Rajkot: ધોરાજીમાં સિંચાઈ વિભાગની બેદરકારી સામે આવી, કેનાલની સફાઇ વિના પાણી છોડાતા ખેડૂતોની મુશ્કેલી વધી

રાજકોટ જિલ્લામા શિયાળુ પાકના પિયત માટે ધોરાજીની ભાદર બે માંથી કેનાલ મારફત પાણી છોડવામાં આવ્યું છે. જેમાં સિંચાઈ વિભાગના અધિકારીઓની બેદરકારીને કારણે કેનાલની સફાઈ કર્યા વગર જ પાણી છોડી દેવામાં આવ્યું છે.જેના કારણે અનેક ખેડૂતોને સિંચાઈના પાણીથી વંચિત રહેવું પડશે

Rajkot: ધોરાજીમાં સિંચાઈ વિભાગની બેદરકારી સામે આવી, કેનાલની સફાઇ વિના પાણી છોડાતા ખેડૂતોની મુશ્કેલી વધી
બનાસકાંઠામાં કેનાલમાં ગાબડું
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2022 | 5:22 PM

રાજકોટ જિલ્લામા શિયાળુ પાકના પિયત માટે ધોરાજીની ભાદર બે માંથી કેનાલ મારફત પાણી છોડવામાં આવ્યું છે. જેમાં સિંચાઈ વિભાગના અધિકારીઓની બેદરકારીને કારણે કેનાલની સફાઈ કર્યા વગર જ પાણી છોડી દેવામાં આવ્યું છે.કેનાલની સફાઈ કર્યા વિના પાણી છોડવામાં આવતાં માઈનોર કેનાલ અને છેવાડાના વિસ્તાર સુધી પાણી નહીં પહોંચે.જેના કારણે અનેક ખેડૂતોને સિંચાઈના પાણીથી વંચિત રહેવું પડશે.રવિ પાકના પિયત માટે થઈ અને દર વર્ષે સિંચાઈ વિભાગ દ્વારા કેનાલ મારફત સિંચાઈનું પાણી છોડવામાં આવે છે પાણી છોડતા પહેલા કેનાલની સફાઈ કરવી એટલી જરૂરી હોય છે કારણ કે ચોમાસા દરમિયાન કેનાલમાં ઘાસ અને વેલ સહિત ના નાના નાના અનેક પ્રકાર ના બિન જરૂરી છોડવાઓ ઉગી નીકળતા હોઈ છે નિયમ અનુસાર કેનાલ માં પાણી છોડતા પહેલા કેનાલ ની સફાઈ કરવી ખુબજ જરૂરી હોઈ છે જો કેનાલને સફાઈ કરવામાં ન આવે તો માઇનોર કેનાલમાં પાણી પહોંચે નહીં અને ખાસ કરીને કેનાલના છેવાડાના વિસ્તાર સુધી પણ પાણી પહોંચે નહીં એવા અનેક પ્રશ્નો ઊભા થતા હોય છે વાત છે.

રાજકોટ જિલ્લાના ધોરાજીના ભાદર બે માંથી સિંચાઇ માટે કેનાલ મારફત પાણી તો છોડવામાં આવેલ છે પરંતુ કેનાલની સફાઈ જાણે કાગળ ઉપર થયું અને કેનાલ સફાઈના કામની અંદરમાં લાખો રૂપિયાનો ભષ્ટાચાર થયો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કેનાલની અંદરમાં પુષ્કળ પ્રમાણમાં જારી જખડાઓને વૃક્ષોના પાંદડાઓ અને લીલું ઘાસ ઉગી નીકળેલું છે કેનાલની સફાઈ થઈ નથી જેને કારણે ખેડૂતોએ સિંચાઈના પાણીથી વંચિત રહેવું પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે ખેડૂત આગેવાનો આક્ષેપ છે કે લાખો રૂપિયા નો ખર્ચ કેનાલ સફાઈમાં કરવામાં આવ્યો તો પણ આવી સ્થિતિ કેમ ખેડૂત આગેવાને ગાંધીનગર સચિવાલય ખાતે ઉચ્ચ અધિકારીને પત્ર પઠવી અને કેનાલની સફાઈ બાબતે થયેલ ભસ્તાચાર ની તપાસ હાથ ધરવા માંગ કરી છે

ધોરાજી ના ભાદર 2 કમાન્ડના વિસ્તારના ખેડૂતોનું કેવું છે કે ધોરાજી સિંચાઈ વિભાગ દ્વારા કે લાલ સાફ કર્યા વગર કેનાલમાં સિંચાઈ માટેનું પાણી છોડવામાં આવ્યું છે કેનાલમાં પૂરતી સફાઈ ન થઈ હોવાના કારણે કેનાલમાં રહેલો તમામ કચરો ખેડૂતોના ખેતરમાં પહોંચે છે અને ઘઉં ધાણા જીરુ સહિતના અનેક પાકોને નુકસાન થાય તેવી ભીતિ છે.

ઘરડા લોકોએ રોજ કેટલું ચાલવું યોગ્ય છે ?
Tech Tips: એક ફોનમાં ચાલશે બે WhatsApp એકાઉન્ટ ! જાણી લો આ ગજબની ટ્રિક
10 બોડીગાર્ડ હોવા છતાં સૈફ અલી ખાન પર ચાકુ વડે હુમલો થયો, જુઓ ફોટો
આજે જ જાણી લો, ક્યારેય રિઝ્યુમમાં આ ભૂલો ન કરો, મળતી નોકરી પણ જતી રહેશે
Vastu Tips : તુલસી પાસે આ વસ્તુઓ ન રાખવી, તુલસીજી થશે નારાજ
'ફ્લોપ' ફિલ્મો આપી છતાં દુનિયાની સૌથી અમીર છે આ અભિનેત્રી, જુઓ ફોટો

ભાદર 2 સિંચાઇ વિભાગ ના અધિકારીઓનું કહેવું છે કે સરકારી મશનારી દ્વારા ભાદર 2 ની કેનાલ સફાઈ કરવામાં આવી છે તો સવાલ એ થાય છે કે લાખો રૂપિયા ના ખર્ચે સરકારી સાધનો દ્વારા સફાઈ કરવામાં આવી તો કેનાલ ની હાલત આવી બદતર કેમ અધિકારીઓ પણ એમની નિષ્ક્રિયતા છુપાવવા નો પ્રયાસ કરી રહ્યા હોઈ એવું લાગી રહ્યું છે.

(With Input, Hussain Qureshi, Dhoraji, Rajkot)

g clip-path="url(#clip0_868_265)">