Gandhinagar: રુપાલ મંદિરમાં સૂવર્ણ જડિત ગર્ભગૃહ અને દ્વારને ખુલ્લા મુકાયા, જાણો શું છે આ મંદિરની ખાસિયત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગાંધીનગરમાં (Gandhinagar) રૂપાલ ગામ સ્થિત વરદાયિની માતાના મંદિરમાં (Vardayini Mata)  દર્શન કર્યા બાદ મંદિરના સુવર્ણ જડિત ગર્ભ ગૃહ અને દ્વારને ખુલ્લા મુક્યા હતા.

Gandhinagar: રુપાલ મંદિરમાં સૂવર્ણ જડિત ગર્ભગૃહ અને દ્વારને ખુલ્લા મુકાયા, જાણો શું છે આ મંદિરની ખાસિયત
રુપાલ મંદિરમાં સૂવર્ણ જડિત ગર્ભગૃહ અને દ્વારને ખુલ્લા મુકાયા
Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Sep 27, 2022 | 5:30 PM

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Union Home Minister Amit Shah) બે દિવસના ગુજરાત પ્રવાસે છે. બે દિવસમાં તેઓ 4 મંદિરની મુલાકાતે છે, ત્યારે બીજા દિવસે રૂપાલના વિખ્યાત વરદાયિની ‘મા’ના મંદિરે શીશ ઝુકાવ્યું હતુ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગાંધીનગરમાં (Gandhinagar) રૂપાલ ગામ સ્થિત વરદાયિની માતાના મંદિરમાં (Vardayini Mata) દર્શન કર્યા બાદ મંદિરના સુવર્ણ જડિત ગર્ભ ગૃહ અને દ્વારને ખુલ્લા મુક્યા હતા. મંદિરના નવનિર્મિત ગર્ભગૃહ અને દ્વારને 5 કિલો સોનાથી સુવર્ણ કવચ ચઢાવવામાં આવ્યું છે.

રુપાલના જ નાગરિકે મંદિર માટે કર્યુ સોનાનું દાન

ગાંધીનગર જિલ્લાના રૂપાલ સ્થિત વરદાયિની માતાના પ્રસિદ્ધ મંદિરને આજે એક નવું નજરાણું મળ્યું છે. મંદિરના ગર્ભગૃહના દ્વાર અને મૂર્તિની આસપાસના સ્થાનને સોનાથી જડિત કરવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ કેન્દ્રીય મંત્રી અમિત શાહે કર્યું. સાથે સાથે તેમણે વરદાયિની માતાના દર્શન કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ મંદિરમાં મૂળ રૂપાલના બળદેવભાઈ પટેલ દ્વારા સોનાનું દાન કરવામાં આવ્યું હતું. જેના થકી ગર્ભગૃહને સોનાથી મઢીત કરવામાં આવ્યું છે.

અમિત શાહનું દત્તક લીધેલુ ગામ

500 વર્ષ જૂના ઐતિહાસિક મંદિરનો જીર્ણોદ્ધાર છ વર્ષ પહેલા કરવામાં આવ્યો હતો, જે બાદ આજે મંદિરની શોભામાં વૃદ્ધિ થઈ છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે રૂપાલ ગામે અમિત શાહનું આદર્શ ગામ યોજના સંદર્ભે લીધેલ દત્તક ગામ છે. જેથી રુપાલ ગામ પ્રત્યે તેમનો વિશેષ લગાવ પણ છે.

Video : કથાકાર જયા કિશોરીએ જીવનસાથી પસંદગી દરમ્યાન થતી ભૂલ અંગે કહી મોટી વાત
શુભમન ગિલને ટીમમાંથી હટાવવાનું શું છે કારણ?
તમારી દીકરીને આ સરકારી યોજના આપશે 70 લાખ રૂપિયા, જાણો કેવી રીતે?
શરદી-ઉધરસથી રાહત મેળવવા દેવરાહા બાબાનો ઉપાય, જુઓ Video
ફારસી શબ્દ છે અનાર, હિંદી નામ સાંભળશો તો વિશ્વાસ નહીં આવે
શિયાળામાં સ્વાસ્થ્ય માટે વરદાન છે આ લાડુ, જાણો ફાયદા

