16 નવેમ્બરના મહત્વના સમાચાર : અમદાવાદ ક્રિકેટ રસિકો માટે વર્લ્ડકપની ફાઇનલની ટીકીટ ખરીદવાનો મોકો
આજે 16 નવેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું કે હું કહીશ કે વિભાજિત અમેરિકા અથવા કોઈપણ વિભાજિત દેશ આંતરરાષ્ટ્રીય દ્રશ્ય પર સ્પષ્ટપણે ઓછા અસરકારક ખેલાડી હશે. અમેરિકા આપણા સમયની મોટી શક્તિ છે.
હું કહીશ કે અમેરિકા વાસ્તવમાં, છેલ્લાં કેટલાંક વર્ષોમાં, વિવિધ રીતે વિદેશમાં ખૂબ પ્રભાવશાળી રહ્યું છે. અમેરિકા આજે એક એવી શક્તિ છે જે પોતાની જાતને પુનઃશોધ કરી રહી છે. તે અમેરિકન નિખાલસતા છે જે આજે ઈન્ડો-પેસિફિકને આકાર આપી રહી છે, જેણે ક્વાડ બનાવ્યું છે.
LIVE NEWS & UPDATES
-
ક્રિકેટ રસિકો માટે વર્લ્ડકપની ફાઇનલની ટીકીટ ખરીદવાનો મોકો, 75 હજારની ટિકિટો પણ ઉપલબ્ધ
- આજે મોડી રાત્રે આઈસીસી ઓનલાઇન રીલીઝ કરશે ટીકીટ
- મોડી રાત્રે અને આવતીકાલે સવારે ટીકીટની સત્તાવાર વેબસાઇટ પરથી કરી શકાશે ખરીદી
- ટિકિટના દર ઓછામાં ઓછા 2 હજાર અને સૌથી વધુ કોર્પોરેટ બોક્સની એક ટિકિટના એક લાખ રૂપિયા
- 35 હજાર, 6 હજાર, 8 હજાર, 10 હજાર, 25 હજાર, 75 હજારની ટિકિટો પણ ઉપલબ્ધ
- બુક માય શો વેબ પર થી ટીકીટ કરી શકાશે બુક
- ફેક વેબ સાઇટ થી બચવા ક્રિકેટ રસિકોને અપીલ
- રવિવારે ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે વર્લ્ડકપની ફાઇનલ
-
Axis Bankની બેદરકારી, RBIએ લગાવ્યો મોટો દંડ
પ્રાઈવેટ સેક્ટરની એક્સિસ બેંકને તેની બેદરકારીના કારણે મોટું નુકસાન થયું છે. જેના કારણે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ ભારે દંડ ફટકાર્યો છે. આ સાથે ગોલ્ડ લોન કંપનીઓ મણપ્પુરમ ફાઇનાન્સ અને આનંદ રાઠી ગ્લોબલ ફાઇનાન્સ પર પણ દંડ ફટકારવામાં આવ્યો છે.
-
-
અમરેલી પીપાવાવ કસ્ટમ વિભાગના સુપ્રિટેન્ડેન્ટને હાર્ટએટેક આવતા અવસાન
- પીપાવાવ કસ્ટમ વિભાગના સુપ્રિટેન્ડેન્ટને હાર્ટએટેક આવતા અવસાન
- રાજુલા હોસ્પિટલમા ખસેડતા ફરજ પરના ડોકટરે હાર્ટ એટેકના કારણે મોત થયાનું જાહેર કર્યું
- રાજુલા હોસ્પિટલમાં પી.એમ કરાયુ
- પીપાવાવ કસ્ટમ વિભાગની મહત્વની પોસ્ટ સુપરિટેન્ડર તરીકે વિકાસ કુમાર અકેલા ફરજ બજાવતા હતા
- હાર્ટ એટેકથી અવસાન થતાં પીપાવાવ ઉધોગ ગૃહમાં શોક છવાયો
-
