ગુજરાત કોરોનાના નવા 314 કેસ, એક્ટિવ કેસની સંખ્યા 1912એ પહોંચી

|

Aug 27, 2022 | 9:37 PM

ગુજરાતમાં(Gujarat)  કોરોનાના( Corona) કેસમાં ઘટાડો અને સાજા થતા લોકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જેમાં 27 ઓગષ્ટના રોજ કોરોનાના નવા 314 કેસ નોંધાયા છે. જયારે કોરોના એક્ટિવ કેસની સંખ્યા 1912 એ પહોંચી છે.

ગુજરાત કોરોનાના નવા 314 કેસ, એક્ટિવ કેસની સંખ્યા 1912એ પહોંચી
Gujarat Corona Update

Follow us on

ગુજરાતમાં(Gujarat)  કોરોનાના( Corona) કેસમાં ઘટાડો અને સાજા થતા લોકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જેમાં 27 ઓગષ્ટના રોજ કોરોનાના નવા 314 કેસ નોંધાયા છે. જયારે કોરોના એક્ટિવ કેસની સંખ્યા 1912 એ પહોંચી છે. તેમજ કોરોના રિકવરી રેટ 98.98 ટકા થયો છે. જયારે આજે કોરોનાથી 226 દર્દીઓ સાજા થયા છે. જયારે કોરોનાના નવા કેસની વાત કરીએ તો અમદાવાદમાં(Ahmedabad)  76, વડોદરામાં 46, સુરતમાં 25, ગાંધીનગરમાં 20, રાજકોટમાં 14, વલસાડમાં 14, મહેસાણામાં 13, રાજકોટમાં 13, સુરત જિલ્લામાં 12, ગાંધીનગરમાં 09, ભરૂચમાં 07, નવસારીમાં 07, સાબરકાંઠામાં 06, અમરેલીમાં 05, પાટણમાં 05, વડોદરામાં 05, બનાસકાંઠામાં 04, દ્વારકામાં 04, કચ્છમાં 04, પોરબંદરમાં 04, ગીર સોમનાથમાં 03, આણંદમાં 02, ભાવનગર જિલ્લામાં 02, ભાવનગર કોર્પોરેશન 02, દાહોદમાં 02, જામનગરમાં 02, ખેડામાં 02, પંચમહાલમાં 02, અમદાવાદ જિલ્લામાં 01, અરવલ્લીમાં 01, મોરબીમાં 01 અને સુરેન્દ્રનગરમાં 01 કેસ નોંધાયો છે.

ચોમાસામાં વધારે સાવધાન રહેજો

ગુજરાતમાં દરેક જીલ્લામાં ચોમાસાનો માહોલ યથાવત છે. ત્યારે રોગચારાનો ખતરો પણ તોળાય રહ્યો છે. ઋતુગત બીમારીઓ, સ્વાઈ ફલૂ, ગાયોમાં લમ્પી વાયરય, મંકી પોક્સ મહામારી વચ્ચે લોકોએ વધારે સાવધાન રહેવાની જરુર છે. અને આ બધી બીમારીઓથી બચવા માટે વધારે સાવધાન રહેવાની જરુર છે.

શાળાઓમાં બાળકો માટે માસ્ક ફરજિયાત

કોરોનાના કેસમાં વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધારે કેસ નોંધાય રહ્યા છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.

Phone Tips: ફોનમાં 1.5GB ડેટા પણ ચાલશે આખો દિવસ ! બસ કરી લો આ સેટિંગ
Kumbh Mela 2025 : કુંભના 5 અનોખા બાબા, જુઓ Photos
Vastu Tips: દીવો ઓલવાયા બાદ વાટને બહાર ન ફેંકો, આ રીતે કરો નાશ
તમારા દરેક ટ્રાન્જેક્શન પર છે આવકવેરા વિભાગની ચાપતી નજર, વાંચો કેવી રીતે આવી શકે છે નોટીસ
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરશે
રાશા થડાનીએ કઈ શાળામાં અભ્યાસ કર્યો, જુઓ ફોટો

તહેવારોના સમયે સાવધાન રહેજો

આ મહિનાથી રાજ્યમાં થોડા થોડા દિવસના અંતરે તહેવારો આવી રહ્યા છે. તે બધા વચ્ચે મેળવડાઓ પણ વધશે અને સંક્રમણ વધવાની શક્યતા પણ છે. તેવામાં લોકોએ એક બીજાથી થોડુ અંતર રાખવુ જોઈએ અને કોરોનાથી બચવા માટેના તમામ પગલા ભરવા જોઈએ. ગયા વર્ષે પણ તહેવારોમાં થતા મેળાવડા અને ચૂંટણીઓમાં થતી ભીડને કારણે કોરોના કેસ વધ્યા હતા. તે ઘટના ફરી ન બને તે માટે સાવચેતી રાખવી જરુરી છે.

 

 

Next Article