છોટા ઉદેપુર : બોડેલીમાં હિરણ નદી પર આડ ડેમ અને કેનાલો સુકીભઠ્ઠ બનતા ખેડૂતો મુશ્કેલીમાં, સિંચાઈ માટે નથી મળતુ પાણી

|

Jan 07, 2023 | 11:33 PM

Chhota udepur: બોડેલીમાં જળસ્તર નીચા જતા સિંચાઈની સમસ્યા સર્જાઈ છે. રિપેરિંગના કામકાજ માટે કેનાલમાં પાણી બંધ કરી દેવાતા સંખેડાના 18 ગામોને પાણી મળતુ નથી જેના કારણે ખેડૂતોને સિંચાઈ માટે પાણી નથી મળી રહ્યુ.

છોટા ઉદેપુર : બોડેલીમાં હિરણ નદી પર આડ ડેમ અને કેનાલો સુકીભઠ્ઠ બનતા ખેડૂતો મુશ્કેલીમાં, સિંચાઈ માટે નથી મળતુ પાણી
સિંચાઈનું પાણી ન મળતુ ખેડૂતો પરેશાન

Follow us on

છોટા ઉદેપુરના બોડેલીમાં ચોમાસા બાદ રેડ ઝોન વિસ્તારમાં જળસ્તર નીચા જતા સિંચાઈની મોટી સમસ્યા સર્જાઈ છે. હિરણ નદી પર આડ ડેમ અને બનાવેલી કેનાલ સુકી ભઠ્ઠ બનતા ખેડૂતોને ફરીવાર રોવાનો વારો આવ્યો છે. 23 ડિસેમ્બરથી રિપેરિંગના કામકાજ માટે કેનાલમાં પાણી બંધ કરી દેવાતા સંખેડાના 18 ગામડાઓને પાણી મળતુ જ નથી. કેનાલમાં ઠેર-ઠેર ભંગાણ અને સાફસફાઈ ન થતા ખેડૂતોને રવિ સિઝન સમયે  પાણી મળતુ નથી. ડેમ અને કેનાલની સાફ સફાઈ માટે ખેડૂતોએ રજૂઆતો કરી છે છતા કોઈ પગલા લેવાતા નથી. સિંચાઈનું પાણી પણ ન મળતા ખેડૂતોનો પાક સુકાઈ જવાના આરે છે. કેનાલમાં જલ્દી પાણી છોડવામાં આવે તેવી ખેડૂતોએ તંત્રને માગ કરી હતી.

બોડેલી તાલુકાના કાશીપૂરા, રાજ વાસણા, સાલાપુરા, જેવા અનેક ગામો આવેલા છે કે જેને રેડઝોન વિસ્તાર કહેવા માં આવે છે. ચોમાસા બાદ આ વિસ્તાર માં પાણી પાતાળ માં ઉતરી જતા હોય છે. મોટે ભાગે આ વિસ્તાર પથરાળ વિસ્તાર છે. જેને લઇ સિંચાઇ અને પીવાના પાણીની સમસ્યા કાયમી છે. જે તે સમયની સરકારે 1954ના સમયે પાણીની સમસ્યાનો અંત આવે તે હેતુથી આ વિસ્તારમાંથી પસાર થતી હેરણ નદી ઉપર આડ ડેમ બનાવવાનું નક્કી કર્યું. 192 મીટરની લંબાઈ અને 3.96 મીટર તળિયાથી ઊંચાઈવાળો આડબંધ બનાવવામાં આવ્યો. અને ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચે તે માટે કેનાલો પાથરી દેવામાં આવી હતી. પરંતુ ગત ચોમાસાના સમયે જે ભારે વરસાદ થયો તેને લઈ કેનાલોમાં પણ ઠેર ઠેર ભંગાણ સર્જાયું હોય સિંચાઇના પાણી માટે ખેડૂતોને વલખા મારવાનો વારો આવ્યો છે.


સિંચાઇના પાણી વગર ખેડૂતોનો ઊભો મોલ સુકાઈ રહ્યો છે. એક તરફ ડેમના પાણી તળિયે જઈ રહ્યા છે તો બીજી તરફ કેનાલોમાં પાણી નથી. સરકારની સિંચાઇની યોજના હોવા છતાં આજે પણ ખેડૂતોને વલખા મારવાનો વારો આવ્યો છે.

ઘરડા લોકોએ રોજ કેટલું ચાલવું યોગ્ય છે ?
Tech Tips: એક ફોનમાં ચાલશે બે WhatsApp એકાઉન્ટ ! જાણી લો આ ગજબની ટ્રિક
10 બોડીગાર્ડ હોવા છતાં સૈફ અલી ખાન પર ચાકુ વડે હુમલો થયો, જુઓ ફોટો
આજે જ જાણી લો, ક્યારેય રિઝ્યુમમાં આ ભૂલો ન કરો, મળતી નોકરી પણ જતી રહેશે
Vastu Tips : તુલસી પાસે આ વસ્તુઓ ન રાખવી, તુલસીજી થશે નારાજ
'ફ્લોપ' ફિલ્મો આપી છતાં દુનિયાની સૌથી અમીર છે આ અભિનેત્રી, જુઓ ફોટો

ડેમ તૈયાર થતા કેનાલો દ્વારા બોડેલી તાલુકા ના 10 ગામો અને સંખેડા તાલુકા ના 15 ગામો ને જેતે સમયે સિંચાઇનો લાભ મળતો થયો હતો હિરણની મુખ્ય કેનાલ અને બ્રાન્ચ કેનાલો સહિત લગભગ 60 કિમી જેટલી લંબાઈમાં પાથરવામાં આવી જેને લઈ ખરીફ અને રવી સિઝનમાં ખેડૂતોને પાણી મળતું થયું .જોકે સમય જતા ડેમમાં પાણી ન ભરાવા ની જગ્યા એ હવે કાંપ અને માટી જ જોવા મળે છે. ડેમ હવે છીછરો બની ગયો છે. ચોમાસુ પૂરું થતા પાણી પાતાળમાં જવા લાગે છે. પાણીની સમસ્યા જે વર્ષો પહેલા હતી તેવી સ્થિતિ આજે ફરી ઊભી થઈ છે. ડેમમાં એટલું પાણી નથી કે કેનાલોમાં જઈ શકે.

ઈનપુટ ક્રેડિટ- મકબૂલ મન્સૂરી-છોટાઉદેપુર

Next Article