસ બાદ ઠંડીમાં પણ થશે વધારો
- આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે
- 5 દિવસ બાદ 6 અને 7 માં દિવસે કમોસમી વરસાદની આગાહી
- 25 અને 26 નવેમ્બરે સામાન્યથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી
- 25 નવેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી
- 26 નવેમ્બરે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કેટલાક સ્થળે વરસાદની આગાહી
- ભેજનું પ્રમાણ વધતા અને એક ટ્રફ બનતા વરસાદની આગાહી કરવામાં આવી
- વરસાદ બાદ તાપમાનમાં 4 ડિગ્રી જેટલું તાપમાન ઘટતા ઠંડીમાં થશે વધારો
- વરસાદને લઈને હવામાન વિભાગની ખેડૂતોને અપીલ
- ખેડૂતોને વરસાદ પહેલા પાક સુરક્ષિત જગ્યા પર ખસેડવા કરી અપીલ
- તો 4 દિવસ બાદ લોકોએ ઠંડી માટે રહેવું પડશે તૈયાર
-
ભાવનગર વલ્ભીપુરમાં લોકમેેળામાં ચગડોળમાંથી યુવક ફંગોળાયો
- યુવક ફંગોળાઈને નીચે પડતા બે મહિલા સહિત 4ને ઈજા
- ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
- ઈજાગ્રસ્ત મહિલાએ ચકડોળ સંચાલક સામે નોંધાવી ફરિયાદ
- ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી
-
પાટણ માયનોર કેનાલમાં પડ્યું ગાબડું
- સાંતલપુરના મઢુત્રા નજીકની માયનોર કેનાલમાં પડ્યું ગાબડું
- ડાભી ઉમરોટ નજીક માયનોર કેનાલમાં પણ પડ્યું ગાબડું
- એક જ સાથે બે અલગ અલગ માયનોર કેનાલમાં પડ્યુ ગાબડું
- કેનાલમાં ગાબડું પડતા આસપાસના ખેતરોમાં ભરાયા પાણી
- ખેતરમાં વાવેતર કરેલ પાક પર ફરી વળ્યું કેનાલનુ પાણી
- ખેડૂતોએ કરેલ વાવેતરમાં નુકશાની શક્યતા
-
ઉત્તરકાશી ટનલ દુર્ઘટના: આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો ટનલ પર પહોંચ્યા
ઈન્ટરનેશનલ ટનલીંગ અંડરગ્રાઉન્ડ સ્પેસના પ્રમુખ પ્રોફેસર આર્નોલ્ડ ડિક્સ ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલ પહોંચ્યા છે. અહીં ફસાયેલા પીડિતોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.
-
સુરત: 21 નવેમ્બરે શહેરના અનેક વિસ્તારમાં પાણી કાપ
- મેઇન્ટનેસ કારણોસર 15 લાખ લોકોને પાણી માટે વેઠવી પડશે મુશ્કેલી
- ઉધના ઝોન-એ, વરાછા, લિબાયત, સેન્ટ્રલ અને કતારગામ ઝોનને અસર
- ખટોદરા જળ વિતરણ મથકની ઓવરહેડ ટાંકીમાંથી નીચે ઉતરતી અને બહાર જતી લાઈનમાં રિપેરીંગની કામગીરી કરાશે
- સવારે 9 થી રાત્રે 12 વાગ્યા સુધી કામ ચાલશે
- 22 નવેમ્બરે ઓછા પ્રેશરએ આવશે પાણી
-
અમદાવાદ: ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના કપ્તાન પહોચ્યા રિવર ફ્રન્ટ
- ઓસ્ટ્રેલિયન કપ્તાન ટ્રોફી સાથે પહોંચ્યા
- રિવે ક્રુઝ પર સવાર થયા ઓસ્ટ્રેલિયન ટીમ કપ્તાન
- ક્રુઝમાં કરવામાં આવી રહ્યું છે ફોટોશૂટ
- બાદમાં અટલ બ્રિજ પરનો કાર્યક્રમ છે નક્કી
- કાર્યક્રમને લઈને અટલ બ્રિજ થી સરદાર બ્રિજ નો લોવર પોમીનાલ બંધ કર્યો
- પોલીસ બંદોબસ્ત સાથે યોજાયો કાર્યક્રમ
- ક્રુઝમાં સવાર કપ્તાન ને ક્રુઝમાં નદી વચ્ચે લઈ જઈ કરાયુ ફોટો શૂટ
-
વલસાડ અટગામ ખાતેની ઘટના
- ઠંડીની સિઝન શરૂ થતાની સાથે જ તસ્કરોનો આતંક શરૂ
- અટગામે રાત્રે ચોટાઓ 5 દુકાનો અને 1 રાઈસ મીલ સહિત 1 સો મીલ મળી સાત જગ્યાએ તસ્કરો ત્રાટક્યા
- જોકે કંઈ ખાસ ચીજ વસ્તુઓ હાથે નહીં લાગતા તસ્કરો વિલા મોઢે પરત ફર્યા
- સમગ્ર ઘટના રાઈસ મીલમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ
- પોલીસના નાઈટ પેટ્રોલીંગ ઉપર ઉઠ્યા સવાલ
-
PM મોદીએ CM ધામી સાથે કરી વાત, બચાવ કાર્યની જાણકારી લીધી
ઉત્તરકાશી ટનલ દુર્ઘટનાનો આજે 9મો દિવસ છે. 41 મજૂરોને બહાર કાઢવાનું કામ હજુ ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામી સાથે ફોન પર વાત કરી છે. પીએમ મોદીએ રાહત અને બચાવ કામગીરીની જાણકારી લીધી.
