અમદાવાદ શહેર પોલીસમાં કોરોના વિસ્ફોટ, એક જ દિવસમાં 85 પોલીસકર્મીઓ કોરોના પોઝિટિવ

હાલ ત્રીજી લહેરમાં ફરી એકવાર પોલીસ કર્મીઓ અને અધિકારીઓ ઝપેટમાં આવ્યા છે. જેમાં 2 એસીપી, 3 પીઆઇ અને 12થી વધુ પીએસઆઇ સહિત 351 પોલીસકર્મી અને અધિકારીઓ કોરોના સંક્રમિત થયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2022 | 2:38 PM

અમદાવાદ (Ahmedabad) શહેર પોલીસ વિભાગમાં કોરોના વિસ્ફોટ (corona) જોવા મળ્યો છે. એક જ દિવસમાં 85 પોલીસકર્મી (police) કોરોના સંક્રમિત થતા કુલ આંકડો 351 સુધી પહોંચ્યો છે. ત્યારે પોલીસ સંક્રમિત ન બને માટે તમામ પોલીસ કર્મી પ્રિકોસન ડોઝ લઈ રહ્યા છે.

કોરોના કાળમાં પોલીસ કર્મી અને અધિકારીઓ ફ્રન્ટ લાઈન વોરિયર તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે જે તે સમયની કોરોનાની લહેરમાં અનેક પોલીસકર્મીઓ કે અધિકારીઓએ જીવ પણ ગુમાવ્યો છે. ત્યારે હાલ ત્રીજી લહેરમાં ફરી એકવાર પોલીસ કર્મીઓ અને અધિકારીઓ ઝપેટમાં આવ્યા છે. જેમાં 2 એસીપી, 3 પીઆઇ અને 12થી વધુ પીએસઆઇ સહિત 351 પોલીસકર્મી અને અધિકારીઓ કોરોના સંક્રમિત થયા છે. જેમાંથી માત્ર બે પોલીસકર્મી માત્ર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જોકે કોરોનાથી સંક્રમિત થતા અટકાવવા વેકસિનેશનને વધુ વેગ અપાયો છે. અને હાલ શહેર પોલીસને પ્રિકોશન ડોઝ અપાઈ રહ્યો છે. રોજેરોજના પ્લાનિંગ મુજબ પોલીસસ્ટેશન દિઠ રસીના ડોઝ અપાઈ રહ્યા છે.

તમામ કોરોના સંક્રમિત અધિકારીઓ કર્મીઓ માત્ર હોમ આઇસોલેટ છે. જેઓની તબિયત માટે રોજેરોજ કમિશનર કચેરીથી અપડેટ મેળવવામાં આવી રહ્યું છે. જો કોઈને વધુ લક્ષણો દેખાય તો તે મુજબ તેઓને ટ્રીટમેન્ટ આપવા માટે અધિકારીઓ ફરજ બજાવે છે. જોકે હજુ સુધી કોઈને ગંભીર લક્ષણો ન હોવાનું ધ્યાને આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ આંકડાકીય માહિતી મુજબ કૃષ્ણ નગર, સોલા અને ખોખરા પોલીસ સ્ટેશનમાં સૌથી વધુ કોરોનાના કેસ હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો : કચ્છમાં 21- 22 જાન્યુઆરીએ વરસાદ પડશે, ઠંડીનું જોર ઘટશે : હવામાન વિભાગ

આ પણ વાંચો : ભુપેન્દ્ર પટેલ સરકારના 121 દિવસ પૂર્ણ, જાણો નવી સરકારે ક્યા પ્રજાલક્ષી કાર્યો કર્યાં

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">