કિક્રેટ વર્લ્ડ કપ ફાઇનલની હોટલ ઉદ્યોગ પર અસર
- અમદાવાદની હોટલના ભાડા થયા 50 હજારને પાર
- કેટલીક હોટેલના એક રૂમનું એક રાત્રીનુ ભાડુ એક લાખને પાર
- ઘણી વૈભવી હોટલોએ 18 નવેમ્બરનું બુકીંગ લેવાનું કર્યુ બંધ
- સામાન્ય રીતે 4 થી 5 હજારનું ભાડુ ધરાવતા રૂમનો સામાન્ય ભાવ 50 હજારને પાર
- અમદાવાદની મોટા ભાગની હોટલમાં મળી રહ્યા છે બુકીંગ
- શહેરમાં થ્રી સ્ટાર અને ફાઇવ સ્ટારના 10 હજારથી વધારે રૂમ
-
લખતર નજીક નર્મદાની મુખ્ય કેનાલમાં યુવક ડુબ્યો
- નર્મદા કેનાલમાં ત્રણ યુવકો નાહવા પડતા ડુબવા લાગ્યા હતા
- આજુબાજુના લોકોએ બે યુવકને બચાવી લીધા
- એક યુવક પાણીમાં ગરકાવ થતા ફાયર વિભાગે શોધખોળ હાથ ધરી
-
-
નરેન્દ્ર મોદી તારીખ 19ના રોજ ગુજરાતની મુલાકાતે
- અમદાવાદમાં યોજાનારા વર્લ્ડ કપ ફાઇનલમાં આપશે હાજરી
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વડાપ્રધાન બપોરે રહેશે ઉપસ્થિત
- વડાપ્રધાન ના કાર્યક્રમને અપાઈ રહ્યો છે આખરી ઓપ
- આવતીકાલ સુધીમાં જાહેર થઈ શકે છે સત્તાવાર કાર્યક્રમ
- વડાપ્રધાનની મુલાકાતને લઈને વહીવટી અને પોલીસ તંત્ર સજજ
-
ગુજરાતના વધુ એક IPSને દિલ્હીમાં મળી જવાબદારી
- અમદાવાદ જિલ્લા SP અમિતકુમાર વસાવાને મળી મોટી જવાબદારી
- 5 વર્ષ માટે CBIના SP તરીકેની જવાબદારી સોંપાઈ
- દિલ્હી CBI માં SP તરીકેની જવાબદારી અપાઈ
- અમિત કુમાર વસાવાએ અનેક જિલ્લાઓમાં કર્યું છે કામ
-
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે વર્લ્ડ કપની ફાઇનલ મેચ
- રવિવારે 19 નવેમ્બરે વર્લ્ડ કપની ફાઇનલ મેચ
- ફાઇનલ મેચમાં ભારતે કરી છે એન્ટ્રી
- ફાઈનલ મેચને લઈને અમદાવાદ આવી પહોંચી ભારતની ટીમ
- ટીમ આઇટીસી નર્મદામાં કરશે રોકાણ
- બે દિવસ ટીમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કરશે પ્રેક્ટિસ
- આવતીકાલે અન્ય ટીમ આવશે અમદાવા
-
શ્રીનગરના લાલ ચોકમાં સ્થાપિત કરાયું PM મોદીનું કટઆઉટ
શ્રીનગરના લાલ ચોક સ્થિત ઘંટા ઘરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું લાઈફ સાઈઝ કટ-આઉટ લગાવવામાં આવ્યું છે. આ સ્થળ પ્રવાસીઓ અને સ્થાનિક લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. અહીં ઘણા લોકો પીએમના કટઆઉટ સાથે તસવીરો અને સેલ્ફી લઈ રહ્યા છે.