-
અમરેલી રાજુલાના કોવાયા ગામ નજીકનો સિંહનો વીડિયો વાયરલ
- કોવાયા ગામ નજીક GPPC કંપનીના ગેટ પાસે ડાલા મથા સાવજે પશુનો શિકાર કર્યો
- શિકાર કરી પશુને દૂર ખસેડવાનો પ્રયાસ કર્યો
- વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ
-
આજે 9મો દિવસ છે, બચાવ માટે આ રણનીતિ બનાવવામાં આવી
ઉત્તરકાશીમાં સુરંગમાં ફસાયેલા 41 લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે. અકસ્માતને આજે 9મો દિવસ છે. ટનલના સિલ્કીરા મુખથી ઓગર મશીન અને પ્રોટેક્શનનું કામ ચાલી રહ્યું છે. ટનલની ઉપર અને જમણી અને ડાબી બાજુએ ડ્રિલિંગ કરવાની યોજના છે જેના માટે પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવી રહ્યું છે.
-
બિકાનેરમાં રોડ શો અને પાલી-હનુમાનગઢમાં રેલી કરશે પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના પાલી અને હનુમાનગઢમાં ચૂંટણી રેલીઓ કરશે. તેમનો બિકાનેરમાં રોડ શોનો કાર્યક્રમ છે.
-
વિશાખાપટ્ટનમમાં માછીમારોની બોટમાં ભીષણ આગ, અનેક બોટ બળીને રાખ
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં દરિયામાં માછીમારોની બોટમાં આગ લાગી છે. ઘણી બોટો બળીને રાખ થઈ ગઈ છે. ફિશિંગ બંદરમાં રાખવામાં આવેલી બોટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેણે અન્ય બોટને પણ લપેટમાં લીધી હતી.
#WATCH | Andhra Pradesh: A massive fire broke out in Visakhapatnam fishing harbour. The fire that started with the first boat eventually spread to 40 boats. Several fire tenders reached the spot to control the fire. Police have registered a case and are investigating the matter.… pic.twitter.com/1ZYgiWInOz
— ANI (@ANI) November 20, 2023
-
આ હારનો બદલો ભવિષ્યમાં લેવામાં આવશેઃ શુભમન ગિલના દાદા
ICC વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યા બાદ ભારતીય ક્રિકેટર શુભમન ગિલના દાદા દિદાર સિંહ ગિલ કહે છે કે, ટીમ ઇન્ડિયા પાસેથી ઘણી અપેક્ષાઓ હતી પરંતુ તે તે અપેક્ષાઓ પર ખરી ઉતરી શકી નથી. તેમાં ઘણી ખામીઓ છે જેને દૂર કરવાની જરૂર છે. ગમે તે થાય, ભવિષ્યમાં આ હારનો બદલો લેવામાં આવશે. મેચ એકતરફી રહી હતી.
Fazilka, Punjab | After Australia beat India in the ICC World Cup final, Didar Singh Gill, grandfather of India cricketer Shubman Gill says, “There was a lot of expectation from team India but it could not live up to that expectation. There are many shortcomings which need to be… pic.twitter.com/Sd5HG6q23s
— ANI (@ANI) November 19, 2023
-
મહારાષ્ટ્રના હિંગોલીમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ
મહારાષ્ટ્રના હિંગોલીમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે.
An earthquake of Magnitude 3.5 on the Richter scale hit Hingoli, Maharashtra at 5:09 am today: National Centre for Seismology pic.twitter.com/OPsceoqIJw
— ANI (@ANI) November 20, 2023
Published On - Nov 20,2023 6:37 AM