Cyclone Tauktae Update : વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ પર, સુરત એરપોર્ટ કરવામાં આવ્યું બંધ

Cyclone Tauktae Update : વાવાઝોડાની અસર રવિવારથી જ સુરતમાં જોવા મળી હતી. આ વાવાઝોડું સુરતના દરિયાકાંઠાથી 80 થી 90 કિમીની ઝડપે પસાર થશે.

Charmi Katira
| Edited By: | Updated on: May 17, 2021 | 12:19 PM

Cyclone Tauktae Update : વાવાઝોડુ તાઉ તે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે. રાત્રે 8 કલાકથી 11 કલાકની વચ્ચે ગુજરાતના કિનારે ટકરાશે. આપને જણાવી દઇએ કે ચક્રવાત તોફાન પોરબંદર અને મહુવાની વચ્ચે ટકરાશે. ત્યારે પવનની ઝડપ 155થી 165 કિમિ પ્રતિ કલાકની હશે. જે વધીને 185 કિમી પ્રતિ કલાક થશે. તાઉ તે તોફાનના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.

વાવાઝોડાની અસર રવિવારથી જ સુરતમાં જોવા મળી હતી. આ વાવાઝોડું સુરતના દરિયાકાંઠાથી 80 થી 90 કિમીની ઝડપે પસાર થશે. જેથી તેજ પવન અને ભારે વરસાદની આગાહી આજે અને આવતીકાલે કરવામાં આવી છે. ઝાડ અને જર્જરિત મકાનોથી દુર રહેવા અપીલ કરવામાં આવી છે. વાવાઝોડા દરમ્યાન બહાર નહિ નીકળવા સૂચના આપવામાં આવી છે. તારીખ 17 અને 18 એમ બે દિવસ શહેરીજનોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.

વાવાઝોડાની આગાહીને પગલે સુરત એરપોર્ટ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. વાતાવરણ ખરાબ હોવાને લઇને સવારે 11 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી તમામ ફ્લાઈટ રદ કરવામાં આવી. સાંજે 6 વાગ્યા બાદ મીટીંગ બાદ ફ્લાઈટ શરૂ કરવામાં આવશે. સવારે દિલ્લીથી ચેન્નાઇ જતી ફ્લાઈટ ડાઇવર્ટ કરી સુરત એરપોર્ટ લેન્ડ કરવામાં આવી હતી.

સુરતમાં વાવાઝોડાની અસરને પગલે પાલિકાએ તમામ ઝોનમાંથી 410 હોર્ડિંગ્સ અને 356 જેટલા વૃક્ષોનું ટ્રીમિંગ કર્યું છે. 24 કલાક માટે પાલિકાએ ઇમરજન્સી કન્ટ્રોલ રૂમ પણ શરૂ કર્યો છે. દરેક ઝોનમાં ઇમરજન્સી નંબરો જાહેર કરી દેવામાં આવ્યા છે.

Follow Us:
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
g clip-path="url(#clip0_868_265)">