પાકિસ્તાનથી આવેલા એક પત્રએ અનેક ભારતીય પરિવારોની આંખોમાં લાવી દીધા આંસુ, સ્વજનોએ સજળ નયને સાંસદને કરી આ આજીજી- વાંચો

બે દેશોના સરહદીય વિવાદ વચ્ચે અનેકવાર નિર્દોષ નાગરિકોને પીસાવાનો વારો આવતો હોય છે. જેમા માછીમારી કરતા માછીમારો ભૂલથી સરહદ ઓળંગી જતા પાકિસ્તાન મરીન સિક્યોરિટી દ્વારા તેમની ધરપકડ કરી લેવાય છે. એ બાદ વર્ષો સુધી જેલમાં આ માછીમારો કોઈ વાંકગૂના વિના સબડતા રહે છે. ગુજરાતના માછીમારો સતત આ યાતનાનો શિકાર બનતા હોય છે.

Follow Us:
| Updated on: Jul 16, 2024 | 5:46 PM

કેન્દ્રશાસિત પ્રદેશ દીવ એ અરબી સમુદ્રના કિનારે આવેલ એક સુંદર દરિયાઈ ટાપુ છે.  દીવની ચારે બાજુ સમુદ્ર હોવાને કારણે, દીવના 75 ટકા લોકો માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેઓ દરિયાઈ માછલીઓ પર જીવન નિર્વાહ કરે છે, ઘણી વખત પાણીના પ્રવાહ અને સારી માછીની લોભ લાલચના કારણે તે સરહદ પાર કરીને પાકિસ્તાન પહોંચે છે અને પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા પકડવાથી લોકોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવવું પડે છે. છેલ્લા ચાર વર્ષથી પાકિસ્તાનની જેલમાં બંધ દીવના વણાંકબારા અને સાઉદવાડી ના માછીમારોના પરિવારમાં ચિંતાનો માહોલ છે. કેમકે,પાકિસ્તાન ની જેલમાં કેદ ભારતીય માછીમારોએ એક પત્ર દ્વારા જણાવ્યુ છે,કે અમે ભારતીય માછીમારોમાં દીવ,ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ,પશ્ચિમબંગાળ, તમિલનાડુ સહિત 211થી વધુ ભારતીય માછીમારોને પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાનું ઉલ્લંઘન કરતા પકડીને કરાંચીની લાન્ડી જેલમાં મોકલવામાં આવ્યા હતા.

પાકિસ્તાન સરકારે 148 માછીમારોને કોર્ટ લિસ્ટની બહાર રાખ્યા છે, જે અતિં ચિંતાજનક

ભારતીય માછીમારોના પત્રમાં જણાવ્યા પ્રમાણે 183 ભારતીય માછીમારોનું ક્લિયર છે. તેમાં 148 ભારતીય માછીમારોને પાકિસ્તાનની કોર્ટે દોઢ વર્ષ પહેલા સજા આપી દીધી છે. પાકિસ્તાનની કોર્ટેના આદેશ મુજબ છોડી મુકવા જોઈએ છ્તાં પાકિસ્તાનની સરકાર રિલિઝ કરતી નથી અને 148 ભારતીય માછીમારોને કોર્ટ લિસ્ટની બહાર રાખ્યા છે. આ એક ગંભીર બાબત છે. આ બાબતે અનેકવાર અમારા પરિવારો દ્વારા સાંસદો, ધારાસભ્યોને રજુઆતો કરી પણ ભારત સરકાર કે પાકિસ્તાન સ્થિત આપણી એમ્બેસી તરફથી કોઈ પણ જાતનું પ્રોત્સાહન કે આશ્વાસન મળતું નથી.

અનેક માછીમારો છેલ્લા 4 થી વધુ વર્ષથી જેલમાં સબડી રહ્યા છે

જેલની અંદર વકીલો કે માનવ અધિકાર પંચના અધિકારીઓને પણ મળવા દેતા નથી.અમે બધા રિલિઝ ના તણાવમાં જીવી રહ્યા છે. 15 ભારતીય માછીમારોએ માનસિક સંતુલન ગુમાવી દેતા સાઈકો થઈ ગયા છે. 10 અપંગ છે. 3 હૃદય રોગી છે. છેલ્લા 3 વર્ષમાં 12 ભારતીય માછીમારો પાકિસ્તાન જેલમાં મૃત્યુ પામ્યા છે. છેલ્લા 4 વર્ષથી પરિવારથી વિખુટા પડયા છે. પાકિસ્તાન જેલમાં કેદ ભારતીય માછીમારોના પત્રમાં જણાવ્યુ કે જેલની ગુપ્ત માહિતી પ્રમાણે ભાર થી જુના પાકિસ્તાની કેદીઓને છોડશે ત્યારે જુના ભારતીય માછીમારોને છોડવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

સાંસદ ઉમેશ પટેલે પીડિત પરિવારોને માછીમારોના મુદ્દાને લોકસભામાં ઉઠાવવાનું આપ્યુ આશ્વાસન

પાકિસ્તાન જેલમાં કેદ દીવના વણાંકબારા અને સાઉદવાડીના માછીમાર પરિવારોને તેમના ઘરે દમણ- દીવ સાંસદ ઉમેશ પટેલ રૂબરૂ જઈને તેમની રજૂઆત સાંભળી. માછીમારોના પરિવારોએ સાંસદને પાકિસ્તાન જેલમાંથી ભારતીય માછીમારો ને મુક્ત કરવા વિનંતી કરી. દમણ દીવ સાંસદ ઉમેશ પટેલે પીડિત પરિવારની મહિલાઓને આશ્વાસન આપ્યુ કે બહેનો તમને ખાતરી આપુ છુ કે આવતા સપ્તાહમાં દિલ્હી જઈને લોકસભામાં આ મુદ્દે ગંભીરતાથી ચર્ચા કરીશ અને જરૂર પડ્યે પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને વિદેશમંત્રી એસ.જયશંકરને મળી આપણા માછીમારોને જલદી મુક્ત કરવામાં આવે તેવી વિનંતિ કરીશ.

Input Credit- Bipin Bamania- Diu 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">