ડાંગને પ્રાકૃતિક ખેતી આધારિત જિલ્લો તો જાહેર કરાયો, પરંતુ અધિકારીઓની આળસને કારણે આદિવાસી ખેડૂતો યોજનાથી વંચિત

ડાંગને પ્રાકૃતિક ખેતી આધારિત જિલ્લો તો જાહેર કરાયો, પરંતુ અધિકારીઓની આળસને કારણે આદિવાસી ખેડૂતો યોજનાથી વંચિત
ડાંગ-પ્રાકૃતિક જિલ્લો (ફાઇલ)

ડાંગ જિલ્લાને પ્રાકૃતિક જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે, જોકે ડાંગના અંતરિયાળ ગામોમાં આદિવાસી ખેડૂતોને આ અંગે કોઈ માહિતી નથી, જેને કારણે કારેલા, રીંગણ, મરચા તુવેર સહિત અન્ય પાકોની ખેતી કરતા અસંખ્ય ખેડૂતોને ખેતીમાં મોટું નુકસાન થઈ રહ્યું છે.

TV9 GUJARATI

| Edited By: Utpal Patel

Jan 17, 2022 | 3:14 PM

ડાંગ (Dang) જિલ્લાને કેન્દ્ર સરકાર દ્વારા સો ટકા પ્રાકૃતિક ખેતી (Natural farming)તરીકે જાહેર કર્યા બાદ પણ કેટલાક ખેડૂતોને (Farmers) હજુ માહિતી આપવામાં આવી નથી, ખેડૂતોને ખેતીવિભાગના અધિકારીઓ (Agriculture Officer)દ્વારા યોજનાકીય લાભ ન આપી ખેડૂત સહિત સરકારને પણ અંધારામાં રાખવામાં આવી રહ્યા હોવાનું બહાર આવ્યું છે.

ડાંગ જિલ્લાને પ્રાકૃતિક જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે, જોકે ડાંગના અંતરિયાળ ગામોમાં આદિવાસી ખેડૂતોને આ અંગે કોઈ માહિતી નથી, જેને કારણે કારેલા, રીંગણ, મરચા તુવેર સહિત અન્ય પાકોની ખેતી કરતા અસંખ્ય ખેડૂતોને ખેતીમાં મોટું નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ જિલ્લાના કોઈ પણ અધિકારીઓ તેમના સુધી પહોંચતા નથી. અને જરૂરી માર્ગદર્શન પણ આપતા નથી. તેઓ દર વર્ષે લાખો રૂપિયાનું નુકશાન સહન કરી રહ્યા છે. બજારમાં મળતી રાસાયણીક દવા અને ખાતરના ઉપયોગ વિશે માહિતી ન હોવાથી યોગ્ય રીતે ખેતી કરી શકતા નથી. માવઠાને કારણે થતા નુકશાન અને તે અંગેની સહાય માટેની પણ કોઈ માહિતી તેમની પાસે નથી.

સરકાર રાજ્યના તમામ ખેડૂતોના લાભ માટે વિવિધ યોજનાઓ બહાર પાડે છે, અને એ માટે કરોડો રૂપિયાની જાહેરાતો પણ કરે છે. ત્યારે છેવાડાના આદિવાસી ખેડૂતોને એનો લાભ કેમ મળતો નથી. આ અંગે યોગ્ય તપાસ થાય તો મોટું કૌભાંડ બહાર આવે એવી શક્યતા છે, ખાસ કરીને ડાંગને 100 % પ્રાકૃતિક જિલ્લો જાહેર કર્યા બાદ અધિકારીઓની આળસ કે બેદરકારીને કારણે હજુપણ લોકો રાસાયણિક ખાતર અને દવાનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે આવા અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે એ લોકોની માંગ છે.

ત્રણ તાલુકા ધરાવતા અને 95% જેટલા આદિજાતિ બહુલ વિસ્તાર ગણાતા ડાંગ જિલ્લાને તેની વિશેષતાઓ, ભૌગોલિક સ્થિતિ અને લોકોનો પ્રકૃતિ સાથેનો તાલમેલ અને જીવન જીવવાની પદ્ધતિને ધ્યાને રાખીને દેશનો પહેલો પ્રાકૃતિક જિલ્લો ઘોષિત કરવામાં આવ્યો છે. તાજેતરમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ડાંગ જિલ્લાને વિધિવત રીતે કાર્યક્રમો યોજીને પ્રાકૃતિક જિલ્લો ઘોષિત કરવામાં આવ્યો છે.

કુદરતની સાથે રહીને પ્રકૃતિનું દર્શન કર્યા વિના જીવવાની પદ્ધતિ સાચી જીવન પદ્ધતિ તરીકે ગણી શકાય, એવી જ રીતે ડાંગના લોકો પોતાની પરંપરાગત ખેતીના કારણે સમગ્ર દેશમાં જાણીતા છે. વિવિધ ખેત પેદાશો ઓર્ગેનિક રીતે પકવીને આરોગતા હોય છે. સાથે વિવિધ આયુર્વેદિક જડીબુટ્ટીઓ પણ સમગ્ર ગુજરાતને ભેટ આપી છે. ડાંગ જિલ્લાની વિશેષતાને પગલે હવે ડાંગએ પછાત નહીં પરંતુ પ્રાકૃતિક જિલ્લો બની ગયો છે.

આ પણ વાંચો : અમદાવાદ શહેર પોલીસમાં કોરોના વિસ્ફોટ, એક જ દિવસમાં 85 પોલીસકર્મીઓ કોરોના પોઝિટિવ

આ પણ વાંચો : Navsari: દાંડી અને ઉભરાટ દરિયાકિનારો પ્રવાસીઓ માટે બંધ, કોરોનાનું સંક્રમણ વધતા કલેક્ટરનો નિર્ણય

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati