AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navsari: દાંડી અને ઉભરાટ દરિયાકિનારો પ્રવાસીઓ માટે બંધ, કોરોનાનું સંક્રમણ વધતા કલેક્ટરનો નિર્ણય

Navsari: દાંડી અને ઉભરાટ દરિયાકિનારો પ્રવાસીઓ માટે બંધ, કોરોનાનું સંક્રમણ વધતા કલેક્ટરનો નિર્ણય

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2022 | 2:10 PM
Share

કોરોનાની મહામારીને ધ્યાને લઈ અગાઉ પણ લોકડાઉન સમયે રાજ્ય સરકારે પહેલી લહેરથી જ તમામ દરિયાઈ બીચને બંધ કરવાનો આદેશ કર્યો હતો. જેને લઈને દાંડી અને ઉભરાટ દરિયાકિનારો પ્રવાસીઓ માટે કરવામાં આવ્યા હતા, જે બાદ ઘણા સમય સુધી બીચ બંધ રાખવામાં આવ્યા હતા.

નવસારી (Navsari)માં કોરોના (Corona)નું સંક્રમણ વધતા કલેકટર મહત્વનો નિર્ણય છે. ફરી એકવાર નવસારીનો દાંડી અને ઉભરાટ દરિયા કિનારો (Dandi and Ubharat beach) પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યા છે. સૂચના ન મળે ત્યાં સુધી આ બન્ને બીચ બંધ રહેશે. ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ખૂબ ઝડપથી વધી રહ્યુ છે અને નવસારીના દાંડી અને ઉભરાટ દરિયાકિનારે દૂર દૂરથી મોટી સંખ્યામાં લોકો હરવા ફરવા આવતા હોય છે.

ત્યારે પ્રવાસીઓ વધતા કોરોનાનું સંક્રમણ પણ વધવાનું અહીં જોખમ રહેલુ છે. રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર શરુ થઈ છે, ત્યારે દરિયાકિનારે બહારથી આવતા લોકો દ્વારા સંક્રમણ ન વધે તે માટે કલેક્ટર દ્વારા દાંડી અને ઉભરાટ દરિયા કિનારો પ્રવાસીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કોરોનાની મહામારીને ધ્યાને લઈ અગાઉ પણ લોકડાઉન સમયે રાજ્ય સરકારે પહેલી લહેરથી જ તમામ દરિયાઈ બીચને બંધ કરવાનો આદેશ કર્યો હતો. જેને લઈને દાંડી અને ઉભરાટ દરિયા કિનારો પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યા હતા, જે બાદ ઘણા સમય સુધી બીચ બંધ રાખવામાં આવ્યા હતા. અનેક રજુઆત બાદ કલેક્ટરે દરિયાકિનારો પ્રવાસીઓ માટે ખોલવાનો નિર્ણય લીધો હતો.

દાંડી અને ઉભરાટ દરિયા કિનારે દક્ષિણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ ફરવા આવે છે, ત્યારે આ પ્રવાસની સાથે સાથે સ્થાનિક વેપારીઓની રોજગારી પણ જોડાયેલી છે, ત્યારે ત્રીજી વેવમાં ફરીથી દરિયાકિનારા બંધ કરાતા રોજગારી મેળવતા સ્થાનિક વેપારીઓને ફરી ફટકો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

આ પણ વાંચો- સોખડાનો વધુ એક વિવાદાસ્પદ વીડિયો સામે આવ્યો, ગુણાતીત સ્વામીને બહાર કાઢવા સત્સંગી મહિલાઓ જીદે ચઢી, જાણો શું છે વિવાદ

આ પણ વાંચો- નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં પોષી પૂનમની ઉજવણી, બોર અર્પણ કરવા ભાવિકો ઉમટયાં

g clip-path="url(#clip0_868_265)">