-
અરવલ્લી વેકેશનમાં ફરવા જતા લોકો માટે ચેતવણી રૂપ ઘટના
- વેકેશનમાં ફરવા જતા લોકો માટે ચેતવણી રૂપ ઘટના
- મોડાસા, અમદાવાદ, રાજકોટના 40 ટૂરિસ્ટ છેતરાયા
- ગોવામાં સવલતો ભરી ટુરના નામે છેતરાયા
- અમદાવાદની કેશવી ટુર અને ટ્રાવેલ્સ કંપનીએ છેતર્યાનો આક્ષેપ
- થ્રી સ્ટાર હોટલ,એસી કોચની જગ્યાએ સામાન્ય સવલતો આપી
- સુવિધાના નામે રૂપિયા ખંખેરીને સામાન સાથે ગોવામાં ટુરિસ્ટોને રઝળતા મુક્યા
-
ફાઈનલ સમયે સ્ટેડીયમ પર યોજાશે એર શો
- રવિવારે અમદાવાદમાં યોજાશે વિશ્વ કપની ફાઇનલ
- ફાઈનલ સમયે સ્ટેડીયમ પર યોજાશે એર શો
- એર શો માટે સ્ટેડીયમ પર રિહર્સલ યોજાયું
- વિશેષ 4 વિમાનો દ્વારા યોજાશે એર શો
-
સુરતમાં અસ્માજીક તત્વો બન્યા બેફામ
- સુરતમાં ધનાના અક્ષરકુંજ એપાર્ટમેન્ટનો બનાવ
- પાર્કિંગમાં રાખેલા અનેક વાહનો અસામાજિક તત્વોએ સળગાવ્યા
- 20 જેટલા વિજ મીટર સળગીને રાખ થઈ ગયા
- ગત 13 તારીખે અજાણ્યા ઈસમો વાહનોને આગ ચાપીને ફરાર થઈ ગયા
-
વરાછા વિસ્તારમાં આવેલા ડાયમંડનગરની ઘટના
- સુરતમાં મારુતિ વિભાગ-1 માં લાગી હતી આગ
- ઝરીના કારખાનામાં લાગી હતી આગ
- આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો
- સરથાણાથી છ ફાયરની ગાડીઓએ પાણીનો મારો ચલાવ્યો
- ફાયર દ્વારા ભારે મહેનત બાદ હાલ આગ કાબુમાં લેવાઈ
- આગમાં કોઈ જાનહાનિ નહીં
-
ખેડાના પરા દરવાજા વિસ્તારમાં લોકો એકબીજા પર ફટાકડા ફેકી રમે છે કોઠી યુદ્ધ
ખેડા શહેરના પરા દરવાજા વિસ્તારમાં નવા વર્ષ અને ભાઈબીજની રાત્રીએ અનોખી ઉજવણી કરવામાં આવે છે. પરા દરવાજા વિસ્તારના કાછીયાપોળ અને ભાવસાર વાડના લોકો સામ-સામે એકબીજાને કોઠી મારી પાછળ ધકેલવાનો પ્રયાસ કરે છે. લોકોનું કહેવું છે કે છેલ્લા 40 વર્ષથી હવાઈ યુદ્ધ અને કોઠી યુદ્ધ રમવાની પરંપરા છે. વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો
-
સાબરમતી નદીમાં એક દિવસમાં મળી આવ્યા 4 મૃતદેહ
સાબરમતી નદી ફરી મોતની ઘટના સામે આવી છે. કારણ કે સાબરમતી નદીમાંથી આજે એક જ દિવસમાં ચાર અલગ અલગ મૃતિહ મળી આવ્યા છે. જે ઘટનામાં ફાયર બિગેડ એ મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપતા પોલીસે મૃતકોના મોત અંગે તપાસ હાથ ધરી છે. તો આ વર્ષે સાબરમતી નદીમાં 180 કોલ ફાયર બ્રિગેડે અટેન્ડ કરી 150 થી પણ વધારે મૃતદેહ બહાર કાઢ્યા છે. ત્યારે આજે એક દિવસમાં જ 4 મૃતદેહ મળી આવ્યા છે.
-
સાઉથ આફ્રિકાની હાલત કફોડી, ટોપ ઓર્ડર પેવેલિયન પરત ફર્યા
કલકતામાં વરસાદ પડતા સાઉથ આફ્રિકાની હાલત કફોડી બની છે. ખેલાડીઓની સાથે દર્શકો પણ વરસાદ બંધ રહે તેની રાહ જોઈ રહ્યા છે.
-
દિલ્હી પ્રદૂષણ: GRAP-4નો કડક અમલ કરવા માટે STFની રચના
દિલ્હી સરકારે GRAP-4ના નિયમોને કડક રીતે લાગુ કરવા માટે એક વિશેષ ટાસ્ક ફોર્સની રચના કરી છે. આ 6 સભ્યોની વિશેષ ટાસ્ક ફોર્સનું નેતૃત્વ પર્યાવરણ વિભાગના વિશેષ સચિવ કરશે.
-
ભાજપ આવશે તો અમારું કામ ખતમ કરી દેશે : રાહુલ ગાંધી
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રાજસ્થાનના તારાનગર (ચુરુ)માં કોંગ્રેસ ગેરંટી રેલીમાં કહ્યું કે, જો ભાજપની સરકાર આવશે તો અમે તમારા માટે કરેલા તમામ કામને ખતમ કરી દેશે.
