અમદાવાદથી ગાંધીનગર વચ્ચે દોડનારી મેટ્રો ટ્રેનને PM મોદીએ બતાવી લીલી ઝંડી, માત્ર આટલા ભાડામાં જ ફટાફટ પહોંચી જશો ગાંધીનગર- Video

અમદાવાદથી ગાંધીનગર વચ્ચે દોડનારી મેટ્રો ટ્રેનને PM મોદીએ બતાવી લીલી ઝંડી, માત્ર આટલા ભાડામાં જ ફટાફટ પહોંચી જશો ગાંધીનગર- Video

Narendra Rathod
| Edited By: | Updated on: Sep 16, 2024 | 2:37 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ છે. આજે પીએમ મોદી અમદાવાદથી ગાંધીનગર વચ્ચે દોડનારી મેટ્રો ટ્રેનનો શુભારંભ કરાવ્યો. મોટોરાથી મહાત્મા મંદિર દોડનારી આ મેટ્રો ટ્રેનને આજે પીએમ મોદી લીલી ઝંડી બતાવી શુભારંભ કરાવ્યો. .

આખરે એ દિવસ આવી જ ગયો…. જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી. પીએમ મોદીએ આજે  અમદાવાદ થી ગાંધીનગર વચ્ચે દોડનારી મેટ્રો રેલ સેવાને લીલી ઝંડી બતાવી શુભારંભ કર્યો છે. હવે માત્ર ₹35માં અમદાવાદથી ગાંધીનગર પહોંચી શકાશે. મેટ્રોના બીજા ફેઝનો સેક્ટર-1થી PM મોદીએ શુભારંભ કરાવ્યો છે. આ ઉપરાંત વડાપ્રધાન મોદી પણ આ મેટ્રો ટ્રેનમાં ગિફ્ટ સિટી સુધી સફર કરવાના છે. સેક્ટર-1 થી ગિફ્ટ સિટી સુધી પીએમ મોદીએ મેટ્રોમાં સફર કરી.  આ દરમિયાન તેઓ અન્ય પ્રવાસીઓ સાથે વાતચીત કરતા પણ જોવા મળ્યા હતા. પીએમ મોદીની સાથે મેટ્રોની આ સફર દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા.

હવે માત્ર 35 રૂપિયામાં પહોંચાશે વાસણા APMCથી ગાંધીનગર

અમદાવાદથી ગાંધીનગર વચ્ચે શરૂ થનારી આ મેટ્રો રેલ સેવાથી હવે 33 કિલોમીટરનું અંતર માત્ર 65 મિનિટમાં કપાઈ જશે. અમદાવાદ વાસણા APMCથી ગાંધીનગર સેક્ટર -1 સુધી માત્ર 35 રૂપિયામાં પહોંચી જવાશે. આ મેટ્રો શરૂ થવાથી રોજેરોજ અપ-ડાઉન કરનારા લોકોને ઘણો ફાયદો થશે અને સમયની પણ બચત થશે મેટ્રો ટ્રેનનું સમગ્ર નેટવર્ક હવે 60 કિમીમાં ફેલાયુ છે. ફેઝ-1માં ઈસ્ટ-વેસ્ટ કોરિડોર, નોર્થ સાઉથ કોરિડોર મળી 40 કિમીનો રૂટ તેમજ ફેઝ-2માં મોટેરાથી સેક્ટર -1 સુધીના 20 કિમીથી વધુનો રૂટ તૈયાર કરાયો છે.

8000 કરોડથી વધુના વિવિધ પ્રોક્ટ્સનો કરાવશે પ્રારંભ  

વડાપ્રધાન મોદી સતત ત્રીજીવાર પીએમ બન્યા બાદ પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે. બે દિવસના રોકાણ દરમિયાન પીએમ મોદી અનેક વિકાસકામોની ભેટ ગુજરાતને આપશે. અંદાજિત 8000 કરોડના વિકાસકામોનો પીએમ મોદી આજે GMDC ગ્રાઉન્ડ ખાતેથી લોકાર્પણ તેમજ ઈ-ખાતમૂહુર્ત કરવાના છે.

મેટ્રો ટ્રેનની સફર બાદ પીએમ મોદી ગિફ્ટ સિટી પહોંચશે જ્યા બેન્કિંગ અને ફાઈનાન્સ કંપનીના વડાઓ અને CEO સાથે ચર્ચા મિટીંગ કરશે. જે બાદ પીએમ મોદી અમદાવાદ GMDC ગ્રાઉન્ડ ખાતે વિકસીત ભારત, વિકસીત ગુજરાત કાર્યક્રમમાં હાજરી આપશે. અહીં પીએમ જંગી જાહેરસભા સંબોધશે જે બાદ તેઓ ગાંધીનગર રાજભવન પરત ફરશે અને સરકાર અને સંગઠનના પદાધિકારીઓ સાથે બેઠક કરશે. GMDC ગ્રાઉન્ડ ખાતે પીએમ મોદી વિવિધ પ્રોજેક્ટ્સના ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરશે. આપને જણાવી દઈએ કે પીએમના કાર્યક્રમમાં ભાજપના કાર્યકરોને GMDC ગ્રાઉન્ડ પહોંચવા માટે મેટ્રો રેલનો ઉપયોગ કરવા માટેનું આયોજન કરાયુ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Sep 16, 2024 02:29 PM
g clip-path="url(#clip0_868_265)">