Gujarat માં છેલ્લા દાયકામાં શહેરીકરણનું પ્રમાણ 10 ટકાના દરે વધ્યું, સરકાર સુવિધા પૂરી પાડવા કટિબદ્ધ
વર્ષ 2023-24 દરમિયાન વધીને રૂ, 19685 કરોડ કરેલ છે, જે શહેરીકરણના પડકારોને પહોંચી વળવા રાજ્યની પ્રતિબદ્ધતા દર્શાવે છે.ગુજરાતમાં શહેરી વિસ્તારમાં ખાસ કરીને, નાની મહાનગરપાલિકાઓ તથા તમામ નગરપાલિકાઓ વિસ્તારોમાં આર્થિક પ્રવૃત્તિઓમાં વધારાને કારણે ઝડપી વિકાસ થઇ રહેલ છે.
ગુજરાત(Gujarat) દેશના સૌથી વધુ શહેરીકૃત(Urbanization) રાજ્યોમાંનું એક છે. વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાત રાજ્યની વસ્તી 6,038 કરોડ છે. જેમાંથી 2.571 કરોડ લોકો શહેરી વિસ્તારોમાં રહે છે. ગુજરાતની લગભગ 43 ટકા વસ્તી શહેરો અને નગરોમાં રહે છે.રાજ્યનું હાલનું શહેરીકરણ સ્તર રાષ્ટ્રીય સરેરાશ 31.16 ટકા કરતા ઘણું વધારે છે.ગુજરાતમાં હાલમાં શહેરીકરણનો વ્યાપ 47 ટકા જેટલો છે.
શહેરીકરણનો વ્યાપ ગુજરાતમાં 47 ટકા જેટલો છે
છેલ્લા દાયકામાં ગુજરાતમાં શહેરી વિસ્તારમાં રહેતા સમસ્યાઓ શહેરી વિસ્તારમાં વસતા લોકોની વસ્તીમાં થયેલ વધારો નોંધપાત્ર છે. હાલમાં શહેરીકરણનો વ્યાપ ગુજરાતમાં 47 ટકા જેટલો છે. હાલમાં વસતા શહેરીજનોની પાયાની માળખકીય સુવિધા જેવી કે પાણી પુરવઠા, ગટર વ્યવસ્થા, ધન કચરા નિકાલ વ્યવસ્થા, રસ્તા વ્યવસ્થા- ટ્રાફિક નિયમન વગેરે ની જરૂરિયાતને પહોંચી વળવા પણ એક પડકાર છે.
વધારાના 10 લાખ લોકોને મૂળભૂત માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં આવશે
વધુમાં, એક અંદાજ મુજબ દર વર્ષે ગુજરાતના તમામ શહેરી વિસ્તારના લોકાની પાયાની માળખકીય સુવિધા વર્તમાન સ્તરને જાળવવા માટે વધારાના 10 લાખ લોકોને મૂળભૂત માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.રાજ્યની રચના પછીના પ્રથમ બે દાયકાઓમાં, ગુજરાતમાં શહેરી વસ્તીમાં સરેરાશ 5 ટકા પ્રતિદશક ના દરથી વધારો જોવા મળ્યો છે, જે બીજા બૈ દાયકાઓ સુધી 6 ટકા પ્રતિદશક ના દરથી વૃદ્ધિ સાથે વધ્યો છે.
છેલ્લા બે દાયકા દરમિયાન, શહેરી વસ્તીમાં 10 ટકા પ્રતિદશકના દરના વધારા સાથે વધારો જોવા મળી રહ્યો છે. આ ગણતરી મુજબ, 2021-23ની શહેરી વસ્તીની આગાહી રાજ્યની કુલ વસ્તીના 47 ટકા જેટલી હશે તેને ધ્યાનમાં લેતા, ગુજરાતની શહેરી વસ્તી 2011 માં 2.57 કરોડ થી વધીને 2021 માં 3.40 કરોડ થઇ હતી.
ગુજરાત સરકારે 2005ને શહેરી વિકાસના વર્ષ તરીકે જાહેર કર્યું હતું
શહેરી ક્ષેત્રની જરૂરિયાતોને પૂર્ણપણે પ્રતિભાવ આપી ગુજરાત સરકારે 2005ને શહેરી વિકાસના વર્ષ તરીકે જાહેર કર્યું, જેથી માત્ર જનતાની જરૂરિયાતોને અનુરૂપ જ નહીં પરંતુ જેના મારફત ગુજરાતના શહેરોને અભૂતપૂર્વ વૃદ્ધિ અને વિકાસના ક્ષેત્રમાં પણ મદદ મળી. ગુજરાતે વર્ષ 2005ને શહેરી વર્ષની ઉજવણીના સારો પ્રતિસાદને ધ્યાનમાં રાખી વર્ષ 2009ને ગુજરાતની સ્થાપનાના સુવર્ણ વર્ષ તરીકે ઉજવ્યું,
અત્યાર સુધીમાં 43,000 કરોડથી વધુની ફાળવણી કરવામાં આવેલ છે
જેમાં તત્કાલીન માનનીય મુખ્ય પ્રધાન અને ભારતના વર્તમાન વડા પ્રધાને મારફત રૂ.7000 કરોડની બજેટ જોગવાઈ સાથે મૂળભૂત માળખાને માટે સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના (ગોલ્ડન થર સેલિબ્રેશન સ્કીમ) શરૂ કરી હતી. જે, અત્યાર સુધીમાં 43,000 કરોડથી વધુની ફાળવણી કરવામાં આવેલ છે.
શહેરી ગૃહ નિર્માણ વિભાગના બજેટની જોગવાઈ વર્ષ 2023-24 દરમિયાન વધીને રૂ, 19685 કરોડ
રાજ્યએ શહેરીકરણને તક તરીકે સ્વીકારી, રાજ્ય સરકારે શહેરી વિકાસ માટે પહેલાથી જ ઘણી સારી પહેલો અને સુધારાઓ શરૂ કર્યા છે. વર્ષ 2004-05માં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના બજેટની જોગવાઈ માત્ર રૂ. 126 કરોડ હતી, જે વર્ષ 2023-24 દરમિયાન વધીને રૂ, 19685 કરોડ કરેલ છે, જે શહેરીકરણના પડકારોને પહોંચી વળવા રાજ્યની પ્રતિબદ્ધતા દર્શાવે છે.ગુજરાતમાં શહેરી વિસ્તારમાં ખાસ કરીને, નાની મહાનગરપાલિકાઓ તથા તમામ નગરપાલિકાઓ વિસ્તારોમાં આર્થિક પ્રવૃત્તિઓમાં વધારાને કારણે ઝડપી વિકાસ થઇ રહેલ છે.
ગાંધીનગર શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો