AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર દ્વિચક્રી વાહન સાથે પ્રવેશી મહિલા, પેટ્રોલ ખુટી પડતા વડોદરા પોલીસે પેટ્રોલ પૂરી આપ્યું, જુઓ વીડિયો

આ સમગ્ર ઘટના અંગે, કેટલાકે એવા સવાલ પણ કર્યા હતા કે, એક્સપ્રેસ હાઈવે પર દ્વિચક્રી વાહન સાથે મહિલા કેવી રીતે પ્રવેશી, એક્સપ્રેસ હાઈવે પર દ્વિચક્રી વાહન સાથે પ્રવેશનાર મહિલા સામે કેમ કોઈ કાનુની કાર્યવાહી ના કરવામાં આવી. ભવિષ્યમાં આવી કોઈ ઘટના ફરીવાર ના બને તે માટે એક્સપ્રેસ હાઈવે ઓથોરિટી તકેદારી રાખશે કે પછી માત્ર ટોલ ઉઘરાવવામાં જ વ્યસ્ત રહેશે.

Breaking News : વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર દ્વિચક્રી વાહન સાથે પ્રવેશી મહિલા, પેટ્રોલ ખુટી પડતા વડોદરા પોલીસે પેટ્રોલ પૂરી આપ્યું, જુઓ વીડિયો
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2026 | 3:07 PM
Share

ગુજરાતના સૌથી વ્યસ્ત એવા અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર દ્વીચક્રી વાહન અને રીક્ષાના પ્રવેશ ઉપર પ્રતિબંધ છે. આમ છતા, એક મહિલા વડોદરા તરફના છેડેથી એક્સપ્રેસ હાઈવે પર તેનુ દ્વિચક્રી વાહન લઈને પ્રવેશી હતી. પ્રવેશતા તો પ્રવેશી ચૂકી પરતું મહિલાના દ્વિચક્રી વાહનનુ પેટ્રોલ ખતમ થઈ જતા, મુશ્કેલીમાં મુકાઈ હતી. વડોદરા પોલીસે, આ મહિલા સામે કાયદોનો ભંગ કરવા બદલ કેસ કરવાને બદલે, માનવતાની દ્રષ્ટિએ મહિલાને મદદ કરી હતી. વડોદરા પોલીસ કોન્સ્ટેબલે, પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ લઈ જઈને, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર પોતાનુ દ્વિચક્રી વાહન લઈને પ્રવેશેલી મહિલાના વાહનમાં પેટ્રોલ પુરી આપ્યું હતું.

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર દ્વિચક્રી વાહન કે રિક્ષા લઈને પ્રવેશી શકાય તેવી કોઈ જગ્યા નથી. આમ છતા એક મહિલા તેના દ્વિચક્રી વાહન સાથે એક્સપ્રેસ હાઈવે પર પ્રવેશી હતી. જો કે, કેટલુંક અંતર કાપ્યા બાદ, આ મહિલાના દ્વિચક્રી વાહનનુ પેટ્રોલ ખતમ થઈ ગયું હતું. એક્સપ્રેસ હાઈવે પર, નજીકમાં કોઈ પેટ્રોલપંપ ના હોવાથી મહિલા ગભરાઈ ઉઠી હતી. આખરે તેણે બચવા માટે વડોદરા પોલીસના કંટ્રોલને ફોન કર્યો. સમગ્ર આપવિતી બતાવી. વડોદરા પોલીસે આ મહિલા સામે ગેરકાયદે અમદાવાદ વડોદરા એકસપ્રેસ હાઈવે પર દ્વિચક્રી વાહનને લઈને પ્રવેશવા બદલ કેસ કરવાને બદલે, હાથમા પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ લઈને મહિલા જ્યા તેના વાહન સાથે અટવાઈ હતી તે સ્થળે પહોંચી હતી.

આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ લઈને જઈ રહેલા કોન્સ્ટેબલ મહિલાને પુછે છે પણ ખરો કે તમે આ એક્સપ્રેસ હાઈવે પર કેવી રીતે આવી પહોચ્યાં. ત્યારે તે મહિલા હાથ લાંબો કરીને કહે છે કે ત્યાંથી. મહિલાના દ્વિચક્રી વાહનમાં પેટ્રોલ પુરી આપીને પોલીસ કોન્સ્ટેબલ કહે છે કે હવે ટોલનાકા પરથી બહાર નીકળી જાઓ.

આ સમગ્ર ઘટના અંગે, કેટલાકે એવા સવાલ પણ કર્યા હતા કે, એક્સપ્રેસ હાઈવે પર દ્વિચક્રી વાહન સાથે મહિલા કેવી રીતે પ્રવેશી, એક્સપ્રેસ હાઈવે પર દ્વિચક્રી વાહન સાથે પ્રવેશનાર મહિલા સામે કેમ કોઈ કાનુની કાર્યવાહી ના કરવામાં આવી. ભવિષ્યમાં આવી કોઈ ઘટના ફરીવાર ના બને તે માટે એક્સપ્રેસ હાઈવે ઓથોરિટી તકેદારી રાખશે કે પછી માત્ર ટોલ ઉઘરાવવામાં જ વ્યસ્ત રહેશે.

Breaking News : PM મોદીના હસ્તે ગુજરાતમાં વધુ એક સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘઘાટન થયુ, માઈક્રોન બાદ વધુ એક પ્લાન્ટ સાણંદમાં થયો તૈયાર

Follow Us
g clip-path="url(#clip0_868_265)">