4 કિલોથી વધુના સોનાથી મઢવામાં આવ્યું મંદિર

ગાંધીનગર રૂપાલના વરદાયિની માતાજી મંદિરના ગર્ભગૃહને 20 કરોડથી વધુ કિંમતના 4 કિલોથી વધુના સોનાથી મઢવામાં આવ્યું છે. આ ઉપરાંત મંદિરનાં જીર્ણોધ્ધાર બાદ 22થી 26 જાન્યુઆરી, 2023 સુધી વરદાયિની માતા મંદિરનો પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તથા સહસ્ત્રચંડી મહાયજ્ઞ યોજાશે. કેન્દ્રના પ્રવાસન મંત્રાલય વિભાગ દ્વારા પ્રસાદમ્ યોજના હેઠળ રૂ.50 કરોડના ખર્ચે વરદાયિની માતાજીના મંદિરનો વિકાસ કરવામાં આવશે. તેમાં સોમનાથ અને અંબાજી મંદિરની જેમ વરદાયિની માતાના મંદિરમાં પણ તમામ પ્રકારની સુવિધાઓ ઊભી કરવામાં આવશે. તેમજ મંદિરે આવતા દર્શનાર્થીઓ તેમજ પ્રવાસીઓને રહેવા-જમવા સહિતની સુવિધા ઊભી કરવામાં આવશે.

મહત્વનું છે કે રૂપાલનું વરદાયિની માતાનું 500 વર્ષ જુનુ મંદિર છે. એવું પણ કહેવાય છે કે આ પાંડવોના સમયનું મંદિર છે. જ્યાં દર વર્ષે નવરાત્રિમાં નોમના દિવસે માતાજીની પલ્લી નીકળે છે એ પલ્લીમાં હજારો કિલો ઘી વપરાય છે.

ભ્રષ્ટ મનસુખ સાગઠિયાની 23.15 કરોડની અપ્રમાણસર મિલકતને ટાંચમાં લેવાશે
ભ્રષ્ટ મનસુખ સાગઠિયાની 23.15 કરોડની અપ્રમાણસર મિલકતને ટાંચમાં લેવાશે
ગુજરાતમાં ભારે માવઠાની ચેતવણી, 50 કિમીની ઝડપે ફુંકાશે પવન,72 કલાક ભારે
ગુજરાતમાં ભારે માવઠાની ચેતવણી, 50 કિમીની ઝડપે ફુંકાશે પવન,72 કલાક ભારે
ડાઈંગ ઉદ્યોગનું પાણી દરિયામાં છોડવાના સામે માછીમારો આકરા પાણીએ
ડાઈંગ ઉદ્યોગનું પાણી દરિયામાં છોડવાના સામે માછીમારો આકરા પાણીએ
પ્રિવીલોન બિલ્ડકોન બિલ્ડર છેતરપિંડી કેસમાં SITની રચના
પ્રિવીલોન બિલ્ડકોન બિલ્ડર છેતરપિંડી કેસમાં SITની રચના
દારૂકાંડ કેસમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનો જામીન પર છૂટકારો
દારૂકાંડ કેસમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનો જામીન પર છૂટકારો
રાજકોટમાં અગ્નિકાંડ બાદ 7 મહિનામાં ધડાધડ 18 અધિકારીઓના પડ્યા રાજીનામા
રાજકોટમાં અગ્નિકાંડ બાદ 7 મહિનામાં ધડાધડ 18 અધિકારીઓના પડ્યા રાજીનામા
ડીંગુચા કેસમાં EDને હાથ લાગી મહત્વની કડી
ડીંગુચા કેસમાં EDને હાથ લાગી મહત્વની કડી
ઝઘડિયા ભાજપ પ્રમુખ સામે સાંસદ મનસુખ વસાવાનો વિરોધ
ઝઘડિયા ભાજપ પ્રમુખ સામે સાંસદ મનસુખ વસાવાનો વિરોધ
અમદાવાદ પોલીસે 77 ગુનાહિત ઈતિહાસ ધરાવતા લોકોને આપી ચેતવણી
અમદાવાદ પોલીસે 77 ગુનાહિત ઈતિહાસ ધરાવતા લોકોને આપી ચેતવણી
Banaskantha : પાલનપુરમાં ગીઝર ગેસના કારણે 13 વર્ષીય કિશોરીનું મોત
Banaskantha : પાલનપુરમાં ગીઝર ગેસના કારણે 13 વર્ષીય કિશોરીનું મોત
g clip-path="url(#clip0_868_265)">