-
વર્લ્ડ કપ સેમિફાઇનલ 2: દક્ષિણ આફ્રિકા ટોસ જીત્યું, ઓસ્ટ્રેલિયા બોલિંગ કરશે
આજે કોલકાતામાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલ રમાઈ રહી છે. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આજે જીતનારી ટીમ 19 નવેમ્બરે ફાઇનલમાં ભારત સામે ટકરાશે.
-
અફઘાનિસ્તાનમાં 4.4ની તીવ્રતાનો ભૂકંપ
અફઘાનિસ્તાનમાં બપોરે 12.24 કલાકે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા 4.4 હતી.
-
આજે સાંજે 6 વાગ્યે ભારતની ટીમ એરપોર્ટ પર આવશે
- અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં રમાશે ICC વર્લ્ડ કપ ફાઇનલ મેચ
- આજે સાંજે 6 વાગ્યે ભારતની ટીમ એરપોર્ટ પર આવશે
- એરપોર્ટથી હોટેલ itc નર્મદા જશે
- ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ રહેશે હાજર
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રહેશે હાજર
- ફાઈનલ મેચમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવે તેવી શક્યતા
- તમામ vvip 19મી તારીખે આવશે
-
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. ભાજપે આપણો અગ્રણી રાજસ્થાન સંકલ્પ પત્ર જાહેર કર્યો છે.
-
સુરત પુણા વિસ્તારમાં ચોર રંગેહાથો ચોરી કરતા પકડાયો
- બંધ ઘરમાં ચોરી કરવાનો કર્યો હતો પ્રયાસ
- સોસાયટીના લોકોએ ચોરને પકડી પોલીસને સોંપ્યો
- અગાઉ પણ આ સોસાયટીની ઘટના સામે આવી હતી
-
સુરતમાં અસામાજિક તત્વોનો આતંક
- સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારનો બનાવ
- નવાગામના શિવાજીનગર વિસ્તારનો બનાવ
- અસામાજિક તત્વોનો આતંક ફરી સામે આવ્યો
- અસામાજિક તત્વોએ લારી ચલાવનારને માર માર્યો
- ચોરીનો મોબાઈલ ગીરવે નહિ રાખતા લારી ચલાવનારને માર મારવામાં આવ્યો
- લારી ચાલકના પરિવારના સભ્યોને પણ માર મારવામાં આવ્યો
- ચાર લોકો સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
- એક વ્યક્તિની હાલત ગંભીર હોવાથી આઇસીયુમાં સારવાર હેઠળ
- પરિવારના જણાવ્યા મુજબ માર મારનારા લોકો દારૂનો ધંધો કરી રહ્યા છે
-
જમ્મુ-કાશ્મીર: ડોડામાં ભૂકંપના આંચકા, તીવ્રતા 3.9
જમ્મુ-કાશ્મીરના ડોડામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ ભૂકંપ સવારે 9.34 કલાકે આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા 3.9 હતી.
-
ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જશે વિદેશ પ્રવાસે
- વાઈબ્રન્ટ ગુજરાત અંતર્ગત બે દેશોના પ્રવાસે જશે મુખ્યમંત્રી
- મુખ્યમંત્રી સાથે સિનિયર IAS અધિકારીઓ પણ જશે વિદેશ
- જાપાન અને સિંગાપોર જશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
- 27 નવેમ્બરે 7 અધિકારીઓ સાથે જશે વિદેશ
- મુખ્ય સચિવ સહિતના અધિકારીઓ જશે વિદેશ
-
તેલંગાણા: BRS ધારાસભ્ય અને ઉમેદવાર નલ્લામોથુના ઘર પર દરોડા
આવકવેરા વિભાગ તેલંગાણાના મિર્યાલાગુડાના BRS ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય નલ્લામોથુ ભાસ્કર રાવ પર દરોડા પાડી રહ્યું છે. તેમની ઓફિસ, નિવાસસ્થાન અને કેટલાક નજીકના લોકો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.
-
રાજકોટ-SRP જવાનનો આપઘાત
- સર્વિસ બંદૂકથી ગળાના ભાગે ગોળી મારીને કર્યો આપઘાત
- મૂળ પંચમહાલના પ્રવીણ ચૌહાણ નામના SRP જવાન PGVCLના બંદોબસ્ત માટે રાજકોટ આવ્યા હતા
- બસ સ્ટેન્ડ પાછળ આવેલી ધર્મશાળામાં વહેલી સવારે ૪ વાગ્યે કર્યો આપઘાત
- આપઘાતનું કારણ અકબંધ, પોલીસે શરૂ કરી તપાસ
-
જયપુરમાં રાહુલ ગાંધીનો રોડ શો, અમિત શાહ પણ કરશે રેલી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાજસ્થાનના ચારભુજા અને દેગવડમાં ચૂંટણી સભાઓને સંબોધશે. રાહુલ ગાંધી જયપુરમાં રોડ શોની સાથે રાજ્યમાં ત્રણ ચૂંટણી રેલીઓ કરશે.
-
જામનગર – દ્રારકા હાઈવે પર અકસ્માતમા 3 લોકોના મોત
- વહેલી સવારે કાર ચાલકે 4 લોકોને હડફેટે લીધા
- પગપાળા ચાલીને દ્રારકા જતા પદયાત્રીઓના મોત
- 3 લોકોના મૃત્યુ અને 1 વ્યકિતને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
- નાનીખાવડી પાસે બન્યો અકસ્માત
- 108ની ટીમે સમયસર પહોચી ઈજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપી
-
રાજકોટના જેતપુરમાં ટ્રેનની અડફેટે આવતા બે લોકોના મોત
રાજકોટના જેતપુરમાં ટ્રેનની અડફેટે બે લોકોનાં મોત થયા છે. આ ઘટના પીઠડીયા અને વીરપુર વચ્ચેની છે. જ્યાં મોડી રાત્રે 12 વર્ષીય બાળક અને 35 વર્ષીય પુરૂષનું ટ્રેનની અડફેટે મોત થયું છે. જેતપુર પીઠડીયા નજીક ટ્રેન નીચે કપાતા બેના કમકમાટી ભર્યા મોત છે. જેતપુર પીઠડીયા નજીક ટ્રેન મા એક યુવક અને એક બાળક ટ્રેન નીચે કપાયા હોવાની ઘટના બની છે. રાજકોટ થી વેરાવળ જતી ટ્રેન નીચે અજાણીયા આશરે 35 વર્ષીય યુવક અને આશરે 12 વર્ષીય બાળક ટ્રેન અડફેટે આવ્યાની ઘટના બની હતી.
-
વૈશાલી સુપરફાસ્ટ એક્સપ્રેસના સ્લીપર કોચમાં આગ લાગી
ઈટાવા, યુપી: વૈશાલી સુપરફાસ્ટ એક્સપ્રેસના સ્લીપર કોચમાં આગ લાગ્યા બાદ એસપી ગ્રામીણ સત્યપાલ સિંહ કાએ જણાવ્યું કે આગ S6 કોચમાં લાગી હતી. રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેમાં કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈને ઈજા થઈ નથી. ટ્રેન 30-35 મિનિટ માટે ઉભી રહી.
#WATCH | Etawah, UP: After a fire broke out in the sleeper coach of Vaishali Superfast Express, SP Rural, Satyapal Singh says, “…The fire broke out in the S6 coach. The rescue team immediately reached the spot. There has been no loss of life. Nobody is injured. The train was… pic.twitter.com/WuQC8prdPR
— ANI (@ANI) November 15, 2023
-
અમેરિકા આપણા સમયની મોટી શક્તિ છેઃ જયશંકર
ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું કે અમેરિકા વાસ્તવમાં, છેલ્લાં કેટલાંક વર્ષોમાં, વિવિધ રીતે વિદેશમાં ખૂબ પ્રભાવશાળી રહ્યું છે. અમેરિકા આજે એક એવી શક્તિ છે જે પોતાની જાતને પુનઃશોધ કરી રહી છે.
#WATCH | London, UK: External Affairs Minister of India, Dr S Jaishankar says, “I would say a divided America or a divided any country would obviously be a less effective player on the international scene…America is the premier power of our times…I would say America has been… pic.twitter.com/zawidgh7b6
— ANI (@ANI) November 15, 2023
Published On - Nov 16,2023 6:20 AM