AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : જસપ્રીત બુમરાહે જાપાનમાં ખાસ ઓશીકું ખરીદ્યું? જાણો તેની ખાસ વિશેષતાઓ વિશે

જસપ્રીત બુમરાહે જાપાનમાં ઓશીકાની શોપિંગનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો અક્ષર પટેલે બનાવ્યો છે. તેમજ આ ઓશિકા પર પત્નીનું રિએક્શન પણ સામે આવ્યું છે. આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.

Breaking News : જસપ્રીત બુમરાહે જાપાનમાં ખાસ ઓશીકું ખરીદ્યું? જાણો તેની ખાસ વિશેષતાઓ વિશે
| Updated on: Sep 23, 2026 | 2:51 PM
Share

એશિયન ગેમ્સ 2026 માટે ટીમ ઈન્ડિયાની સાથે જસપ્રીત બુમરાહ પણ જાપાનમાં છે. જાપાનમાં બુમરાહ પોતાના પર્ફોમન્સના કારણે ચર્ચામાં છે. જસપ્રીત બુમરાહે જાપાનમાં પોતાના માટે એક સ્પેશિયલ એશીકાની ખરીદી કરી છે. ઓશીકાની શોપિંગ માટે તે પોતાના ટીમમેટ અક્ષર પટેલની સાથે ગયો હતો. મોટી વાત એ છે કે, ઓશીકાની ખરીદી કરતા પહેલા બુમરાહની સૂવાની સાથે ગરદનના પોશ્ચરની સંપૂર્ણ તપાસ કરી હતી. તપાસ એટલી આશ્ચર્યજનક હતી કે બુમરાહ પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયો.

ઓશીકાની શોપિંગનો વીડિયો બુમરાહે શેર કર્યો

સ્પેશિયલ ઓશીકાની ખરીદી કરતા પહેલા બુમરાહની કેવી રીતે તપાસ કરવામાં આવી હતી. તેનો એક વીડિયો અક્ષર પટેલે બનાવ્યો છે. જસપ્રીત બુમરાહે આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે, કેટલી ઝીણવટપૂર્વક તપાસ થઈ છે. હવે તપાસ બાદ જે વસ્તુ ખરીદી છે.તેમાં કાંઈ તો ખાસ હશે.

View this post on Instagram

બુમરાહના ઓશીકાની ખાસિયત

હવે પ્રશ્ન એ છે કે, જસપ્રીત બુમરાહના ઓશીકામાં શું ખાસ છે? તેની પહેલી ખાસિયત એ છે કે, તેને જસપ્રીત બુમરાહની ગરદનને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. બીજી અને સૌથી મહત્વપૂર્ણ ખાસિયત એ છે કે આ ઓશીકા પર સૂવાથી બુમરાહને કમરના નીચેના ભાગમાં દુખાવો અને ઈજા થવાની શક્યતા ઓછી થશે.

ઓશીકા પર પતિ-પત્ની વચ્ચે રમુજી મજાક!

જસપ્રીત બુમરાહના જાપાનમાં ઓશીકાની ખરીદી કરતા વીડિયો પર જસપ્રીત બુમરાહની પત્ની સંજના ગણેશને પ્રતિક્રિયા આપી. ઓશીકા અંગે સંજના અને બુમરાહ વચ્ચે રમુજી વાતચીત સોશિયલ મીડિયા પર જોવા મળી. સંજનાએ પહેલા પ્રતિક્રિયા આપી, “શું તમે જાપાન આ માટે ગયા હતા?” જેના જવાબમાં બુમરાહે જવાબ આપ્યો, “જ્યારે તમે ઓશીકું માંગશો ત્યારે હું તમને ઓશીકું નહીં આપું.”

એશિયન ગેમ્સમાં પુરુષોની ક્રિકેટ સ્પર્ધા શરૂ થવાની છે. શ્રેયસ ઐયરના નેતૃત્વમાં ભારતીય ટીમનું નેતૃત્વ ભારત કરશે. કુલ 8 ટીમો ભાગ લેશે, અને ભારત ક્વાર્ટર ફાઇનલમાં તેના અભિયાનની શરૂઆત કરશે.

એશિયન ગેમ્સ 2026 માટે જસપ્રીત બુમરાહ પહોચ્યો જાપાન, આવો છે ક્રિકેટરનો પરિવાર અહી ક્લિક કરો

Follow Us
સૌરાષ્ટ્રમાં અછત જેવી સ્થિતિ છતાં દુષ્કાળ જાહેર કેમ નહીં? : સુરજેવાલા
સૌરાષ્ટ્રમાં અછત જેવી સ્થિતિ છતાં દુષ્કાળ જાહેર કેમ નહીં? : સુરજેવાલા
ગુજરાત સરકાર વિદ્યાર્થીઓનો અવાજ દબાવી રહી છેઃ શક્તિસિંહ
ગુજરાત સરકાર વિદ્યાર્થીઓનો અવાજ દબાવી રહી છેઃ શક્તિસિંહ
Breaking News : દિવાળી પૂર્વે ગાંધીનગરને મળશે નવા મેયર
Breaking News : દિવાળી પૂર્વે ગાંધીનગરને મળશે નવા મેયર
ગુજરાત રાજકારણમાં હલચલ: જે.ડી. સોલંકીનો ભાજપમાંથી કોંગ્રેસમાં પ્રવેશ
ગુજરાત રાજકારણમાં હલચલ: જે.ડી. સોલંકીનો ભાજપમાંથી કોંગ્રેસમાં પ્રવેશ
અમદાવાદમાં 25 કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું
અમદાવાદમાં 25 કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું
Breaking News : રાજકોટ મનપાનો ભ્રષ્ટાચાર વિરોધી AI પ્રહાર
Breaking News : રાજકોટ મનપાનો ભ્રષ્ટાચાર વિરોધી AI પ્રહાર
ગુજરાતમાં સોલાર રૂફટોપ યોજના હેઠળ મોટી સબસિડી જાહેર
ગુજરાતમાં સોલાર રૂફટોપ યોજના હેઠળ મોટી સબસિડી જાહેર
ગુજરાતની સરકારી શાળાઓમાં હવે મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ
ગુજરાતની સરકારી શાળાઓમાં હવે મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ
નાણાકીય સ્થિતિ મજબૂત બનશે, જૂના રોકાણમાંથી લાભ થશે
નાણાકીય સ્થિતિ મજબૂત બનશે, જૂના રોકાણમાંથી લાભ થશે
મહિને ₹3 લાખ કમાતી યુટ્યુબરે છોડી દીધી નોકરી, ગામડામાં મળ્યો 'પ્રેમ'
મહિને ₹3 લાખ કમાતી યુટ્યુબરે છોડી દીધી નોકરી, ગામડામાં મળ્યો 'પ્રેમ'
g clip-path="url(#clip0_868_265)">