AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રાજકોટ ડેપ્યુટી મેયરના સરકારી આવાસ મામલે નવો વળાંક, સામે આવેલા સોગંદનામાએ ઊભા કર્યા અનેક રહસ્યમય સવાલો !

રાજકોટમાં ડેપ્યુટી મેયર દક્ષા વસાણીના સરકારી આવાસને લઈને વિવાદ વધુ વકર્યો છે. દક્ષા વસાણીના આવાસ સંબંધિત એક સોગંદનામું સામે આવ્યું છે.

Breaking News : રાજકોટ ડેપ્યુટી મેયરના સરકારી આવાસ મામલે નવો વળાંક, સામે આવેલા સોગંદનામાએ ઊભા કર્યા અનેક રહસ્યમય સવાલો !
Rajkot Deputy Mayor Government House Affidavit
| Updated on: Sep 23, 2026 | 3:04 PM
Share

રાજકોટમાં ડેપ્યુટી મેયર દક્ષા વસાણીના સરકારી આવાસને લઈને વિવાદ વધુ વકર્યો છે. દક્ષા વસાણીના આવાસ સંબંધિત એક સોગંદનામું સામે આવ્યું છે, જેમાં તેમણે પોતાની પાસે કોઈ મિલકત ન હોવાનું અને ફાળવવામાં આવનાર સરકારી આવાસમાં રહેવા જવાના હોવાનો ઉલ્લેખ કર્યો હોવાનું સામે આવ્યું છે. આ સોગંદનામું સામે આવ્યા બાદ હવે સમગ્ર મામલે અનેક સવાલો ઊભા થયા છે.

સૂત્રો અનુસાર, દક્ષા વસાણીએ અગાઉ દાવો કર્યો હતો કે તેમની દુકાનનું ડિમોલેશન થયા બાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દુકાનના બદલામાં સરકારી આવાસ ફાળવવામાં આવ્યો હતો. જોકે, હવે સામે આવેલા સોગંદનામામાં તેમની પાસે કોઈ મિલકત ન હોવાનું દર્શાવવામાં આવ્યું હોવાનું કહેવાય છે. આ બંને બાબતો વચ્ચે સુસંગતતા છે કે નહીં તે તપાસનો વિષય બન્યો છે.

સોગંદનામું રજૂ કરવામાં આવ્યું

સોગંદનામામાં સરકારી આવાસમાં પોતે વસવાટ કરશે તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે સવાલ એ છે કે દક્ષા વસાણીને દુકાનના બદલામાં આવાસ ફાળવવામાં આવ્યો હતો કે પછી આવાસ મેળવવા માટે વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું?

અધિકારીઓના આગ્રહ બાદ દક્ષા વસાણીને આવાસ ફાળવવામાં આવ્યો

આ મામલે એવી પણ ચર્ચા છે કે દુકાનના બદલામાં કેટલાક અધિકારીઓના આગ્રહ બાદ દક્ષા વસાણીને આવાસ ફાળવવામાં આવ્યો હતો. જોકે, આ અંગે સત્તાવાર રીતે કોઈ સ્પષ્ટતા સામે આવી નથી. સમગ્ર મામલે આવાસ ફાળવણીની પ્રક્રિયા અને તેના માટે લાગુ પડતા નિયમો શું હતા તે મહત્વનું બની રહ્યું છે.

સરકારી આવાસ કયા નિયમો હેઠળ ફાળવવામાં આવ્યો

ખાસ વાત એ છે કે સામાન્ય નાગરિકને સરકારી આવાસ મેળવવા માટે વિવિધ દસ્તાવેજો અને પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હોય છે. ત્યારે દક્ષા વસાણીને સરકારી આવાસ કયા નિયમો હેઠળ અને કઈ પ્રક્રિયા અંતર્ગત ફાળવવામાં આવ્યો તે અંગે સ્પષ્ટતા જરૂરી બની છે.

આ ઉપરાંત, જો કોઈ વ્યક્તિની દુકાન મહાનગરપાલિકાની કાર્યવાહી દરમિયાન કપાતમાં ગઈ હોય અથવા તેનું ડિમોલેશન થયું હોય તો તેના બદલામાં સરકારી આવાસ ફાળવી શકાય છે કે નહીં, તે અંગે પણ રાજકોટ મહાનગરપાલિકાના સત્તાવાર નિયમો અને પ્રક્રિયા સ્પષ્ટ થવી જરૂરી છે.

આ પણ વાંચો, Breaking News: રાજકોટની હોસ્ટેલ કેન્ટીન પર ફૂડ વિભાગના દરોડા, 19માંથી 17 કેન્ટીન ફૂડ લાયસન્સ વિના ચાલતી મળી, જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">