ખેડા વીડિયો : ખેડાના પરા દરવાજા વિસ્તારમાં લોકો એકબીજા પર ફટાકડા ફેકી રમે છે કોઠી યુદ્ધ

ખેડા શહેરના પરા દરવાજા વિસ્તારમાં નવા વર્ષ અને ભાઈબીજની રાત્રીએ અનોખી ઉજવણી કરવામાં આવે છે. પરા દરવાજા વિસ્તારના કાછીયાપોળ અને ભાવસાર વાડના લોકો સામ-સામે એકબીજાને કોઠી મારી પાછળ ધકેલવાનો પ્રયાસ કરે છે. લોકોનું કહેવું છે કે છેલ્લા 40 વર્ષથી હવાઈ યુદ્ધ અને કોઠી યુદ્ધ રમવાની પરંપરા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2023 | 12:42 PM

સામાન્ય રીતે દિવાળીના દિવસે લોકો ફટાકડા ફોડી ઉજવણી કરતા હોય છે.પણ શું તમે એકબીજા પર ફટાકડા ફેંકીને ઉજવણી થતી જોઈ છે? પણ આજે અમે એક એવું ગામ બતાવીશું.જ્યાં લોકો ફટાકડા એકબીજા પર ફેંકે છે. અને કોઠી યુદ્ધ રમે છે. આ વાત ખેડા શહેરના પરા દરવાજા વિસ્તારમાં નવા વર્ષ અને ભાઈબીજની રાત્રીએ અનોખી ઉજવણી કરવામાં આવે છે.

પરા દરવાજા વિસ્તારના કાછીયાપોળ અને ભાવસાર વાડના લોકો સામ-સામે એકબીજાને કોઠી મારી પાછળ ધકેલવાનો પ્રયાસ કરે છે.લોકોનું કહેવું છે કે છેલ્લા 40 વર્ષથી હવાઈ યુદ્ધ અને કોઠી યુદ્ધ રમવાની પરંપરા છે.જેના માટે નવરાત્રીથી જ કોઠીઓ બનાવવાની શરૂ કરી દેવામાં આવે છે. કાચો માલ તૈયાર થઈ ગયા બાદ સ્થાનિકો વસો ગામે જઈને કોઠીઓમાં દારૂખાનું ભરાવે છે અને બેસતા વર્ષના દિવસે સામસામે ફોડે છે.

યુદ્ધ પહેલા બંને બાજુ હવાઈ નાંખવામાં આવે છે અને ત્યારબાદ કોઠી યુદ્ધ થાય છે. આ રમત એકબીજાને દઝાડવા માટે નહીં પણ શોખથી રમવામાં આવે છે. લોકો કોઠી યુદ્ધ પહેલા પોતાના કપડા પાણીથી પલાળે છે. જો કે મહત્વની વાત તો એ છે કે વર્ષોથી કોઠી યુદ્ધ રમાતું હોવા છતાં હજી સુધી કોઈ વ્યક્તિ દાઝ્યો નથી કે કોઈને ઈજા પણ થતી નથી.

ખેડા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">